‘અધ્યારૂ’ અટક હોવા છતાં હજુ થોડાં જ દિવસો પહેલા એક ડોક્યુમેન્ટરીમાં અદાકારી માટે થોડાં સમય માટે ‘ગાંધી’ની અટક અને અસરમાં આવી ગયેલા જીજ્ઞેશભાઈ માટે બહુવચ(નો)માં કહેવા જેવુ ન લાગે એવો એક અક્ષરનાદી ‘બાપુ માનસ’ છે. પેલાં મારા ‘વાનરો વેચવાનો વેપાર એટલે’ વિષય માટે પોતાના બ્લોગ પર જગ્યા કરી આપનાર જીગુભાઈ એમનો આર્ટિકલ ‘ઈન્ટરનેટ પર દુનિયાને ટોપીઓ પહેરાવતા (નાઈજીરિયન) વાનરો’ વિષય પર આજે આ બ્લોગ પર ઉપસ્થિત થયા છે. એમનો આભાર માની ચાલો જાણીએ અધ્યારૂ બાપુનો પહેલો અધ્યાય શું કહે છે….
એક સવારે મફતભાઈને તેમના ઈ-મેલ ખાતામાં કોઈ અજાણ સરનામાથી એક ઈ-મેલ આવ્યો, તેમાં જણાવાયેલું, કે સંપર્ક કરનાર આફ્રિકાના વિદ્રોહી ટોળકીના કોઈ એક શહીદ થયેલા સભ્યની વિધવા છે અને તેમની પાસે ઘાનામાં કોઈક જગ્યાએ અમુક લાખ પાઊન્ડ પડ્યા છે જે તેમને વિશ્વાસપાત્ર ગણીને તેમના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવા તૈયાર છે. એ જ્યારે ત્યાંથી છટકીને અહીં આવશે ત્યારે મફતભાઈને આ આખાય સત્કાર્યમાં મદદ કરવા બદલ એ કહે એટલા ટકાનો હિસ્સો આપવા તૈયાર છે – ઉપરાંત આ આખાય કામમાં થયેલ ખર્ચ પણ તેમને મળી જવાનો છે.
જો રસ હોય તો તેને બને તેટલી ઝડપી ઈ-મેલ દ્વારા સંપર્ક કરવા કહેવાયું જેથી એ પૈસા મફતભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય. લોનથી મકાન ખરીદવાની હિંમત કર્યા પછી દર મહીનાના ઈન્સ્ટોલમેન્ટથી ત્રાસેલા, પુત્રને કોલેજમાં એડમિશન અપાવવા માટેના બે લાખની માંડ માંડ જેમણે ગોઠવણ કરી છે એવી અનેક પળોજણમાં પડેલા અને શેરબજારમાં પોતાના ડૂબેલા પૈસાને બદલે બમણું વસૂલ કરવાના સપના સેવતા મફતભાઈ આ ઈ-મેલ જોતાની સાથે ખુરશી પર પીઠ ટટ્ટાર કરી, ગર્વથી માથુ ઉંચુ કરી, રૂપિયા હાથમાં આવી ગયા હોય એવા અદભુત આનંદને વશ થઈને સ્વપ્નસાગરમાં હિલોળા લેવા માંડ્યા. અનેક સ્વપ્નોની વચ્ચે મફતભાઈએ તેમને વળતો જવાબ આપ્યો…. કે આ કામ કરવા તેઓ તૈયાર છે અને હવે તેમને શું કરવાનું છે તે જણાવવું.
આવી સુંદર તક સામે ચાલીને આવી હોય ત્યારે એ ઈ-મેલના જવાબની રાહ જોવા, આનંદના ઉભરાને ખાળવા એકાદ દિવસ નોકરીએ ન જઈએ તો શું ખાટુમોળું થઈ જવાનું એ વિચારીને મે મહીનામાંય તેમણે વર્ષની છેલ્લી બચેલી સી.એલની બલી ચઢાવી દીધી.
એકાદ-બે કલાકમાં જ વળતો જવાબ આવ્યો. તેમાં પેલી વિધવા – એક સરસ સાઊથ આફ્રિકન યુવતિનો ફૉટો હતો, મફતભાઈનો ખૂબ આભાર મનાયો અને તેમને એ રકમ મેળવવા સૌપ્રથમ કરન્સી ચેન્જ અને વ્યાજ જેટલા પૈસા ચૂકવવા વિનંતિ કરાઈ, એ પૈસા તેમને પેલી રકમ જે સહેજે બે લાખથી વધુ હતા. સાથે તેમની વિગતો જેવી કે નામ, સરનામું, બેંકોના ખાતા નંબર અને શાખાઓની વિગતો, તેમના બેંક બેલેન્સ, સ્થાવર મિલકત વગેરે આપવા કહેવાયેલું. જો કે કરોડો મળવાના હોય ત્યારે લાખમાં શું કામ વિચારવું એમ વિચારીને તેમણે ઈ-મેલમાં આપેલા ખાતા નંબરને ધ્યાનપૂર્વક નોંધી ચપ્પલ પહેરીને બેંક તરફ ઝંપલાવ્યું.
બેંકમાં તેમણે પોતાના પુત્રના એડમિશન માટે જમા કરેલા અને ઘરના હપ્તાઓ માટે ડિપોઝીટ કરેલ પૈસા ઉપાડ્યા, હમણાં થોડાક દિવસોમાં આખી લોન ભરી દઈશ અને પુત્રને તો …. કેમ્બ્રિજથી ઓછી કોઈ કોલેજ ખપે જ નહીં, અને બે લાખ જેવી માતબર રકમ પેલા આપેલા સરનામે ટ્રાન્સફર કરી.
ઘરે આવીને એ બાબતની ખાત્રી કરતો જવાબ તેમણે પેલા ઈ-મેલ પર કર્યો…. અને ત્યારથી આજ સુધી એ મેલ બોક્ષને વારેવારે રિફ્રેશ કરે છે, પણ ખબર નહીં કેમ, કોઈ જવાબ આવ્યો જ નથી. પોલીસમાં કહેવા જઈશ કે બીજા કોઈ મિત્રને કહીશ તો લોકો હસશે એ ડરથી આ વાતને તેઓ કોઈની પણ સામે ઉચ્ચારતાંય નથી.
બાકીનો અધ્યાય આવતી કાલે…
સર ‘પંચ’
…૫ મીનીટમાં ૧૦ જાદુ….
સબટીવી પર ‘तारक महेताका उल्टा चश्मा’ માં આ સંદર્ભે ખુબ જ સરસ વ્યંગ–દર્શન માણ્યું…
ધન્યવાદ..
આભાર ગોવિંદભાઈ. વાત બરોબર છે. બીજા ભાગમાં એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
તમારા સર ‘પંચ’ મજો આવે છે.
અઠવાડીયામાં આવા ત્રણ ઈમેલ આવે છે.
સીધા ડિલીટ
આવી વાતો ધ્યાન પર લાવવા બદલ ધન્યવાદ
મને પણ આવા ઘણા મેલ્સ આવે છે. મારો બ્લોગ જોશો મારી પોસ્ટ માં આજ વસ્તુ લખેલી છે
http://anuragrathod.wordpress.com/2011/02/10/ધુતારાઓ
[…] ગઈકાલના આર્ટિકલથી ચાલુ રાખતા… […]
Respected Sir,
મને પણ આવા ઘણા મેલ્સ આવે છે. અમે આવા મેલ ને સીધા ડિલીટ જ કરી એ છીએ. ધન્યવાદ.