વેપારમાં પણ થોડાં સહારાથી થોડાં વધુ સારા બનીએ…

Help in Business

દોસ્તો, આ મહિનાનો પેહલો બ્લોગ બીજી તારીખે લખ્યો. ને બીજો છેએએએએક આજે ૧૯મી એ. હવે સવાલ થાય…આવું કેમ?

તો વાત એમ બની કે કેટલાક નાનકડાં નેટ-કામ (દોરી ગૂંથવાનું નહિ રે!..પણ ઈન્ટરનેટનુંજ સ્તો…) ની અજમાયેશ ચાલતી હતી…કેટલાંક મધ્યમ પ્રોજેક્ટ્સનું કામ ચાલતું હતું ને કેટલાક મોટા વિચારો એ હૂમલો કર્યો. આ બધું એટલા માટે કે આવનાર વખતમાં આ બ્લોગને (ખાસ તો તમને જ ને) જરૂરી એવો વેપારીક-મસાલો પુરો પાડી શકું. દરમ્યાન કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે આ બ્લોગ-સાઈટ કોના માટે છે? ત્યારે હવે મને એક વાતની સ્પષ્ટતા બે જવાબોથી કરવી છે.

પહેલા ટૂંકો જવાબ: ઇન્ટરનેટ-વેપારની આ સાઈટ એવા લોકો માટે છે જે વેપારી દિમાગ ધરાવે છે, વૃતિ રાખે છે. ઓલ્યા બાપુની ઇષ્ટાઈલમાં…’ધંધાનો કીડો ઘુસી ગ્યો એવા લોકો હારું’. અરે! એમાં હું પણ શામિલ છું… બોલો તમે પણ છો ને?

હવે લાંબો જવાબ: આ સાઈટ એ લોકો માટે પણ છે…

 • જે મજબૂરીથી…જખ મારી જોબ કરે છે પણ જેના બોડી અને માઈન્ડમાં બિઝનેસના રક્તકણો ફરી રહ્યાં છે. એમનું મન સદા ઇન્ટરનેટના માળવે અપડેટ થતી માહિતીઓમાં અને દ્વારા ઘૂમતું રહેતું હોય છે.
 • જે થોડાં વખતમાં જ ગ્રેજુએશનનું ફરફરિયું લઈને ‘માનવ-પ્રોડક્ટ’ તરીકે બહાર આવવાના છે. અને સાથે …
 • જેમણે ફોર્સફૂલી ગ્રેજુએશન પૂરું તો કર્યું છે પણ જાણે અંધારા દરિયામાં નાવ લઈને ક્યાં જવું, શું કરવુ, કેમ કરવુ એમ નક્કી કર્યા વગર ભટકી રહ્યાં છે. કેમકે ‘કેરિયર ડેવેલોપમેંટ’ ને હું ‘જાત સાથે વેપાર’ સમજુ છું.
 • જેઓ ગૃહિણી છે. (‘હાઉસ-વાઈફ’ સ્તો!)- જેનો હસબંડ આખો દિવસ તન-તોડ મહેનત તો કરે છે, પણ ‘ખર્ચાઓ, જરૂરીયાતો ક્યાં પૂરી થાય છે’ એવું માને છે. એવી સ્ત્રીઓમાં-બૈરાઓમાં લાયકાતો ઘણી છે પણ ધણી આગળ કંઇક કરી બતાવવાની ખેવના પણ છે.
 • જે શરીરથી ‘રીટાયર્ડ’ ભલે હોય પણ મનથી હજુ ‘ટાયર્ડ’ થયા ના હોય એવા હજુ જુવાન માનસ ધરાવતા માણસ માટે પણ છે.
 • અને છેલ્લે…એ લોકો ને કેમ ભૂલુ બંધુઓ!…જેમણે ઓલરેડી નેટ પર પોતાનો ધંધો સક્સેસફૂલી શરુ તો કરી નાખ્યો છે પણ પોતાની વસ્તુ કે સર્વિસને આગળ વધારતા રહેવા માટે અવનવા તિકડમની શોધમાં ભટકતા રહે છે

શક્ય છે ઘણાંને મારા શરૂઆતના આ બ્લોગપોસ્ટસ થોડાં બોરીંગ લાગી શકે. પણ મારું ઓબ્જેક્ટીવ સ્પષ્ઠ છે. મને ઓનલાઈન વેપાર કરવા-કરાવવા માટે આ ‘પ્રિ-ફેસ’ માહિતીઓની ‘બોર’ ખોદવી જ રહી. એક રીધમ રહેશે…યુ સી! કેમકે એમાંથી જ નીકળવાનો નોલેજનો જળ-પ્રવાહ આપણને વખતોવખત સફાઈ બક્ષતુ રહેશે.

એક વાત:

આ બ્લોગમાં ઉદભવેલા સંજોગો, ઉપસેલી વાર્તાઓ, બનેલા બનાવો, કરાયેલા વિવેચનો, પાકેલા પરિચયો, પંકાયેલા પરિણામો….દ્વારા આપણે સૌ ઈન્ટરનેટ પર વેપારની એક એવી કોમ્યુનીટી તો સ્થાપી જ રહ્યાં છે કે આવનારા વખતમાં એ રિસોર્સ જ આપણને સાચું અને સારું વેપારી માનસ કેળવવામાં મદદરૂપ થતું રહેશે.

બીજી વાત:

સોરી દોસ્તો, હું એમ નથી કહેતો કે કાલથી આપણા પર પૈસાનો ધોધ વહેવાની શરૂઆત થઇ જશે. આ સાઈટ એક એવો ‘ગેટ (દરવાજો) બનશે જેમાંથી પોસિબલ છે કે આપણે સૌ એક-બીજાને આપણામાં રહેલી ‘દિમાગી રીચનેસ’ ને બહાર કાઢવામાં, સપનાને સાકાર કરવા અથવા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં મદદ કરી શકીશું. નેટ પર માહિતીઓ એટલી બધી છલકાઈ રહી છે કે જો એનો ઉપયોગ સમયસર નહી કરવામાં આવે તો આપણો સમય અને મહેનત ‘વેસ્ટ’ થઇ શકે છે. તો આ વેસ્ટને ‘ઇન્વેસ્ટ’માં કન્વર્ટ કરી (અંગ્રેજીની સાથેસાથે) આપણી ભાષામાં પણ આપણે પોતાની એક અલગ છાપ વિકસાવી શકીએ છીએ. બાકી લાખના બાર કરવા કે જલ્દી જલ્દી કમાઈને બારના લાખ બનાવવા હજારો રસ્તાઓ ખુલ્લા પડ્યા છે.

આવનારા બ્લોગમાં હું એવા કેટલાંક પ્રશ્નોની સૂચી (લીસ્ટ.) મુકવાનો છું જે વારંવાર પૂછવામાં આવ્યા છે ને  જેના દ્વારા કદાચ તમને પણ ખ્યાલ આવશે કે આપણે ક્યાં જવું છે ને કયો રસ્તો પકડવો છે.

I cannot afford to waste my time making money. મેનેજમેન્ટ ગુરૂ લુઈસ અગ્ગાસીઝ

‘સર’પંચ:

નાનકડી…પણ મોટી વાત!

ઝડપી ડીજીટલ યુગમાં તમારા ડેટાને એક જગ્યાથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવા સીડી-ડીવીડી ને બદલે ફ્લેશ-ડ્રાઈવનું ચલણ વધી ગયું છે. તમારી રોજ-બરોજની ભારેખમ મેમરી વાળી ઓફીસ-ફાઈલ્સ, ફિલ્મ્સ, સંગીતના સૂરો, કે ફોટોગ્રાફ્સને ખિસ્સામાં કે હથેળીમાં સાચવવું ઘણું આસાન થઇ ગયું છે. એ સાથે જ એણે ગુમાવવું પણ…દોડાદોડીમાં ઘણી વાર હાથમાંથી કે પોકેટમાંથી ક્યારે અને કેવી રીતે સરકી જાય છે એનો આપણે ખ્યાલ આવતો નથી. તો હવે તમે એક આ નાનકડું કામ કરી તમારી ‘ફ્લેશ મેમરી’ પાછી મેળવી શકો છો.

આ ડ્રાઈવમાં જ એક ટેક્સ્ટ ફાઈલ બનાવી એનું નામ: ifYouFoundThis.txt આપી એમાં એમ લખીલો કે “If Found Please Return to…” સાથે તમારુ નામ, ઈ-મેઈલ અને ફોન. નસીબદાર હોવ તો કાલે ખોવાયેલી ફ્લેશ-ડ્રાઈવ સાથે એક વિશ્વસનીય દોસ્ત પણ મળી આવે..કોને ખબર?!?!?

3 comments on “વેપારમાં પણ થોડાં સહારાથી થોડાં વધુ સારા બનીએ…

 1. કનકવો (Jay's Blog) કહે છે:

  sorry to myself.. આ વખતે નેટવેપાર વાંચવામાં મોડો પડ્યો. નેટવેપાર ના ઈરાદાઓ ખુબ સારા છે અને એ ઈરાદાઓ પાર પાડવાની શક્તિ તો છે જ આપનામાં. પણ એક જે સહેજ અમસ્તું ખુચે છે તે આપે કહ્યું તેમ બે પોસ્ટ વચ્ચેનો ગાળો. પણ એ માટે આપના અંગત સમયનો ભોગ આપવાનું નહિ કહું. હા, એવી wish ખરી કે તમારો દિવસ ૩૦ કલાકનો થઇ જાય તો અમને વધુ ફાયદો. Keep the good work up ગુરુ 🙂

  • netvepaar કહે છે:

   દોસ્ત, થેંક યુ. તારા ઉત્સાહને જોઇને મને પણ થાય છે કે ૨૪ કલાકને ૪૨ માં કન્વર્ટ કરી નાખું. પણ આ કમબખ્ત દિમાગને સારું ચલાવવા થોડું ધીમે જવું પડે એમ છે. તોયે…આનો તોડ જલ્દીથી લઇ આવીશ.

   મને થયું તો ખરા કે ‘જય જઈ જઈ ને ક્યાં જાય?..ક્યાંક આજુબાજુમાં ફરવા ગયો હોવો જોઈએ.

 2. Naresh કહે છે:

  ફોરેન પોલીસી ફોર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ:
  સર, આ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવા માટે ભારત સરકારના કાયદા-કાનૂન અને તેના દ્વારા થતાં લાભાલાભની માહિતીઓ ઉપલબ્ધ છે. જો હવે આ માહિતીઓ ગુજરાતીમાં સમજાવવામાં આવે તો સમજવામાં અનુકૂળ રહે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.