ઈંટરનેટ વેપાર વાવડ: ઝૂમ લો ભાઈ…ઝૂમ લો…

નેગેટીવ પબ્લિસિટી કરાવીને પણ બ્રાન્ડિંગ કરવુ એ આજની મહારથી કંપનીઓ પાસેથી શીખવા જેવું છે. આ રહ્યું એનું એક લેટેસ્ટ ઉદાહરણ…

ઝૂમ લો ભાઈ…ઝૂમ લો… મોટોરોલા-ઝૂમ હનિકોમ્બ ટેબ્લેટ સાથે.

Motorola_Xoom_Tablet

સ્માર્ટ મોબાઈલ માર્કેટમાં આઈ-ફોન પછી ટચ-સ્ક્રીન ટેબ્લેટ્સ કોમ્પ્યુટર માર્કેટમાં આઈ-પેડ મૂકી એપલ કંપનીએ પોતાનું ડોમિનેશન (આધિપત્ય) તો ક્યારનુંયે સ્થાપી દીધું છે. પણ એને દબાવવા ગૂગલ એના એન્ડ્રોઇડ-ફોનથી આંગળીઓ કરવાનું ચૂકતું નથી.

એવા અરસામાં મોબાઈલના પાયોનીયર તરીકે ઓળખાતી પણ છેલ્લાં એક દસકાથી માર્કેટમાં દબાઈ ગયેલી મોટોરોલા કંપનીએ ક્યાંકથી અચાનક પોતાનું માથું ઉચક્યું તેની Xoom Honeycomb Tablet સાથે અને શરુ થયો છે ગણગણાટ. આ Xoom Tablet મશહૂર એટલાં માટે થઇ રહી છે કે તેમાં એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટીંગ સિસ્ટમ Honeycomb ફ્રી આપવામાં આવી છે. સાથે સાથે એની સ્ટાઈલ, ફીચર્સ, પોર્ટેબીલીટી, ફ્લેક્સીબીલીટી જેવા ભારેખમ શબ્દોથી એનું સતત પ્રોમોશન (હજુ ૨૭મી માર્ચે લોંચ થાય તે પહેલા) કરવામાં આવી રહ્યું છે. જો કે વાત પણ સાચી છે. પેલું આઈ-પેડ એની જગ્યા પર જોરદાર તો છે જ. પણ આ Xoom Tablet પણ એક નવા હટકે વર્તન સાથે પોતાનું સ્થાન જમાવાની તજવીજમાં છે.

લોકો શું કહેશે એ જોવા માટે સૌથી પહેલા મોટોરોલાએ પબ્લિસિટી સ્ટંટ કરી એની કિંમત ૮૦૦$ જાહેર કરી. ને થયો ઉહાપોહ. આઈપેડ કરતાં ડબ્બલ ભાવ…ભ’ઈ ના પોસાય. ચારે બાજુ નેગેટીવ ચર્ચાઓ શરુ થઇ. ત્યારે આ બાજુ એપલ કંપનીને પોતાનું નવું આઈપેડ-૨ બીજી માર્ચ ૨૦૧૧ના દિવસે લોંચ કરવાનું બહાનું મળી ગયું. કિંમત મૂકી ૪૦૦$.

આપણને એમ લાગે કે મોટોરોલાની ભેંસ પાણીમાં બેસી જશે. ના! ના! ના! પણ એવું નથી થયું.

આઈપેડ-૨ની આ ચાલ જોઈ Xoom Tabletનો બીજે દિવસે ભાવ સીધો જાહેર થયો ૬૦૦$, એ પણ કોઈ ડર વગર. ૮૦૦થી ૬૦૦$ પોસાયને…એ પણ ફ્રી હનીકોમ્બ ઓપરેટીંગ સિસ્ટમ સાથે. ટોળાંનો અવાજ આવ્યો. “જોવાઈ જશે!… આ ભાવમાંય ખોટું નહિં! ૨૦૦$ વધારે…પણ એની સામે વસ્તુ પણ મીટ્ઠી મળે છે ને…

મોટોરોલાના ‘પ્રાપ્ત સુત્રો’ તો હવે એમ પણ કહી રહ્યાં છે કે આ ભાવ પણ હજુ ઘણો ઘણો નીચે આવી જશે. તમારા, મારા કે મણીભાઈ કે બેનના ખિસ્સાને પણ પોસાય એવો. બસ નજર રાખવી પડશે. Xoom Tablet નો ડેમો જોતા ખબર તો પડે છે કે આઈપેડની સામે મજબૂત હરીફાઈનો દાવો ખરેખર વખાણવાલાયક છે.

જે સ્માર્ટ છે એ લોકો તો એના વિશે ખાંખાખોળા કરીને યુ-ટ્યુબ પર પણ તેનું આવુ ડેમોન્સ્ટ્રેશન જોઈ લેશે. પણ ટૂંકમાં કહેવું હોય તો આઈ-પેડ કરતા આ ઝૂમ –ટેબ અમુક બાબતે વિશેષ છે. જેવી કે…

૧. ગૂગલની ઓપન-સોર્સ એન્દ્રોઈડ ટેકનોલોજી: જેમાં જરૂર પડે એવા બીજા સોફ્ટવેર્સ-એપ્લીકેશન્સ(એપ્સ) આસાનીથી લગભગ મફતમાં મળી શકશે. જ્યારે આઈ-પેડ ક્લોઝડ ટેકનોલોજીથી બન્યું હોવાથી એને લાગતાં એપ્લીકેશન્સ ખરીદવા પડે છે.

૨. આ ઝૂમ આઈપેડ-૨ કરતાં થોડું વધારે ઝડપી પ્રોસેસ કરી શકે છે. તેના આઇકોન પર આંગળી અડાડો…ત્યાં સેકન્ડસમાં તો…ગીલીગીલી ઝૂઉઉઉઉમ!

૩. હાઈ-રેઝોલ્યુશન વાળો બે તરફી કેમેરા, સ્પષ્ઠ અવાજવાળું સ્પીકર, સ્માર્ટ-કાર્ડ વગેરે…વગેરે… વગેરે…

એક કામ કરોને દોસ્તો…આજના ‘સર’પંચમાં આવાં જ બીજા નવા ૨-૩-૪ ફીચર્સ જાણવા હોય તો ૨૩:૨૪ મીનીટની ટૂંકી રિવ્યુ ફિલ્મ જોઈ લો ને એટલે લાંબી વાર્તા બંધ થાય.

તો હવે આ ઈલેક્ટ્રોનિક સ્લેટનો જમાનો જ આવી રહ્યો છે. તો મોટોરોલા-ઝૂમ લો ભાઈ…એન્ડ્રોઇડ-ઝૂમ લો…ને ઝૂમી લો. વેપારમાં તો ખરી પણ દરેક ક્ષેત્રમાં આ ટચ-પેડ ડીવાઈસ કામ આવે એવું અભિન્ન અંગ બનવા જઇ રહ્યું છે.

આવી નવી ટેકનોલોજીને અત્યારથી શીખવાની શરૂઆત ત્યારે કામ આવશે જ્યારે થોડાં જ મહિનાઓમાં વીજળીને ચમકારે મોતીડાં ખરેખર પરોવવા પડશે, પાનબાઈ!

‘સર’પંચ

Advertisements

9 comments on “ઈંટરનેટ વેપાર વાવડ: ઝૂમ લો ભાઈ…ઝૂમ લો…

 1. ગાઈકાલે જ મારા દિકરાએ ખરીદેલ આઈપેડ જોયું. અદભૂત કમાલ કરી છે.

  • જાની સાહેબ, આઇપેડને માર્કેટમાં લાવતા પહેલા એપલનો પ્રણેતા સ્ટિવ જોબ્સ જે રીતે ધમાલ કરે છે તે પણ જોવા જેવી હોય છે. લોકો એ ધમાલ જોવા માટે પણ હજારો ડોલર્સ ખર્ચી નાખે છે.

 2. જોરદાર….. લલચામણું …

 3. માર્કેટીંગનો આઈડીયા-મસ્ત…and they deliberately do it. પહેલા કિંમત અતિશય વધારે રાખો અને પછી થો..ડી..ક નીચે લઈ આવો એટલે લોકોને લાગે કે “હવે તો પોસાય.”
  પણ Motorola મારા બેટાઓએ થોડું મોડું મૂક્યું છે. અને ગુરૂ, તમે ય તે 1-2 મહિના અગાઉ કહ્યું હોત? મેં ગયા મહિને જ એન્ડ્રોઈડ વાળો htc Desire Z લીધો. હવે તો 100$ પણ નહિ પોસાય. 😦
  Anyways, by giving this kind of review of a gadget, you are proving yourself an alrounder. 🙂 Thanks.

  • આભાર જય દોસ્ત!. સાચી વાત મેં ૧-૨ મહિના અગાઉ કહ્યું હોત તો…પણ ભાઈ તાજેતરમાં થયેલી આ કિંમતની રમત વિશે જાણવાનું હમણાં બન્યું એટલે એક મોટી ઘટનાને નાની વાતમાં સમાવવાની તક પણ મળી ને!

   આ ઓલરાઉન્ડરતો આપણો કપિલ કે સચિન છે. હું તો માત્ર અપીલ કરનાર છું. હજુ ઘણું શીખવાનું બાકી છે.

 4. readsetu says:

  મારા માટે તો આ કંઇ કામનું નહિ પણ મારા બંને દીકરાઓને મેં તમારો લેખ કોપી પેસ્ટ કરીને મોકલી દીધો… એમને બહુ રસ પડશે… થેંક્યુ..

  લતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s