જૂની કેહવત: ‘થીંક ગ્લોબલી, એક્ટ લોકલી.
નવી કેહવત: ‘થીંક એન્ડ એક્ટ ગ્લોકલી’. ઈંટરનેટના વ્યાપ વધ્યા પછી આ બંને ફેક્ટર્સને એકસાથે ધ્યાનમાં લઇ અમલમાં મુકવા પડશે.
જુનું સૂત્ર: ‘નો પર્સ્નાલાઈઝેશન, ઓન્લી પ્રોફેશનાલિઝમ’ (ઓછો ઘરોબો, વધુ ધંધાકીય હિત)
નવું સૂત્ર: ‘બી પર્સ્નાલાઈઝડ મોર ટુ બીકમ બેટર પ્રોફેશનલ’ (વધુ ધંધાકીય હિત મેળવવા વધુ ઘરોબો કેળવો)
વેપારમાં ખોટ: વેચાણ વખતે ફાયદા ઓછા ને વાયદા વધારે.
વેપારમાં નફો: વેચાણ વખતે ફાયદા વધારે ને વાયદા ઘણાં ઓછા.
બુદ્ધિશાળી વેપારી: એવી વ્યક્તિ જેણે ઘણું બધું અચિવ કર્યું છે તો પણ શીખતો જ રહે છે.
બુદ્ધુશાળી વેપારી: એવી વ્યક્તિ જે એવું માને છે કે પોતે ઘણું બધું શીખી લીધું છે પણ અચિવ કર્યું નથી.
જૂની કેહવત: ભૂંસવા માટેનું રબ્બર એ લોકો માટે છે જે વારંવાર ભૂલો કરતા હોય છે.
નવી કેહવત: ભૂંસવા માટેનું રબ્બર એ લોકો માટે છે જે ભૂલો કરીને તુર્તજ સુધારી લેતા હોય છે.
સહેલી વાત: સહેલું અને સુપાચ્ય લખાણ લખવું.
અઘરી વાત: સહેલું લખાણ વાંચીને-પચાવીને એના ઊપર લખવું.
મારા માર્કેટિંગ ગુરુ મુરબ્બી દસ્તુર સાહેબની ભાષામાં.. “થોરામાં ઘનનું સમજ્જો..”
Kyaathi aave che ???
બોલોને સાહેબ! ક્યાંથી શું આવે છે? તો જવાબ બરોબર આપી શકું!