.
• “જા! પેલી લાંબા વાળ વાળી રીટાને અમારી વચ્ચે કિસ કરી આવે તો રૂ.૫૦૦/- આપણી તરફથી…”
• “બોલ એક સાથે ૨૫ વખત આ દાદરા ઉતર ચઢ કરી બતાવે તો આ રવિવારે પિઝા-પાર્ટી આપણી તરફથી…”
• “છે કોઈ જે ૧ મિનીટમાં મેક્સિમમ કોલાની બોટલ પી બતાવે?- જો હોય તો ૧૦૦૦નું ઇનામ આપણી તરફથી…”
સ્કૂલ-કોલેજમાં, પાર્ટીમાં, મેળાવડામાં કે લગ્ન જેવા પ્રસંગોમાં આવી અવનવી શરતો લાગતી રહે છે. પણ શક્ય છે એનું ઇનામ ક્યારેક જ મળતું હોય છે. અથવા અંચાઈ કરીને ગૂટકાવી દેવાય છે. અને જો મળે ત્યારે હાજર દોસ્તોમાં દિલદારીથી શેર કરી એમાંથી જ પાર્ટી અપાય જાય છે.
મસ્તી-તોફાન-મજાક જ્યાં સુધી નિર્દોષ છે ત્યાં સુધી એ ચાલતું રહે નહીંતર ક્યારેક લેવાના દેવા થઇ જાય ત્યારે પૈસા સાથે ઘણું બધું ગુમાવી પણ દેવાય છે.
પણ વેઈટ!
ઈન્ટરનેટ (ને હવે તો મોબાઈલ) પાસે એનોય તોડ મળી શકે એવા પ્રોગ્રામ આવી ચુક્યા છે. – મૂલ્ટા.કૉમ.
નામ મૂલ્ટા… ને કામ ઉલટા-પૂલટા કરી સાચે જ કેશ કમાવાનું એક મજ્જાનું પ્લેટફોર્મ.
જ્યાં એક વ્યક્તિ વિભિન્ન ચેલેન્જ સાથે કેશ-ઇનામ આપે. જેમ કે…
• “જાહેરમાં સ્ત્રીના કપડાં પહેરી મૂત્ર-વિસર્જન કરી બતાવો તો ૫૦$….”
• “પબ્લિક ફૂવારામાં ખુલ્લા નાહી બતાવો ને ૫૦$$ લઇ જાવ….”
• “ભરબજારે અજાણી વ્યક્તિને લોકોની વચ્ચે ભેંટી લો અને ઉપાડો ૧૦૦$….”
• “દુનિયાનો સૌથી તીખો સોસ ચાટી બતાવો ને પછી મોં ખોલ્યા વિના લઇ જાવ ૫૦$$…”
• “ઉંચી બિલ્ડીંગની અગાસીથી હાથ બાંધીને વાંકા વળ્યા વિના સીડીઓ ઉતરી બતાવો ને લઇ સીધેસીધા લઇ જાવ ૨૦$…”
જે ચેલેન્જ ઉપાડી હોય એની સાબિતી વિડીયો વડે આપવી પડે. પછી જે કમાણી કરી હોય એ કાં તો ખિસ્સામાં મૂકી હાલતા થાવ અથવા સખી દાતાર હોવ તો સાઈટ પર જ દાન-પેટીમાં નાખતા જાવ.
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે…..ટુના ટુના!!!!
બોલો….તમને ચુપ રહી આવા ઉલટા આવા કામો કરવા ગમતા હોય તો આજે જ જોઈ લ્યો એ મૂલ્ટા.કૉમ.
સરપંચ:
આવનારા દિવસોમાં શરુ થનારી ટ્રાન્સપેરન્ટ લાઈફસ્ટાઈલ જે મગજ અને મનનું ચક્કર ડીજીટલમાં આ રીતે ગોઠવતું જશે…

1} કાચની આ દુનિયાએ તો મગજમાં ધૂન તાના ના ના બોલાવી દીધું
કાશ ત્યાં સુધી હું જીવતો રહું અને મારી ” આંગળીઓ ” કામ કરતી રહે
2} અને છેલ્લે કાચના કપડા જ બાકી રહી ગયા કે જેમાં એક જ જોડી લેવાની અને રોજે રોજ અલગ અલગ કલર્સના પોશાકની રેંજ આપણને મળી રહે !