વેપારની સફળતામાં સહિયારો સાથ એટલે- A for Associated Action

Associated-Action

“It is easy to sit up and take notice, what is difficult is getting up and taking action.”

 • 3M– ઇનોવેશનના ત્રણ સિદ્ધાંતોની વ્યાખ્યા બે અક્ષરોમાં સમાવી (પેનથી લઇ પોસ્ટ-ઇટ નોટ્સ જેવી) સેંકડો વસ્તુઓ પર કઈ રીતે કરોડો કમાય છે?
 • ઈન્ફોસિસ– ફક્ત વર્ચ્યુઅલી જ કામ કરીને એક્ચ્યુઅલી સોફ્ટવેરની દુનિયામાં કયા સિક્રેટ ‘કોડ’થી આગળ આવ્યું છે?
 • ગૂગલ– એક ‘હટકે રીસર્ચ સિસ્ટમ’ દ્વારા સર્ચ-એન્જીનની ટેકનોલોજીથી આખી દુનિયાના ઈન્ટરનેટ પર કઈ રીતે રાજ કરે છે?
 • રિલાયન્સ– આપણી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં કયા અને કોના વિશ્વાસના જોર પર આખરે મોખરે આવ્યું છે?
 • વાઈકીપેડિયા– માહિતીની ગંગોત્રી કહો કે એમેઝોનની ધારાને સામાન્ય માણસના ખિસ્સાની અંદર પણ વહેતી કરનાર આ કંપનીનું ‘મૂળ’ કયાં છે?
 • વોલમાર્ટ– એવી કઈ જાદુઈ લાકડી પકડી દીવાલ કૂદીને રીટેઇલીંગની દુનિયામાં ટોપ પર આવ્યું છે?
 • ડિઝની પિક્સાર– પોતાની દરેક ફિલ્મમાં સ્વપ્નશીલ-ક્રિએટીવીટીના કચુમ્બરને, પેશનના પરોઠામાં મેળવી ટેલેન્ટના તાવડામાં મિક્સ કરી મનોરંજનનું બેસ્ટ જમણવાર કઈ રીતે પીરસે છે?
 • થ્રેડલેસ– ચાલો એમ જાણીએ કે…ઉપરની જણાવેલી મોટી મહારથી કંપનીઓની વચ્ચે મિલીમીટરની પાતળી ‘દોરી’ જેવી આ કંપની પોતાની જાતને શેમાં પરોવી ટી-શર્ટની એક અલગ દુનિયામાં મિલિયન્સ કમાય છે અને કમાવી આપે છે?……

…….બસ….બસ…હમણાં બસ આટલુ જ લિસ્ટ.

આવી નસીબવંતી એ ૫૦૦ કે ૧૦૦૦ કંપનીઓ માટેના સો સવાલનો એક જવાબ: Associated Action. એટલે કે સહિયારો સાથ. જી હા! દોસ્તો. સફળતાના પેલા સૂત્રનો અંતિમ અચળાંક: A. સાદી ભાષામાં: ટીમવર્ક.

( પાછલા પેલા આર્ટીકલ પ્રમાણે Associated Actionના આ બે A ને બદલે અમારા પેલા શેખરસાહેબ ટીમવર્કનો T લઇ શક્ય હોત. પણ ગણિતના એ પ્રોફેસર ખરાને?…. કન્ફ્યુઝન દૂર કરવુ એમનું પહેલું કામ. એટલે ટેલેન્ટના T નું મહત્વ અકબંધ રાખી 2T ની જગ્યાએ 2A લઇ સૂત્રને તૂટી જવા ન દીધું. ગણિત સાથે આ રીતે પણ રમવાની તક ગુમાવાતી હશે?)

ફોકસ ઓન: લાઈટ, કેમેરા, સાઊન્ડ….એક્શન!

કોઈ વાર્તા, ઘટના કે વ્યક્તિની ફિલ્મ ઊતરે ત્યારે ડાઇરેક્ટરનું આ વાક્ય શૂટિંગ વખતે વારંવાર સંભળાતું હોય છે. જે હર ઘડી આપણી પાસેથી બેટર ‘એક્શન’ અને પરફોર્મન્સની આશા રાખે છે. શેક્સપિયર સાહેબ ભલે કહી ગયા હોય કે આ ઝીંદગી એક રંગમંચ છે જેની પર પણે સૌ એમાં અલગ-અલગ કઠપૂતળીઓનું પાત્ર ભજવીએ છીએ. એ સાચું. પણ દોસ્તો, સોંપાયેલી અદાકારી બરોબર એક્ટ કરતાં ન આવડી તો…નાટકને બદલે આપણી આખેઆખી ફિલ્મ ઊતરી જાય કે નહિ હેં!

ઉપર દર્શાવેલી કંપનીઝની સફળતાનું પણ એક જ મોટું કારણ છે. એમાં રહેલાં લોકોની ભાગીદારી, સહિયારો સાથ-સહકાર.

ગૂગલની ઓપનસોર્સ સોફ્ટવેર સિસ્ટમ હોય કે ઇન્ફોસીસની શ્રેષ્ઠ આઉટસોર્સિંગ સર્વિસ. 3Mની બ્રેઈન્સોર્સ રોયલ્ટી રચના હોય કે વાઈકીપેડિયાની અને થ્રેડલેસની ક્રાઉડસોર્સ કરામત. યા શેરહોલ્ડર્સ રિલાયન્સના હોય કે વોલમાર્ટના…એમના આ નેટવર્કના જોડાણની રચના વગર આ કંપનીઝનો વિકાસ કેમ સંભવી શકાય? એની શરૂઆત કરનાર ભલેને પોતાના સ્વપ્નાઓનું ઈંડું (યા ઈંડાંઓ) લઈને આવ્યા હોય પણ એને સેવવા માટે એવા સમજુ લોકોના સાથની જરૂરિયાતને સમજી લઇ વખતો વખત એ લોકો એમાંથી મુરઘી કે ઓમલેટ બનાવતા રહ્યાં છે.

જો ટીમમાં રહેવું હશે કે બનાવવી હશે તો એમાં રહેલાં ફેક્ટર્સને પણ સમજી લેવા પડશે.

પોઝીટીવ પ્રતિભાવ, વાંધા-વચકા વિનાની અસરકારક વાતચીતની કળા, ખુલ્લા દિલનું ખેલદિલીપણું, દૂધમાં સાકરની જેમ ભળી જઇ કામને સાકાર કરવાની આવડત, તંદુરસ્ત તકરાર કરીને પણ સામેની વ્યક્તિની દરકાર કરી એને સ્વીકારવાની હિંમત, વખતો વખત હારીને પણ જીત મેળવવાની ટેકનીક, સંજોગોને માન આપી ખુદ અને ખુદા પર પૂરેપૂરો ભરોસો, પરિસ્થિતિઓ એ લીંબુ પકડાવ્યું હોય ત્યારે એને પણ નીચોવી ‘નિમ્બૂ પાની’ બનાવવાની તાકાત, પ્રસંગોપાત પ્રસવને ખમવાની અને એને બરોબર ડિલીવર કરવાની શક્તિ……

એવું બધું શીખવવાની જવાબદારી કોઈ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટની નથી. યાર! એના માટે તો જાતે જ ઇન્સ્ટીટયુટ બની અપૂનકે ખૂદ કે સક્સેસફુલ નિયમ બનાકે ઉસ લિસ્ટ પર અપૂન કી હી કી ચ સાઈન કરની પડેગી….ઓયે મુન્ના ભાઆઆઆય યા મુન્નીજી!!!!

મિત્રો, આપણી પાસે સપનાં હશે, એને પૂરા કરવાનું જોમ (પેશન) હશે, અરે બેસ્ટમાં બેસ્ટ ટેલેન્ટ પણ હશે. પણ આ બધાને લઇ માર્કેટમાં ધંધો કરવા કે પ્રમોટ કરવા દોડી નથી જવાતું. એ લઇને ગોદડુ ઓઢી સુઈ નથી જવાતું. પણ ત્રણેનું કોમ્બીનેશન કરી એક અચ્છા ટીમવર્કની રચના કરવી જ પડે છે ત્યારે એ ફોર એસોસિએટેડ એક્શનનો ગુણાકાર અંદર અસર કરે છે. તો સફળતાનો જ્યુસ બહાર નીકળે છે.

 • Dream ને ભાનમાં લાવવુ છે ને?- તો સૌથી પહેલા તમને તમારા સૌથી નિકટના વ્યક્તિઓને એ વિશે સભાન કરાવવા પડશે. નહિ તો એકલપંડે…જશો બારના ભાવમાં! અભિને એનું એશ્વર્ય એમને એમ થોડું મળ્યું છે…પાપાજી? એને પણ એના સ્વપ્નને ‘ષેક’ તો કરવુ જ પડ્યું છે ને?

 • Passion ની પોટલી લઇ એકલા એકલા ક્યાં ક્યાં ફરતા રહેશો પ્રબુધ્ધજનો?- જેની સાથે તમે તમારું ‘પેશન’ શેર કરી શકો છો એવા લોકને શોધવા હમણાંથીજ મંડી પડો. આવનાર વખતમાં એ તમને ‘પેન્શન’ બનીને મદદ કરશે. ફોર સ્યોર! દુનિયાના ૮૦%થી પણ વધારે કોમ્પ્યુટર્સ પર વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ સરકાવી દેવાનું અને સોફ્ટવેર માર્કેટમાં પોતાનો સિક્કો ચલાવવાનું પેશન બિલ ગેટ્સને એના ‘મમ્મા’ થોડી આપવા ગયા’તા!??!?!

 • Talent ને શું આઇનામાં બતાવવા માટે રાખવું છે કે પછી બાથરૂમ સિંગર બની અવાજના પડઘાઓને અંદરજ ધરોબી રાખવો છે?- અરે નહિ રે બંધુઓ!…ખેંચી લાવો એને બહાર અને ખીલવવા દો એને વસંતમાં! સચિન એનું બેટ લઇ કપડાં ધોવા તો નહોતો ગયો ને?

સંબંધ સેક્સનો હોય કે સેલ્સનો સમજણપૂર્વકની સંખ્યા સૂત્રમાં મુકવામાં આવે તો સફળતાનો આંક વધતો જાય છે. એવું જાદૂઈપણું આ સૂત્રમાં છે. આખી જીવ શ્રુષ્ટિ આવા બીઝી રહેતા ટીમવર્કથી જ જોડાયેલી છે.

જો ટીમ ઇન્ડિયા વર્લ્ડ-કપ જીતીને આવશે તો એમાં પણ આજ સૂત્ર ભરાયેલું હશે!..શું કહો છો?

New_Success_Formula_સફળતાનું_એક_નવું_સુત્ર‘સર’પંચ:

કીડીઓ (એન્ટસ) ની અદભૂત (એન્ટી) કવાયત! પાણીની સપાટી પર સપાટો

Advertisements

6 comments on “વેપારની સફળતામાં સહિયારો સાથ એટલે- A for Associated Action

 1. Harshad / Madhav કહે છે:

  વિના સહકાર નહિ ઉદ્ધાર…
  ખુબ સરસ મુર્તઝાભાઈ.

 2. ax કહે છે:

  Good One man…Bole to samp tya Jamp….lolz…

 3. Dilip Gajjar કહે છે:

  મુર્તઝાભાઈ, ખુબ જ સુંદર માહિતિ અને રજુઆત..ગુજરાતી ભાષા ખુબ જ સારી છે પ્રત્યેકને ગમી જાય..

 4. pravinshah47 કહે છે:

  દુનિયાની મહાન શોધો પણ team workથી થઇ છે. ટીમ વર્ક બધે જરૂરી છે. આપની માર્ગદર્શિકા અભિપ્રાયો લખનારને ખુબ જ ઉપયોગી બની રહેશે. સરસ લેખ.
  પ્રવીણ શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.