જો તમને ઓનલાઇન-માર્કેટિંગ શીખવું હોય તો…

Take-Off Marketing

તો શરૂઆત ઓફલાઈન-માર્કેટિંગથી કરવાની આદત પાડવી પડશે.

યેસ! જે શીખવું છે એનો અમલ પણ સાથે-સાથે શરુ કરવો જ પડશે. આપણે ગુજરાતી લોકો ગણતરીબાજો છીએ…એટલે એકાઉન્ટને તો જલ્દીથી શીખી જઈશું..અરે આપણા ફાઈનાન્સના ચોપડાઓ ને એડજેસ્ટ કરવાની આવડત પણ વખત આવતા આવડી જશે. એ માટે કોઈ મોટા ક્લાસ ભરવાની પણ જરૂર નથી. તો પછી…

તો શરૂઆત કેમ કરશો?

ઉદાહરણ-૧: તમારા શહેરમાં કોઈક મસ્ત મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ યા ફિલ્મ આવી રહી છે. જે કલાકાર કે ગ્રુપ છે તેના તમે ‘ફેન’ યાં જબરદસ્ત ચાહક છો. તો શોધી કાઢો લોકોને જે તમારા જેવો શોખ ધરાવતા હોય અને આયોજક પાસેથી ગ્રુપ ટીકીટ્સ લઈને આ ગ્રુપને વેચી દો. પ્રોગ્રામ પછી એમનો પ્રતિભાવ જાણીને તમારી ડાયરી યાં બ્લોગમાં શેર કરો. પછી જુવો તમારી માહિતીના ભડાકા.

ઉદાહરણ૨: તમાર વિષયને લાગતું યાં તમારા મનગમતા લેખકનું કોઈ નવું જ પુસ્તક બહાર પડી રહ્યું છે. હવે એવા વાચકોને શોધી નાખો જે આ સંદર્ભ વિષય કે લેખકમાં રસ હોય. એ લોકો અજાણ્યા હોય તો ઘણું સારું. હવે નીકળી પડો એ પબ્લીશર પાસે જે આ પુસ્તક પ્રકાશિત કરે છે. હજી વધુ….શક્ય હોય તો લેખક પાસે પોહ્ચીને હોલસેલમાં ૨૦-૨૫ કોપિઝ ખરીદી લ્યો. લેખકને મળવાનો અને નફાનું વધુ માર્જિન એવો બેવડો લાભ તો મળશેજ પણ સાથે નવા વાચકોથી દોસ્તી દોર પણ જોડાશે.

ઉદાહરણ-૩ : કોઈ એક એકઝીબીશનમાં એવી પ્રોડક્ટ/સર્વિસ જોવા મળી કે જેનાથી તમે ઘણાં પ્રભાવિત થયાં છો. તમને લાગે છે કે પ્રોડક્ટ/સર્વિસ ‘હોટ કેક’ બની શકે છે (અથવા તમે બનાવી શકો છો) તો મળો એના માર્કેટિંગ મેનેજરને યા મુખ્ય બોસને. એને મળવાનો ટાઈમ અને લાગતી ઇન્ફોર્મેશન મેળવી લો. તમારો એક બીઝ્નેસ કાર્ડ આપીને હવે માંગી લો એના મીનીમમ ૧૦-૧૫ બીઝ્નેસ કાર્ડસ. કન્વિન્સ કરાવો કે તમારા મોકલાવેલા કાર્ડ પર એમને ‘એકઝીબીશન ડિસ્કાઉન્ટ’ આપવામાં આવશે. હવે જેમ બને એમ જલ્દી એવા ૧૦-૧૫ બંદાઓ શોધી કાઢો જેમને તમે આ સર્વીસ વિશે પરિચિત કરાવી શકો (વેચવાની વાત નથી ભાઆઆય!!!). ૧૦-૧૫ દિવસ પછી આ બધાંનો રિવ્યુ જાણી લો. થઇ ગયું તમારું કામ. સમય એનું કામ કરશે ને તમારું માર્કેટિંગ એના ચમત્કારનું….

બોલો હજુ બીજા કેટલાં દાખલાઓ આપું?

માર્કેટિંગ શીખવાનો સૌથી સારામાં સારો રસ્તો….જાતે પ્રોડક્ટ/સર્વિસનું માર્કેટ જાતે શોધી (ના હોય તો બનાવી) એમાં ઉતરી પડો.

પંચ: શું વેચવું એજ માર્કેટિંગ છે યા એના સાથે બીજું પણ કઈક જરૂરી છે? થોડી રાહ જુવો…નવો આર્ટીકલ આ વિષય પર આવી રહ્યો છે.

Advertisements

9 comments on “જો તમને ઓનલાઇન-માર્કેટિંગ શીખવું હોય તો…

 1. I’M A GUJARATI SPEAKING BOHRA (VOHRA) BUT CAN YOU SEND THIS TO ME IN ENGLISH FOR MY SONS?

  THANKS N KEEP IT COMING.

  • netvepaar says:

   યેસ કર્નલસાહેબ, જરૂરથી મળશે. તમારા ઈ-મેઈલમાં થોડાજ વખતમાં….સ્ટે ટ્યુનડ!..

 2. S.S Rathod says:

  સારી માહિતી.હું મેનેજમેન્ટ ક્ષેત્રનો જ વિદ્યાર્થી છું.આ માહિતી ઉપયોગી થશે .આભાર

  • netvepaar says:

   રાઠોડભાઈ, આભાર. તમને માર્કેટિંગને લાગતો કોઈ સવાલ હોય તો અવશ્ય પૂછી શકો છો.

   • vanita says:

    hu ty B.B.A.ma study karu su as girl mare markrting ma agal vadhvu se to mare shu karvu?

   • netvepaar says:

    વનીતાબેન, પ્રથમ તો બ્લોગ પર સમય આપીને વાંચવા બદલ તમારો આભાર.
    તમારો સવાલ ઘણો વિશાળ છે. તમે એક સ્ત્રી છો તો એમને માટે પણ માર્કેટિંગને લગતી તકો પણ ઘણી..ઘણી વિશાળ છે. પણ તમે હાલમાં જે કોર્સમાં બીઝી છો એ ઉપરાંત તમને તમારા મન અને જાત સાથે થોડું મનોમંથન કરવુ પડશે. થોડો વધારે ‘એક્સ્ટ્રા’ સમય આપી આવનારા સમય માટે થોડું હોમવર્ક તો કરવું જ પડશે. પણ ચિંતા કરવાની જરૂર નથી…શરૂઆત આ રીતે કરી શકશો.

    • તમને શેનો શોખ છે? તમારું પેશન શું છે…શેમાં છે?
    • એવા કયા પ્રકારના કામો છે જેમાં તમને ઘણી ખુશી મળે છે…? બનાવી દો એક લીસ્ટ.
    • તમે આ કામને વ્યવસાયનું રૂપ આપીને યા કેરિયર તરીકે ડેવેલોપમેંટ કરી શકો? કેમ બનાવવા માંગશો એનું વર્ણન કરી શકો?

    શરૂઆત જોબથી કરો તો ઘણું સારું. તો એવી કઈ જોબ છે જે તમને કરવી ગમશે. “કોઈ પણ ચાલશે” એવો જવાબ આપશો તો…થોડી મુશ્કેલીઓ વધી જશે. પણ…બરોબર સ્પેસિફિક જોબ ધ્યાનમાં લઈને એને માટે શોધ કરશો તો તમારી અને કામની વેલ્યુ વધવાની તકો ઘણી છે.
    વનીતાબેન, તમને તમારા દિમાગનું થોડું દહીં તો કરવું જ પડશે. કેમકે બી.બી.એ.નું સર્ટીફીકેટ તમારા કેરિયર બનાવવાની ટીકીટ નહિ પણ એક સામાન્ય કાર્ડ બનશે જેની એક કાગળના ટુકડા જેવી કિંમત થશે.

    માટે જો શરૂઆત કરવીજ હોય તો ‘તમને જે ગમે’ છે એ વિષયમાં દરરોજ ઊંડા ઉતારવું પડશે. એ માટેનું સતત વાંચન, ફિલ્મ્સ, ઓડીઓ વગેરેથી ઘરોબો કેળવવો પડશે. કેમ કે તમે સફળ બી.બી.એ. પાસ કર્યું છે એવી એક અલગ ઓળખ માર્કેટમાં તો બતાવવી પડશે ને?

    મારા આ બ્લોગ પર સમયાંતરે તમને કેરિયર કે બીઝ્નેસને લગતી એવી માહિતીઓ, આઈડિયાઝ, ટીપ્સ મળતી રેહશે. બૂકમાર્ક કરી વાંચતા રેહજો. સવાલો કરતા રેહજો. ઓલ ધ બેસ્ટ.

 3. Abdultaiyab says:

  ganu saras …

 4. chirag says:

  Greate thought

 5. great tips for all.i have tried this idea on my many people around me and i am successed.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s