પાંચમાં દિવસે ૧૦ મિનિટમાં પોતાનું જાતે બનાવેલું Gmail ID ખોલીને સુલ્તાનચાચાએ શીરીનચાચીને ઓર્ડર મુક્યો.
“લાવ ત્યારે, પેલી મારી પોકેટમાં મુકેલું કાગર લઇ આવ. આપરી ફરીદાનું ઈ-મેઈલ એડ્રેસ એમાંજ લયખું છે. આજે આ બાપ પન એની દીકરીને પેહલો ઈમેઈલ લખશે.“
આ ફીમેલ એટલે એમની મોટી દીકરી ફરીદા જે કેન્યાથી થોડા દૂર મોમ્બાસામાં રહે. દોસ્તો, આપણે એ ના જ વિચારી શકીએ કે એક બાપ એની દીકરીને પહેલો ઈ-મેઈલ કઈ રીતે લખે, શું લખે, શું ન લખે? એ તો ઈ લોકો જાણે જેમને ઈ-મેઈલની ભાષાને પણ દિલથી અપનાવી લીધી છે. ઇના માટે તો બાપ બનવું પડે…બાપાઆઆ!
મને યાદ છે કે એ દિવસે મેં મોનીટર કે સુલતાનચાચા સામે બહુ જોયું ન હતું. કેમ કે ખુરશીને થોડે દૂર રાખી મારું ધ્યાન બાપ-દીકરી વચ્ચે બનતા આ ઈલેક્ટ્રીફાઈંગ બ્રિજને જોવામાં મને વધારે ખુશી મળી. ધારું છું ત્યાં સુધી…પાંચમાં દિવસે અત્યાર સુધી તેઓ જેટલું શિખ્યા, જે અનુભવ્યું એને શબ્દોમાં બયાન કરી દીકરીને ટ્રાન્સફર કર્યું હોવું જોઈએ. યા પછી…હું મારા આ ‘ક્લાયન્ટ’ને સમજવામાં ખોટો પણ હોવ. જે હોય તે…એમણે મને ખોટો પણ ન પડવા દીધો ને સાચો પણ ન રહેવા દીધો.
છઠ્ઠો દિવસ:
“ભાઈ, ચાલને આજે પહેલા મારી ફરીનો મેઈલ આયવો કે નહિ એ ચેક કરીને પછી આગળ વધ્યે.” –
મેં કહ્યું: “ચાચુ…હું આવું એ પહેલા ચેક કરી લેવો તો ને?- આપણા બેઉનો વખત સચવાત.”
“એ બરોબર પણ ભાઈ, મને એમ કે તું સાથે ન હોય ને કાંઈક ખોટો કમાંડ અપાઈ જાય તો કાંઈક આડુંઅવળું થાય એ બીકે….”
“અરે સાહેબ! જે માણસ પાંચમાં દિવસે દીકરીને મેઈલ કરવા તૈયાર થઇ જાય એનાથી ભૂલ થવાની બહુ સંભાવના નથી હોતી. અને થાય તોયે બહુ આડુંઅવળું નથી થાતું. આજે આપ જાતે જ Gmail ખોલીને મેઈલ ચેક કરી લો. હું આ બેઠો દૂર.” એમ કહી આખું કમ્પુટર સોંપી દઈ કોન્ફીડન્સ સાથે દૂર બેસી ગયો.
વ્હાલા દોસ્તો, એ દરમિયાન બનેલી ઘટનાને શબ્દોમાં નહિ લખી શકતો. કેમ લખાય? કેમ કે શબ્દોને પણ પોતાની તાકાત હોય છે. એને તો કેમે કરીને ગોઠવી દઉં. પણ પેલી ન દેખાતી ઈમોશન્સ ક્યાંથી લાવવી જે એ બાપ-દીકરી વચ્ચે રચાઈ હશે?!?!? જે હોય છે માત્ર વેદના વગરની….સંવેદના. એ તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે. કમબખ્ત આ ઈલેક્ટ્રોનિક ઇન્કમાં આંસુઓ દેખાતા નથી..માત્ર એટલુજ કહું કે…મેઈલબોક્સ ખોલ્યાના પાંચ-છ મિનીટ પછી ૩ ચેહરાઓ પરથી આંસુ વહી રહ્યા હતાં. મોમ્બાસાનો દરિયો એ દિવસે નાઈલમાં વહી રહ્યો હતો.
ડોસા-ડોસી ખુરશી પર બેસી ડાન્સ કરી શકે!?!?!??- કેમ નહિ? આવા અમૂક સ્પેશિયલ દ્રશ્યોનો હું યે સાક્ષી છું….બંધુઓ.
“ચાલો દાદા મારું તો કામ થઇ ગયું. તમને શબ્દોને કઈ રીતે લખવું, ભૂંસવું, કાપવું-ચોટાડવું એ બેઝીક્સ તો આવડી ગયું છે. કાલથી હવે કેન્યા જઈ પ્રેક્ટિસ કરતા રહી મારી સાથે પણ આ રીતે મેળ-જોલ રાખશોને?..જ્યારે પાછા આવશો ત્યારે અવનવી એપ્લીકેશન્સ પણ શીખવાડી દઈશ.”
ત્યાજ એક બીજો ધડાકો સંભળાયો. પણ એ ગૂંજ કાનને ગમી જાય એવી હતી. કાલે….સાંભળવી છે?
સરકે બદલે પેર પર ‘પંચ’
ઉપરની વાતમાં ચાચાના ‘જવાની’ વાતને બાજુ પર મૂકી આપણે એરપોર્ટ પર આવી જઈએ ને થોડી વાર માટે વિચારીએ કે…માંચેસ્ટરના એરપોર્ટ પર મારો બેટો આ માણસ બેઠો કઈ રીતે હશે?- છે ને ક્રિએટીવ ગતકડું…
[…] ભાગ- ૧ | ભાગ – ૨ | ભાગ – ૩ […]
[…] ભાગ- ૧ | ભાગ – ૨ | ભાગ – ૩ […]
વાહ! શું આધુનિક ને શું પરંપરાગત…….દિલમાં ખલબલાટ મચાવી જાય તેવી વાત! અને વીડિયો આ માન ગયે સુલેમાન…..
આ પંચનું સિક્રેટ જ્યારે બહાર પડે ત્યારે; પણ મારું એન્જિ. મગજ એમ કહે છે કે, નીચે રાખેલ પગ અને પેન્ટની વચ્ચે સપોર્ટ છે. એ પગ ઊંચો થતો નથી બતાવ્યો.
———————
સુલતાનચાચા અને શિરીન ચાચીના મનોભાવ આ ૬૮ વરસનો બાપ, દાદો સમજી શકે છે.
ચાચ ચાચીને સલામાલેકુમ.
તારી ક ક ક ગમી.
હવે આ મારો પંચ – ‘ ક ક ક ‘ નો કોયડો ઉકેલો !
ચાચાને સલામ. મોમ્બાસાના દરિયાથી સાબરમતીને પલાળનારને સલામ..
અને હવે હવાઇ ખુરશીનો ભેદ ખોલોજી…
[…] […]