દોસ્ત,….આ શું છે?….આ માઉસ કેવી રીતે ચાલે છે?…આ કી-બોર્ડમાં આટલી બધી કિઝનો ઉપયોગ ક્યારે થઇ શકતો હશે?…. આને મોનીટર શું કામ કહેવાય છે?….આ ઈન્ટરનેટ કેવી રીતે ચાલે છે? ….કોણ ચલાવે છે?…
ઓહ્ફ્ફ્ફ.. પછી તો સુલ્તાનચાચાના સવાલોની છડી છૂટતી ગઈ ને મારા જવાબોની ઝડી વરસતી ગઈ…
એમના આ પ્રશ્નકાલમાં મને એક વાત દેખાઈ કે સુલ્તાનચાચાના મનમાંથી આજે કોઈ એક એવી સ્પ્રિંગ છૂટી છે જે વર્ષોથી દબાયેલી પડી રહી હોવી જોઈએ. પણ ત્યાંજ જાણે તેઓ મારા મનની વાત જાણી ગયા હોય એમ સામેથી એક જોરદાર ઝટકો આપતા કહ્યું:
“દીકરા, આ બધાં સવાલો એટલાં માટે પૂછી રહ્યો છું કે…આટલાં વર્ષો મારા દીકરા-દીકરીઓ કે પૌત્રો-પૌત્રીઓએ મને ક્યારેય એમના કોમ્પ્યુટરને હાથ લગાવા નથી દીધો. અરે એમના એ ટેબલની પાસે પણ ફરકતો ત્યારે એમને ફિકર થઇ જતી…..આ બધી એની મોકાણ એક્સાથે બારે આવી રઇ છે. પણ તું તારે હાલ્યો આવ… હુંયે ક્યાં મહિના સુધી રોકવાનો…આ આવતાં અઠવાડિયે મારા ગામ કેન્યા ચાય્લો જઈશ.”
સુલ્તાનચાચાનો આ પહેલો ધડાકો થોડી વાર માટે સૂનમૂન કરી ગયો.
ઓહોઓઓ! તો પછી આપણી ગાડીમાં સાત દિવસ ચાલે એટલું જ પેટ્રોલ ભરવું પડશે…ને એક્સિલેટર પણ હાઈ રાખવું પડશે ચાચા. So, Fasten Your Seatbelt. અને હવે હું જેમ કહું તેમ કરશો તો સાતમાં દહાડે ‘આપણને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ચલાવતા આવડી ગ્યું હોં!’ એવો ફાંકો તમને તમારા ગામમાં મારતા પણ આવડી જશે.
પહેલા દિવસથી ચોથા દિવસ દરમિયાન કી-બોર્ડ, માઉસ પર એમની ટાઈપીંગની અને ક્લીકીંગ-મુવમેન્ટની પકડ જમાવવામાં ૮૦ વર્ષના આ બચ્ચાને બહુ ઝાઝી વાર ન લાગી કેમ કે એની પાછળ એક જ વસ્તુ કામ કરી ગઈ…એમનું પેશન!...શીખવાની ભડભડતી ધગશ. ઓફકોર્સ, શીરીનચાચી તો એમની પાસે હતા જે કાંઈ પણ ન બોલી ને એમને ઘણો ટેકો આપતા.
“દીકરા, તને થતું તો હશે કે આ ડોસલો ઇ-મેઈલ લખવાની આટલી ઉતાવર કેમ કરે છે?- ચાલ તને બતાવું. પણ પહેલા મને મારું Gmail તૈયાર કરવા દે. ને પછી જો આ બુઢ્ઢો મેલ પેલી મારી વ્હાલી ફીમેલને કેવો મેઈલ કરે છે.” રોમેન્ટિક ડાઈલોગની આ બુલેટ બહાર આવી છતાં શીરીનચાચી જાણે કશુંયે થયું ન થયું હોય એમ મરક-મરક હસતા જ બેસી રહ્યાં. એમને ખબર હોવી જ જોઈએ કે એ ફિમેલ કોણ હશે.
“શું વાત છે, દાદાઆઆ! આજે તો તમેય મારી ભાષામાં ઉતરી આંયા ને કાંઈ?” –
મારી સાથે મારા જેવા શબ્દોની રમત જોઈ બે-ઘડી હું પણ મોંમાં આંગળા નાખી બેસી રહ્યો. હાર્ડવેર પર આવેલા એમના આવા સોફ્ટ કંટ્રોલને જોઈ Windows માટે એમના દરવાજા થોડાં વધું ખોલી નાખ્યા ને આખી બાજી એમના હાથમાં મૂકી દીધી.
અને પછી આવ્યો પાંચમો દિવસ…આ પાંચ દિવસમાં એમની ટાઈપીંગ સ્પિડમાં કોઈ ફર્ક ન હતો. ‘કંટ્રોલ‘માં આવે તો ને?!?!…આવી બાબતને ‘શિફ્ટ‘ કરવા માટે બીજો કોઈ ‘ઓલ્ટર‘નેટ હોવો જોઈએ? ના જ હોવો જોઈએ.
આ રહ્યું એનું કારણ જે પાંચમાં દિવસે મળ્યું….તમને જાણવું છે?- તો બસ કલ તક થોડાંસા ઇન્તેઝાર…..
ત્યાં સુધી તમે હમણાં કહી શકો કે એ ફીમેલ કોણ હોઈ હશે?…
સર‘પંચ’
ક્લાસમાં બાળકોને બતકનું ચિત્ર બનાવવાનું કહેવામાં આવે છે. ને પછી એમાં સફેદ રંગ સાથે એક છત્રીને વાદળી રંગ પૂરવામાં આવે એમ સજેસ્ટ કરવામાં આવે છે. બબ્લીનું ચિત્ર જોવામાં આવતાં એમાં બતકનો રંગ વાદળી અને છત્રીનો રંગ લાલ બતાવવામાં આવે છે. એને જ્યારે આમ કેમ કર્યું પૂછતાં જવાબ મળે છે: “મેમ!..મારો ડોનાલ્ડ ડક તો આવો જ હોય છે!“
[…] ૧ | ભાગ – ૨ | ભાગ – […]
ઇન્તેઝાર વાજીબ છે મોજશોખમાં અને રમત ગમતમાં દિલ લાગશે કે જ્યારે આ મસ્તીમાંથી આંખો ખુલશે ત્યારે મોડું થઇ ચુક્યું હશે. તે વાતાવરણમાં બરાડતો રહેશે ગઝલ કિસને છેડી મુજે સાઝ દેના ઝરા ઉમ્રે રફતા કો આવાઝ દેના મંઝીલ સુધી પહોંચવા માટે ઝડપ કરીએ….
શ્રી મુર્તુઝાભાઈ,
સરસ રીતે સમજ આપી છે કે નવું શીખવા માટે કોઈ પણ ઉમર નડતી નથી.
સરસ બહુ સરસ
ગોવિંદભાઈ, આપનો આભાર.
પેશન…પેશન…પેશન… દરેક વાતમાં પેશન…
એ જ ખરું પેન્શન!
That’s Good Passion to Understand!
ઉમર ને ધગશ સાથે કોઈ લેવા દેવા નથી,
મન માં ધગશ હોય તો કોઈ પણ ઉમરે શીખી શકાય છે,
પણ સામે કોઈ લાગણી ને શાંત મગજ થી શીખવવા વાળું હોવું જોઈએ ,
બરોબર છે…સીમાબેન. એટલેજ Poke the Boxની વાત ત્યાં આવી જ જાય છે.
[…] […]
[…] ઓહ્ફ્ફ્ફ.. પછી તો સુલ્તાનચાચાના સવાલોની છડી છૂટતી ગઈ ને મારા જવાબોની ઝડી વરસતી ગઈ… ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]