કસ્ટમર(ગ્રાહક) આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….

Rejection

  • તમારી ‘કષ્ટદાયક’ (પ્રોડક્ટ કે સર્વિસ)થી મરવા કરતા બીજાને અપનાવવું તેને હિતાવહ લાગ્યું છે એટલે…
  • તમારી પ્રોડક્ટ/સર્વિસના કોઈ એક ફેક્ટર દ્વારા એમનું મન દુભાયું છે. કોઈ કીડો સળવળ્યો છે?- તપાસ કરો ભાઈ!
  • તમારી પ્રોડક્ટ/સર્વિસનો થવો જોઈએ એવો કોઈ ઉપયોગ તમારા ગ્રાહકે કર્યો નથી. પોસિબલ છે કે તમે એમને સારી અને સાચી રીતે (વધુ) વપરાય એવું જ્ઞાન આપ્યું નથી.
  • તમારી પ્રોડક્ટ/સર્વિસ વપરાય તો છે…પણ એનો સ્ટોક એમને ત્યાં હજુ લાંબા સમયથી પડ્યો છે. કેમ પડ્યો છે જેની પરવા હજુ સુધી તમે કરી નથી.
  • તમારી પ્રોડક્ટ/સર્વિસને વાપરવાનું તદ્દન બંધ કરી દીધું છે. કેમ કે જોઈએ એવું રીઝલ્ટ હવે તે આપી શકતું નથી.
  • તમારા જ કોઈક હરીફે ચાલાકીપૂર્વક તમારા ગ્રાહકને તમારી પાસેથી છીનવી લીધો છે. કેમ કે તમે એમની સાથે સારો એવો ઘરોબો કેળવ્યો નથી.
  • તમારી કંપની દ્વારા કોઈ એવું ધ્યાન (લક્ષ્ય) આપવામાં આવ્યું નથી એટલે એ પણ ધ્યાન આપવું જરૂરી માનતા નથી.
  • તમારી કંપનીએ કોઈકને કોઈ રીતે (લક્સ સાબુ વગર) એમને નવડાવી દીધા છે. જેની એમને નાહ્યા પછી ખબર પડી છે.
  • તમારી કંપનીના સેલ્સમેન દ્વારા એમની ‘વાટ’ લગાવામાં આવી છે. જેની એમને પાછળથી ખબર પડી છે.
  • તમારી કંપનીના સેલ્સમેન ઓર્ડર મેળવવામાં ઈમોશનલ અત્યાચાર’ કરે છે.
  • તમારી કંપની જ એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલી ગઈ છે… એટલે ગ્રાહક-સાહેબ તમને ભૂલી ગયા છે.

સર ‘પંચ’

અજબ લાગે પણ કસ્ટમર સર્વિસનું એક અનોખું અને ક્રિયેટિવ ઉદાહરણ આ વિડીયોમાં જાણી લેજો…ના સમજણ પડે તો કોમેન્ટ દ્વારા મને કસ્ટમર (રીડર)-હેલ્પ સર્વિસનો લાભ આપવા દેજો. 🙂

Advertisements

16 comments on “કસ્ટમર(ગ્રાહક) આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….

  1. સુરેશ જાની કહે છે:

    Perfection.
    In India too, there are a few, who are wedded to this word. Ref . email I forwarded to you.
    The Punch too gives two messages
    Perfection and focus .

  2. himanshupatel555 કહે છે:

    તટસ્થતા અને કૉન્સેન્ટ્રેશન બન્ને ગમ્યાતમારી રજુઆત અને વેપારના પણ.

  3. maulik shah કહે છે:

    ઘણુ સુંદર લખાણ … ઘણી દુકાનો પર લખાયેલુ વાક્ય તમારી નિષ્ઠા પૂર્વક ના લખાણ વિશે કહી શકાય – ” ગ્રાહકનો સંતોષ એજ અમારો મુદ્રાલેખ છે…!”…. આવજો.

  4. સર ’પંચ’ તમારા લેખને કમ્પ્લીટલી માન આપે છે, It’s really an awesome video, ૧૦/૧૦.
    આના જેવી કસ્ટમર સર્વિસ હોય તો પછી કંઈ કેવું જ ના પડે.
    ખરેખર, જોરદાર વિડીયો છે.
    પહેલી વખતે કંઈ ખબર ના પડી, પણ બીજી વખતે સમજાયું.
    અને તમે “કસ્ટમર સર્વિસનું એક અનોખું અને ક્રિયેટિવ ઉદાહરણ વિડીયોમાં છે” એવું કહ્યું ના હોત તો પછી ખબર પડવાનો સવાલ પણ નહોતો.

  5. bazmewafa કહે છે:

    બીજે ક્યાંય ન છેતરાતાં અમ્મરે ત્યાં પધારવા વિનંતી છે(ખાત્રી પૂર્વક છેતરી આપીશું)
    એક વાર અમને અજમાવી જુઓ.( પછી ઘર ગલી ગામ ભૂલી જશો)

  6. mansoor nathani કહે છે:

    Your ‘sarpanch’ is amazing one !! What you have highlighted in your ‘customer care’ article is really harmoniously displayed by artist, one tiny thing is base of large empire and without which empire is no longer existed. Good work !!!!!

  7. Narendra કહે છે:

    મુર્તઝાભાઈ, તમારા બ્લોગ ઉપર video જોઇને, એક આખી મેનેજમેન્ટ ની ગીતા વાંચીએ એનાથી વધારે જાણવા મળ્યું, આભાર.
    ઘણા સમૃદ્ધ અને જ્ઞાની લોકો ના બ્લોગ ઉપર, તેમના પોતાના લખાણ ને કોપી પેસ્ટ કરતા જોઇને ઉબકા આવે છે ત્યારે, તમે નવા સુરજ જેવું ચમકદાર રજુ કરીને ઉજાશ કરી દો છો.
    (આ video ને મેં FB ઉપર તમારા નામ સાથે લીંક આપીને મુક્યો છે)

  8. haridas24887 કહે છે:

    Ekdum s-ras lekh ane mast vedio che…tamara blog vachi kharekhar kai shikhva male che…

  9. haridas24887 કહે છે:

    kharekhar tamara blog parthi ghanu shikhava male che…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s