ઈન્ટરનેટ પર વેપાર ન કરવામાં મદદરૂપ થતી હોય એવી કેટલીક ગેર-માન્યતાઓ…

સફળતાના શિખર સુધી સૌ કોઈને સીધો રસ્તો મળતો નથી,

માન્યતા

પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી!

આજે વાત કરવી છે એવી કેટલીક ગેર-માન્યતાઓ જે ઈન્ટરનેટ પર વેપાર કરવામાં મદદરૂપ થતી હોય છે.

 • મને શીખવું તો છે. પણ ક્યાંથી અને કેવી રીતે શરૂઆત થઇ શકે એની જાણકારી નથી દોસ્ત!
 • આપણને કોમ્પ્યુટર ચ્યોં આવડે છ બાપલ્યા!
 • આ બધી જફાઓ કરતા પેહલા ઘણું બધું શીખવું પડે નહિ!?!?! પૈસો તો બને ત્યારે બને પ્રભુ!
 • બોસ! આપણી આ નાનકડી દુકાન ભલી ને આપણે ભલા….નેટ ઉપર આઈને હું કાંદા કાઢવા છે!
 • આપણી પાસે પૈસો તો છે પણ આ જ ધંધામાં થી ટાઈમ કયા મલે છે મુરબ્બી!
 • ને’એટ પર ધંધા માટે ‘વેપ્શાઈટ’ હોવી જરૂરી છે, સસ્તીને ‘શારી’ શાઈટ કોણ બનાઈ આલે?
 • બધુંયે થઇ શકે, પણ આ બધું કરવા પૈસો જોઈએ પૈસો, આપણી પાસે ક્યાં છે એટલો બધો લાલાં!!!
 • આ બધું ઈન્ટરનેટ પર કરવું અઘરું છે. જો ‘હામે વારી’ પાર્ટીથી છેતરાયાં તો થઇ જાય લાખના બાર હજાર!
 • આવું તો બધાં કરી શકે! એમોં શું ધાડ મારી! કાંઈક નવું કરવા જેવું હોય તો બોલો વડીલ!
 • હવે આ ઉમરે નેટ પર વેપલો!…ઘણું મોડું થયું છે ભઈલા!
 • ભાઈ, મારી પાસે ઝક્કાસ આઈડિયાઝ છે. પણ સાલું ડર લાગે છે કે કોઈ ચોરી જશે તો!?!?!
 • આ નેટ પર ધંધો એટલે બધુંયે હાચુ બતાવું પડે નઈ?…પછી આપડી પ્રાઇવેસી જેવું રહે ખરું, ભૈશાબ!

બોલો સાહેબો, હવે તમારું શું માનવું છે?

6 comments on “ઈન્ટરનેટ પર વેપાર ન કરવામાં મદદરૂપ થતી હોય એવી કેટલીક ગેર-માન્યતાઓ…

 1. surya કહે છે:

  સાચી વાત છે આપની, આ વાત ફક્ત વેપાર માટે નહિ પણ નેટ ના સામાન્ય ઉપયોગ માટે પણ લાગુ પડે છે, હું મારા ફુરસદ ના સમય માં કેટલાક વડીલોને મેઈલ -નેટ વગેરે શીખવું છુ ત્યારે શરુઆત નો તેમનો અભિગમ પણ આવોજ હોય છે.

 2. Qutubshah કહે છે:

  ITS LIKE THIS ….
  KADAM JO DAGMAGATA HOI TO RASTO NATHI JADTO ….
  ADAG MAN NA MUSAFIR NE HIMALAY PAN NATHI NADTO

 3. netvepaar કહે છે:

  થેંક્યું કુતુબશાહભાઈ, મજામાં છું. નેટના માધ્યમથી ઘણાં સમયથી વેપારને લગતા વિચારોને લોકો સમક્ષ મુકવાનું ઘણું મન હતું જે હવેથી શેર કરવાનું શરુ કર્યું છે. તમારી કોમેન્ટ, પ્રતિભાવ આપતા રેહશો. ગમશે.

 4. Abdultaiyab કહે છે:

  bahut achche !! keep it going … 🙂

 5. mahesh patel કહે છે:

  vepar karu chu vepar vadharva mate school with teacher mali gaya thanyavad

  • netvepaar કહે છે:

   મહેશભાઈ, તમે વાંચ્યું અને ગમ્યું માટે આભાર. તમારા વિષે અપડેટ કરશો અને કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. બ્લોગનો ઓબ્જેક્ટીવ પણ ઈન્ટરનેટ વેપારમાં મદદરૂપ થાય એવી માહિતીઓ પીરસવાનો છો. વાંચતા રેહશો.
   ::મુર્તઝા.::

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.