સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે….
આપણી સ્કૂલ-કોલેજથી લઇ આજ-દિન સુધીમાં …નહિ નહિ તો ૧૭૭૦ વાર આપણાં વ્હાલા નર્મદની મર્દાનગીવાળી આ કવિતાને કાં તો વાંચી હશે અથવા કોઈ ને કોઈ લેખમાં એનો ઉલ્લેખ થતા જોયો હશે. નર્મદજી તો લખીને મૂકી ગયા પણ એનો સાચો ઉપયોગ એમાંથી કેટલાંએ કર્યો એની માહિતી આજ-દિન સુધી મળી નથી. એવું પણ નથી કે નર્મદને સમજવામાં આપણે નામર્દ થયા છે. પણ ‘યાર હમજાવવામાં (અને હમજવામાંય) કંટારો આ..વ છે‘ એવું કહીને તકિયો મુકીને સુવામાં આપણને વધારે આનંદ આવ્યો છે. ત્યારે…
હું એમ કહું કે…(ફરી પાછા) સેઠ ગોડીન સાહેબે થોડાં જ દિવસો પહેલા એમના દિમાગના ડબ્બામાંથી બહાર મુકેલી નવી બૂક: ‘Poke The Box’ ને આ ગુર્જરિત કવિતાનો બાંકડો બનાવી ઇંગ્લીશમાં પોતાના શબ્દોમાં ૮૦ પાનાંના પુસ્તક રૂપે રજુ કરી છે. તો પણ તમે એના પર દાવો નહિ માંડી શકો. કેમ કે એ માણસ ચોરીઓ કરવા માટે નહિ પણ પોતાના વિચારો લોકો ચોરે એમ વિચારી મશહૂર બન્યો છે.
Poke the Boxમાં આવેલું પોક એટલે પેલું પોક મુકીને રડવાની કે પેલા સુરતી પોંકના બોક્સને કોઈ ફિલોસોફી સાથે જોડીને વાર્તા નથી કરવામાં આવી. પણ ખુશ રહીને તમને જે કરવું છે એની એટ-લીસ્ટ શરૂઆત કરવાની ફૂંક મારવામાં આવી છે.
આખી બૂકની એક (અ)સામાન્ય વાત:
બસ કાંઈક કરો. તમારા દિમાગના કે શરીરના ડબ્બાને હલાવો, હડસેલો. ભલે પછી ખોટા પડો…
આટલું સમજાવવામાં આખી બૂક પૂરી થઇ જાય છે. પણ સેઠ ગોડીનનું કાંઈ ચસ્કેલું તો નથી કે આવું કહી આપણો અને એનોય ટાઈમ વેસ્ટ કરી નાખે.
“હું કરીશ, તમને કરવું જોઈએ… આવુ કરાય… કરવામાં આવશે..“ જેવું કહેતા કહેતા સફેદ વાળ હાથમાં આવી જાય છે ત્યારે આપણે જોતા અને રોતા રહી જઈએ છીએ. તો સાહેબો, એવું ન થાય એ પહેલા ચાલોને આપણે સેઠ સાહેબની બોક્સી વાતોના પંચ અનુભવી કાંઈક શીખી તો લઈએ…
- તમને જ્યાં સુધી કોઈ એક ઝટકો મહેસૂસ ના થાય કે તમે એક નક્કર પગલું ન ભરો ત્યાં સુધી તમારી પાસે દુનિયાને કાંઇક કરી બતાવવાનો કોઈ રસ્તો હોતો નથી.
- તમારું કોઈ કામ કોઈ પણ પ્રકારની પ્રગતિ ન કરતુ હોય તો સમજી લો કે એ અધોગતિ કરી રહ્યું છે. ગાડી પાછી વાળો.(રેફરન્સ. ધ ડીપ બૂક)
- કોઈ પણ ઇન્સાન પર્સનલ રેફરન્સ, જાત પરનો અવિશ્વાસ કે બીજાનો કંટ્રોલ બંધાવીને નથી આવ્યું….પોતે કરેલા કામોથીજ એની ઓળખ બંધાય છે.
- કાંઈક કરી બતાવવામાં કુદરત તરફથી આપણને ઘણા ઓછાં ઓપ્શન્સ મળ્યા છે એવું શરૂઆતમાં લાગે છે પણ એજ તો ખરી કસોટી છે કેમકે એમાથીજ ‘હટકે’ વ્યક્તિત્વ બહાર આવે છે.
- જો તમે ક્યારેય નિષ્ફળ ન ગયા હોવ તો સમજી લેજો કે તમે દુનિયાના સૌથી સુખી માણસોમાંથી છો અથવા તમે સમાજને કાંઈ પણ પ્રદાન કર્યું નથી.
- આપણો વધુ ભાગનો સમય ‘કોઈ આવીને કામ કરવાની પરમિશન આપી જાય’ એવી રાહ જોવામાં થાય છે…..
……આ બૂક (કે બોક્સ)ની અંદર બેસીને વાંચ્યા પછી આપણને એમ લાગે છે કે ‘Think Outside the Box’ ની કોઈ જરૂર નથી. જેટલું આપણી અંદર છે એના ઉપયોગથી જ શરૂઆત થાય તો ભયો ભયો… પણ એક પ્રોબ્લેમ થઇ શકે, શેઠની પાછલી બુક્સનું સેવન નહિ કર્યું હોય તો શક્ય છે કે સુવાચક-બંધુઓનેય એની ભાષા દહીંના ડબ્બામાં જતી લાગશે. કેમ કે વિચારોની સાથે શબ્દોથી પણ ગોથાં ખવડાવવામાં આ માણસ માહિર છે.
આ નાનકડી બુકની બે મોટી ખાસિયતો છે…
૧. તમે બુકશોપમાં જાતે જઈને શેલ્ફ પર શોધશો તો “મે’તો… થ..અ..ક ગઈ ભ’ઈ શાબ!” જેવો ઘાટ થશે. કેમ કે દુનિયાની આ પહેલી બૂક (હોઈ શકે) જેના કવર પર કોઈ ટાઈટલ નથી માત્ર એક નાનકડું કાર્ટૂન છે. (કેવી તરત ઉપર નજર કરી તમે… નહિ?)
૨. એમેઝોન.કોમ કંપની સાથે “ડોમિનો પ્રોજેક્ટ” હેઠળ બૂક-પબ્લીકેશનની એક નવીજ સીસ્ટમ બનાવી આ પુસ્તક પબ્લીશ કરી સેઠ ગોડીને ખરેખરી મર્દાનગી બતાવી દીધી છે.
આડવાત: આ બ્લોગની શરૂઆત કરી ત્યારે આ બૂક તો હતી જ નહિ. પણ આ પોસ્ટની શરૂઆત કરતાં પહેલા બ્લોગ શરુ કરવા માટે મને મારા દિમાગને ‘પોક’ કરવાની પ્રેરણા પણ અહીંથી જ મળી છે. જેની ખબર એમને પણ પડી ચુકી છે. જોઈ લ્યો આ લીંક પર.
હવે જો અમેરિકામાંથી જ્ઞાન-સમૃદ્ધિના દરિયા સમી એમેઝોન.કોમ વહી શકે તો તો
નર્મદની જમીન ગુજરાતમાંથી નર્મદા.કોમ કેમ ના વહી શકે?
બોલો વાંચવાનું વહેંચવા ને વેચવા આપણે ગુજ્જુઓ તૈયાર છે? – ન.મો. દેવ નર્મદે!
….૨૦૧૦ની મારી સૌથી પ્રિય બૂક લિંચપીન રહી. ત્યારે ૨૦૧૧ માટે Poke the Box ને રેન્ક તો આપું છું. પણ બીજા નંબરે. તો હવે સવાલ એ થયો કે પ્રથમ રેન્ક મેં કોને આપ્યો?- દોસ્તો એના માટે ભીડમાંથી એક અલગ જ તરી આવે અને સાચે જ ‘છટકેલ‘ કહી શકાય એવા ………..હ્મ્મમ્મ્મ……ધારી શકો છો કોણ હોઈ શકે?—
હિન્ટ: એ માણસ એના નામ એવા ગુણ મુજબ ‘વાનર‘ વેડા કરી એક સામાન્ય વસ્તુને અસામાન્ય બનાવી માર્કેટ કરવા માટે ઘણો પ્રખ્યાત છે.
જો ન ધારી શકો તો મારા નેક્સ્ટ ‘પુસ્તક પ્રિસ્ક્રીપ્શન’ માં એના વિષે રાહ જુવો તો કેવું?
હવે તમારું કોઈ યા તમારા ધ્યાનમાં એવું પુસ્તક છે જે બીજાને આ ‘ઈસ્ટાઈલ‘ પ્રિસ્ક્રીપ્શન લાયક બની શકે?- તો વાર શેની જોવાની ‘Poke the Box’ to Me NOW!
સર’પંચ’નો પોંક
ચાલો આ વખતે પોક તમારી તરફ મુલવીએ…એક મસ્ત મજાની ગિફ્ટની ઓફર સાથે.
આપ લોકોએ આ વર્ષની શરૂઆતથી કે આ ઘડી સુધીમાં એવું કોઈ કામ આરંભ્યું કે જે વર્ષોથી ‘પેન્ડીંગ’ હતું?-એનાથી કોઈ લાભ?….અનુભવ કહી શકો?
કોઈ પણ કોમેન્ટ વિભાગમાં આ બાબતે પોક કરી શકે છે. શ્રેષ્ઠ ‘પોંચ’ (આઇ મીન પાંચ) પોક ને સેઠ ગોડીનની જ (આમ તો બેસ્ટ સેલર્સ બનેલી પણ આપ લોકોને હજુ સુધી ન કહેવાયેલી) બુકની સોફ્ટ-કોપી ગિફ્ટ- ફ્રી!
લાસ્ટ ડેટ: ૧૧-૦૪-૨૦૧૧ [કેરો (ઈજીપ્ત) સમય: રાતના ૧૧:૫૯]
પરિણામ: ૧૫-૦૪-૨૦૧૧ [ભારતના દિવસ દરમિયાન કોઈ પણ સમયે આવી શકે]
પ્રેરણાદાયી વાતોથી ઘણું જાણવા મળ્યું
It’s an interesting way to think about marketing. Is your product better than it sounds, or does it
sound better than it is?We call the first a discovery, something worthy of word of mouth. The
second? Hype.
YOU are RIGHT!…. પ્રજ્ઞાજુબેન!
In the world of virtual (internet) things, positive Hype is very important to promote any product. Which executes the chain of ‘Word of Mouse‘ first & then through Mouth.
” …. તમને જ્યાં સુધી કોઈ એક ઝટકો મહેસૂસ ના થાય કે તમે એક નક્કર પગલું ન ભરો ત્યાં સુધી તમારી પાસે દુનિયાને કાંઇક કરી બતાવવાનો કોઈ રસ્તો હોતો નથી. ( ઝટકા માણસના તન અને મન પરની નકામી બાબતોને ઉડાડીને વાસ્તવીકતામાં લઇ આવે છે )
તમારું કોઈ કામ કોઈ પણ પ્રકારની પ્રગતિ ન કરતુ હોય તો સમજી લો કે એ અધોગતિ કરી રહ્યું છે. ગાડી પાછી વાળો.(રેફરન્સ. ધ ડીપ બૂક) – ( ઉતાવળમાં નો એક્ઝીટનું બોર્ડ વાંચ્યા વગર ઘુસી જાવ તે ચાલે પણ બહાર નીકળવા રીવર્સ ના થાઓ તે ના ચાલે )
કોઈ પણ ઇન્સાન પર્સનલ રેફરન્સ, જાત પરનો અવિશ્વાસ કે બીજાનો કંટ્રોલ બંધાવીને નથી આવ્યું….પોતે કરેલા કામોથીજ એની ઓળખ બંધાય છે. ( ઉ.દા. મોટા, વચેટ અને નાના બચ્ચન્સ )
કાંઈક કરી બતાવવામાં કુદરત તરફથી આપણને ઘણા ઓછાં ઓપ્શન્સ મળ્યા છે એવું શરૂઆતમાં લાગે છે પણ એજ તો ખરી કસોટી છે કેમકે એમાથીજ ‘હટકે’ વ્યક્તિત્વ બહાર આવે છે. …‘‘ ( મેડમ ક્યુરીની જ વાત કરાયને ? )
ટૃંકમાં ફૂલ્લી એગ્રી …. શતપ્રતિશત સંમત …
હવે ….‘‘ .. કોઈ પણ કોમેન્ટ વિભાગમાં આ બાબતે પોક કરી શકે છે. શ્રેષ્ઠ ‘પોંચ’ (આઇ મીન પાંચ) પોક ને સેઠ ગોડીનની જ (આમ તો બેસ્ટ સેલર્સ બનેલી પણ આપ લોકોને હજુ સુધી ન કહેવાયેલી) બુકની સોફ્ટ-કોપી ગિફ્ટ- ફ્રી! …’’ માટે હું લાયક ઠરીશ કે નહી તે તો તમે જ જાણો !!
અખિલભાઈ, આભાર. કોમેન્ટ અસરકારક પણ એલીજીબિલિટી માટે કોન્ટેસ્ટમાં એમ કીધું છે કે: વર્ષની શરૂઆતથી કે અત્યાર સુધી એવું કોઈ કામ કર્યું છે જે ‘પેન્ડીંગ’ હતું? …તો સાહેબ! એ વાત ક્યાં છે?
ચાલો શરુ થઇ જાવ પાછા…ને બતાવો એ ‘અ-ખિલેલો’ રંગ!
અધધધધધ …… ગણ્યા ગણાય નહિ એટલા અધૂરા કામોના પોટલા ખોલી ખોલીને 2007 થી ….. જે કામ શરૂ કર્યું છે …. તે કામનો અંત દેખાતો નથી .. આનંદનો એમાં અંત નથી … અપાર અને અનહદ સંતોષની સાથે સાથે જે ગુજરાતને કદી જોયું નહતું તે જોવાનો લ્હાવો મળી રહ્યો છે … એટલા બધા અજાણ્યા ગુજરાતીઓને મળતાં કદાચ કોકને તો અપચો ય થઇ જાય તેવો અનુભવ કરી રહ્યા છીએ … જાતને ઓગાળતાં શીખી ગયાં છીએ … એડજસ્ટીંગ એવ્રીવ્હેર વીથ એનીબડી … મારું .. કે તારુંની મર્યાદાની બહાર ‘આપણા’ અનંતની સીમાઓને કદાચ થોડી ઘણી જાણી શક્યા છીએ … ગઇકાલ સુધીનું જીવી લીધું … આજે જીવીએ છીએ … આવતીકાલની કોને ખબર ??? હા, મેં પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓને જીવનપયોગી માહિતી આપવાના અમારા અભિયાન માર્ગદર્શનની વાત કરી છે.
Thank You Akhilbhai. ઓ.કે. ગૂડ ગોઈંગ!…Something Good is also Coming!;-) Just Wait and Watch till all entries arrive!
નર્મદા.કોમ …please start new web site…
On the Way….એ એની ઇ-અરવલ્લીમાંથી નીકળવા માટે આતુર છે.
Dear Murtza bhai,
Good to know article, then i went to the domino project web and have seen how a website + a writer can publish without publisher… must say its only practical use of an idea that matters, and taking initiative in the new works.
Am impressed by the book description you have written, but again i feel, its about movement, at least put 1 % of what you think in action… દિમાગના કે શરીરના ડબ્બાને હલાવો, હડસેલો.
Starting new work ? Aksharnaad is the only thing i can think about other then my profession, and yes, Since start of this year, we wished to start the Audio Section, which finally we did…. Benifits ? Can’t describe in words… But the ultimate benifit is Enjoyment… The Enjoyment….
though i would appreciated if you have put some quotations from the book itself, neverthless its a good book review
Appreciated Poke! Thank You Very much for your feedback.
આ કામો કરવાના વિચારો વરસોથી કરતો હતો પણ આ વર્ષે વાસ્તવિક બન્યા.
૧) રોજ સવારે ઉઠી ને સૂર્યનમસ્કાર કરવા.
૨) કસરત કરી વજન ઉતારવું.( ૭૫ થી ૬૩ kg ).
૩) અંગ્રેજી શીખી રહ્યો છું.
૪) નાનપણ થી ખેલકૂદ થી અલિપ્ત રહ્યો છું એટલે આ વર્ષે સ્વીમીંગ શીખ્યો ( શીખી રહ્યો છું ) .
૫) ગણી બધી નવી બૂકો વાચી ( જેની પરીક્ષા આપવી ના પડે તેવી ).
૬) વર્ષો જુનો બ્લોગ http://www.dalwalajitesh.wordpress.com ફરી લખવા નો શરુ કર્યો.
૭) financial literacy પર ગૂગલિંગ શરુ કર્યું.
વગેરે …( લીસ્ટ લંબાય એમ છે એટલે ” વગેરે ” લખ્યું છે )
લાભો
૧) તન મન … ધન માંથી ” તન ” મેળવ્યું. વિટામીન D પણ ! સુર્યનમસ્કાર ના લાભો
૨) —
૩) અંગ્રેજી આવડવાથી હવે કોલેજ માં કોઈ પણ સર/પ્રોફેસર સાથે માથાફોડી કરવાની મજા આવે છે.મૌખિક પરીક્ષા પણ ખુબ સારું પરિણામ આવ્યું.
૪) ચોપડું પકડીને ઉત્પ્લાવક બળ અને અર્કીમીદીસ નો સિધ્ધાંત વાંચવા કરતા બે ડૂબકી લાગવાથી વધારે શીખવા મળે.નવા સત્ર માં ટેબલ ટેનીસ બેડ-મીન્તન અને ક્રિકેટ શીખવાનો છું. ( ખેલ ” દિલી ” કેળવવા માટે ).
૫) બૂકો વાંચવા થી થતા લાભો તો તમને ખબર જ છે.
૬) નવીન વાંચન કે નવા વિચારો ભૂલાય ન જાય તે માટે બ્લોગ શરુ કરેલો છે.
૭) અર્થશાસ્ત્ર એક અત્યંત રસપ્રદ વિષય છે.
લાભો તો એટલા બધા છે કે …
-જીતેશ દાળવાળા
બ્રેવો! ટોટલી એક્સેપટેડ.
ભાઈ, હવે તારા પર બીજી પણ એક જવાબદારી મુકુ છું. જેટલા દોસ્તો છે એ બધાને રંગહોળીને જેમ પકડી અહિયાં લઇ આવ! હું ચાહું છું કે એમને પણ લાભ મળી જાય.
મોડા મોડા એન્ટ્રી…
તમારા લેખો સરસ મજાના હોય છે. એક્દમ તરોતાજા, અને ઊભા ય દોડતા કરી દે, તેવી વાત્યું .
લો તાણે મારી વાત…
૧. એક વરસથી માળિયે ચઢાવેલો , ગુજરાતી બ્લોગમાં રેર એવો સંદર્ભ બ્લોગ. ફરીથી કાર્યરત કર્યો. બીજા ત્રણ ગોઠીયા પણ ગોતી કાઢ્યા, અને ઈ તો માળો દોડવા લાગ્યો.
૨. પરિચયના બે બ્લોગનો એક બનાવી દીધો, એનું નામ પણ બદલી દીધું, અને બે બ્લોગની અન્ક્રમણિકાઓ ભેળી કરી દીધી , સાવ રૂપકડી બનાવી દીધી. જોઈ જ લો ને …
http://sureshbjani.wordpress.com/alpha_index/
૩. એને હજાર પરિચયનો લક્ષ્યાંક આપ્યો. એક વરસમાં ત્યાં પૂગી જવા ગોઠીયા થવા સૌને નિમંત્રણ – આપણા ગુજરાતની સેવામાં
લો તાણે ઈનામ ના આપો તો કાંઈ નહીં – અમારી હારે જોડાઈ જાઓ. મહિનામાં એક જ પરિચય બનાવવાનો. એ માટેની માહિતી મોકલવાની જવાબદારી મારી.
જો ઉં મારી ચેલેન્જ ઉપાડી કેટલા સાથ આપે છે ….
એક વાત રહી ગઈ. આ વખતનો પંચ જે બોક્સમાં બનાવ્યો છે – એ શી રીતે બનાવાય , તે શિખવશો તો આભાર.
પરિચય બ્લોગની અનુક્રમણિકાનું ટેબલ વર્ડમાં બનાવ્યું છે.
આપની આગળ હથિયાર હેઠા મુક્યા જાનીદાદા!….દેર સે આયે પર દુરસ્ત….તંદુરસ્ત આયે.
પંચ-બોક્સની સ્ટાઈલ થીમમાં જ બનીને હાલ્યું આવે દાદુ છે. એમાં આપણે કાંઈ કરતા નથી. બાકી ઈમેજમાં આપણો હાથ અને દિમાગ બંને ઉતારવું પડે છે.
nice…
અલા ભાઈ,
આંમ તો કશું બાકી જેવું અતુ નઈ, પણ અવ એતો એવુ સ ન કે ટેમ ટેમ પર જેમ નેકરતું જાય એમ હંભારતું જવું પડે.
આ ડિસેમ્બરમાં નક્કી કર્યું, જાન્યુઆરીમાં પાકું કર્યું અને મે માં પરિણાંમ…
ચેટલી વાર…..!!!!
“હુ થ્યું??? ચોપડી પાકી ન…..?? ક વેસાઈ જઈ બધ્ધી???? કને કને આલી એ લખજો પાસા…”
‘વિમુ’ભાઈ, તમારી ચોપડીનો ‘વિમો’ પાકો… લ્યો ત્યારે! આ નાનકડી વાતમાં મોટ્ટી વાત કહીને તમે તો હારું મજેનું કોમ કયરૂ!
લે….!!! આતો ભારે કરી…. ગુગલી બોલમાં ચોક્કો વાગી જ્યો………….
હમજી જ્યા એ ગમ્યુ….
ભઇલા ભૈ, તમે ક્યાંય લખો છો કે નહિ એ ખબર નથી પણ તમારા લેખો (હાસ્ય લેખો) કોઇ સારા મેગેઝીનમાં મોકલો તો પછી ધીમે ધીમે તમને લેવા માટે પડાપડી થાય હોં !! હાવ હાચું કઉં છું… તો લ્યો કરો કંકુના !!!
લતા જે. હિરાણી
અરે બૂન, આપડા નશીબ એટલા ચ્યોં ધનાધન થયા છે..કે પડાપડી થાય? હાલમાં તો હુંય સારો થઇ ‘ખરબ’ચડો પથ્થર થઇ બેઠો છું!…જોઈએ તો ખરી કે કોઈ હાચો હીરાઘસુ ઝવેરી આવીને આપણી કિંમત કરે!…. 😉
મુર્તઝાભાઈ ભુલ ન થાતી હોય તો એક્ઝેટ પાંચ જ ઉમેદવાર આવ્યા અને શ્રેષ્ડ તો ખરા જ… 🙂
બરોબર છે દોસ્ત!…પણ આમાં હિરેન ક્યાં છે?…..I am sure HE must Have REN Away!
તમે પકડી પાડ્યો ખરા હોં,
વર્ડપ્રેસ બ્લોગીંગ માં આવતા નવા નીશાળીયાઓ માટે ગુજરાતી ભાષામાં જ એક બુક લખુ છું, ૯૦ % કામ પુરું થઈ ગયું છે, હવે વિચારવાનું એટલું છે કે માર્કેટમાં કેવી રીતે કુદીએ તો બધાને લાભ થાય. (મને પણ !!!)
દોસ્ત એક કામ કર…એ બૂક શું છે? શેની છે? એ વિશે જરા થોડો વધારે ફોડ પાડે તો સૌને લાભ થાય…
ચલ હું કઈ રીતે મદદ કરી શકું?
આખો લેખ વાંચવાની મજા આવી. પુસ્તક વિશેની માહિતિ ઘણી ગમી. તમારી ઓફરની સમયમર્યાદા વિત્યા પછી હવે કોઇ લાભની લાલચ નથી. આ તો તમે યાદ કરાવ્યું એટલે મારું એક લાં…બા સમયથી વિચારાધીન કાર્યને શરુ કર્યું છે તેની વાત કરી દઉ.
ઘણા સમયથી કેટલાય લોકોને(બ્લોગ કહેવામાં મને મઝા નથી આવતી) અહી વાંચતો રહ્યો છું, મારા પ્રતિભાવ આપતો રહ્યો છું. કયારેક થતું કે હું પણ મારુ એક સ્થાન બનાવું ને મારા વિચારો વહેંચુ.. એટલે ફાઇનલી મે “મારો બગીચો” બનાવ્યો અને હું બન્યો ‘બગીચાનો માળી”.. સમય મળ્યે પધારજો.. અરે હા, સરનામુ નોંધી રાખજો.. http://www.marobagicho.wordpress.com
જો કે આ શરુઆત કોઇ લાભના ઉદેશ્યથી નહોતી કરી પણ લાભની દ્રષ્ટિએ જોઉ તો એમ કહી શકાય કે હું પણ કંઇક લખી શકુ છું તેવો વિશ્વાસ હવે મને બેઠો છે.
ભલે ત્યારે… આવજો હોં..
– દર્શિત
દર્શિતભાઇ, તમારો ખૂબ ખૂબ આભાર…
“મારો બગીચો!” Such a nice name for a Blog. તો એક માળી તરીકે તમારી જવાબદારી વધી ગઈ કહેવાય.
તમારા બ્લોગ ને હીટ કરવા એક સરળ હિંટ આપું?- હમણાં શું લખવું ને શું ના લખવું…એની પળોજણમાં રહ્યાં વગર…ફક્ત એટલું વિચારો કે…એક માળી શબ્દોના બાગને કઈ રીતે ઊજાળી શકે? કયા કયા ફૂલ-ક્યારાઓને સમાવી શકે કે જેથી એની ફોરમ ધીમી ધીમી ફેલાય જાય. બસ પછી જુવો…ફોરમને એનું કામ કરવા દો અને ‘બ્લોગ ફોરમ’ને એનું!
[…] કહું તો….આપણા આ પાંચ પોકેલા બંધુઓ ‘પોક ધ બોક્સ‘ના આર્ટિકલમાં પુછાયેલા […]
મુર્ત્ઝાભાઈ મારા ધ્યાનમાં એવું પુસ્તક છે જે બીજાને આ ‘ઈસ્ટાઈલ‘ પ્રિસ્ક્રીપ્શન લાયક કદાચ બની શકે ^^^
Work Smarter Not Harder – Jack Collins
http://www.amazon.com/Work-Smarter-Not-Harder/dp/8131903249/ref=pd_sim_sbs_b_2
આ પુસ્તકમાં ધ્યેય વગરની મહેનત ન કરવી અને પ્લાનીગથી કામ કરવામાં જ ફાયદો થાય તેવી વાત જણાવી છે . ધ્યેય પણ વાસ્તવિક જ હોવા જોઈએ . મનગમતા કામ પહેલા કરીને અણગમતા કામ છેલ્લે કરવાથી તકલીફો ઉભી થાય તેવું પણ જણાવ્યું છે .
આભાર….આભાર…રૂપેનભાઈ. એને જરા તોલી-સાધી વખત પર પ્રિસ્ક્રિપ્શનમાં મુકીશ. Noted smartly.