વેપારમાં ખરી જરૂરીયાત ક્યાં અને શું છે?

તો પછી…વેપારમાં ખરી જરૂરીયાત ક્યાં અને શું છે એ શોધી નાખવું મહત્વનું છે.

માનો કે તમે કોઈ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છો. હવે એમાં સૌથી અગત્યનું પગલું શું છે. અલબત્ત કામ ધનાધન થાય એવા ધનની તો જરૂર ખરી જ. પણ ઘણી વાર પૈસાનું રોકાણ યાં ખર્ચ કરતા પણ વધારે એમાંથી મળતી ‘પ્રોડકટીવીટી’ ફેક્ટરનું છે. એક ઉદાહરણ આપું.

જરૂરીયાત

તમે કોઈ એક પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો. જ્યાં જવાનું છે ત્યાં ઠંડી ઘણી છે. હવે આ બાબતે તમારા સ્વેટર/ગ્લોવ્ઝ કે ટોપીની કિંમત કરતા પણ એમાંથી જે સૌથી સારી ગરમી જેવી અસર આપે (યા ઠંડી ઉડાડી દે) એનું છે. અહિયાં ગરમાવો આપવો ‘સોલ્યુશન’ છે. નહિ કે સૌથી ઉંચી કે નીચી કીમતમાં કોઈ વસ્તુની ખરીદી.

નેટ પર વેપારમાં પણ કાંઇક આવું જ છે. તમે તમારા ગ્રાહકને વિશ્વસનીયતા વાળું શું અને કેવું ‘સોલ્યુશન’ આપો છો એના પર આધાર છે. તમારા હરીફ (કોમ્પીટીટર્સ) જે ના આપી શકતા હોય તમે એવું કાંઇક આપો છો એ મહત્વનું બને છે. બીજા ૫૦૦૦ લોકોની જેમ તમે પણ એવા જ હાર્ડવેર, દવાઓ, રંગો, કાપડ અરે બલ્કે…અથાણું કે ફાફડા-જલેબી પણ બનાવી વેચી શકતા હોવ તો…તમારી વસ્તુની કોઈ બહુ ઉંચી કિંમત આપવા તય્યાર નહિ થાય. એ માટે ‘પ્રીમિયમ’ વળતર મેળવવાની આશા ઠગારી છે. બીજા શું કરે છે એ કરતા તમે શું કાંઇક નવું આપી શકો છો… તો તમારી વસ્તુની ‘વેલ્યુ’ કાંઇક વધુ મળી શકે.  એજ રીતે સર્વિસમાં તમારી ગ્રાફિક્સ-ડીઝાઈનની કે ટાઈપીંગની બીજા ૪૯૯૯થી અલગ તરી આવતી હોય તો તમારું માર્કેટ એની ‘હટકે’ કિંમત આપવા માટે તય્યાર છે. ત્યાં તમારી કિંમત બને છે.

આ દુનિયા ‘આઇડિઅલિસ્ટિક’થી ‘આઇડિયા’લિસ્ટિક તરફ જઇ રહી છે. તમારું માર્કેટ તમે કેવું બનાવો છો? તમારી પ્રોડક્ટ/સર્વિસ કે ખુદ તમારામાં કોઈ એવી ખાસ બાબત છે જે બીજા કરતાં અલગ તારી આવે?

હા, છે? તો મને કેહશો? જાણવું અને અહિયાં શેર કરવુ ગમશે.

નથી? તો શું હું તમને એ શોધી આપવામાં મદદ કરી શકું?

‘સર’ પંચ:

“મારી ક્રીએટીવ ટીમને ફ્રેશ ઓરેન્જ જ્યુસનું રેગ્યુલર સપ્લાય કરી આપું છું. તેઓ માટે પિયાનો વગાડી શકે એવો અલગ રૂમની વ્યવસ્થા કરી આપું છું. તેઓ પ્લેનમાં ફર્સ્ટ-ક્લાસમાં મુસાફરી કરવાં દઉં છું. ને શુક્રવારે સાંજે એ બધાને એક મેસેજ મોકલવું છું: તમે આ વખતે કાંઈક નવું શું કર્યું?” એપલનો પ્રણેતા સ્ટીવ જોબ્સ.

તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?

[contact-form] [contact-field label='એમનું નામ શું?' type='name' required='true'/] [contact-field label='એમનો ઈ-મેઈલ?' type='email' required='true'/] [/contact-form]

Advertisements

2 comments on “વેપારમાં ખરી જરૂરીયાત ક્યાં અને શું છે?

  1. pravinbhai shah કહે છે:

    મારી પાસે ૧ આઇટમ છે, જે મારે નેટ પર વેચવા મુકવી છે. તો કઈ રીતે મુકવી? તે સમજાવશો. – આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.