::વેપારસંક્રાંતિ:: વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !- અપડેટ

VepaarSankranti

તમને ખબર છે?…પતંગ પણ એક વેપારનું પ્રતિક છે. એ પછી ઓન-લાઈન હોય કે ઓન-એર. પતંગનો રંગ, આકાર, સાઈઝ, ઢઢો-કમાન, કન્ના (કે કિન્ના યા કન્યા?!?!)નું બંધારણ, જોડાયેલી દોરીની મજબૂતાઈ, ફીરકીની પકડ વગેરે જેવા પરિબળો ની સાથેસાથે સૌથી મહત્વ ચગાવવાની આવડત(નેવિગેશન )ની શરૂઆતથી જ દાદ માંગી લે છે.

 • હવા ગમે તેટલી હોય (કે ગમે એવી ન પણ હોય) ત્યારે અસંખ્ય પતંગોની વચ્ચે પણ લાંબા સમય સુધી લહેરાઈને ટકી રહેવાની  હામ આપણી વેપારી તાકાતનો અસલી પરચો બતાવે છે.  બંધુઓ, એ કાંઈ તલ-સાંકળી ખાઈ જવા જેવું કામ નથી
 • વખત આવે ત્યારે (વ્યાપારિક) અવરોધોના પતંગોને કાપી નાખી નાખવાની ત્રેવડ, કપાયેલા કોઈ બીજા પતંગને હવામાથીજ સંભાળી લઇ લપેટી લેવાની કરામત, વખતે કેટલી ઢીલ છોડવાની કે ખેંચી લેવાની સૂઝ-બૂઝ અથવા સંજોગોને સમજી જાતે કપાઈ જવાની હિંમત…આપણી સાચી કિંમતનું ભાન કરાવે છે.
 • કનક્વાને કાપીએ કે કનક્વાથી કપાઈ જઈએ ત્યારે પણ Neutral રહી હર સમયને Enjoy કરવાનો સ્વભાવ આપણો માર્કેટમાં ભાવ નક્કી કરે છે.
 • સામે કે બાજુ વાળા હરીફની બરેલી કે લખનવી માંજા સામે તમારી સુરતી કે અમદાવાદી માંજા વાળી ફિરકી મજબૂત પકડી રાખવાની દોરવણી જો સદ્ધર હશે તો સમજી લ્યો કે આપણો પતંગ લાંબા સમય સુધી હવામાં અદ્ધર રહેશે.
 • કાયપોઓઓ ચ્છેએએ…યા “ઓયે! લપેટ” જેવા ‘અપસેટ’ કરનારા પરિબળોને અવગણી આપણાં  નવા પતંગ સાથે ફરીથી ‘અપ-સેટ’ થઇ મેદાનમાં આવવું એજ સાચી મરદાનગી છે.
 • રાતે (વેપારની મંદી) ફાનસ (કે તુક્કલ)ને સંભાળવી એ પણ મહત્વની આર્ટ છે. એ માટે સ્થિર રહે એવા મોટા પતંગની પહેલાથી પસંદગી, સાચવણી, જલ્દી બળી ન જાય એવા ફાનસની ફીરાકી,  મીણબત્તીનું મજબૂત બેલેન્સ… આપણે એકલાને જ નહિ પણ આપણી આસપાસ રહેલા લોકોને, વાતાવરણને પણ એની મજા માણવા મજબૂર કરે છે.
 • દિવસને અંતે આપણું અચિવમેન્ટ..’કેટલાં કાપ્યાં’ એના કરતા કેટલો લાંબો સમય વધારે તંગ થયા વગર પતંગની સાથે અણનમ રહ્યા એના પર નક્કી થાય તો ઊંધિયું ખાવાનો અસલી આનંદ મળી શકશે. એવી ખુશીઓ તો વેચવા કરતા વહેચવામાં મજા છે.
 • એ બધું તો ઠીક મારા પતંગવીર સાહેબો…. કોઈ નાના બાળકને ફુદ્દી ચઢાવી આપવામાં યા એની ફિરકી પકડી આપવાની કે પછી તમારી વ્હાલીનું પીલ્લુ કે લચ્છો વાળી આપવાની પણ મજા કાંઈક ઓર જ છે..ને?

તો તય્યાર છો ને????…………….પૂરા દિલથી, મગજથી, મગજના લાડુથી, આંગળીઓથી, જામફળથી કે બોરથી બોર થયા વિના ભરપૂર સંક્રાંતિની મજા માણતા રહેજો. આમાં ક્યાંક મને પણ થોડો યાદ કરીને દુવા કરી લેજો કે ઈજીપ્તમાં મુર્તઝા નામનો ખોવાયેલો એક પતંગવીર આવતા વર્ષે જરૂરથી મકરસંક્રાંતિ મનાવવા ત્યાં આવી શકે.

ગોળ-ધાણી’ કાંઈ અમસ્તા મળે છે?

સર‘પંચ:

પહેલા ઉડાન પંચ: આસમાનની ખરી ‘સુલતાની’ કરાવે તેવી ઉડાન…

ને હવે (કિ)શોર’પંચ

આજે અભિના પિતા ને આપણાં માનીતા અભિનયના ‘સર’તાજનું શબ્દોથી હમેશાં મોટીવેટ કરતુ…મસ્તી ભરેલું સોંગ શેર કરું છું. આજથી જ ધાબા-છાપરા પર વાગતા શોરની વચ્ચે કિશોરનું આ ગીત માણવું આપ લોકોને જરૂર ગમશે…

Advertisements

19 comments on “::વેપારસંક્રાંતિ:: વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !- અપડેટ

 1. Hemal Parmar કહે છે:

  Taaro Blog vaanchi ne mane mari jaat par “Ghrunaa” thavaa kartaa “Tajjub” vadhaare thaay chhe…..Bawa.

  Hu to aatla varsho thi Marketing nu kaam karu chhu (diff. company maate)….pan tara jetlu marketing mara lohi maa haji ochhu chhe, evo Vichaar karvaa te mane aaje majboor kari didho chhe.

  Love you always.
  Hemal

 2. just one word.. “wow”
  or two? “very true”
  you want three? “I am impressed”
  or four.. “you are simply cool”
  Thats it Guruji.

  you always teach something that WORKS!

 3. હા હા હા..તમે ક્યાંય જવાના નથી. બધાની સાથે રહેવાનું ફરજીયાત છે તમારા માટે. હા, આ ઢાલનો પતંગ એ ન સમજાયું. બધી જગ્યાઓએ આ પતંગની પરિભાષા જૂદી જૂદી હોય છે. એટલે શબ્દો સમજવામાં ક્યારેક સુશ્કેલી પડે. મને પણ અમે નાના હતા ત્યારે જે વિશિષ્ટ શબ્દો પતંગ ચગાવતા વાપરતા એ યાદ આવી ગયા ગઈકાલે. 🙂

  • @માધવ દોસ્ત, આપણી દુનિયા એક સંપૂર્ણ નેટવર્ક છે. દરેક ચીજ-વસ્તુઓ કોઈક ને કોઈ રીતે તલથી (Base) કે ટોપ સુધી સંકળાયેલી છે.

   @જયભાઈ, આ ઢાલનો પતંગ સ્પેશિઅલ ટુક્કલ માટે વાપરવામાં આવે છે. જે થોડો વજનદાર ને ઘણો લાંબો સમય હવામાં સ્થિર રહી શકે છે. પતંગમાં શૂરવીરો દિવસ દરમિયાન ચઢાવતી વખતે આવા ઢાલને ઓળખીને ખાસ રાત માટે બાજુ પર રાખી મુકે છે.

 4. રૂપેન પટેલ કહે છે:

  મુર્તઝાભાઈ મકરસંક્રાંતિ ને વેપારસંક્રાંતિ સાથેનું જોડાણ માત્ર તમારા જેવા દીર્ઘ દ્રસ્ટીવાળા જ કરી શકે .
  * સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહેવાય તેમ નફો વેપારમાં પ્રવેશે ત્યારે વેપારસંક્રાંતિ કહેવાય .
  * હવા ગમે તેટલી હોય ( મંદીની કે તેજીની ) જે સાચો પતંગ રસિક પતંગ ચગાવી જાણે તેમ હોંશિયારવેપારી વેપાર કરી નફો કરી જાણે .
  * દોરીમાં જેમ ગૂંચ પડે તો હોંશિયાર પતંગબાજ યોગ્ય સમજણથી ગૂંચ ખોલી નાંખે તેમ બાહોશ વેપારી વેપારમાં ગમે તે અડચણ રૂપે ગૂંચ પડે તો તરત તેને પાર પાડી શકે .
  મુર્તઝાભાઈ તમારા શબ્દો પરથી તમે અમદાવાદથી ઘણા દુર ઉતરાયણને ઘણી યાદ કરતા લાગો છો તેમ લાગે છે , આવતી ઉતરાયણ સહ પરિવાર અમદાવાદમાં માણશો તેવી શુભ આશા અને ઈચ્છા .

 5. MechSoul કહે છે:

  શ્રી મુર્તઝાભાઈ ,
  ઘણું બધું શીખવા જાણવા અને માણવા મળ્યું. અત્યાર સુધી મકરસંક્રાંતિ ને આ દ્રષ્ટિકોણ થી જોઈ નથી. લેખનશૈલી અદભૂત છે.

  “કોઈ નાના બાળકને ફુદ્દી ચઢાવી આપવામાં યા એની ફિરકી પકડી આપવાની કે પછી તમારી વ્હાલીનું પીલ્લુ કે લચ્છો વાળી આપવાની પણ મજા કાંઈક ઓર જ છે..ને?” આ વાત સૌથી વધારે ગમી.
  -જીતેશ દાળવાળા

 6. મુર્તઝાભાઇ,
  આપે તો પતંગની વાતો કરતાં વેપારની પણ માહિતિ મુકી દીધી.
  ખુબ સરસ.

 7. નવી પોસ્ટ? હું લખતો ભલે ન હોઉં પણ વાંચુ તો છું જ. 🙂
  રેડી, ફાયર, એઈમ વાંચવાનું શરૂ કર્યું છે.

 8. ઉપરની કોમેન્ટ પોસ્ટ કરી દીધા પછી થયું કે એ બુકનું નામ આમ મૂકવા કરતા તમારી ઈશ્ટાઈલમાં એનું પ્રિસ્ક્રીપ્શન આપશો તો વધુ મજા આવશે. તમારો પોઈંટ ઓફ વ્યૂ અલગ જ દ્રષ્ટિ આપે છે. તો મારી એ કોમેન્ટ એપ્રુવ કરવાના બદલે કંઈક નવી પોસ્ટ મૂકી દેજો. મારી ૧૦૦૦ કોમેન્ટ્સ એપ્રુવ થાય એ કરતા તમારી પોસ્ટ વાંચવાની વધુ મજા આવશે. આ વખાણ નથી, પ્રોડક્ટીવીટીની લાલચ છે.

 9. મજ્જા આવી વાંચવાની.. ઉત્તરાયણ અને વેપારનો ગજબનો સુમેળ બનાવ્યો અને પતંગ ઉડાડતા-ઉડાડતા માર્કેટીંગની ઉંચી ફિલસુફી પણ શીખવી દીધી.

 10. jjkishor કહે છે:

  એક એક પેરેગ્રાફમાં
  એક એક વીચાર,
  નવા જ અર્થઘટન સાથે
  ને તે પણ ઉત્તરાયણની જ ટર્મીનોલોજી – પરીભાષામાં મુકીને તમે એક સાથે –

  પર્વમાહાત્મ્ય,
  વ્યાપારનીતી,
  શબ્દો દ્વારા સર્જાતી ચીત્રાત્મકતા,
  અને સૌથી વીશેષ તો….

  તમારો વતનપ્રેમ

  – એ બધું જ અહીં એવી રીતે મુક્યું છે કે આપણે સૌ એક જ ધાબા પર હોઈએ એવો અનુભવ કરાવે છે.
  તમારી શબ્દશક્તીને સલામ. પર્વભક્તી ને પ્રણામ અને વતનપરસ્તીને વંદન.

  ક્યારેક ક્યારેક જ માણવા મળતાં લખાણોમાં આને મુકીને ખાસ અભીપ્રાય – કોમેન્ટ – આપું છું. અહી મને જે જે વીશેષતાઓ જોવા મળી તે બધીને અલગ ફકરો પાડીને સંતોષ લીધો છે. બાકી તમારા દરેક ફકરાને વીસ્તારી શકાય તેમ છે !

  • મુ. જે.કે.દાદા, આપે જે કાંઈ પણ કીધું તે બદલ સૌ પ્રથમ તો આભાર. હું હજુ ઘણો નાચીઝ છું. ઘણી વાર લખતી વખતે ભાન નથી રહેતું, બસ દિલમાં શબ્દોનું નેટવર્કિંગ સર્જાય છે. જે મને ખુદને આપના જેવા સમજુ વાચકોની આગળ એક માયાજાળ રચી દે છે. સાચે જ….આ આખો લેખ લખવા માટે હું મારી જાતને ત્યાં લઇ ગયો હતો…ને પછી શબ્દોની ઢીલ છોડી પાછો અહીંયા આવી ગયો….(પતંગ હજુયે ચગી રહ્યો છે ને કપાયા ના કોઈ સમાચાર નથી…)

 11. Chetan કહે છે:

  દરેક ઉત્સવે ચડિયાતી પોસ્ટ .! ! આશા હતીજ.
  उत्सव आमार जाती ,आनंद आमार देवता.

 12. bharatdesai20 કહે છે:

  ભૈ… મીયાં… આપ અભી જહાંસે પતંગ ઉડા રહે હો.. વો તો આપ અપની મરજી કે મુતાબિક મકરસંક્રાતિકે ત્યોહારમે ઉડા રહે હો… પર.. આપકો હર મૌસમમે પતંગ ઉડના પડેગા … બહોત જલ્દહી કોઇ અખબાર યા મેગેઝિન આપકો પકડનેવાલા હૈ.. ઔર ફીર આપકો રોજ યા તો હર વીકમે …. સમજ ગયેના… યહ મેરા અનુમાન નહી પર દાવા હૈ…. મુર્તઝાભાઇ… ખૂબ સરસ લેખની અને એટલીજ વિષયના તત્વ અને સત્વને સાર્થક કરતી વાતો… ક્યા બાત હૈ… અને હા મારી મારી આ વાતને પતંગની માફક ઉડાવી ના દેતા…. ખુદા હાફિઝ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.