વેપારનો મેનેજમેન્ટ ફંડા

 • દુનિયાથી અલગ વિચારનાર ચમત્કાર કરી દેખાડી શકે.Business_Funda_Keys

 • જૉખમી નિર્ણય પણ જરૂરી હોય તો તાત્કાલિક લેવો.

 • નાની શરૂઆત કર્યા પછી પણ નવી તક શોધતાં રહેવું.
 • જે ધંધામાં સ્પર્ધા હોય તે જ વધુ વળતર આપે તેવું નથી. ક્યારેક ગ્રાહકને ધ્યાનમાં રાખી અનોખી વસ્તુની માંગ વાળી વસ્તુ
  એક નવુંજ માર્કેટ ડેવેલોપ કરી શકે છે. આઈ-પોડ અને આઈ-પેડ એના શ્રેષ્ઠ ઉદાહરણો છે.

 • ગ્રાહકોને સંતોષ થાય તેવી પ્રોડકટ આપો. વૈવિઘ્ય આપો.

 • નવું કરતી વખતે ટીકાઓ થાય તો પણ વિચલિત ન થાઓ, છતાં ફીડબેક લેતા રહો.

 • ધંધામાં સમસ્યા આવે ત્યારે કયારેક ટેકનિકલ જ્ઞાનને બદલે કોઠાસૂઝથી તેને ઉકેલી શકાય.

 • ખાધ પ્રોડકટમાં ગ્રાહકની જીભે સ્વાદ લાગી જવો અનિવાર્ય છે.

 • સ્પર્ધામાં ટકી રહેવા ફંડનું આગોતરું આયોજન કરો.

 • સ્પર્ધામાં હરીફ જે ચાલ ચાલે તેને અધીરા થઇને અનુસરો નહીં.
 • પ્રોડક્ટ કમ્પેરિઝન પર ઘ્યાન આપો.

 • બજારમાં નવી તકો શોધતા રહો. તે માટે ખાસ સમય કાઢો. કેમ કે તમારો હરીફ કદાચ એ માટે કોશીશ કરી પણ રહ્યો હોય.

 • સ્પર્ધા કયારેક નવી તક દેખાડવા માટે નિમિત્ત બની શકે.

 • ફીડબેકની યોગ્ય વ્યવસ્થા ગોઠવો. સમયાંતરે તમારા ગ્રાહકો પાસેથી એ મળતો રહે એ માટે હમેશાં તત્પર રહો.

 • આપો…આપતા રહો…થોડું વધારે આપતા રહો…

 • પસંદગીના ઓપ્શન્સ ઓછી માત્રમાં આપો. વધારે ચોઈસ…વધારે કન્ફ્યુઝન
 • સમયાંતરે રેતીમાં પડેલા પગલાંની છાપ કાંઈ બેસી રહેવાથી નહિ પડતી. એ માટે ચાલવું/દોડવું પડે છે.

 • તમને જેનો લાભ મળ્યો છે એમાંથી થોડું વેહ્ચો. એકલા ન ખાવ.

 • તમે એમ માનો કે આખા શહેરમાં ટ્રાફિક-સિગ્નલની લાઈટ લીલી થશે પછી જ હું મારી ગાડી લઈને સફર સ્ટાર્ટ કરીશ….તો તમે બેસી રહેજો કાયમ માટે ઘરમાંજ!

11 comments on “વેપારનો મેનેજમેન્ટ ફંડા

 1. pragnaju કહે છે:

  માર્કેટીંગમા ઊઘરાણી એ મૉટી કાબેલિયત માગે છે!

  અમારા મિત્ર કહે-‘જે છેતરી જાય છે એ આપણો જ હિસાબ.

  તે તમારો જ હિસાબ ચૂકવે છે, એ નિમિત્ત છે.’

  તમારી ટીપ્પણી દિયતામ

 2. સુરેશ જાની કહે છે:

  અમારા જેવાને કશાનો વેપલો કરવાનો નો હોય તો શું ? !!
  કદીક ‘ ખરીદનારે ક્યાં તમારા જેવા વેપલો કરનારાથી શી રીતે બચવું ? ‘ એના નુસખા પણ શીખવાડજો !!!!

  • માર્કેટિંગ એવી જાદુઈ છડી છે કે…જેના અસરમાં ભલભલા મોટા ગુરુઓ પણ આવી જાય છે. કઈ બાબતે અને કઈ રીતે બચવું એ જ આપણી કોઠાસૂઝ છે. પણ સાહેબ! આપ (આપણે સૌ પણ) વિચારો-લખાણો થકી ખુદનું માર્કેટિંગ કરી જ રહ્યાં છો. બસ જે સ્માર્ટ છે…હીરાપારખુ છે એ એનો સાચો ઉપયોગ વખતે કરી-કરાવી શકશે.

   સવાલ પાછો એ જ આવે છે: તમને શેનો વેપાર કરવો છે?

 3. રૂપેન પટેલ કહે છે:

  મુર્તઝાભાઈ તમારા સુચવેલા મેનેજમેન્ટ ફંડા જીવનમાં અને વેપાર ધંધામાં સમાઈ લેવાથી જરૂર ફાયદો મળી શકે તેમ છે .
  ખાધ પ્રોડકટમાં ગ્રાહકની જીભે સ્વાદ લાગી જવો અનિવાર્ય છે એ મુજબ તમે પણ જાણો જ છો તેમ આપણે અમદાવાદમાં ચા માટે લકી ટી સ્ટોલ , ફાફડા – જલેબી માટે ચંદ્રવિલાસ હોટલ અને ઓસ્વાલ , રાયપુરના ભજીયા , ખાડાવાળના દાળવડા ,દાસ ના ખમણ , માણેકચોક માં ડાહ્યાની ભેળ , પકવાનની ગુજરાતી થાળી , રસરંજનની મીઠાઈ , ઘંટવાળાનું પાન , ફરકીની લસ્સી .
  આ બધા એ વર્ષોથી એમનો ટેસ્ટ , ગ્રાહક અને બજાર જાળવી રાખ્યું છે . આજે પણ હરીફાઈના બજારમાં તે બધા ટકી રહ્યા છે . તેઓ સતત ગ્રાહક પર ધ્યાન રાખે છે અને નવીનતા લાવી રહ્યા છે . પુસ્તકનું જ્ઞાન ઉપયોગી થઇ રહે પણ નજર સામેનું જ્ઞાન કદાચ વધુ ઉપયોગી થાય તેવું મારું માનવું છે .

  • ઘણો આભાર.. મારું પણ એ જ માનવું છે કે…બૂક જ્ઞાન કરતાં ‘મૂક’ જ્ઞાન વધારે અસરકારક છે. પણ દોસ્ત..આ બધાં સુવાક્યો સાબુની ગરજ સારે છે. વખતો વખત વિચારો પર જામેલી મેલને સાફ કરવાનું કામ..યુ નો!

   પણ ભાઈ રૂપેનભાઈ, આ બધું લિસ્ટ લખીને શું કામ કોઈ અમદાવાદીને આ રીતે કેરોમાં ઈમોશનલ અત્યાચાર કરી રહ્યો છે? આ બધું વાંચ્યા પછી મને એમ લાગે છે કે…બસ હમણાંજ આ બધું માણવા પાછો આવી જાવું…!!!!

   • Capt. Narendra કહે છે:

    મુર્તઝાભાઇ, તમારી વાત સાચી છે. રૂપેનભાઇનું લિસ્ટ વાંચીને ઇમોશનલ અત્યાચાર થયો! ૧૯૯૫ પછી અમદાવાદ જવાનું થયું જ નથી અને હવે અમેરીકાના એક ખુણામાં આવેલા એલિસો વિયેહો જેવા ગામમાં રહીને તો ચંદ્રવિલાસનાં ફાફડા-જલેબીનો આકાર પણ ભુલી જવાયો છે! રહી માર્કેટીંગની વાત. એડવાન્સ સિનેમાની બાજુની ગલીમાં બીબીન જ્યારે ભજિયાં તળતાં, તેનું માર્કેટીંગ એની સોડમ AMTSનું બસ સ્ટૅંડ, ખાનપુર અને રાયખડ સુધી થઇ જતું અને ત્યાંથી અહીં સુધી એની યાદ ફેલાઇ રહી! બાકી તમારા બ્લૉગ ખરેખર કાબિલેતારીફ છે.

   • કેપ્ટન!…સાહેબ તમે શાહીબાગ અંડર-બ્રીજ પાસે આવેલી જમાલભાઈની ઓમલેટ, કારંજ પાસે આવેલી ગાંધીનો ફાલુદો, એની જ સામે આવેલી નિશાત હોટેલની અંડા કરી…ને હજુ ત્યાં જ બાજુ પર ઉભેલો મેહમૂદ ટીક્કા વાળો…ચાખ્યો છે કે નહિ…વેજ હોવ તો આ શબ્દો રબરથી ભૂસી નાખજો. ને ટેસ્ટ ના કર્યો હોય તો ચુપચાપ અમદાવાદની ટિકિટ કઢાવી આ બાજુ પર આંટો મારી આવો. તમને ત્યાં ગોંધાઈ રહેવાની કોઈ જરૂર નથી…;-) આપડા અમદાવાદીઓની પણ કોઈ ઇઝ્ઝત ખરી કે નઈ હેં!

 4. chandravadan કહે છે:

  Nice Thoughts ! Liked the Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog.
  Thanks for your visit/comment on my Blog !

 5. દીપક કહે છે:

  તમે એમ માનો કે આખા શહેરમાં ટ્રાફિક-સિગ્નલની લાઈટ લીલી થશે પછી જ હું મારી ગાડી લઈને સફર સ્ટાર્ટ કરીશ….તો તમે બેસી રહેજો કાયમ માટે ઘરમાંજ!….

  સાચું કહુ તો હું પહેલી જ વખત આપના બ્લૉગ પર આવ્યો પણ બહુ મજા પડી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.