એનું નામ એલેક્સ ટ્યુ. જ્યારે એને એક ઝક્કાસ આઈડિયા આવ્યો ત્યારે એની વય હશે ૨૧ વર્ષ ને સાલ હતી ૨૦૦૫. થયું એમ કે ઇંગ્લેન્ડની એક કોલેજમાં ભણતા આ ભાઈને થોડા વધારે પૈસાની (આઈ મીન પાઉન્ડની) જરૂર ઉભી થઇ. વારંવાર તો ‘બાપ કી કમાઈ’ કેમ ખાઈ શકાય?
“મને એક મિલિયન ડોલર કમાવવા છે. એ પણ થોડા જ સમયમાં.
કેવી રીતે કમાઈ શકાય?”
ચાલો ૨-૫ હજારની વાત હોતે તો સમજ્યા કે ‘પપ્પા બેઠા છે ને?” પણ આ તો સીધા દસ લાખ?!?!?! સાંભળનાર પણ ઊભો થઇ જાય એવી વાત હતી. જરૂરીયાત જેમ શોધ-ખોળને જન્મ આપે છે એમ એલેક્સના દિમાગે પણ કમાણી કરવાની એક નવીન શોધને જન્મ આપ્યો. કોમ્પ્યુટરથી ગાઢ દોસ્તી અને ઈન્ટરનેટની દુનિયા હાથવગી. એટલે દિમાગ બહુ દોડાવવાની જરૂર ના પડી. આ બાપુએ પોતાના રૂમ બેઠા બેઠા એક તુક્કો લગાવ્યો. સ્ક્રીન પર લોકો શું જુએ છે? જવાબ મળ્યો ‘વિઝુઅલ ઈમેજ’ એટલે કે એક ચિત્ર. એ પછી કેવું પણ હોય. શબ્દો પહેલા લોકોની નજર પ્રથમ એની ઉપર પડે છે. આ ઈમેજ ઈલેક્ટ્રોનથી રચાયેલા રંગીન ‘પિક્સેલ’ થી બને છે. હવે જો લોકોને આ પિક્સેલ જ વેચવામાં આવે તો?…
ભાઈ એ તો કાગળ પર કેટલાંક ચકરડાં ને દિમાગમાં નાનકડો પ્લાન લઈને એક ડોમેઈન (વેબસાઈટ એડ્રેસ) ખરીદી લીધું. દોસ્તોને કહ્યું : “તમારી યા તમારી કોઈ વસ્તુ, સર્વિસ કે સ્કીલની નાનકડા પિકસેલ-ખાના વડે જાહેરાત કરો. કિંમત માત્ર એક ડોલર.” દોસ્તો એ પૂછ્યું: પણ વેબ-સાઈટ છે ક્યાં? તો એલેક્સભાઈએ તદ્દન કોરું પેજ બતાવ્યું. સાઈટનું નામ હતું: મીલીયનડોલરહોમપેજ.કોમ.
શરૂઆત દોસ્તોના હસવાથી થઇ. પણ ‘હટકે’ આઈડિયાની કિંમત શરૂઆતમાં જેટલી ઓછી તેટલી સમય જતા ઉંચી જતી હોય છે. તેમ આ સાહેબને થોડાંક દિવસોમાં ખરીદારો મળી આવ્યા. ‘એક સે મેરા ક્યાં હોગા…જેવા કેટલાંક દોસ્તોએ તો એક સાથે ૧૦ પિકસેલ-ખાના ખરીદી લઇ પોતાનો અડિંગો જમાવ્યો. ઓફ-કોર્સ કેટલાકે ૫..તો કેટલાકે ૧૦૦ પિક્સેલ પણ ખરીદી લીધા. સર્વિસ કે પ્રોડક્ટની આઇકનના સ્વરૂપમાં થતી જાહેરાત જોઇને જાહેરાતના માર્કેટમાં તો જાણે ધૂમ મચી ગયી. નાનકડા ઇલેક્ટ્રોન્સની આ વેપારી રમતે એલેક્સને આખી દુનિયામાં થોડાજ દિવસોમાં મશહૂર કરી દીધો. આ સાઈટની દુનિયાભરના અખબારો એ પણ નોંધ લીધી. થયેલી કમાણીથી થોડા વખતમાં જ એણે પોતાના નવા કપડાં, કોલેજની ફી વગેરે પોતાની કમાણીથી ખરીદ્યા ત્યારે ‘વર્ડ ઓફ માઉસ’ દ્વારા ફેલાયેલા આ આઈડિયાની અસર આટલી થશે એવી એલેક્સના માનવામાં ના આવ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા જયારે હોમપેજ પર છેલ્લાં પીક્સલ્સ ૧૧ મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વેચાઈ ચુક્યા ત્યારે એલેક્સ એક મિલિયન ડોલર જેટલી રકમની કમાણી કરી ચુક્યો હતો.
આજે તો ૨૬ વર્ષના એલેક્સસાહેબ બીજા અવનવા પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવતા રહે છે. કેમકે એવો આઈડિયા વેચનારાઓ એ પછી ધાણીની જેમ ફૂટી નીકળ્યા છે. એટલે હરીફાઈ પણ ઘણી વધી ચુકી છે. પણ એલેક્સ દ્વારા મુકવામાં આવેલો આઈડિયા નવીનતમ હતો એટલે શરૂઆતથી જ એનો બોહળો લાભ મેળવી એણે પોતાનું અનોખું સ્થાન જમાવ્યું.
બોલો હવે…..બુદ્ધિ કોના ફાધરની?!?!
એલેક્સનું કહેવું છે કે…
- આઈડીયાને મગજના ગાદલા-તકિયામાંથી બહાર લઇ આવો.
- ‘બની શકશે કે નહિ‘? એવું વિચારવાને બદલે ‘કેમ બની શકશે‘ એવું વિચારવાથી કામ થાય છે.
- હાથમાં ભલે કાંઈ ના હોય તો પણ ‘હાર્ટ’માં કાંઇક તો હોય છે જ. ઉપયોગ કરી લો.
- લોકો શું કેહ્શે એની ફિકર લોકોને કરવા દો.
Excellent information. It feels good to find such blog in Gujarati. Keep it up.
આભાર ચિરાગભાઈ, તમને માહિતીઓ ઉપયોગી થાય એવી આશા રાખું છું. કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછતાં રેહશો.
ખુશ રહો!
મૂર્તઝાભાઈ,
મધુવનના બ્લોગ પર તમારી કોમેન્ટ વાંચી ને સહેજ અલગ પડી જતું બ્લોગનેમ જોઈ થયું કે આ વળી શું? અત્યાર સુધી તો સાહિત્ય ને કાવ્યોના બ્લોગ વરસતા’તા એમાં વેપાર? So I came here and I tell you, I found a great source of information and inspiration! Thanks 🙂
જય (હો) ત્રિવેદી સાહેબ! 🙂
તમને બ્લોગ ગમ્યો એ માટે અને તમારા સરસ શબ્દોમાં આવેલી કોમેન્ટ્સ માટે સ(રસ) પૂર્વક આભાર! વાંચતા રેહજો. કોઈ સવાલ હોય તો પૂછતાં રેહશો. થોડું વધારે ગમશે.
તમારો બ્લોગ પણ ઇન્ટરેસ્ટીંગ તો ખરો જ.
: મુર્તઝા પટેલ.:
[…] છે કે પેલા દસ લાખ પિકસેલ્સનો ધણી એલેક્સ ટ્યુનો આઈડિયા અહીં ખેંચવામાં આવ્યો હોય. જે હોય તે..પણ […]