૩૦ દિવસના વેપારીક તત્વોની ૧૦ વાત… ઉપસંહારમાં.

Rememberદોસ્તો, પેલાં ૩૦ દિવસ દરમિયાન બનેલી ઘટનામાં સમાયેલા વેપારીક તત્વોની ૧૦ વાત… ઉપસંહારમાં.

 • કોઈના સ્વપ્નાઓ પર હસીએ નહિ…પણ ખુશ થઈને મદદ કરવામાં પણ એક અચિવમેન્ટ જ છે. રખે ને કાલે કદાચ એ વ્યક્તિ આપણને અચિવ કરીને રડાવી દે તો… બંધુ!
 • ક્યારેક ખોટા પડીને પણ સાચી ખુશી મેળવવાની એક અનોખી મઝા છે…લાલા!
 • ગ્રાહક સોલ્યુશન માંગવા આવે ત્યારે…એમાં રહેલા ‘બોન્ડીંગ’ પર વધારે ધ્યાન હોવું ફાયદેમંદ છે…ઉસ્તાદ! 
 • ગ્રાહકને બરોબર સાંભળીયે. કેમ કે પછી એ તમને સાંભળશે અને સંભાળશે….શેઠ!
 • ગ્રાહકને બરોબર ઓળખીએ. ફક્ત ફેસબૂક પકડી ફેસ ટુ ફેસ ન મળી ગૂગલી મારવાની શું મઝા?….ડીયર ફ્રેન્ડ!!
 • જે આપણને દિલથી ચાહે છે (એ પછી બાળક હોય, બૈરુ હોય કે બુઝુર્ગ) એના માટે પણ દિલ અને દિમાગ વાપરવામાં રિટર્ન જોરદાર મળતું હોય છે...બોસ!
 • દિલ દઈને કોઈ કામ કરતા રહીએ.. પછી માની જ લેવું કે કમાણી તમારા ખીસામાં આવી જ સમાણી….શું પાર્ટી!
 • પનામા, પેરીસ કે પંજાબ બધે જઈએ… પણ શીખવા અને શીખવવાનું ટેલેન્ટ હોય તો તકોની ભરમાર રહેલી છે….ગુરુ!
 • પરિણામ કેવું પણ આવે…કામ સારું થાય એ નિયત રાખીએ એટલું જ બસ છે…સાહેબ!
 • પ્રોડક્ટ કે સર્વિસ….જેમાં પણ રસ હોય એને ભરપુર ચાહતા રહીએ અને એમાં જ પુર-બહાર ખીલતા રહીએ….પ્રભુ!

સર’પંચ’

દોસ્તો, કેટલીક વાર અહિયાં દર્શાવામાં આવતી વિડીયો ક્લિપ આપણે માત્ર માણતા હોઈએ છે…ચાલો તો આજે માણીને કાંઈક નવું જાણીએ… જો જો પાછા, ધ્યાન ક્યાંક બીજે જાય નહિ… !

4 comments on “૩૦ દિવસના વેપારીક તત્વોની ૧૦ વાત… ઉપસંહારમાં.

 1. readsetu કહે છે:

  ક્યા બાત કહી, મિત્ર !!
  લતા જ. હિરાણી

 2. pragnaju કહે છે:

  પહેલા આ ધ્યાનની પ્રેકટીશ કરાવ્યા બાદ
  અસીબુમી, ડોકાકાટી, યુગામાયે, કુસીયેકોસી, હિકીવાકે, કાઇ, હાનારે અને ગિનસિન પર પહોંચાય

 3. […] ૩૦ દિવસના વેપારીક તત્વોની ૧૦ વાત… ઉપસંહારમાં.

  દોસ્તો, પેલાં ૩૦ દિવસ દરમિયાન બનેલી ઘટનામાં સમાયેલા વેપારીક તત્વોની ૧૦ વાત… ઉપસંહારમાં. કોઈના સ્વપ્નાઓ પર હસીએ નહિ…પણ ખુશ થઈને મદદ કરવામાં પણ એક અચિવમેન્ટ જ છે. રખે ને કાલે કદાચ એ વ્યક્તિ આપણને અચિવ કરીને રડાવી દે તો… બંધુ! ક્યારેક ખોટા પડીને પણ સાચી ખુશી મેળવવાની એક અનોખી મઝા છે…લાલા! ગ્રાહક સોલ્યુશન માંગવા આવે […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.