શું તમે વખતો-વખત જરૂરી સાચા અને સારા પ્રશ્નો પૂછી શકો છો?

સવાલ તમને જે જાણવું છે અથવા શોધવું છે એ કઈ રીતે જાણી શકો?- અલબત્ત, પ્રશ્નો પૂછી ને જ, ખરું ને? પણ ના દોસ્તો! એવું વધુ ભાગે થતું નથી. શરમમાં ને શરમમાં જરૂરી (કે પૂરતા) પ્રશ્નો ન પૂછીને ઘણીવાર આપણા ઈગોને લીધે કામને થોડું ડીલે કરીએ છીએ.

બોસથી થોડો ડર લાગતો હોય કે કે કુલીગ (સહ-કર્મચારી)ની આગળ ઢબ્બુ દેખાવામાં શરમ આવતી હોય યા ટીમમાં અજ્ઞાની લાગવામાં ક્ષોભ લાગતો હોય ત્યારે યોગ્ય સવાલ ના પૂછી ને ક્યારેક આપણે આપણા જ પગ પર કુહાડો મારી દઈએ છીએ.

નેટ પર વેપાર કરવા માટે પણ ઘણી બધી માહિતીઓ ભલે ઉપલબ્ધ હોય. પણ સાચી અને સારી માહિતીને મેળવી લઇ પચાવવી એટલી સરળ વાત નથી હોતી. એ માટે હમેશાં બાળકની જેમ ક્યુરીઓસીટી (કુતૂહલવૃત્તિ) રાખવી પડે છે. ટૂંકમાં…. “બચ્ચા બનના પડતા હે…બાઆઆપ!”

તો લાસ્ટ બ્લોગ-પોસ્ટ ને કન્ટીન્યુ રાખતા…આ વખતે એવા સવાલો મુકવા છે જે સમયાંતર મને પૂછવામાં આવતા હોય.

હાલમાં ઈંટરનેટ પર વેપાર કરવા માટે અગત્યના કયા ટ્રેન્ડ્સ ચાલી રહ્યાં છે?- કયું બજાર ગરમ ને કયું  ગરમાગરમ છે?

ઈંટરનેટ પર વેપાર કરવામાં સૌથી અગત્યનું પરિબળ કયું અને શા માટે?

જ્કકાસ અને ચોટદાર આઈડીયાઝ કેવી રીતે શોધવા અને એમાંથી પૈસા કેમ બનાવવા?

નેટ પર એક સફળ માર્કેટર તરીકે મારી ઓળખ કઈ રીતે બનાવી શકું?

મારી પાસે નેટ પર ધંધો કરવા જરૂરી એવા પૈસાનું રોકાણ નથી. શું કરવુ?

મને અને મારા વેપારને સમજનાર માત્ર હું એકલો જ છું. કઈ રીતે શરૂઆત કરું?

શાહેબ, “આપડી પાશે દોઢશો વસ્તુઓ પડી છ. બોલો વેચવા નેટ પર આઈ જવું કે નાં આઉ?”

પ્રભુ, મારી પાસે વેચવા લાયક કોઈ વસ્તુ, સેવા કે સર્વિસ નથી- મારા જેવા માટે નેટ પર કોઈ સ્થાન ખરું?

તમારી પ્રોડક્ટ કે સર્વિસ એવા લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય કે જેને ખરીદવા ખરા હકદાર (સચોટ ગ્રાહક) હોય?

શું એ વાત સાચી છે કે માર્કેટિંગનાં મોટા ગુરુઓ નેટ પર ખરેખર લાખોની કમાણી કરે છે?

વેપારમાં ઉપયોગી એવા વેબસાઈટ માટે સારા સોફ્ટવેર જણાવશો?

ગુરૂ!, લખવાનો કે વાંચવાનો તો આપણને સખત કંટાળો આવે છે, પણ સેલિંગમાં કાંઈ પણ કરવા તય્યાર છીએ તો શું એના વગર પણ ઇન્ટરનેટ પર વેપાર કરી શકાય?

મારી ટાઈપિંગ, પ્રૂફ-રીડિંગ અને લેટર-ડ્રાફ્ટીંગ સ્કીલ્સ ઘણી સારી છે. મારા માટે નેટ પર કયા કયા અને ક્યાંથી કામો મળી શકે?

મારી દીકરીએ હાલમાંજ ટુર્સ-ટ્રાવેલિંગનો ક્રેશ કોર્સ કર્યો છે….એને નેટ પર જોબ મળી શકે?

મારા ગ્રાહકો મને ડાઇરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરી શકે એ માટે શું સુવિધાઓ છે?

ફાયદાકારક શું?- એક જ વસ્તુ હજાર લોકોને વેચવી કે હજાર વસ્તુઓ સો લોકોને?

કાતિલ હરીફાઈ અને ઇન્ટરનેટ વેપાર…કેમ સફળ થવાય ભાઈસાહેબ?

આ સોશિયલ-મીડિયા શું છે?- શા માટે, શું કામ, ક્યારે ને કેવી રીતે જરૂરી?

કયા લોકોએ નેટ પર વેપાર કરવા આવવું જોઈએ?

ઈ-કૉમર્સની સિસ્ટમ જોરદાર બનાવવા કઈ કઈ કંપનીઓ મશહૂર છે અને એમની મદદ કઈ રીતે લઇ શકાય?

હું મારા વેપારમાં સમજો ને કે માસ્ટર છું, ઍક્સ્પર્ટ છું…તો હવે મને મારા વેપારને લગતું સચોટ માહિતી આપતું દળદાર પુસ્તક લખવું છે, કેમ અને કેવી રીતે શક્ય છે?

કેટલું સાચું…કેટલું ખોટું? એની પરખ નેટ પર કઈ રીતે કરશો?

સર! મને માર્કેટિંગનાં ખાંટુઓ, ગુરુઓનું લિસ્ટ, માર્કેટિંગને લગતી બુક્સ, મેગેઝીન્સ અને સમાચારો થી અપડેટ્સ મળી શકે કે જેનો વખતો વખત અભ્યાસ કરી શકાય?

મારી પાસે માર્કેટિંગને લગતાં શ્રેષ્ઠ રિસોર્સ અને મટીરીયલ્સ પડ્યા છે..એનો ઉપયોગ કેમ ને કેવી રીતે કરું?

ઈંટરનેટ પર વેપાર કરવામાં સફળતા મેળવવા કયા કયા પગલાંઓ લેવા જરૂરી છે?

અરે બસ બસ…દોસ્તો…બહુ પ્રશ્નો થઇ ગયા નહિ?..પણ એવું છે કે આ તો માત્ર…૨૫ જ સવાલો મૂક્યા છે…આની આગળ બીજા બે-ત્રણ શૂન્ય મૂકીએ ને બૂમો-ચીસ પડતી રહે એટલાં સવાલો થતાં રહે છે ને રહેશે. પણ તમને તો ખબર છે કે બોર થવું કોને ગમે?

એટલે હવે મારો એક બોનસ પ્રશ્ન: ઊપર આપેલા સવાલો ઉપરાંત તમારો શું પ્રશ્ન છે? 😉

મને એ ગમશે કે મારી પાસે ઉભરાતા સવાલોનું લાંબુ-લચક લિસ્ટ વધતુ જાય. કેમ કે આવનારા સમયમાં  આવા સવાલોના જવાબોની ઝડી વરસાવતો રહેવાનો છું. જેથી વેપારની આ નેટ-જ્ઞાનધારા ચાલતી રહે…..વહેતી રહે. એટલેજ તો એવા મિશન સાથે આ બ્લોગમાં ઍડ્મિશન લીધું છે.

હુરર્રે! નેક્સ્ટ બ્લોગ પોસ્ટમાં હું તમને એક ‘પ્રિસ્ક્રિપ્શન’ આપવાનો છું. અરે દોસ્તો….શરીરની દવાનું નહિ. પણ દિમાગ થોડું વધારે તેજીલું બનતુ જાય એ માટે એવું જ છે કાંઈ. જસ્ટ વેઈટ ઓન્લી…ઇન ૨.૫ દિવસ!

‘સરપંચ:

હવે બધું બાજુ પર મૂકી..(મોબાઈલ પણ બંધ કરી) હાથમાં ચાહ-કોફી કે જ્યૂસનો કપ લઇ મારા શબ્દ-ગુરૂ જય (‘હટકે’શ્વર) વસાવડાનો જસ્ટ થોડાં વખત પહેલા જ આવેલો આ લેખ વાંચી જાવ. જો વંચાઈ ગયો હોય તો બીજી વાર પણ (આ વખતે આંખો ખોલીને) વાંચજો. રીફ્રેશ થવાની પુરી ગેરેંટી.

http://www.gujaratsamachar.com/20101107/purti/ravipurti/specto.html

6 comments on “શું તમે વખતો-વખત જરૂરી સાચા અને સારા પ્રશ્નો પૂછી શકો છો?

 1. કનકવો (Jay's Blog) કહે છે:

  પોસ્ટની જાણ કરવા માટે આભાર ગુરુ.
  પણ અત્યારે તો મગજને મ્યાનમા મુકીને મેરેજને માનવા મંડાણો છું. (મારા નહિ, કોકના)
  એટલે કાલે પાછો આવીને નિરાતે વાચીશ. 🙂

 2. Harshad Saraiya કહે છે:

  You are giving Very usefull information about internet vepar.Thankyou. pleas keep it continue.Thankyou again.

 3. અરે ભાઇ … મળી ગઇ એ જગ્યા … બીજી વાર ઢગલો કરી રહ્યો છું. પહેલો ખડકલો હડસેલી દેજો.

  હા, જવાબ આપો ત્યારે …. કયા સવાલના અનુસંધાને તમે જવાબ આપ્યો તે નંબર જરૂર લખશો.

  અભ્યાસ કરવાની અનૂકૂળ પધ્ધતિ કેવી રીતે વિકસાવશો ?
  જીવનનો ધ્યેય કેવી રીતે નક્કી કરશો ?
  અંગત, પારિવારીક, સામાજિક અને રાષ્ટ્રીય ફરજ તેમજ જવાબદારીઓને કેવી રીતે સમજશો ?
  અંગત, પારિવારીક, સામાજિક અને રાષ્ટ્રીય ફરજ તેમજ જવાબદારીઓને કેવી રીતે નીભાવશો ?
  જીવનના ધ્યેયને સીધ્ધ કરવાની યોજના કેવી રીતે બનાવશો ?
  અભ્યાસક્રમની પસંદગી કેવી રીતે કરશો ?
  કારકીર્દીની પસંદગી કેવી રીતે કરશો ?
  જીવનનું સમયપત્રક કેવી રીતે તૈયાર કરશો ?
  શું ભણશો ? કેટલું ભણશો ? શું કમાશો ? કેટલું કમાશો ? કેવી રીતે વાપરશો ?
  જાહેરમાં કે જૂથમાં તમારા વિચાર કેવી રીતે રજૂ કરશો ?
  ભાષાની જાણકારી – માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રિય ભાષા.
  કોમપ્યુટરની ખરીદી કેવી રીતે કરશો ?
  લાઇટનું બીલ ઘટાડવા શું કરશો ?
  ઓછા ખર્ચે પ્રવાસ કરવા પરિવારને ક્યાં લઇ જશો ?
  દવાખાને જતાં પહેલા યોગ્ય દાક્તરની તપાસ કેવી રીતે કરશો ?
  વાહનમાં પેટ્રોલ કયા સમયે પુરાવવું જોઇએ ?
  તમારી આર્થિક પરિસ્થિતીને અનૂકૂળ બચત યોજનાની પસંદગી કેવી રીતે કરશો ?
  તહેવારોની ઉજવણી અંગે આજના યુવાનોની વાત સાંભળવી છે ?
  જીવન દરમ્યાન રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન કે દેહદાન – વિસ્તૃત જાણકારી.
  પીવાના પાણીની શુધ્ધતા કેવી રીતે ચકાસવી જોઇએ ?
  બાફેલા બટાકાની એવી વાનગી જે સૌને ભાવે.
  જન્મદિવસની ઉજવણી કરવાની નવી દિશા.
  જીવનસાથી પસંદ કરવા શું કરશો ?
  લગ્નજીવન અને દાંપત્યજીવન.
  સૌન્દર્ય પ્રસાધનોથી થતાં નુકશાન અંગે શું જાણો છો ?
  મોબાઇલ ફોનના લાભ અને ગેરલાભ.
  ચંચળ બાળકની એકાગ્રતા કેળવવા શું કરશો ?
  નોકરીના ઇન્ટરવ્યુની ત્રણ તબક્કાની તૈયારી.
  કઇ ઉંમરે સાંસારીક જવાબદારીઓમાંથી મુક્ત થવું જોઇએ ?
  સાઇઠ પછીનો સાથ નિભાવનાર જીવનસાથીઓને સમર્પિત.
  બાળકોને કેવી વારતા કરશો ? હેરી પોટર કે પંચતંત્ર ?
  આજની યુવાન મમ્મીઓ બાળઉછેર અંગે શું જાણે છે ?
  ટેલી, બોલી કે હોલીવુડીયા લોકોની કેટલીક વ્યાખ્યાઓ – ફેશન, સ્ટાઇલ,
  ટેક્ષાસી કાઉબોયના થી વલસાડના મોબાઇકરના જીન પેન્ટની વાતો.
  હેરકેર, સ્કીનકેર, બોડીકેર …. અંગે કેરફૂલી જાણવા જેવું.
  ચશ્માની ખરીદી કેવી રીતે કરશો ?
  કપડાંની ખરીદી કેવી રીતે કરશો ?
  ઝવેરાતની ખરીદી કેવી રીતે કરશો ?
  શેરબજારમાં ખરીદી કેવી રીતે કરશો ?
  મીઠાઇની ખરીદી કેવી રીતે કરશો ?
  ફરસાણની ખરીદી કેવી રીતે કરશો ?
  ટેલિવીઝનની ખરીદી કેવી રીતે કરશો ?
  રેફ્રીજરેટરની ખરીદી કેવી રીતે કરશો ?
  અનાજ દળવા ઘરઘંટીની ખરીદી કેવી રીતે કરશો ?
  આરોગ્યને અનૂકૂળ પડે એવી રીતે આહાર લેવાની સાચી રીત.
  ફટાકડા ફોડતી વખતે સલામતી માટે કાળજી કેવી રીતે લેશો ?
  લેખનકળા વિકસાવવા શું કરશો ?
  નાટયકળા વિકસાવવા શું કરશો ?
  ચિત્રકળા વિકસાવવા શું કરશો ?
  નૃત્યકળા વિકસાવવા શું કરશો ?
  રસોઇકળા વિકસાવવા શું કરશો ?
  કલાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા શું કરશો ?
  રેલ્વે રીઝરવેશન કેવી રીતે કરાવશો ?
  નાણા આપવા ચેક કેવી રીતે લખશો ?
  ગળતા નળનું વાઇસર કેવી રીતે બદલશો ?
  ઇલેક્ટ્રીકલ ફયુઝ કેવી રીતે રીપેર કરશો ?
  વેપારીની વાત વ્યાજબી છે કે નહિ તે કેવી રીતે નક્કી કરશો ?
  શિક્ષણનું માધ્યમ – ગુજરાતી કે અંગ્રેજી ?
  સત્યનારાયણની કથા કરાવવાથી શું થાય ?
  સડક પરથી સીધી વાત,
  પરિવર્તનશીલ સંસારમાં કદમ કેવી રીતે મીલાવશો ?
  ઝડપથી વીકસી રહેલી ટેકનોલોજી સાથે કદમ કેવી રીતે મીલાવશો ?
  માઝા મૂકી રહેલી મોંઘવારીમાં આનંદથી જીવવા શું કરવું જોઇએ ?
  મોટરકારના પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ માટે શું કરશો ?
  મોટરસાયકલના પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ માટે શું કરશો ?
  વર્તમાન સમયમાં શિક્ષકોને કેવી તકલીફ પડે છે ?
  શિક્ષણ પધ્ધતી શા માટે નબળી જણાય છે ?

  જેમ જેમ તમને જવાબ મળતા જાય તેમ તેમ મને જરૂર જણાવતા જજો.

  • અખિલભાઈ,

   અમિતાભનેય આંબી જાય એવું લીસ્ટ આપ્યું એ બદલ આભાર. પણ ભાઈ મારા…તમારા મુકાયેલા આ બધાં જ પ્રશ્નોના જવાબો ઓલરેડી તમારી પાસે ઉપલબ્ધ છે જ. આ તો મને કહેવાની તમે તક આપી રહ્યા છો, ખરુ ને? પણ બંધુ, …૩૦ દિવસનું જમણ એક દિવસમાં ચાવી-પચાવી શકું એટલો સંત-યોગી હું નથી. નાનકડાં એક-એક પ્રશ્નોની ઝડી ધીરે ધીરે વરસાવી હોત તો આપણે બંનેને આરામ મળત.

   • મુર્તઝાભાઇ,

    જવાબની મને કોઇ ઉતાવળ નથી. દિમાગ પર કોઇ પણ જાતના બળ વગર કળ વળે ત્યારે જ એક એક સવાલ મમળાવીને મુખવાસની જેમ જ ઉત્તર દેજોને. આ તો લોકોને કામ લાગે એવી ભાવના સાથે સર્વજ્ઞાતિનું જ જમણ તૈયાર કરી દીધું. ( ગરમા ગરમ રોટલી જમતી વખતે પહેલી ખાધા પછી બીજી રોટલીની રાહ જોવાનું કોને ગમે ? )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.