વેપારમાં તમારી પર્સનાલીટીને સાવ સાધારણ જ રાખવી હોય તો આવું કરતા રેહજો….


 • મારો પોતાનો વેપાર હવે શરુ કરવો જોઈએ.’… એવું બસ માત્ર વિચાર્યા જ કરજો. પણ શરૂઆત જરાયે ના કરજો, હોં કે! (રખે ને કોઈ ભૂલ-બુલ થઇ જાયે તો ખોટના ખાડામાં પડશો.)
 • કોઈ તમને મોં-ફાટ કાંઈ પણ કહી દે તો એ સ્વીકારી લેજો. તમારી વાત પર હસવા લાગે તો શરમાઈને મો સંતાડી દેજો. (એમ તો કેમ કોઈ કહી જાય, આપડી બી તો કોઈ ઈજ્જત ખરી કે ની!)
 • બિઝનેસ ફેલાવવા માટે બીજી જરૂરી હોય એવી ભાષાઓ શીખવાની તો વાત જ ના કરતા! (જો જો એક દા’ડો…આ બધાય ને ‘ઈંગ્લીસ’ તો શીખવું જ પડશે.)
 • સમય આવે તો વેપારને લગતું નવું નવું જાણવાની વૃતિ ટાળજો. (આમેય આપણે તો ‘બવ’ જાણીએ છે હો! વધારે જાણી ને દિમાગનું દહીં ક્યાં કરવુ છે!)
 • ‘આપણી પોતાની ‘વેબ-શાઈટ’ કે બૂક તય્યાર કરીને ધંધામાં તરખાટ મચાવવો છે.’ એવું હંમેશા સ્વપ્ન જોતા રેહજો. (પણ અમલ…જરાયે નહિ કરવાનો. મેહનતની ભેંસને પાણીમાં નાખવી છે કે શું?)
 • એવી યોગ્ય વ્યક્તિ જેને પૂછવો જોઈએ એને ક્યારેય સવાલ ના પુછશો. (ઓયે! એને ખરાબ લાગી જશે તો!)
 • વેપારની શરૂઆતમાં દેવું કરીને પણ ગાડી કે ઓફીસ લઇ લેવી પડે તો લઇ લેજો. પણ ધંધાર્થે ડેવેલોપમેંટ કરવા જરૂરી એવો ખર્ચ કરવો  પડે તો પાછા વળી જજો. (અરે ભાઈ તમે સમજ્યા કે….ગાડી જ થી તો સમાજમાં વટ પડે છે ને!)
 • વેપાર ‘વિકસાવવા’ અઠવાડિયાના ૪૦-૪૨ કલાક તો કોમ્પ્યુટર પર જ વિતાવજો. (કેમ નહિ?!!! આખરે ઓન-લાઇન ધંધો કરવા આ કામથી ‘પ્રૉડક્ટિવિટી આવતી હોય તો કેમ ના કરીએ!)
 • વેપાર કરવા જરૂરી એવું જોખમ લઇ તમારી જાતને ક્યારેય ધક્કો મારતા નહિ...(પાછું એજ.. પડવાનો ડર. કાંઈ બી થઇ ગયું તો ધંધો કોણ સંભાળશે?)
 • તમને વધારે લોકો ના ઓળખે એમ કોશિશ કરજો. બહુ લાંબા હાથ તો કાનૂનનાં જ સારા. તમ-તમારે એક બોક્સમાં બરોબર ગોઠવાઈને રોજીંદી ઘરેડ મુજબ કામ કરતા રે’જો. તમારી જાતને પૈડાની ધાર પર મુકવા જશો તો ફરતા ફરતા ઉંધા માથે પડશો. (લોકો હસે એવા રંગીલા સાહસો તો કરવાનાજ નહિ!)
 • રેફરન્સ (ભલામણ)થી તો કોઈ કામ કરાવાતા હશે?…(એક વાર એમના એહ્સાનમાં આવી જઇએ તો કાલે આપણને પણ એની મદદ માટે ખોટી દોડાદોડ કરવી પડશે.)

હવે આ બધું જાણી વાંચ્યા પછી એક વાત તો જરૂરથી ન જ કરશો….કોમેન્ટ મુકવાની.

કેમ કે તમને લખતા આળસ આવાની છે ને હું આમેય હું ક્યા કોમેન્ટ  કરું કે વાંચું છું, નહીં?!

14 comments on “વેપારમાં તમારી પર્સનાલીટીને સાવ સાધારણ જ રાખવી હોય તો આવું કરતા રેહજો….

 1. SHABBIR RANGWALA કહે છે:

  IN ENGLISH.PLEASE.IT WILL BENEFIT A LOT MORE READERS.THANX !

 2. Abdultaiyab કહે છે:

  Good One … Dost……. 🙂

 3. anuragrathod કહે છે:

  સરસ લખો છો, પણ પોતાનો વેપાર કરવો એ મારું કામ નહિ

  • netvepaar કહે છે:

   અનુરાગભાઈ,

   હેન્રી ફોર્ડ નું એક ક્વોટ છે: “If you think you can do it, or you think you can’t do it, You are right.”

   આપણે ઝીંદગીમાં જે કાંઈ પણ કરીએ છીએ એક તરેહનો વેપાર જ છે…સાહેબ!

 4. કનકવો કહે છે:

  ખૂબ સરસ રીતે વર્ણવી છે ગુજરાતી વેપારજગતમાં ફેલાઈ રહેલી નબળાઈ. ખાસ કરી ને નવું શીખવામાં લાગતો ડર. મૂરખ ગણાઈ જવાની બીકે પ્રયોગોનો અભાવ અને ઈન્ટરનેટ જેવા આધુનિક માધ્યમો અને ટેક્નોલોજીની અવગણના.

 5. Amit Panchal કહે છે:

  બોસ્સ, ગજબ છે તમારો બ્લોગ અને તમારી લખવા ની સ્ટાઈલ… 🙂

  કાયમ આવું જ લખતા રેહજો.. હવે તો તમારો બ્લોગ રોજ વાંચવા ની આદત પડવી પડશે.. 🙂

 6. […] પહેલા આજનો સૂરીલો પંચ ખાઈ લેજો ને પછી આ લેખ રીફર કરી લેજો. બધું શાનમાં સમજાઈ જશે. માંગ્યા વિના […]

 7. Krutarth કહે છે:

  Uttam lakhan. Vanchvani bahu maja aavi. Ghanu j bodh-dayak.

 8. RAHUL કહે છે:

  બહુ જ નવતર પ્રયોગ છે તમારો…….ગુજરાતી માં સહેલું મેનેજમેન્ટ ……….બાકી બધા કાઈ અમદાવાદ આઈ આઈ એમ માં ભણવા જવાના નથી…….પણ સૌથી સરસ ગુજરાતી માં લાખો છો એ બહુ મોટી વાત છે…કારણકે અંગ્રેજી નાં મેનેજમેન્ટ નાં થોથા વાચી ની ઘણા લોકો નું માથું બહુ દુખતું હોય છે…અને થોડા માં ઘણું કહેવાનું હોય તો સોલીડ પ્રેસેન્તેશન પણ જરૂરી છે…..અને એમાં તમારી પક્કડ લાગે છે ભાઈ….લાગે રહો મુર્તજાભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.