કુદરતે આ દુનિયામાં દરેક ઇન્સાનને કરોડ-રજ્જુની સાથે સાથે કરોડોની કિમતનું એક અંગ આપ્યું છે. એ છે મગજ. એમાંય આપણાં આ અંગોને સાંગોપાંગ સમજવા માટે એની અંદર આપી છે બુદ્ધિ. પ્યુન થી પ્રેસિડેન્ટ કે વિદ્યાર્થીથી વડાપ્રધાન સુધી કોઈ પણ આ દોલત વગર બાકાત નથી. હા! ફરક ફક્ત આપણે બુદ્ધિનું મૂલ્ય કઈ રીતે આંકીએ છીએ અને વાપરીએ છે એની પર છે. ‘બુદ્ધિનો બળદ’, ‘બુદ્ધિનો બારદાન’, કે ‘બુદ્ધિનો લઠ’ એવું આપણે વારંવાર બોલતા અને સાંભળતા આવ્યા છે.
પણ સાહેબો! એ વાત તો ખરી છે જ કે આ બુદ્ધિ ધરાવનાર આપણે સૌ પહેલા બુદ્ધુઓ બન્યા છે. સવાલ ફક્ત એનો સાચો અને અસરકારક ઉપયોગ સમયસર ન કરવાના.… તેમજ સચોટ ઉપયોગ કરતા પહેલા લાગતા ડરનો. પછી ‘હાયલા! આવું કરવુ પડશે?…ત્યારે આવું થશે તોઓઓઓ ’ એવા ભયની એન્ટ્રીનો. જેને લીધે ઘણાં એવા કામોને આપણે પાણીમાં ડૂબાડી દીધા છે જે અચિવ કરવા આપણે પૂરેપૂરા સમર્થ હોઈએ છીએ. પણ દોસ્તો આજની આ પોસ્ટ વાંચીને પછી એની પર અમલ કરીને ભય ને કહી દેજો…
‘ઓ ભ’ઈ…આયાં તારી ‘નો એન્ટ્રી’
આપણે સૌ જાણીએ છીએ કે નેટ પર ‘બિજનેસ’ શરુ કરવો હવે બચ્ચાનો ખેલ બની ગયો છે, પણ ટકાવી રાખવો એટલે ‘બાપ રે બાપ!’. આવા ખેલની શરૂઆત તો સમજ્યા જાણે કે ખોબામાં પાણી પીવા સમાન છે, પણ પછી વખત આવે ત્યારે પરીસ્થિતઓ આપણને ભૂ પીવડાવી જાય છે. સહન કરવાની તાકાત ન હોય તો મા-બાપ, ભાઈ-બહેનો-દોસ્તો…અરે ઘણી વાર સોશિયલ વિરોધનોય સામનો કરવો મુશ્કેલ થઇ જાય છે. ત્યારે અનેક ડરોનો હૂમલો આવવો સ્વાભાવિક છે. પણ તમને ખબર છે?…ઈન્ટરનેટ પર સફળતા પામેલા ભડવીરોનું ગ્રૂપ પહેલા બાળક જ હતું અને છે. એમણેતો શરૂઆતથી જ ડરને ઓફ-લાઈનથી ઓન-લાઈન લાવીને ‘ઓફ’ કરી નાખ્યો હતો. અને આજે પણ એ રીતે પહાડો જેવી મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. કેમ કે પ્રભુ! એ લોકો શું કરી રહ્યાં છે એમનું એમને સતત ભાન હોય છે. એમણે પોતાની જાતને બરોબર ઓળખી છે…પારખી છે. એવા સવાલોના જવાબો એમણે પોતાના મનને, મગજને આપ્યા છે જેનાથી એમનું વેપારી માનસ સતત ખુલતું અને ખીલતું રહ્યું છે.
તો ચાલો આજે એ જાણીએ કે સવાલો શું છે?
પહેલો પ્રશ્ન: જ્યારે કાંઈ પણ ના હોય (હાથમાં કે હાર્ટમાં) ત્યારે શરૂઆત કેમ કરવી?
બીજો પ્રશ્ન: ચાલો શરૂઆત તો થઇ હવે…રજૂઆત કેમ કરવી?
ત્રીજો પ્રશ્ન: ચાલો રજૂઆત પણ થઇ;….હવે સમાપ્તિ કેમ કરવી?
બાકી રહેલો અડધો પ્રશ્ન: ….સમાપ્તિ પછી શું?…
બાય ધ વે: આ મીની-પોસ્ટ લખવાનો એક ઓબ્જેક્ટીવ એ પણ છે કે આજે આપણે જ્યારે વર્ષ ૨૦૧૧ આવી રહ્યાં છે ત્યારે નવા વર્ષે હું મારી જાતને પણ શામિલ કરી મગજને ફરી કસરત કરાવી મદદરૂપ થવા માંગુ છું. તો ચાલો વેપારના સંદર્ભમાં આપણી બુદ્ધિના આંકને ફરી તેજ કરી થોડી પણ હથોડી મારવા જેવી વાત શરુ કરીએ.
સિમ્પલ અને સ્વીટ ટેકનીક: પણ એ અપનાવતા પહેલાં બાળકનો અવતાર ધારણ કરવો પડશે. યેસ બોસ! બાળક બની જાવ અને લખવા બેસી જાવ:
(ત)મને શું થવું (સૌથી વધુ) ગમે?:
કેમ ઝટકો લાગ્યોને? કેટલાંકને તો આ બુદ્ધિ વગરની વાત લાગી હશે ને કેટલાંકને હસવા જેવી. પણ દોસ્તો, આ હસી નાખવા જેવી વાત નથી. ચાઇલ્ડહૂડમાં રહેલી કેટલીયે શક્તિઓને આપણે એડલ્ટહૂડમાં આવીને દફનાવી ચુક્યા છે. એ તો ભલું થાજો આ ઈન્ટરનેટનું કે જેણે તકોની જાળ બિછાવીને રોબીનહૂડ જેવું કામ કરી આપણી શક્તિઓને બહાર લાવવામાં મદદ કરી છે. સફળ લોકોની સફળતાનું સિક્રેટ આ જ છે. એમણે એ જ કર્યું છે જે એમને પસંદ છે…ગમે છે. જસ્ટ વેઈટ! આ કસરત કરવા માટે કેટલાંક નાનકડાં સ્ટેપ્સ આપવા છે જેથી શરૂઆતનો જે મુખ્ય પ્રશ્ન: કાંઈ પણ ના હોય (હાથમાં કે હાર્ટમાં) ત્યારે શરૂઆત કેમ કરવી? નો જવાબ મેળવવામાં આસાની રહે. Let’s get started.
- માળિયા કે કબાટમાં યા ટેબલના ખાનામાં ધૂળમાં પડી રહેલી કોરી ડાયરી લઇ આવો. (હવે ના જ મળે તો નવા વર્ષની નવી ડાયરી કેમ મેળવવી એ મને તમને કહેવાની જરૂર ખરી?) તોયે તમારી સરળતા માટે અહિયાં એક PDF file PassionParikshan મૂકી છે. જો પ્રિન્ટર હાથવગું હોય તો એની પ્રિન્ટ-આઉટ પણ લઇ શકો છો. જેમાં એક પેજ વધારે મુક્યું છે જેથી વધારે લખવું હોય તો ખપ લાગશે.
- હવે લઇ આવો ‘લિખતે લિખતે લવ હો જાયે’ જેવી એક પેન. (અરે ભાઈ, ‘આપકો સબ કુછ લિખ કર દિખાના હૈ ના!)
- આવી જાવ હવે એવી જગ્યા પર જ્યાં તમે અને તમારી એકલતા (આમાં પેલી લતાની વાત નથી પ્રભુ!!) જ હોય. બીજી કોઈ ઘટના કે વ્યક્તિને ન આવવા દેવાની પુરેપુરી તૈયારી.
- મોબાઈલ, કોમ્યુટર, ટી.વી. (અને બીવીની બોલતી) કમ્પ્લીટ બંધ.
- હાથમાં ગરમાગરમ ચાય કે કોફી અથવા ઠંડા જ્યુસના મોટા કપ સાથે ઘડિયાળમાં ૩૦ મીનીટ નું એલાર્મ મૂકી મૂક થઇ શરુ થઇ જાઓ.…
- તમારા (દબાયેલા) શોખ (પેશન) શું છે?…
- તમને (ઘણાં) ગમતા હોય એવા કામો કયા છે?…
- તમે કયા વિષયમાં એક્સપર્ટ છો અથવા તમે કયા વિષયો પર કલાકો સુધી વાત-ચીત કરી શકો છો? …
- કયા કામથી તમારા દિલ-દિમાગને શાંતિ મળે છે?…
- તમારા કયા કામો દ્વારા તમને અચિવમેન્ટ મળ્યુ છે?…
- લોકો તમારા સાચા વ્યક્તિત્વ (પોઝીટીવ પર્સનાલીટી) વિશે શું કહે છે?…
- કયા છુપાયેલા સબ્જેક્ટ્સ (બાબતો/ આઇડિયાઝ) તમને એવા લાગે છે કે જેમાં તમે ઘણી સારી એવી કમાણી કરી શકો છો?..
- હાલમાં એવા કામ (કામો) કયા છે જે તમને થોડી વધારે કમાણી કરાવી આપે એવું તમને લાગે છે?…વગેરે… વગેરે…વગેરે.
પોસિબલ છે કે લખતા લખતા આઇડિયાઝના તોફાનો સર્જાશે. તમારામાં રહેલી આવડતો, સ્કીલ્સ,નો વરસાદ વરસસે. તમને થશે કે ‘મારું હાળું, અત્યાર સુધી હું ક્યાં હતો, મને આ કેમ સુઝ્યું નહિ હે! પણ ડોન્ટ ફિકર. તમે ગુનેગાર નથી. લખાણ દરમિયાન તો તમે બાળક જ છો. એમ સમજી એલાર્મ વાગે ત્યાં સુધી જેટલું લખ્યું હોય એ બંધ કરી બીજા કોઈ કામમાં પરોવાઈ જાવ. તે છતાં પણ તમને લાગે કે હજુ કાંઇક લખવાનું રહી ગયું…ત્યારે ૧૦ મીનીટ ના બ્રેક બાદ ફરીથી બીજી ૨૦ મીનીટ સેટ કરો. પછી જુઓ ભયના હવામાં ઉડતા ભડકા…
દોસ્તો, તો શુરુ હો જાઓ ઔર આપકે દિલ ઔર દિમાગકી ખિડકીમેં ઝાંક કર દેખો કે ઉસમેં ક્યા ભરા પડા હુઆ હૈ!
સાચું કહું તો મહિનાઓ પહેલા જ્યારે મેં પહેલી વાર આ સ્વ-નિબંધ લખવાનું શરુ કર્યું ત્યારે મને મારામાં રહેલો બાળક પાછો મળ્યો હતો. મને કહે “અરે! મારી વ્હાલી જાત…આટલાં વર્ષો પછી કેમ મને ઢંઢોળ્યો?”
હુરરે! હવે આવેલા વિચારોના મોજામાં નૌકા લઇ મોજ કરવાનો વખત આવી ગયો છે. જે આપણા બીજા સવાલનો જવાબ બનશે. પણ એ માટે એટલીસ્ટ પાંચેક દિવસ રાહ જોવી પડશે. કેમ કે બુદ્ધુ માંથી બુદ્ધિશાળી બનવાની શરૂઆત કરવા આપણે સૌને થોડો વખત તો મળવો જોઈશે ને?
પણ આ વચગાળા દરમિયાન મને આપ સૌને બીજા એક એવા પુસ્તકનું પ્રિસ્ક્રિપ્શન આપવું છે જે આપવા માટે હું બીમાર થવાનું પસંદ કરું છું. જેથી વારંવાર એનો ડોઝ લઇ શકું. જ્યારે તમને તો લખેલા લીસ્ટ પર અમલ કરવાનો જબરદસ્ત ધક્કો મળશે. એટલે તૈયાર રેહજો…
‘સર’પંચ:
૨૦૧૦નુ વર્ષ જ્યારે જઇ રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૧૧ને હું ‘હટકે’ જોઈ રહ્યો છું. મને એમાં રહેલો ૧૧ આંકડો ‘one-one’ ને બદલે ‘win-win’ દેખાઈ રહ્યો છે. પતિ-પત્ની, ભાઈ-બહેન, પ્રેમી-પ્રેમિકા અને વેપારી-ગ્રાહક, વચ્ચે બંધાઈ રહેતી દોસ્તીની કૂણી લાગણીવાળા અને હમેશાં જીતતા રહે એવા સંબંધો માટે ઓલ ધ બેટર ટુ બેસ્ટ વિશિઝ…. ખુશ રહીએ, આબાદ રહીએ…
આભાર મુર્તઝાભાઈ,
હમણા થોડા દિવસથી મારું અંગત જીવન થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તે હવે રાગે પડે છે. તમને એક મેઈલ પહેલાની એક પોસ્ટના સંદર્ભમાં કરવાનો જ હતો પણ હવે આ પોસ્ટે ઉઠાવેલા પ્રશ્નો પણ ઉમેરીશ. તે દરમ્યાન પેશન-પરીક્ષણ પણ થઈ જશે જ.
નવા “win-win year” માટે શુભેચ્છાઓ અને lots of અપેક્ષાઓ પણ હોય જ.
મળીશું પાછા.
જય ત્રિવેદી
lakhvani jagya e auochintu ankhe thi tapkvu re bidu…..jevi halat che. upay batansho?
જેને માટે આંસુ ટપકી પડ્યું છે… એની યાદ આવી છે કે એની તરફ ફરિયાદ આવી છે? એ તો જણાવો ભાઈ!
Nice blog do visit of my blog also http://aavovaatokarie.blogspot.com/
Anshu Joshi
[…] પડ્યો નથી. તમને યાદ હોય તો આપણા પેલા પાછલા બ્લોગપોસ્ટમાં (હજુ ઉભા રહેલા) બીજા નંબરના આડા […]
[…] જરૂરી લાગે છે ખરી? કેમકે એનો જવાબ તો આ પોસ્ટમાં જ્યુસની જેમ બનાવી લખ્યો છે. તમે એને […]
[…] પડ્યો નથી. તમને યાદ હોય તો આપણા પેલા પાછલા બ્લોગપોસ્ટમાં (હજુ ઉભા રહેલા) બીજા નંબરના આડા […]