સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

EasterEggs

ટેલેન્ટ. કોલેજમાં રહેલા ઓલમોસ્ટ બધાં દોસ્તોને આ શબ્દ બહુ ગમે. વર્ષની આખરમાં યોજાતો આ ઉત્સવ કેટલાંકને નાટકના હીરો બની હિરોઈન સાથે ‘હીરોગીરી’ બતાવાનો કે કેટલાંકને ગીત દ્વારા છુપી રીતે પ્રેમ પ્રગટ કરવાનો તો કેટલાંકને પોતાની પ્રતિભાને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનો એક અનોખો મોકો મળતો હોય છે. પણ હાય રે કિસ્મત!…બધાંજ એનો ભરપૂર ઉપયોગ ક્યાં કરી શકે છે?

આમાં વધુ ભાગે (કે ભોગે?!) બચેલા સમય-રથની ટીકીટ લઇ ક્યાંક દૂર ચાલ્યા જાય છે યા તો વિલે મોડે ‘હશે..આપડા નશીબ…બીજું શું!’ કહીને નાહી નાખે છે. જે બચ્ચાઓ બચે છે તેઓ રથના સારા સારથીની મદદ લઇ આગળ આવે છે. એવા ‘ઐશ્વર્યા મજુમદાર’, ‘સુનિધિ ચૌહાણ’, ‘પરેશ રાવળ’, ‘નેહા મહેતા’, ‘દિશા વાકાણી’, ‘જોહની લીવર’ ‘જેકી શ્રોફ’……અરે ગાંધીને અપનાવી ‘બેન કિંગ્સલે’ (યેસ બેનજી ગુજ્જુ છે બોસ) વગેરે… વગેરે… વગેરે…બનીને બોલીવૂડ કે હોલીવૂડ ગજવી નાખે છે.

કેવી રીતે?- સિમ્પલી..પોતાની અંદર આવેલા ઇસ્ટર-એગના કોચલામાંથી બહાર આવીને!

 • ટેલેન્ટ એટલે એ નહિ કે:…રફીસાહેબ, કિશોરકાકા, મુકેશમામા યા લતાદીદી જેવો અવાજ કાઢી ‘વાહ! વાહ!.. વાહ! વાહ!’ બોલાવી શકો. કેમ કે એ તો એમનો અવાજ થયો. તમારો ક્યાં છે એમાં?
 • ટેલેન્ટ એટલે એ પણ નહિ કે:….આખી ક્લાસમાં પહેલા ધોરણથી કે કોલેજકાળ સુધી વટ મારીને પહેલા નંબરની પૂંછડી પકડી રાખી હોય. ને પછી ન છુટકે છેલ્લે (મમ્મી-પપ્પાના કહેવાથી) નોકરાઓ કરી-કરીને બોસની ડેલીએ દરરોજ હાથ ધોઈ આવતા હોવ.
 • ટેલેન્ટ એમાં તો જરાય નથી કે:…પચ્ચી-પચ્ચા પાનાંઓ ભરીને તમે તમારી (કે કોઈક બીજાની) પ્યારીને લવ-લેટર લખી નાખો..(પછી ભલેને પેલી વાંચીને બોર થાય.)
 • એ કાંઈ ટેલેન્ટ નથી કે:… તમે દાળ-ઢોકળી કે પાણી-પૂરી ૧૦૦ જણને એક હાથે ખવડાવી શકો.
 • ટેલેન્ટ હું એને નહિ કહું કે:…તમારી રડતી ગર્લ-ફ્રેન્ડને પળવારમાં હસતી કરી દો યાં પછી બોસે આપેલું એક અઠવાડિયાનું એંઠું કામ રાતો જાગીને એક દિવસમાં કરી આપો (એ તો પૂરી ગદ્ધામજૂરી કહેવાયને)….ના… ના.. ના.. ના.. ના..રે ના.. આ બધું તો લાખો લોકો.. હજારો વર્ષોથી કરી રહ્યાં છે.

ટેલેન્ટ એટલે….

 • ત(મારા જેવો) ને તમારો પોતાનો ૧૦૦% સૂર બીજો કોઈ કાઢી જ કેમ શકે? – હરણાં કે બતકાં તો પછીની વાત છે…પહેલા સંગીતકારો કે ગીતકારો પાછળ દોડતા આવવા જોઈએ.
 • ત(મારા જેવી) કોઈક નવાજ રાગની રચના બાંસૂરી પર બીજું કોઈ કરી કેમ શકે? – બેસૂરા સૂરને સૂરીલો બનાવી શકો તો કાંઈ વાત થાય!
 • ત(મારા જેવો) પ્રેમપત્ર બીજુ કોઈ લખીજ કેમ શકે?- ભલેને પછી એ એક-કે બે લીટીનો હોય….પેલી દોડતી આવીને તમારામાં ભરાઈ જવી જોઈએ.
 • ત(મારા જેવી) સાવ નોખા જ સ્વાદની પાણી-પૂરી કે પાપડ બીજા કોઈ બનાવી કેમ શકે?- જેને માટે કોઈ પણ મોસમમાં એનો તડપનાર બધું જ બાજુ મૂકી અમેરિકાથી અમદાવાદ કે લંડનથી લખતર આવવા પણ તૈયાર થઇ જાય.
 • ત(મારા જેવો) વાત કરવાનો અને કામ કરી આપવાનો એક અફલાતૂન અંદાઝ બીજા કોઈનો હોય જ કેમ?-  જેમાં બીવી-બચ્ચા, બોસ યા બિઝનેસ-બંધુ એની અદા પર ફિદા થઇ તમારી મુશ્કેલીઓને હરી લઇને તમને બચાવતા રહે!.
 • ત(મારા જેવી) પૈસા પેદા કરવાની સ્ટાઈલ બીજામાં હોય જ કેમ? – એવી હોય કે વર્ષો સુધી ‘સાવ ઠોઠ નિશાળીયો’ નું લેબલ લઈને પણ માર્કેટમાં લોકો તમારી સાથે પાપડનો વેપાર કરવાય તલપાપડ હોય.

તમારું પોતાનું અસલીપણું, તમારી YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામ ટેલેન્ટ. કુદરતે દરેકેદરેક જીવને પોતાની લીલા બતાવવા અને સુવાસ ફેલાવવા છુપાયેલી સ્કિલ્સને રંગબેરંગી ઈંડાંમાં મૂકી દીધા છે. એ જ આપણું Hidden Talent. એટલે જ તો ઇસ્ટર-એગ્સ અલગ અલગ રંગોમાં સજાવાયેલા હોય છે. જેથી લેનારને દર વખતે અંદરથી કાંઈક નવીનતા મળી આવે. પણ આ નવીનતાને ઓળખવા એના કોચલાંને તોડવું જ પડે છે. દોસ્તો!

પ્રેકટીકલ ઉદાહરણો જોવા હોય તો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’ કે ‘બ્રિટન’ઝ ગોટ ટેલેન્ટ’ જેવી ગોટ ટેલેન્ટસ સીરીઝ જોવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે એની આ યોર્સ ટ્રૂલિ બાંહેધરી આપે છે.

તો ટેલેન્ટના આ અલગ ઈંડાંની બહાર કેમ આવીશું? કામ બહુ અઘરું લાગે છે? તો લઇ લ્યો એ માટેના સરળ રસ્તાઓ…

 • તમે એવું શું શું કરી શકો છો જેમાં બીજાને હાંફ ચડી જાય અથવા તમારી હોડમાં ઉતરેલો હાર માની લે.- બનાવો લાંબુ લિસ્ટ. મીનીમમ ૨૫ પોઈન્ટસની કોશિશ કરાય તો મજ્જાની લાઈફ!
 • તમારી ખૂજ નજીક હોય એવા સગા-વહાલાં કે વહાલી તમારા માટે શું વિચારે છે?… તમારી કઈ બાબતો તરફ એમને ગમો-અણગમો છે?- જાવ એમનો ઇન્ટરવ્યુ લેવા…..યા આપો એમને લિસ્ટ બનાવવાનું હોમવર્ક. (એના રિટર્નમાં કંજૂસી છોડી કોઈ એક ઉપયોગી ગીફ્ટ આપવાનું ન ચુકતા. (કેમ?…..લિંચ-પીન ભૂલી તો નથી ગયા ને?) ૨૫ને બદલે ૫૦ બાબતો એ બતાવશે.
 • છે કોઈ એવા કામો જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: એમાં શું! આ તો આપડે ય કરી શકીએ! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે કઈ બાજુ ખરા ને ક્યાં ખોરા પડો છો?
 • છે કોઈ એવુ કામ જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: ના ભ’ઈ ના!…આમાં આપડું કામ નહિ લ્યા! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે ક્યાં ખોટા પડાય છે ને કઈ બાજુ તમારા ફોટાં પડાય છે?

ચાલો ત્યારે… એટ-લિસ્ટ આજ સુધી

D for Dreams | P for Passion | T for Talent તો જાણી ચુક્યા…

હવે આ બાકી રહેલો A for …શું? Apple, Amdavad, Attitude, Advancement કે Achievement?…

જેના જવાબ માટે કાલ સુધી રાહ જોવી છે ને?- જોઈ લો ને દોસ્તો…કેમ કે મને થોડાં વખત પહેલાં જ એક મસ્ત-મજાના નવા મળી આવેલા ઇસ્ટર-ઈંડાંને તોડવા બહાર જવું પડે એમ છે.

‘સર’પંચ:

પેઈન્ટ્સને અડ્યા વગર અમેઝિંગ પેઇન્ટિંગ?….ચાલો એવું તો આ ટેલેન્ટેડ જુવાનીયાઓ પાસેથી શીખીએ!


14 comments on “સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

 1. […] This post was mentioned on Twitter by Gujarati, MurtazaAli Patel . MurtazaAli Patel said: સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent http://wp.me/p13yRp-4o […]

 2. amazing art they have. what a great art video you have found for us. great sir.

 3. MechSoul કહે છે:

  શ્રી મુર્તઝાભાઈ ,
  એકદમ સાચી વાત .
  ધણુંબધું કરવાને બદલે કંઈક નવું કરે તે સાચું ટેલેન્ટ .

  તમારું પોતાનું અસલીપણું, તમારી ‘YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામ ટેલેન્ટ.

  શું વાત છે!

  -દાલવાલા જીતેશ

 4. S.S Rathod કહે છે:

  પરફેક્ટ પોસ્ટ લાવ્યા.. અસલીપણાની વાત સાથે સંપૂર્ણ સહમત. ઘણા યુવાનો આઈડલ કે આદર્શ વ્યક્તિના ચક્કરમાં પોતાનું અસલીપણું ખોઈ બેસે છે. વિડિયો મજેદાર.

 5. શ્રી મુર્તઝાભાઈ,

  થોડા દિવસ અગાઉ આપની પોસ્ટ વિશે મેલમાં (દરેક સભ્યને મળતા) વાંચેલ, થયું લાવ મૂલાકાત લઈએ, પરંતુ કોઈ કારણસર મનને પાછું વાળી લીધું કે કેટલી પોસ્ટ રોજ વાંચવી ? જવા દે ને !

  આજે આપના પ્રતિભાવ અમારા બ્લોગ પરની પોસ્ટ પર જોતા, જે પોસ્ટ ન વાંચવા અગાઉ વિચારેલ એ જ પોસ્ટ પર ફરી આવ્યો અને પોસ્ટને વાંચતા ખરેખર ખુશી થઇ. લંડન રહું છું અને અમેરિકા અને બ્રિટન ગોટ્સ ટેલેન્ટ શો હંમેશ જોયા છે અને ખૂબજ પસંદ કરેલ છે. અને આજે આપે પેઈન્ટ્સ ની લીંક જે મૂકી તે જોતા આનંદ થયો અને સાથે નવું જાણવા પણ મળ્યું. આભાર !. સાથે ટેલેન્ટ વિશેના આપે વ્યક્ત કરેલ વિચાર જાણ્યા.

  આપને નથી લાગતું કે જેનામાં ટેલેન્ટ હોય તેણે પોતાનામાં રહેલી ટેલેન્ટ શોધવા માટે લીસ્ટ/ યાદી બનાવવાની જરૂરત પડે ?
  ટેલેન્ટ કૂદરત/ઈશ્વરની બક્ષિશ છે, જે એક વખત નક્કી થયા ગયા બાદ તેની સાધના / પ્રેક્ટિશની સતત જરૂરત હોય છે. કોઈની નકલ ની નહિ તેવું લાગે છે.

  સરસ લેખ. પસંદ આવ્યો.

  અભિનંદન !

  • અશોકભાઈ, વંડરફૂલ! રિપ્લાય મળ્યો એ કરતાં પણ વધારે ‘રાઈપ’ થયેલા વિચારો મળ્યાં એની ઘણી ખુશી થઇ. ઘણી વાર મને પણ એવુંજ થાય છે. પણ બરોબર વખતે બીજા ‘વ્યર્થ’ સ્પામ વિચારો પછી કોઈક ‘વર્થ’ એવો બ્લોગ વાંચવામાં આવી જાય છે તો હાશ! અનુભવાય છે.

   સાહેબ, આ જમાનામાં શંખ- છીપલાં-મોતીઓ જેવી માહિતીઓથી વહેતા દરિયામાં સાચું/ ખોટું અને સારું શું એની દરેકને જરૂર પડી છે. ઓપ્શન્સની લંગારમાં કન્ફ્યુઝન આવી જાય છે ત્યારે એને ઓળખવા, માપવા માટે મગજમાંથી બહાર લાવવું ઘણું જરૂરી છે. આજ ઉદાહર જોઈ લોને! આપણે એક્સપ્રેસ કરવા માટેના વિચારોને ફક્ત મનમાંજ રાખી બેસી રહીએ તો એક-બીજાના વિચારોને એક્સચેંજ કરવાની તક કેવી રીતે મળવાની?..એકબીજાના ટેલેન્ટને ઓળખવા માટે કોઈ એક માધ્યમની જરૂર તો પડવાની જ છે ને!?!? તે માટે (ખાસ કરીને) કાગળ પર લિસ્ટ રૂપી યાદીમાં ટ્રાન્સફર કરવું જરૂરી બને છે. હવે સમજદાર વ્યક્તિ તે ટેલેન્ટને ઓળખીને પછી એની (ચોટી બાંધી) સાધનામાં ડૂબી જાય ત્યારે એનું ખરું ‘પોતાપણું’ બહાર આ..વ..શે..જ. મારી ડાયરીના પાનાંઓ જોવા જેવા છે. બ્લોગ-પોસ્ટ પર તમને એનો એક હિસ્સો જોવા મળ્યો છે. જેમ મને તમારા વિચારો તમારા બ્લોગ પર.

 6. અમિત પટેલ કહે છે:

  ટેલેન્ટ વિશે ખુબજ સુંદર લેખ. મજા આવી મુર્તઝાભાઈ.

  http://ashupatel.wordpress.com/

  • અમિતભાઈ, આભાર. આશા છે કે સમયસર વાંચતા રહેશો.

   યુ નો?! તમારા બ્લોગનું ટાઇટલ મને આપણા ચહિતા ડો. શરદભાઈ ઠાકરની નવલકથાના શીર્ષક જેવું લાગ્યું એટલે હું પણ ત્યાં અચાનક વિઝીટ કરી આવ્યો. થોડાં કવિ જીવ લાગો છો તો વિચારો માણવાની મને પણ મજા આવશે.

 7. સુરેશ જાની કહે છે:

  મજા આવી ગઈ. આને કોપી પેસ્ટ કરવું જ પડશે – હોબીના મારા કલેક્શન પર !

  લો જાહેરાત કરી દઉં ? ચોરસ કાગળમાંથી આવું વિમાન બનાવી દો ૦ હાંફી જશો !!
  http://rutmandal.info/HobbyVishwa/2011/03/08/origami_jet/

 8. husainali vohra કહે છે:

  આ પ્રથમ વ્હોરા ને બ્લોગ લખતા ….વાંચયો.
  વ્હોરા=વેપાર અને વેહવાર. “to be come a business minded ,not a service minded”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.