||છાનું-છપનું સપનું, રહે કયા ખપનું?-D for DREAM ||

‘સર’પંચ:

નવાઈ ના પામશો મારા દોસ્તો…દિમાગમાં પંચિંગ કરી બળવો પોકારતું આપણા સ્વપ્નશીલ સર એ.પી.જે અબ્દુલ કલામના ક્વોટથી જ આજે લેખની શરૂઆત કરવી જરૂરી બન્યું છે.

Dream-Kalaam

યેસ, પેલા (D + P + T) x A= Success વાળા સૂત્રનો પહેલો અક્ષર….D for Dream.

…..દોસ્તો, જસ્ટ કલ્પના તો કરીએ કે….

જો અમેરિકામાં:

 • એપલ-મેકના સર્વેસર્વા સ્ટીવ જોબ્સે સાવ જ અલગ ક્રિયેટિવ કોમ્યુટર અને કોમ્યુનીકેશનના ક્ષેત્રમાં છવાઈ જવાની જોબનું સ્વપ્ન ન જોયું હોત તો?…
 • વોલ્ટ ડીઝનીએ બચ્ચે (ઔર બચ્ચોં સે નહિ બચે હુવે) લોગ માટે અલગ ડિઝનીલેન્ડનું હાઈ-વોલ્ટેજ વાળું સ્વપ્ન જ ન જોયું હોત તો?…
 • માઈક્રોસોફ્ટના મહારાજા બિલ ગેટ્સે ‘ઘર ઘરમાં કોમ્યુટર’નું સ્વપ્ન સાવ માઈક્રો અને સોફ્ટ જ રાખ્યું હોત તો?…

જો લંડનમાં:

 • ‘સસ્તી અને સરળ વર્જિન એરલાઈન્સ’ થી લઇ ગેલેટલાંટીક સ્પેસની મુસાફરી આમ જનતા સુધી પહોંચાડવાનું સ્વપ્ન રિચાર્ડ બ્રોન્સને પોતાના દિમાગમાંથી જ બહાર લાવવાનું વર્જિત કરી દીધું હોતે તો?…
 • સુપર-ફાસ્ટ સફળ થયેલી હેરી પોટરના પાત્રનું સ્વપ્ન લેખિકા જે.કે. રોવ્લિંગે પોતાના દિમાગમાં ને કલમમાં રોલિંગ જ ના કરાવ્યું હોત તો?…

જો ઇન્ડિયામાં:

 • ‘અંગ્રેજોની ગુલામીથી આઝાદી’ નું એક માત્ર લક્ષ ધરાવતું સ્વપ્ન ગાંધી સાહેબે મનમાં ને મનમાંજ ગોંધી રાખ્યું હોત તો…
 • રૂ ના તાંતણાંથી લઇ તેલ કે ટેલીફોન સુધીમાં ટોટલ ઈજારો ધરાવવાના સ્વપ્નમાં ધીરુભ’ઈ એ ધીરજ રાખી હોત તો…

જો જાપનામાં:

 • સોની કંપનીના આકીયો મોરીટાએ સોના જેવું ‘ડીજીટલ દુનિયા’નુ સ્વપ્ન ન જોયું હોત તો?…
 • અરે આખે-આખી ટોયોટાને અમેરિકા થી લઇ ઓસ્ટ્રેલિયા સુધી ફેલાવીને કીચીરો તોયોડાએ સ્વપ્ન જોઈ ટોંટીયા ના તોડ્યા હોત તો?…

તો પછી…’જો’ અને ‘તો’ વચ્ચે અટવાયેલા આપણે સૌ આ આર્ટીકલ પણ વાંચતા ન હોત… નહિ રે…આ દુનિયાની સિકલ કાંઈક અલગ જ હોત…

બંધુઓ અને બંદિનીઓ, સાચુ સપનુ (Real Dream) અને હટકે વિચાર (Idea) એક ન જન્મેલા ગર્ભ જેવા છે. એ ‘બાળક’ ત્યારેજ કહેવાય છે જયારે એ રીઆલીટી બની બહાર નીકળે છે. પુરતી સાર સંભાળ ન લેવામાં આવે તો મિસકેરેજ પણ થઇ શકે છે. જેની પછી કોઈ વેલ્યુ નથી.

Ideas_Baby_Bulbએક વિદ્યાર્થી જેવા મોટીવેટર આ મુર્તઝાચાર્ય ડાઈરેક્ટ ટુ દિલ વાળા વાક્યથી એમ કહે છે..

“ઓલમોસ્ટ લોકો અસરકારક સ્વપ્ના પર…  No Way!…એમ તો કાંઈ હોતું હશે’ એમ કહીને હસી કાઢે છે. બસ! ત્યાંજ એમના પ્રોગ્રેસનું માનસિક મૃત્યુ થાય છે. અરે ભાઈ! એને અંદરથી બહાર તો આવવા દો!- એ આવશે તો ડેવેલોપ થશે ને પોતાનો રસ્તો જાતે ખોળતું જશે…અને જો ડેવેલોપ નહિ થઇ શકે તો એના મૂળમાં જઇ પાછું સમાઈ જશે. પણ તમને એટ-લિસ્ટ એને બહાર કાઢવાનો અને ‘આઇડીયા’લીસ્ટીક મા કે બાપ બન્યા હોવાનો મોકો તો મળશે!!!!”

હા!…તો સો વાટ વાળી એક વાટ:

સપનું એ પછી ડીઝનીદાદાનું હોય, બિલભ’ઈનું, ધીરુકાકાનું કે કોઈ રોવ્લિંગબે’નનુંયે હોય…એને તો બસ એક ધક્કાનો ઇન્તેઝાર હોય છે. તમારામાં એવો કોઈ ‘ગર્ભ’ પાકી રહ્યો છે?….તો શરુ કરી દો આજ્થીજ આપડી ગુજ્જુ પંચિંગ અને ચમ્પીંગની પ્રેક્ટીસ. મેં તો મારી આલ્ફાબેટસમાં D for Donkey ને બદલે D for Dreams ક્યારનુંયે ગોઠવી દીધું છે?

તો ચાલો હવે સૂત્રમાં આવેલુ P જોઈએ?

ઓયલા…એ તો આપણું વહાલું PASSION. જેને માટે બહુ માથા-પચ્ચી કરવી જરૂરી લાગે છે ખરી?  કેમકે એનો જવાબ તો આ પોસ્ટમાં જ્યુસની જેમ બનાવી લખ્યો છે. તમે એને રસપૂર્વક Pધો કે નહિ?

શું કરીએ બોસ! આજના જમાનામાં નેટ પર વેપાર કાંઈ એમ ને એમ થાય છે? થોડી તો મહેનત કરવી જ પડશે રે!

તો હવે પછી T શું છે?….. TARGET, TECHNICAL, TRAINING, TECHNOLOGY કે પછી આમાંનું એકેય નહિ?

એ વાત માટે બસ…પાછા સાડા-ત્રણ  દિવસ વાર જોઈ લો ને! કેમ કે તમને તમારા પેલા આઈડીયાને ૧-૨-૩ કહી ધક્કો તો મારવો પડશે ને?

Advertisements

11 comments on “||છાનું-છપનું સપનું, રહે કયા ખપનું?-D for DREAM ||

 1. (D + P + T) x A= Success

  D = Dream
  P = Passion and Patience
  T = Talent
  A = Attitude

  is Progress …

  is what has come to my mind.

 2. Navneet Rafaliya says:

  I THINK ‘A’ FOR ATTITUDE AND ‘T’ FOR TOLERANCE .

 3. Dilip Gajjar says:

  સુંદર મુર્તઝાજી, આપે માર્કેટીંગ માટે મહત્વ સમજાવ્યું ..સ્વપ્ન કેટલું મહત્વનું છે..ડી ફોર ડ્રીમ અને પી ફોર પેશન…સુધી લખ્યું..આ વાત તો પ્રેક્ટીસમાં લાવવા માટે છે..આજથી હું પણ દિલીપ એટ્લે ડ્રીમર..પણ ફક્ત ડ્રીમ નહી..અબ્દૂલ કલામ ના કોટ જેમ જેનાથી સૂઈ ન શાકય તેવું સ્વપન..જોઈશ..પણ ઉચ્ચ હેતુ માટે…આપને આ લેખ માટે આભાર.

 4. હું જ્યાંથી જે મળે એ વીણીને મારું વ્યક્તિત્વ ઘડતો રહ્યો છું અને એ પ્રક્રિયા કદાચ મારા માટે કાયમી છે. બે દિવસથી તમારો લેખ દિમાગમાં ફરી રહ્યો હતો અને આજે ફરી અચાનક સવાર સવારમાં ઈ ટીવી ગુજરાતી પર “શ્રી નરેન્દ્ર મોદી” સાહેબનો ફાઈલ વીડીયો જોયો.

  “હું સપનાં જોતો નથી, સપનાં વાવું છું” અને ફરીથી આખો લેખ વાંચ્યો. પહેલી વખત કરતાં બીજી વખત વાંચતી વખતે મને કલામ સાહેબનું વાક્ય વધારે અસરકારક અને પ્રભાવશાળી લાગ્યું.

  હવે કદાચ તમારી વેબસાઈટ મારા માટે “વ્યસન” બની જશે એમ લાગે છે.

  નવા લેખનો આતુરતા પુર્વક ઈંતજાર……

 5. the series is intriguing! Readers can see that your writing is blossoming really fast! Thanks for sharing!

 6. @ Viemshbhai : એ બાબત મને ઘણી અસર કરે છે કે શબ્દો ની અસર કોઈના જીવનમાં કોઈક રીતે પણ કાંઈક અસરકારક બને છે. એને હું પ્રોડકટીવ પરિવર્તન કહું છું. સારું જ છે કે તમને આ બ્લોગ-સાઈટ વ્યસન બનાવશે એમ લાગે છે. ખુશ રહો.

  @મનીષભાઈ: વર્ષોથી દિલમાં ભરાયેલી ઈચ્છાને શબ્દોમાં ઉતારવાની કોશિશ છે. કાગળથી આગળ આ રીતે પ્રગતિ આપ લોકોના સહકારથીજ થઇ શકે છે. આપણે સૌ આ નેટના વેપાર પરિવર્તનમાં આગળ વધીએ. -આમીનસ્તુ

 7. surya says:

  મુર્તુજાભાઈ , હમેશાની જેમ ફરી એક અફલાતુન પોસ્ટ, મેં પણ કલામ સાહેબ નું આ સુવાક્ય ઘણા વર્ષોતી મારા વાંચન ટેબલ ઉપર રાખ્યું છે , સાથે સાથે હરિવંશરાઈ બચ્ચનની નીચે આપેલી કવિતા પણ રાખી છે, જે સતત હિમત આપતી રહે છે. રસ ધરાવતા વાચકો માટે.

  हिम्मत करने वालो की हार नहीं होती
  लहरों से डर कर नैया पार नहीं होती.

  नन्ही चींटी जब दाना ले कर चलती है
  चढ़ती दीवारों पर सौ बार फिसलती है
  मन का विश्वास रगों में साहस भरता है
  चढ़ कर गिरना, गिर कर चढ़ना न अखरता है
  आखिर उसकी मेहनत बेकार नहीं होती
  कोशिश करने वालों की हार नहीं होती

  डुबकियाँ सिन्धु में गोताखोर लगाता है
  जा जा कर खाली हाथ लौट आता है
  मिलते न सहज ही मोटी पानी में
  बढ़ता दूना उत्साह इसी हैरानी में
  मुट्ठी उसकी खाली हर बार नहीं होती
  हिम्मत करने वालों की हार नहीं होती

  असफलता एक चुनौती है, स्वीकार करो
  क्या कमी रह गयी, देखो और सुधार करो
  जब तक न सफल हो, नींद चैन त्यागो तुम
  संघर्ष करो मैदान छोड़ मत भागो तुम
  कुछ किये बिना ही जय जयकार नहीं होती
  हिम्मत करने वालों की हार नहीं होती.

  (डॉ0 हरिवंश राय बच्चन
  – Harivansh Rai Bacchan

  • સૂર્યા સાહેબ, કોઈને કોમેન્ટ સારી રીતે મુકવી હોય તો તમારી જેમ હોવી જોઈએ. શબ્દોના બંધન પર સેતુ બનાવી વિચારોની આપ-લે આમ થાય તો બ્લોગ જગત કેટલું સારું બને!

   પણ હરિવંશરાય બચ્ચનજીની અત્યાર સુધીની સૌથી અફલાતૂન રચના કઈ છે ખબર છે ને?- અમિતાભ બચ્ચન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s