વેપાર-વ્યક્તિત્વ |જે તરસે છે એને માટે વરસે છે…. શરૂઆંત

સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...

સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...

ગઈકાલની વાત થી આગળ…

અરે મારા ભાય! તું આંયાં બેસ. હવે હું ક્યાંય નથી જાવાનો. મારા પ્લેનની ટિકિટમેં એક મહિના માટે લંબાવી દીધી છે. એટલે તને આરામથી જેટલું શીખવવું હોય એટલું શીખવ….હું આ બેઠો.

આ મીની ધડાકાની ગૂંજ હતી જે કાનને ગમી ગઈ.

પછી તો શરુ થઇ કમ્પ્યુટર-ઈન્ટરનેટના ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સમાજ-વિજ્ઞાનની મીની પરિષદ નો સીલસીલો. અલીબાબા.કોમથી ઇ-બે.કોમ થઇ, ગૂગલ-ટોક, સ્કાયપ, ઓફીસ-એલ્પીકેશન્સ, ગ્રીટિંગ-કાર્ડસની આપ-લે નું એક્શન-રીએક્શન. સુલ્તાનદાદા સવાલો પૂછતાં જાય ને બંદા એના છુટ્ટા જવાબ આપી મોઢા પર રૂમાલ લૂછતા જાય.    

એ દરમિયાન એમની દીકરીઓના-પૌત્ર-પૌત્રીઓઓના મેઈલ્સ, જમાઈઓના જવાબો, લંડન-અમેરિકા અને આફ્રિકામાં પણ ખોવાયેલા દોસ્તોની દિલદારીના લા-જવાબોથી એમનું મેઈલ-બોક્સ ઉભરાવા લાગ્યું. એમની કોન્ટેકબુકમાં ૧૦૦થી વધુ નામ તો લખાઈ ચુક્યા હતાં…

શરૂઆતમાં એ બધાંજ લોકો ચોંકી ગયેલા અને તેમને એક જ સવાલ પૂછતાં: પાપા, દાદા, નાના, ભાઈ…આ તમે ક્યારે અને કઈ રીતે શીખ્યા? – પણ આ નાનકંઠો જીવ કાંઈ એમને એમ બધું બતાવી દે?… હવે તો એમનેય ઈમોશનલ અત્યાચાર કરતા આવડી ગયો હતો. પણ બદલાની કોઈ ભાવના નહિ…..બસ એ ભલા અને એમનું ઠુચુક ઠુચુક ટાઈપીંગથી બનેલાં મીઠ્ઠા શબ્દો ભલા….

૨૫મો દિવસ  – ધડાકો ત્રીજો.    

ભાઈ, મારી દીકરી ફરીદા એની ફેમીલી સાથે આવતાં વીકમાં આંયા કેરો આવે છે. કાંઈ અમસ્તી નહિ હો…કેરો ફરવું-પિરામીડ જોવું તો એનું બહાનું છે પણ એને ઇ જાણવું છે કે પપાએ આ બધું શીખ્યું કઈ રીતે…તું જોતો ખરા..મારી બેટી…આપણું સિક્રેટ જાણવા આવી રઈ છે.  

એ પાંચ દિવસ દરમિયાન ચાચાએ પાછલાં દિવસોનું રિવિઝન કરી લીધું. અને પોતાના ગામ પહોંચી જાતે કોમ્પ્યુટર વાપરી શકે એવું વિઝન પણ જોઈ લીધું.

૩૦માં દિવસે પછી તો દીકરીની સાથે ઓળખાણ, એમના ‘પપા’ ને અપડેટેડ વર્ઝનમાં જોવાની ખુશી, એમના નવા કોમ્પ્યુટરી જ્ઞાન સાથે ખુલી ગયેલી ‘બોલતી’, એમના મારા માથે મુકાયેલા હાથ, બંધ કવરમાં અપાયેલી અમૂલ્ય યુરો-ડોલર દક્ષિણા, ખુશીઓના આંસુઓથી છલકતી આંખો, ગૂડ-ગૂડ થતું દિલ, વહીલ્ચેર પર હોવા છતાં ચીયર-અપ કરતાં થીરકતા કદમો,…..

આ બધું લખવા માટે મારી ઇન્ક પણ ડાઈલ્યુટ થઇ જાય એમ છે.

કેન્યા-વિદાય વખતે એમને એક સવાલ કર્યો: ચાચા, તમારા શીખવાની પાછળ કયું તત્વ કામ કરી ગયું?

અરે મારા દીકરા!… ફક્ત એટલું જ કહી દઉં કે કોઈને એની કોઈ વ્હાલી વસ્તુથી રોકવામાં આવે તો શું થાય? – એમ સમજ કે…આ એક ચુપચાપ બળવો હતો. એમને કાંઈ ન કહીને જવાબ આપવાનો. શીખવા માટે હું તરસ્યો થ્યો ને તું મને મળી આયવો ને મારું કામ થઇ ગયું. હવેથી કોઈનો મોહતાજ (dependent)તો નહિ રહું ને?

ફાસ્ટ ફોરવર્ડ…૨૦૧૧

“આ પાછલા પાંચ વર્ષમાં ચાચા સાથે ઘણી વાર મેસેજની આપલે થાતી…મજામાં છું…તું કેમ છે?….મારું કામ ચાલી રહ્યું છે..વગેરે…વગેરે…”  

થોડાં જ મહિનાઓ અગાઉ ચાચા અચાનક ફરીથી ફેમીલી સાથે કેરો આવી ગયા. ચાલ જલ્દી મને મળવા આવ, આંયા બધાં બચ્ચાઓ મુર્તઝા સરને જોવા માંગે છે.

હાય રે કમનસીબ…એ એરપોર્ટ પરથી એમના સ્વજનને ત્યાં આવ્યા ને હું ઇન્ડિયા જવા માટે એરપોર્ટ પર જઇ રહ્યો હતો… અને મારી પાસે એમને મળવા માટે ફક્ત અડધો કલાક હતો. ગમે તેમ કરીને મળવા તો ચાલ્યો ગયો. ત્યારે ઝ્બ્ભા-ટોપી પહેરવાની પરવા કર્યા વગર ગંજી-લેંઘાધારી એ યંગેસ્ટ જીવ મને કેન્યન ચેવડો-મીઠાઈનું બોક્સ હાથમાં આપી જોરથી દબાવી ભેંટી રહ્યો હતો. ત્યારે…

મને ક્યાં ખબર હતી કે…આ ભેંટ સાથે એમનું ભેંટવું પણ અંતિમ હતું. કેમ કે એ પછીના ૨-૩ મહિનામાં જ એક મહિનો તો હોસ્પિટલાઇઝડ રહીને ૮૫+નો આ મારો જુવાન વિદ્યાર્થી ‘સુલ્તાન’…. સુપર કોમ્પ્યુટર સર્વરએ-કાયેનાત (દુનિયા બનાવનાર) થી અપલોડ થઇ ગયો…

કેટલીક ઘટનાઓની સાચી શરૂઆત તેના અંત પછી થાય છે…

સર્વર-પંચ

દુનિયામાં માત્ર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ નો જ ઈજારો નથી કે ઠેર ઠેર પોતાનું બ્રાન્ડીંગ કરતુ રહે…. કંપનીઓ સાથે એવી હજારો વય્ક્તિઓ છે જેઓ એમના કાર્યો દ્વારા બીજાના દિલ પર શિલાલેખ જેવું કાયમી બ્રાન્ડીંગ કરી ચાલ્યા જાય છે….યાદો મૂકી જાય છે. “જિનકા ચર્ચા ભી નહિ હોતા…”

સુતા પહેલા ચાલો,  કાંઈક નવું શીખીએ…

Advertisements

21 comments on “વેપાર-વ્યક્તિત્વ |જે તરસે છે એને માટે વરસે છે…. શરૂઆંત

 1. “આ બધું લખવા માટે મારી ઇન્ક પણ ડાઈલ્યુટ થઇ જાય એમ છે.” બ્લોગમાં બોલ્ડ કરતાં તો આવડે છે; પણ આમ ડીમ કરતાં શિખવ , દિકરા !!

  આવા જ કશાક અંતનો કાંઈક અણસાર ‘ અંતરની વાણી’ થી આવ્યા કરતો હતો. કમનસિબે તે સાચો પડ્યો. સુલતાન ચાચા આ કશું નહીં વાંચે, એ અફસોસ રહી ગયો. સલામ … ભગવાન એમના આત્માને પરમ શાંતિ આપે; નહીં તો…..એ અદકપાંસળી જીવ ઉપરથીય ઈમેલ મોકલતો રહેશે.
  આમરણ કાર્યરત આવી હસ્તીને હજાર સલામ ..

 2. pragnaju says:

  ‘આ ભેંટ સાથે એમનું ભેંટવું પણ અંતિમ હતું. કેમ કે એ પછીના ૨-૩ મહિનામાં જ એક મહિનો તો હોસ્પિટલાઇઝડ રહીને ૮૫+નો આ મારો જુવાન વિદ્યાર્થી ‘સુલ્તાન’…. સુપર કોમ્પ્યુટર સર્વર-એ-કાયેનાત (દુનિયા બનાવનાર) થી અપલોડ થઇ ગયો’.

  સરસ જાણે અમારા કુટુંબની વાત. સામાન સો સાલકા પલકી ખબર નહીં. અમારા વડીલશ્રી કોમ્પુટર પર પોતાના વિચારો લખી ગયા તે કાયમની યાદ થઇ અને તેમણે થોડાં ગીત ભજન ગાયા અને રીપ કરાવી કોમ્પ્યુટર પર રાખ્યા અને હોજપીસ સારવાર કબુલી ત્યારે આખો વખત આજ સાંભળ્યું.

  તેઓ કહેતા: મૈં સિકંદર નહીં, કી ખાલી હાથ જાઉંગા, યે કોમ્પ્યુટર વ તરન્નુમ સાથ લે જાઉંગા..

  અને ૮૫ વર્ષે મહાપ્રયાણ કર્યું. અહીં તો ડે-કેર સેન્ટરો અને હોસ્પીટાલમા સગવડ હોય છે.અમારી કોમ્યુનીટી કોલેજો તો સીનીયર સીટીઝનને મફત શીખવે.અમે કહીએ એક હાથે લકવા અને બીજે ઝનઝન થાય તો બધા કોરસમા બોલી ઊઠે લેપટોપ લેપમા હોય ત્યારે નહીં……………..

  • Alaa grand…lakhvani bhi style hoy chhe, ane murtaza, tame to kamal karo chho. Mara gujarati friends ne tanaro mail FW karu?

   આલા ગ્રાન્ડ!..લખવાની પણ એક સ્ટાઈલ હોય છે. અને મુર્તઝા તમે તો કમાલ કરો છો! મારા ગુજરાતી ફ્રેન્ડઝને તમારો મેઈલ ફોરવર્ડ કરું?

   • મુ. સૈફી અંકલ! આપનો ઘણો આભાર કે આપને અમારું લખાણ ગમ્યું. તોયે હજુ બહેતર લખવાની કોશિશ તો કરતો જ રહું છું. આપ આપના દોસ્તોને ફોરવર્ડ—->> ફાસ્ટ ફોરવર્ડ જે કરવુ હોય એ કરી શકો.

 3. દદ્દુ, આ ફોન્ટના રંગ બદલવાની કમાલ છે. એને ય ગ્રે મૂડમાં લાવી દેવો પડે. ….

  જીવનના રંગ પણ બદલાતા રહે છે .. પણ હા, બ્લેક એન્ડ વ્હાઇટની વચ્ચે નો ગ્રે તો લાજવાબ છે. …જયાં શબ્દોની ય જરૂર નથી પડતી.

 4. respected મુર્તઝા પટેલ sir,
  જે તરસે છે એને માટે વરસે છે ની તમામ વાત ખુબ ગમી છે.
  “સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ…” એ વાત અમને જગાડી ગઇ છે.

  • મનસુખભાઈ, આપનો પણ ખૂબ આભાર. આજે જે પણ નવું શીખ્યા હોવ…એને એક ડાયરીમાં તમારા શબ્દોમાં નોંધી રાખશો. કાલે તમે જ્યારે પ્રગતિ કરી હશે તો ખ્યાલ આવશે કે આ સુવાક્યોએ ઝીન્દગીને ડેવેલોપ કરવામાં ઘણો ફાળો આપ્યો હશે.

   • sir,

    આપને મારા પર વિશ્વાસ છે અને તે વિશ્વાસ ને મારે સાચો કરી બતાવવા નો છે. આશા છે કે ફરી ઝીન્દગીને ડેવેલોપ કરવામાં ઘણો ફાળો આપે તેવા આર્તિકલ આપના તરફ થી મને મળે. આપનો પણ ખૂબ આભાર. આજે જે પણ નવું શીખ્યા તેને એક ડાયરીમાં તમારા શબ્દોમાં નોંધી રાખવાની મારી ટેવ તો છે જ પરંતુ હવે વધારે જાગી ને કામ કરીશ. અમલ કરીશ.

   • That’s Wonderful Wish! May Almighty Give you grand success ahead in your life.

 5. સૂતા પહેલા ? ? સાહેબ એટલે તમે જાગો છો એમ ને ? …..

  મારું માનવું છે કે જ્યારે એમ લાગે કે હવે આપણી ખરેખરી જિંદગી શરૂ થઈ કે જ્યારે એમ લાગે કે હવે આમની સાથે આપણી ફ્રિક્વન્સી મેચ થઈ છે તે પછી તરતજ …..

  કેટલીક ઘટનાઓની સાચી શરૂઆત તેના અંત પછી થાય છે…

  સલામ….

 6. શ્રી મુર્તઝાભાઈ,

  આપની કલમના તો અમે આપના બ્લોગની ઓળખાણ થઇ ત્યારથી જ આશિક છીએ. ખૂબજ ઉત્તમ શૈલી સાથે અર્થસભર પોસ્ટ.

  બસ આજ જીવનમાં એક ધ્યેય હોવો જરૂરી છે કે કે સુતા પહેલા કાંઇક શીખીને જવું. કૂદરતને જવાબ આપવાનો છે.

  • ક્યા બાત હૈ, અશોકભાઈ!…આપને ગમ્યું એ અમારા માટે મોટી વાત છે. સાહેબ…દિલથી કલમ ચલાવાની કોશિશ કરું છું. લખ્યા પછી ખબર પડે છે કે આંસુ ક્યાં ક્યાં અને કેવા કેવા પડ્યા છે.

 7. kamlesh soni says:

  Are mutRzawa[,Amne Blogma gujratI kevI rIte lqvu te smjavxo?

 8. aakash pandya says:

  hello sir,
  especially dedicated to you:-
  lakhvu to ghanu che sir pan kagal khute che,
  javu to che dur pan jigar ma himmat khute che,
  bas hu to ek j vastu vicharu chu,
  lakhnara to ghana che pan amne to tamaru lakhan game che……

  • દોસ્ત આકાશ…

   આટલું સારું લખી શકે છે. તો આ ખોટ ક્યાં પડે છે એની તપાસ કર. શરૂઆત તો આ કોમેન્ટ લખીને થઇ ચુકી જ છે તો પછી જેવું પણ લખાય યા જે પણ સ્વપ્ન છે એ માટે એક-એક સ્ટેપ અમલમાં મુકતો જા ભાઈ…પછી જો અચિવમેન્ટ સામે આવીને ઉભું જ સમજો. ‘Poke the Box’ ને વારંવાર વાંચી જજે ભાઈ. ઓલ ધ બેટર એટ સ્ટાર્ટ-અપ!

 9. “અરે મારા ભાય! તું આંયાં બેસ. હવે હું ક્યાંય નથી જાવાનો. મારા પ્લેનની ટિકિટમેં એક મહિના માટે લંબાવી દીધી છે. એટલે તને આરામથી જેટલું શીખવવું હોય એટલું શીખવ….હું આ બેઠો.” આ મીની ધડાકાની ગૂંજ હતી જે કાનને ગમી ગઈ. પછી તો શરુ થઇ કમ્પ્યુટર-ઈન્ટરનેટના ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સમાજ-વિજ્ઞાનની મીની પરિષદ નો સીલસીલો. અલીબાબા.કોમથી ઇ-બે.કોમ થઇ, […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s