- માર્કેટમાં માંગ વધે તેની સાથે નવી ટેકનોલોજી પણ સામેલ કરતાં જવું. હાય રે! નહીતર હાથથી જ પતરાં ટીપતાં રહેવું પડશે…
- નવી મશીનરી લાવતી વખતે ટેકનોલોજીની સમજ ન હોય તો નુકસાન જઇ શકે. આ સમજણમાં અપડેટ થવું જેને ના ગમે એને ‘આઉટડેટેડ’ જ ગણવો.
- માલની અવેલેબિલીટી બજારમાં ભરપૂર હોવી જૉઇએ. નહીંતર કાંદા કાપવાનો વારો આવે!
- વિસ્તરણની (Distribution) ગતિને નિયંત્રિત રાખો. તોયે બે-ચાર રીંગણાં માટે આવેલા દલા તરવાડીને ૧૦-૧૨ પકડાવી દેવાની વાત કરવાની નહિ રે..દાદા!
- ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમને અપડેટ કરતા રહો. આ બાબતે બળદ ગાડું તો વાપરવું જ નહિં પણ ગાડી જ વાપરવી …
- સ્કીમથી વેચાણ વધારી શકાય પણ, ટકાવવા માટે કવોલિટી અને ગ્રાહકની માંગ જરૂરી છે. એક દીકરી સાથે સાડી ગિફ્ટ મોકલાવાય …સાળી નહિ રે પપ્પા!
- તમારા પોતાના માપદંડો પ્રમાણે આગળ વધતા રહો. પણ બીજાના માપને દંડશો નહિ ગુરુજી!
- હરીફની પ્રોડકટની સામે એટલી જ અથવા વધુ ગુણવતાની વસ્તુ મૂકો. ધ્યાન રહે કે તેનું મૂલ્ય ગ્રાહકના ખીસ્સાને પરવડે.
- કવોન્ટિટી અને ઓછી કિંમતની ફોર્મુલા સદીઓથી સફળ ફોર્મુલા છે. ‘લઇ જાવ સાહેબ!..તમારી પાસેથી ક્યાં વધારે લેવાના છે.
- લાંબા ગાળાનું ઘ્યેય સ્પષ્ટ રાખો અને તે માટેની કાર્ય યોજના બાબતો સ્પષ્ટ રહો. ‘દૂરદર્શન’ થી ‘સબસે આગે ’…
- કર્મચારીઓની સગવડ-અગવડનું ઘ્યાન રાખો. તેઓને ભૂલ સુધારવાની પણ તક આપો. નહિ આપો તો બીજો કોઈક આવીને એનું ધ્યાન રાખી લેશે..ને તમે હાથ ઘસતા રહી જશો…સેઠ સાહેબ!
- પારિવારિક માહોલ બનાવી રાખવાનો પ્રયત્ન કરો. Personalized Professionalism.
- તમારા વિશે લોકો વધુ સારું જાણતાં થાય એવા જેન્યુઈન ઉદાહરણો માર્કેટમાં ફેલાવતા રહો. આ રહ્યાં ટ્વીટર અને ફેસબૂક. છીંક ખાશો તો યે દુનિયા આખીમાં સંભળાઈ જશે.
- વિશ્વાસુ બનો. વિશ્વાસની બિલ્ડીંગ બનાવતા રહો ને મેઈનટેઇન કરતા રહો. ક્યાં ગયા એ અવિશ્વાસુઓ?…પરપોટાની જેમ આ…વ્યા ને….એ ગ્ગયાંઆઆ!!
- તમને ઓળખતા લોકોને તમારા દ્વારા લાભો મળતા રહે એવા પોઝીટીવ મેટ્રીક્સ અપનાવતા રહો. એમનું અચિવમેન્ટ તમારું પણ બનશે. From Me-Me To…You, We and Me!
‘સર’ક જાયે ઐસા‘પંચ’:
લાલચ બૂરી બલા હૈ..લાલા! યહીં દેખ લીજીયે…
લાલચ બૂરી બલા હૈ..લાલા! યહીં દેખ લીજીયે…
સાચી વાત છે
બ્લેક હોલમા છેલ્લે સુધી ખ્યાલ ન આવે
રમુજ સાથે ગંભીર વાત કરવાની પધ્ધતિ ગમી
સરસ અને રમુજી રહ્યું,ક્લિપ થોડામાં ઘણૂ કહી ગઈ અને છેવટે હસાવી પણ ગઈ.
પહેલા વાક્યમાં -હાથીજ પતરાં -નહીં કદાચ હાથથી જ પતરાં…હશે ,જોઇને સુધારી લેશો.
આભાર હિમાંશુભાઈ…
‘હાથ’ માટે આંગળી કરવા બદલ. લ્યો ત્યારે ..એને પણ મેં આડે હાથે લઇ લીધો છે.
It is heartening to know that ‘Netvepaar’ is servicing to marketing and trading community in Gujarati language. I really appreciate your approach towards next generation marketing fundas. I hope this will enable our business people to lead from the front for their efforts for making ‘some’ earnings.
Thank You Mansoorbhai. My Objective is also the same to Help and Grow More to those who really want to achieve something in either their business or Career. Your feedback is truly appreciated. Although, Can You please share about yourself bit more?
આપની વાતમાં અને રજૂઅતમાં દમ છે. ખૂબજ ઉપયોગી સુચનાઓ સાથે યોગ્ય ઉદાહરણ વિડ્યો ક્લીપ દ્વારા.
ધન્યવાદ !
દાસ સાહેબ! આપનો આભાર.
આદરણીય શ્રી મુર્તુઝાભાઈ,
જ્ઞાન સાથે ગમ્મત જેવું થોડામાં માર્મિક રીતે ખુબ કહેવાઈ જાય તેવું
અનેરો અનોખું આકર્ષણ એટલે જ નેટ ( દોરી ) પર વેપાર ખરું ને ?
ગોવિંદભા….એકદમ હાચી વાત કરી તમે..હોં!
મુર્તઝાભાઈ માલની અવેલેબિલીટી બજારમાં ભરપૂર હોવી જૉઇએ. નહીંતર કાંદા કાપવાનો વારો આવે! આ સુત્ર કદાચ સાચું જ છે પણ ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે વેઇટિંગ કે મોનોપોલી જેવું ચાલે છે.
– તાતા મોટર્સ ટ્રકમાં મોડલ ૨૫૧૮ જેવા રનીગ મોડલમાં છ મહિના સુધી વેઇટિંગ ચાલે છે .
– મારુતી માં સ્વિફ્ટ મોડલમાં પણ ૮ મહિના વેઇટિંગ છે .
– હુન્ડાઈ માં વર્ના મોડલમાં પણ છ મહિના વેઇટિંગ છે .
– હોન્ડા ટુ વ્હીલર્સમાં એકટીવા મોડલમાં ૮ મહિના વેઇટિંગ છે અને બુકિંગ પણ બંધ છે .
– સુઝુકી ટુ વ્હીલર્સમાં એકસીસ મોડલમાં ૬ મહિના વેઇટિંગ છે અને બુકિંગ પણ બંધ છે .
મને આજના યુગમાં આટલી બધી મોનોપોલી વિશે સમજ નથી પડતી કે આ કુત્રિમ તંગી ઉભી કરી છે કે માર્કેટિંગનો કોઈ નુસખો છે . ભવિષ્યમાં કદાચ આ કંપનીઓ અન્ય કોઈ મજબુત કંપની સારી વસ્તુ લઈને આવશે તો તેમનો કાંદા કાપવાનો વારો આવશે તેમ વિચાર આવે છે.
રૂપેનભાઈ..આ વેઇટિંગનું વેઇટેજ કેટલું, કેવું અને કેમનું રાખવું એ આજની કંપનીઓ સારી રીતે જાણે છે. કેમ કે પોતાની કંપનીના Data સાથે સાથે હરીફ કંપનીઓના પ્રગતિ-આંક પર ઈન્ટરનેટના માધ્યમે એમની સતત નજર રાખતા રહે છે. મેટ્રીક્સની આ ગેમમાં હવે પ્રાઇવેસી જેવું રહ્યું નથી. એટલેજ પોતાની પ્રોડક્ટની તંગી બતાવીને પણ માર્કેટિંગ કરવુ એક ગિમિક છે…(ઉ.હ.- એપલના આઇ-ફોનની અછત). ત્યારે એની વેલ્યુ કેટલી વધે કે ઘટે એનો અંદાજ લગાવીને પ્રોડક્શન પર કંટ્રોલ કરી માર્કેટમાં ખપ પુરતો માલ વહેવડાવી શકાય છે. આ એક સ્માર્ટ રસ્તો છે.
તમે ક્યાં હતા આટલો સમય ???
લતા જ. હિરાણી
nice
પટેલસાહેબ,
ચકલી વાળી વિડિયો ક્લિપ આપણા ગિજુભાઇ બધેકા ની કાગડો બાળવાર્તા ની થીમ પરથી બનેલ હોય તેવુ લાગે છે.
ગુજરાતી સાહિત્યમા ઘણુબધુ છે. સરસ ક્લિપ છે મુછાળી મા યાદ આવી ગઇ.
લલિતભાઈ, આપની વાત બરોબર છે. ગિજુભાઈની ‘બાપા કાગડો’ વાર્તાની થીમ પર બની છે. આપણી ગુજરાતી ભાષાનું માર્કેટિંગ કરવું ઘણું જરૂરી છે.
MARKETING NA TAME