
(C) Amit Singh, Google.
.“તમને કોમ્પ્યુટરમાં શું આવડે?”
“ઓફીસ.”
“આઈ મીન…માઈક્રોસોફ્ટ ઓફિસ?- વર્ડ એક્સેલ, પાવરપોઇન્ટ?”
“જી સર!”
“પણ મને તો ફકત MS. Word જ આવડે.”
“ઓકે. વર્ડમાં મેઈલ-મર્જ, ઇન્ટરેક્ટિવ ફોર્મ ક્રિયેશન, ઓટો-ઈન્ડેક્સની સહૂલિયાતો છે, એ વાપરતા આવડે?”
“એ વળી શું સર?- વર્ડમાં એવા ફંક્શન હોય છે?”
“એવાં તો ઘણાં ઘણાં જરૂરી ફંક્શન્સ હોય છે, પણ આપણે વાપરીએ તો ને?”
“તો પછી સર એ વાપરવા માટેની તક પણ મળવી જોઈએ ને?- એવી તક મને પાછલી જોબમાં ક્યારેય મળી નથી.”
—————————————————–
ઉપર જેવો ઇન્ટરવ્યું ડાયલોગ્સ શક્ય છે કોઈકને તો ફેસ કરવો પડ્યો હશે, ખરું ને?-
આ વાતની મને પણ પ્રતીતિ વધારે થઇ જ્યારે ગઈકાલે એક ભારતીય-NRI ભાયડાએ દુનિયાની સુપર-સર્ચ કંપનીમાંથી આ ચેલેન્જિંગ બાબત હજુ ગઈકાલે જ વહેતી કરી છે.
“અમારું મુખ્ય ટાર્ગેટ હવે એ ‘ઓફિસ’ વાપરનારા ૯૦% લોકોના માર્કેટને કબજે કરવાનું છે. અને એ અમે થોડાં જ વખતની અંદર કબજે કરી લઈશું. કેમ કે માઈક્રોસોફ્ટે તેના ‘ઓફિસ’ પેકેજમાં ઠાંસીઠાંસીને અજબ સહુલીયાતો ભરી છે. જેમાંનો હાર્ડલી ૧૦% ઉપયોગ સામન્ય લોક કરતા હોય છે.”
– અમિત સિંઘ, ગૂગલ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ડિવિઝન.
તેણે સીધા શબ્દોમાં કહ્યું કે…
“મહત્તમ લોકોને એવા ‘એડવાન્સ્ડ’ ફંક્શન્સની જરૂર જ નથી હોતી પછી હાર્ડ-ડિસ્કની ભરી રાખવાનો ફાયદો શું? હવે ઓફિસ પેકેજમાં જે બાબતો ખુબ સરળતાથી અને સૌથી વધુ વપરાશમાં આવે છે તેણે ધ્યાનમાં રાખી સીધેસીધું ઓનલાઈન જ વાપરી શકાય એવી સગવડ અમે ગૂગલ તરફથી આપી રહ્યા છે.”
દોસ્તો, હવે તમે જ કહો કે…ગૂગલમહારાજ તરફથી આવી ચોટદાર-વાણી (કે સોફ્ટ ચેતવણીની) માઈક્રોસોફ્ટ મહારાજા પર કેવી અસર થાય?-
જે થશે તે. એ તો જે પોતાના પ્રોજેક્ટ્સમાં વધારે બારમું કરશે એની વર્ષ ’૧૩મામાં ખબર પડશે..
પણ મારો આજનો સવાલ: આપનું ‘ઓફિસ’નું જ્ઞાન કેટલું છે?- ૫%, ૧૦%, ૧૫% કે ૨૫%. યા પછી ડેવેલોપર જેટલું?
દોસ્તો, સવાલનો ઉદેશ્ય એટલો છે આવનાર વર્ષોમાં તેની વધારે જરૂરિયાત પડવાની છે. શાં માટે અને શું કામ? એ જાણવું હોય તો આ દિવાલ પર સમયાંતરે નજર ફેરવજો કાંઇક અવનવું મળે તો નવાઈ………હોં!
સરપંચ:
ડિસ્કોથેકમાં…
છોકરો: “તું એકલી છે?”
છોકરી: “ના ! હવે નથી. તું આવ્યો ને.”
છોકરો: “વાઉ ! તો તો પછી ફ્રિ હશે, ખરું ને?”
છોકરી: “ના ! મોંઘી છું.”
સુંદર અને ઉપયોગી માહિતી ની રાહ જોઈશું …!
તમામ પ્રકારના સોફ્ટવેર ઓનલાઈન હોવા જરૂરી બનવાનું છે…..
માઈક્રોસોફ્ટ પાસે ૨ વિકલ્પ છે…
એક, એ કે ઓફિસનું ધીમું-ધીમું પતન થાય તે જોયા કરવું
અને
બે, એ કે ઓફિસનું ઓનલાઈન વર્ઝન તૈયાર કરવું (એ પણ થોડું મફત જેવા ભાવે)
જયકિશનભાઈ,
આભાર. ઇન ફેક્ટ ઓફિસનું ઓનલાઈન વર્ઝન પણ ઓલરેડી માઈક્રોસોફ્ટની સ્કાયડ્રાઈવ પર અવેલેબલ છે જ. પણ ગૂગલે હૂમલો તેન માર્કેટને ‘જોઈએ એટલું જ વાપરો’ એ હેતુથી કર્યો છે ભાઈ.
આવું એટલા માટે કે હજુ પણ દુનિયાના વધુ ભાગના ડેસ્કટોપ પર એમ.એસ.ઓફિસનું જ ચલણ ચાલે છે. પણ મેમરી અને ફિચર્સ ફ્લેક્સીબીલીટીની બાબતથી હરીફાઈ તો કરવી પડે ને! બસ આ એની માથાકૂટ-મસ્તી છે. ફેસબૂકની પોસ્ટ પર લિંક મુકવામાં આવી છે. એ પણ જોઈ લેશો.
ઓફિસનું ઓનલાઈન વર્ઝન થાય કે ન થાય !
કેટલુ સમજાય કે ન સમજાય પણ
મઝાઆવે છે
ભેટ આવ્યુ લેપટોપ પણ અમને યાદ આવે
તેરે ઉપહાર બડ઼ે છોટે હૈં
મુઝકો ઇંતજાર હૈ , કુદરત કે ઉપહારોં કા
તેરે ઉપહાર બડ઼ે ફીકે હૈં
મુઝકો ઇંતજાર હૈ , કિન્હીં દમદારોં કા
તેરી દુનિયા મેં હેરા-ફેરી હૈ
ખુદા બની ખુદી કા દમ દેખતા હૈ
…
સાહેબ જય સ્વામિનારાયણ…
હુ અત્યારે BCA કરુ છું..
મને પણ આજે જ આ વાત નો ખ્યાલ આવ્યો..
આભાર/….