૧૨મી જાન્યુઆરી ૨૦૦૭નો એ દિવસ.
અમેરીકાના વોશિંગટન (ડી.સી.) શહેરના ઇન્ફ્ન્ત-પ્લાઝા સબ-વે મેટ્રો સ્ટેશનના મુખ્ય દરવાજાની પાસે બેઝ-બોલ ટોપી પહેરી, હાથમાં વાયોલિન લઇ એક જુવાન ત્યાં સૂરીલી અને મશહૂર ધૂન વગાડવા માટે ઉભો રહી ગયો. અલબત્ત…પીક અવર્સ હોવાથી સૌ પોતપોતાની ધૂનમાં મશગૂલ હોય એ દેખીતું હતું. ત્યારે આ આખી ઘટનાનું છુપા કેમેરા દ્વારા વિડીયો રીકોર્ડીંગ થઇ રહ્યું હતું. હવે તમે એને કોમેડી ગણો કે ટ્રેજેડી એ તો આખી વાત જાણ્યા પછી નક્કી થાય. ૪૫ મિનીટમાં થયેલા આ બનાવ દરમિયાન….
- ૧૦૯૭ લોકો ત્યાંથી પસાર થયા.
- ૨૭ જણા ધૂનને અવગણી ફક્ત તેની પાસે ટીપ્સ મૂકી ચાલતા થયા. જેની આવક થઇ હતી ૩૨.૧૭ ડોલર.
- ૭ જણા થોડીવાર માટે એની ધૂન સાંભળવા ઉભા રહ્યાં.
- ૧ વ્યક્તિ એ જુવાનને ઓળખી ગઇ…
આ એ જ વાયોલિન-વાદક જુવાન હતો જે હજુ ૩ દિવસ પહેલાં એ જ ધૂન બોસ્ટન શહેરમાં પોતાના ૩૦ લાખ ડોલર ની કિંમતના વાયોલિન (Yes! 3 Million Dollars) પર વગાડી ચુક્યો હતો…. જેમાં હજારો શ્રોતાઓએ તે માટે સામાન્ય સીટના પણ ૧૦૦ ડોલર આપ્યા હોય ત્યારે તેની વી.આઈ.પી સીટ માટે શું ભાવ હોય તે વાત પૂછવાની હોય?
એ હતો (અને હજુયે હયાત છે…દોસ્તો) અમેરિકાનો વાયોલિન માટે બ્રાન્ડેડ થયેલો મશહૂર ગ્રેમી એવોર્ડ વિજેતા ‘જોશુઆ બેલ‘.
એક ઉભી વાત: આ આખો ખેલ વોશિંગટન પોસ્ટ નામના દૈનિક માટે લખતા જેઇન વિનગાર્ટન નામના એક પત્રકારે રચ્યો. એ જોવા માટે કે…ખરા માણસની વેલ્યુ (કિંમત) શું છે?- એનો ભાવ ક્યા ચડે છે..ક્યાં અડે છે અને ક્યાં પડે છે? બસ. ફકત એટલું કરવા અને પછી આ આખી ઘટનાનું વિશ્લેષણ લખવા માટે તેને પુલિત્ઝર પ્રાઈઝ મળી ગયું.
ખૈર, હમણાં આપણે એ ખરા ઉતરેલા વિશ્લેષણને બાજુ પર મૂકી સવાલ કરીએ કે આવું કેમ?!?!?!
એક જ વ્યક્તિ…એ જ વાયોલિન…એ જ ટયુન, તો પણ એક બાજુ હજારો..હજારો ડોલર્સ ને બીજી બાજુ માત્ર ૩૨ ડોલર??? આટલો બધો તફાવત?… યહ ક્યા હુવા?..કયું હુવા..કૈસે હુવા?
જાણવું છે એની પાછળનો એક ફેક્ટર? જે હવે દિવસે દિવસે ઈન્ટરનેટ પર તો ઘણો જરૂરી અને ખાસ ઉપયોગી બની રહ્યો છે.
પણ એક સીધી વાત: આ ફેક્ટર ફક્ત એવા જ લોકો માટે જ છે જેમને કાંઈક વિકાસ કરવો છે…જેમને ખુદની ‘ધૂન’થી પોતના ક્ષેત્રમાં ધૂમ મચાવવી છે…
શું તમે એવા લોકોમાંથી છો?…તો પછી એ ફેક્ટરને સમજવા ‘ધૂની ધખાવવા’ આવતી કાલે પાછા અહિયાં આવી જજો..
શું તમે એવા લોકોમાંથી નથી?….તો પછી તમારે ત્યાંજ જવું પડશે જ્યાં બીજાની ‘ધૂનો’ ચોરીને પોતાની પીપૂડી વગાડવામાં આવે છે…એટલા તો આપ સમજદાર છો જ ને..બંધુ!
સૂર‘પંચ’:
ઉપર થયેલી સૂરીલી ઘટનાનો પૂરાવો જોઈએ છે?- તો ચાલો જોઈ જ લઈએ…એ ‘બેલ’ મુજે બતા દે!
ઘણી સુંદર પોસ્ટ! સાથે મૂકેલા વિડીયોમાંના સૂરો સાંભળી મંત્રમુગ્ધ થઇ ગયો. અાપે જે વાયોલિનની વાત કરી તે સ્ટ્રૅડીવેરીયસ છે. આવો જ પ્રસંગ હું લંડનમાં હતો ત્યારે થયો હતો તે યાદ છે. લંડન અંડરગ્રાઉન્ડમાં પણ આ પ્રકારનું busking થતું હોય છે. તે વખતે સર પૉલ (મેકાર્ટને) -બીટલના લીડ સિંગર સ્ટ્રૅન્ડના ટ્યુબ સ્ટેશનની બહાર ઉભા રહીને એક કલાક સુધી બસ્કીંગ કરતા રહ્યા હતા, પણ કોઇએ તેમને ઓળખ્યા નહોતા! આનો વિડીયો મને લાગે છે લંડનના ITVએ પ્રસારીત કર્યો હતો. આપની પોસ્ટ વાંચીને ઘણો આનંદ થયો.
આભાર…કેપ્ટન! આપની વાત એકદમ સાચી. પણ આવું સ્વ-મૂલ્યાંકન કરનારા બીજા કેટલાં? આપણા ભારતમાંથી કોઈએ એવું ટીખળ કર્યું હોય તો જણાવજો…સાહેબ!
સૂર ફોર સુરેશ? !
@ સુરેશભાઇ:
જી ના! સુર એટલે દેવ અને દેવોના ઈશ તે સુરેશ, એટલે ઇન્દ્ર. જો કે નૃત્ય અને ગાન કરનારી અપ્સરાઓ સૂર-તાલનાં પૂર વહેતા જ રાખે છે એટલે સુર સૂરમય થાય તે સ્વાભાવિક છે. તે જોતાં તમારી વાત સાચી ગણાય:))
સુરો મધુરા મધુરા
વારંવાર માણ્યા
આનંદ આનંદ
પણ આવા સંજોગમા
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
વધુ શું આશા રખાય?
સમજુ પ્રજ્ઞાજુબેન! એના હાથમાં એ સાંબેલું આવે બસ એટલી જ વાર…એ પણ વગાડી આપશે. દલપતકાકાને પણ થોડી ધરપત રાખવી જોઈએ!….શું કહો છો? 😉
પ્રિય શ્રી મુર્તઝાભાઈ,
આવું એટલા માટે થાય છેકે,માનવ મન અકળ છે. આજકાલ કોઈપણ કલાને વેચવા માટે પણ,વિશાળ એ.સી. હૉલ ના પેકીંગ ની જરૂર પડે છે..!!
ખૂબ સુંદર પોસ્ટ,અભિનંદન.
માર્કંડ દવે.
યેસ!…માર્કંડ સાહેબ, બરોબર વાત કરી આપે. કાલે એ વિશે વધુ વિગત તો આવશે જ. બસ રાહ જોશો..
Nice 1 !
Bahot khub!….Nice….I want to grow my face value….
Nice!..keep it up…bring something for…Young Entrepreneurs.
મુર્તઝાભાઈ,
આપની પોસ્ટ સમજાય તો જિંદગીનું એક રહસ્ય પણ સમજાય. આજે લોકો શું પસંદ કરે છે, કોઈને હકીકત સ્વીકારવી નથી કે તે પચતી નથી લોકો પસંદ કરે છે બાહ્ય આકર્ષણ ! ઘણા સમય પહેલા મજાકમાં અમો એવી વાત કરતાં કે સમયે માણસોના મન એટલા બદલ્યા છે કે કૂદરત ખૂદ આવીને કહે કે હું તારો ભગવાન છું, બોલ શું જોઈએ તારે ? તો પણ તેની પરીક્ષા કર્યાં વિના લોકો સ્વીકારે નહીં. ભલે પછી તે પરીક્ષકની કોઈ આવડત ના પણ હોય કે કેપેસિટી પણ ના હોય.
ખૂબજ સારી પોસ્ટ !
વિશ્વાસ ન આવે એવી સચ્ચાઇ !!!
લતા
[…] ગઈકાલના આર્ટિકલનો ઉભો રહેલો સવાલ: એક જ વ્યક્તિ…એ જ વાયોલિન…એ જ ટયુન, તો પણ એક બાજુ હજારો..હજારો ડોલર્સ ને બીજી બાજુ માત્ર ૩૨ ડોલર??? આટલો બધો તફાવત?… યહ ક્યા હુવા?..કયું હુવા..કૈસે હુવા? […]
[…] મૌલીક ભાષા અને શબ્દોમાં મુકાયેલ લેખ તમારો ભાવ કેટલો?…તમે (વ)ધારો એટલો?!?!?… ગુજરાતના ખુબજ જાણીતા અખબાર […]
[…] આ જ બાબતે આવો બીજો આર્ટિકલ પણ વાંચવો-જાણવો […]
murtaj bhai i m realy shok