મેઇડ ઇન ચાઈના

તમને પૈસા બનાવાનો સરળ(!) રસ્તો જાણવો છે?…આ રહ્યો.

દા.ત. કોઈ એક એવી વસ્તુ શોધી કાઢો જેની વેલ્યુ ૧૦૦ રૂ. હોય. હવે કોઈક એવો મેન્યુફેકચરર ચાઈના કે ભારતમાંથી શોધી કાઢો જે આ જ વસ્તુ ૧૦ રૂ. માં બનાવી આપે. હવે આ વસ્તુ ને તમે માર્કેટ કરતાં અડધી કિમતમાં વેચી નાખો. જી હા! આ જ છે હમણાં ના વખતમાં પૈસા કમાવાનો કીમિયો કહો કે રસ્તો. તમે દુનિયાની સૌથી મોટી રીટેઈલ ચેઈન સ્ટોર વોલ-માર્ટની વાત કરો કે, ટાર્ગેટ શોપની વાત કરો યા પછી એમેઝોન.કોમની વાત કરો કે અરે! રિલાયન્સ ફ્રેશ માર્ટને કેમ ભૂલી જવાય. દરેકની સફળતાનું સૂત્ર આજ છે. વાર્ષિક રૂ. ૧૬,૦૦૦ કરોડનો વેપલો આ ખેલાડીઓ કાંઈ અમસ્તા નથી કરતાં. એમની પાસે ચાઈનાના માર્કેટની નાડ છે. એની સામે ચાઈના પણ પોતાનું માર્કેટ એટલા ભાવમાં બનાવી આપીને પોતાના ઘરો ભરતું રહે છે. કોઈને પણ બાર્ગેઈન કર્યા વગર ચાલતું નથી. એટલેજ તો આ રીટેઈલના મહારાજો ફાવી રહ્યા છે. કેમ કે એમને ખબર પડી ચુકી છે કે એમની કઈ ખાણમાંથી અસલી હીરા ક્યાંથી નીકળે છે.

મેઇડ ઇન ચાઈના” આવું તમે માર્કેટમાં મળતી પ્રોડક્ટ્સ પર કેટલી વાર વાંચ્યુ હશે? એમાં કોઈ સિક્રેટ નથી કે ચાઈનાના સેંકડો કારીગરો…લાખો ને કરોડો પ્રોડક્ટ્સનું ઉત્પાદન તેમના પોતાના દેશ ચીનમાં જ કરે છે…અને તેને અમેરિકા તેમજ બીજા દેશોમાં નિકાસ કરે છે.

પણ તમને થતું હશે કે આવું કરે છે કોણ?  બેશક…આવું એવી કંપનીઓ કરે છે કે જે અબજો ડોલર્સની પ્રોડક્ટ્સ ઘણાં સસ્તા ભાવે ચીનથી મંગાવીને પોતાના દેશમાં મોટા મોટા સ્ટોર્સ દ્વારા ગંજાવર પ્રોફિટથી વેચે છે. હવે વિચારો? શું આ મોટી કંપનીઓ જ આમ કરી શકે છે? શું એમનામાં જ એવી તાકાત છે કે જે મોટા પાયે રોકાણ કરીને દુકાનો દ્વારા માલ ખડકાવી શકે છે? સાચું કહીએ તો ના.

આવું તો તમે પણ કરી શકો છો. એમાં કઈ મોટા માણસ કે મોટી કંપની બનવાની કે બનાવાની કોઈ જરૂર નથી. તમને એવી કોઈ દુકાન કે ગુમાસ્તાની પણ જરૂર નથી. તમને એવા મોટા ખર્ચાઓ પણ કરવાની જરૂર નથી. અરે તમે આવું કામ તો ઘર બેઠા પણ આ કામ કરી શકો. તમને જરૂર છે માત્ર એવા રસ્તાની માહિતી કે જે તમને આ કામ આસાની થી કરવું બતાવી શકે. તમને જરૂર છે….એક કોમ્પુટરની, એક ઈન્ટરનેટના કનેક્શનની, ઘણું નજીવું રોકાણ (હા! રોકાણ વગર વેપાર તો શક્ય જ નથી ને?) અને સાચી સલાહ.

બસ આટલું મળી જાય પછી તમે પણ મોટા નફાને નાના કામ દ્વારા આસાનીથી રળી શકો છો. નેટવેપાર બ્લોગ બનાવવાનો ઉદેશ્ય પણ એજ છે કે સાચી સલાહ દ્વારા પોતાના વેપાર થકી ‘કીડીને કણ ને હાથીને મણ’ એમની રીતે મળવું જોઈએ. હા! પણ સાહેબો…મહેનત તો કરવીજ પડશે.

Advertisements

4 comments on “મેઇડ ઇન ચાઈના

  1. Boghani Ashish says:

    Thank you for sharing the valuable information to us..
    Shu alibaba.com e tevi j site che jyathi chinese manufacturer mali rahe???

  2. paresh goyani says:

    thanks sir for sharing such information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s