‘પોક ધ બોક્સ’- ડબ્બાને ધક્કો મારનાર વિજેતાઓ…

પોતાની જાત અને વિચારોના ડબ્બાને ધક્કો મારનાર અને આગળ વધનાર વિજેતાઓ…

દોસ્તો, સીધી અને સરળ ભાષામાં કહું તો….આપણા આ પાંચ પોકેલા બંધુઓ પોક ધ બોક્સના આર્ટિકલમાં પુછાયેલા પ્રશ્ન

આપ લોકોએ આ વર્ષની શરૂઆતથી કે આ ઘડી સુધીમાં એવું કોઈ કામ આરંભ્યું કે જે વર્ષોથી ‘પેન્ડીંગ’ હતું?-એનાથી કોઈ લાભ?….અનુભવ કહી શકો?

માટે આ દોસ્તો એ દિલથી જે કાર્ય આરંભ્યું છે એમને સૌને…સેઠ ગોડીનની ૨૦૦૧માં બેસ્ટ સેલર્સ તરીકે મશહૂર થઇ ચૂકેલી..અને આજે પણ તરોતાજા રહેલી…Unleashing the Ideas-virus -મોકલવામાં આવી છે.

૧. મુ. અખિલભાઈ સુતરીયા– ટી.વી દ્વારા એમનું  નાનકડુ અખિલ બ્રહ્માંડ-સાઈટ રચી સદાય ધબકતા રહી પ્રોડકટીવ કામો કર્યા છે અને કરી રહ્યાં છે…એમણે જે દિલથી લખ્યું છે, એ સરાહનીય છે.

૨. જીતેશ દાળવાળા–  પેલાં સફળતાના સૂત્ર પરથી પ્રેરણા લઈને થોડાં જ દિવસમાં કોલેજમાં એક પ્રોજેક્ટ હેઠળ રૂ. ૨૫૦૦/નો -પ્રથમ પુરસ્કાર લઇ આવી પોતાની એન્જિનીયરીંગ કેરિયરને હજુ વધારે સફળ કરવાની કોશિશ કરનાર દોસ્ત.

૩. મુ. સુરેશભાઈ જાની:  જે આ બ્લોગી જુવાન-દાદાને  ન ઓળખે એ બ્લોગ દુનિયાનો બાળક જ ગણાય.

૪. જીજ્ઞેશભાઈ અધ્યારૂ: શરૂઆત શબ્દોથી અને હવે સૂરને પણ સાથે સજાવી પોતાની ‘અક્ષરનાદ‘ દ્વારા રિધમ રાખનાર જીગુભાઈ….જરૂરથી કાંઈક કરી બતાવશે એનો થોડો અંદાજ તો મને આવી જ ગયો છે.

5. વિમેશ પંડ્યા: આંગણામાં બેસી કાળજાની કોરથી ‘Core’ વાતોને લખવાની કોશિશ કરતો આ વિમુ એના શબ્દો દ્વારા વિચારોનો વીમો વિમાન દ્વારા ઉતારી રહ્યો છે.

આપ વિજેતા દોસ્તો અને સૌ જેમણે બ્લોગ પર ‘Like‘ બટન પણ દબાવ્યું છે એ સર્વે દોસ્તોનો ખૂબ આભાર. પણ એક રીક્વેસ્ટ સાથે કે બૂક વંચાય પછી એમાંથી આપ લોકોને શું જાણવા મળ્યું છે એ વિશે મને પણ જણાવી શકશો તો આપણે સૌ સાથે જાણતાં અને શીખતા રહીશું…..

બોલો હવે નવી ઘોડી સાથે નવી કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે?- બસ તો આ મહિનાના અંત સુધીમાં પાકું ત્યારે.

Advertisements

9 comments on “‘પોક ધ બોક્સ’- ડબ્બાને ધક્કો મારનાર વિજેતાઓ…

 1. મારા નામની આગળ મુ. જોઇને …….. અચાનક મોટો થઇ ગયો હોઉં એમ લાગ્યું …. બાકી તો હજી બાવનેય બાળપણમાં જ છું.

  હવે જાણે એમ પૂછતો તો કે, અનલીશીંગ આઇડીયા વાયરસ કેવી રીતે અને ક્યાં મોકલી રહ્યા છો ?? એના આગમન પહેલા મારે શું ફોરમેટ કરી રાખવું ????? 🙂 🙂 🙂

  • ભાઈ, યહ બાવન કી બાત તો આપને ‘પત્તે’કી કી હૈ!….ઇસ સોચ સે તો આપકી ઉમ્ર પચપનકી હી હોગી ઔર દિલ બચપન કા હી રહેગા.

   • એ મારો ભઈલો સાચા અર્થમાં વૃદ્ધ છે – ઘન્નો ઘન્નો આગળ વધેલો …હૌથી આગળ .. ઈને કોઈ નો પોંચે .

   • જેને કોઇ નો પોંચે ઇને ……….. આગળ અને પાછળની તો જાણે સમજ પણ રીલેટીવ રહેવાની … હાલો જાવા દ્યો ….. પણ હવે અમારા પ્રવાસ આરંભના થોડા જ દિવસો રહ્યા છે … તૈયારીઓ ચાલે છે …. એટલે અત્યારે નેટપ્રવૃત્તિઓ મન ભરીને માણી રહ્યો છું ….. પછી ત્રણ – ચાર માહિના માટે નેટસન્યાસ .. !!

 2. ઓત્તારી …… વાયુવેગે…. વિજળી કરતાંય વધૂ ઝડપે ….. મારા ઇનબોક્ષમાં 197 પાના ભરીને આઇડીયા વાયરસ આવી પડયા …… 18 મા પેજ પર …. Instead of always talking to consumers, they have to help
  consumers talk to each other. …. એકદમ સોલ્લીડ દમદાર વાત.

  • સાહેબ આ તો હજુ શરૂઆત છે. આગળ આગળ શું થાય છે, આ વાઇરસ આપને ક્યાં કેવી અસર કરશે એની કોઈ ગેરેંટી હું નહિ આપું. ફક્ત એટલું કહીશ કે…આ વાઈરલ ઇન્ફેકશનને જેટલો બને એટલો અંદર ફેલાવા દેશો એટલી બિમારી બહાર આવતી જશે.

   • તમારા આવા વાઈરસના કારણે જ ‘ અતરની વાણી’ના આ ચાહકને ‘નેટ વેપાર’ પણ બૌ ગમે છે. એ વાઈરસ શું હશે તે આગોતરો વાંચી લો –

    ‘ બની આઝાદ’ શ્રેણી …ભાગ – ૧ થી ૬ : http://gadyasoor.wordpress.com/article-_series/

    ઢુંટણીણીન !!!!

 3. ઈનામ માટે આભાર.. બહુ લાંબી ચોપડી હશે તો કદાચ ના પણ વાંચું !!!

 4. આભાર પટેલ સાહેબ,

  બે દિવસથી પેલા “પરિણામ”ની તૈયારીમાં હતો એટલે ઈન્ટરનેટ, મોબાઈલ અને વસ્તીથી થોડો દુર હતો એટલે આનંદનો મેળો થોડો મોડો લાગ્યો.

  મારો તમારી ખાસ ભાષામાં પરિચય આપવા બદલ ખુબ ખુબ આભાર મનના માંડવે આવતા વિચારોના વાવાઝોડાને સામાન્ય યુવાનની જેમ લગભગ ૧૫ વર્ષ સુધી દબાવતો જ રહ્યો પણ પછી અચાનક જ એમ થયું કે દરેક વખતે વિચારોને ઝેર પાઈ એમના અપમૃત્યુનું કારણ બનીશ તો એ છોડ ક્યારે બનશે? અને પછી ઝાડ???? અને જો એ નહી શક્ય બને તો એના પર ક્યારેય તન-મનની તરસ મીટાવી દે એવાં કેસરીયાં ફુલ આવશે જ નહીં.

  બસ, હાથ ઉપર ઈશ્વરની મહેરબાની સમાન આઠ આંગળીઓ અને આગેવાન અંગુઠાએ એક થઈ ને મુઠી સંરચના બનાવી મારા વિચારને – પહેલો એવો મારો પોતાનો વિચાર- વધાવી લીધો અને “તુલસીના છાંયે વિસામો” શરુ થયો. વિસામાની છાંયે પોતાના અંતરમાં ઉઠતા અવાજને શબ્દોની ઈંટોનું સ્વરૂપ આપી આંગણું બનાવી દીધું.

  હવે સંતોષ છે, આશીર્વાદ વરશે છે, લાગણીઓ પલળે છે, બીજું શું જોઈએ આત્મા ખુશ છે.

  ઈનામ પણ એવું મળ્યું છે કે ……………. દોસ્ત, સાચું કહું? પાંચ વર્ષ પછી પોતાની લાગણીઓ આગળ શબ્દો લાશ થઈ ગ્યા અને આંખો છલકાઈ ગઈ, હાથમાં કંપારી છુટી અ….ને ગળે ડુમો ભરાણો……………….

  ખુશ થઈ ગ્યો ભઈલા……….. આભાર……. આભાર……….. આભાર……….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s