થોડાંક વધારે મળી આવેલા કારણો | કસ્ટમર આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….

દોસ્તો, ગઈ કાલના પેલાં અસ્વીકારી કારણોના આપ લોકો તરફથી સારો એવો સ્વીકાર થયેલો જોઈ દિમાગમાંથી બીજા કેટલાંક વધારે કારણો મળી આવ્યા છે.

 • તમારી કંપનીએ તમારી પ્રોડક્ટ/સર્વિસનો ભાવ માર્કેટમાં સૌથી ઉંચો રાખી દીધો છે.અમે કોણ?…મી. ફસકી ગયેલા….સ્પાય બચ્ચા!
 • તમારી કંપની હવે સર્વિસમાં સાવ ઊણી ઊતરી રહી છે. હવે તમારી સર્વિસને પણ સર્વિસિંગ કરાવવાનો વખત આવ્યો છે..ભાઆઆઆય!
 • તમારી પ્રોડક્ટ/સર્વિસની હવે એમને કોઈ જરૂર લાગતી નથી. શું કામ?…કેમ?….શા માટે?…જઈને પૂછ્યું તુ?
 • તમારી કંપની સાથે એમનો કોઈ અણબનાવ બન્યો છે. છેલ્લી મીટીંગમાં ચાય-પાણી તો…
 • તમારી પ્રોડક્ટ/સર્વિસના ઓર્ડર આપવામાં દર વખતે કોઈક ને કોઈ મુશ્કેલીઓ આવી છે. હવે બાપુ કંટાળ્યા છે.
 • તમારી પ્રોડક્ટ/સર્વિસની ખરીદી બિન જરૂરી કરવામાં આવી છે. એમની ખરીદી કરી વખતે તમે એમને જરૂરી એવી ખરીદ-મદદ કરી નથી… 
 • તમારી કંપનીએ પ્રોડક્ટ/સર્વિસ વેચતી વખતે કહ્યું:  અંડર પ્રોમીસ, ઓવર ડેલીવર્ડ. પણ પછી પરખાવ્યું ઓવર પ્રોમીસ, અંડર ડેલીવર્ડ.
 • તમારી પ્રોડક્ટ/સર્વિસ માટે બે-ત્રણ વાર કરવામાં આવેલી ફરિયાદનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. પપ્પાની મંજૂરી કે બોસની પરમિશન લેવામાં મહૂરત જોયું તુ?
 • તમારી પ્રોડક્ટ/સર્વિસ પેહલા જેવી રહી નથી. ગુણવત્તા (ક્વોલિટી)માં ઘણો ફરક આવી ગયો છે. ચકાસી લેજો સાહેબ, ક્યાંક કાંઈ તમે ચલાવે પાર તો નથી રાખ્યું ને?
 • તમારી કંપની યા પ્રોડક્ટ/સર્વિસ માટે માર્કેટમાં કોઈક એવી વાત બહાર આવી છે કે જેનાથી તમારી કંપનીની ઈમેજ પર ખરાબ અસર પડી છે. કાંઈક લોચો માર્યો છે?…કોઈક એવા સુરેશી કૌભાંડમાં તો સલવાયા નથી ને…રાજા?


શેરને માથે સવા શેર’પંચ’

મા…મા…મા…કરતો મધર્સ ડે તો શું આવ્યો અને…ગયો…મેસેજનો તો ‘ડે મારો’ થઇ ગયો. આ સંદેશા-મારામાં મારો આ વિડીયો-સંદેશ ‘હણાઈ’ ન જાય એ માટે બંદાએ ડે-બાદ જ મુકવાનું નક્કી કર્યું….આ ક્લિપના દ્રશ્યોની કમાલ સાથે એનો સાઉન્ડ પણ થોડાંક પ્લસ પોઈન્ટસ મેળવી જાય છે.માટે સ્પીકર અને કાન ખુલ્લાં રાખી સાંભળવું દિલ માટે હિતાવહ છે…

 શું મધર્સ ડે દરરોજ ન ઉજવી શકાય??…બસ એક બહાના ચાહિયે!

12 comments on “થોડાંક વધારે મળી આવેલા કારણો | કસ્ટમર આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….

 1. pragnaju કહે છે:

  નવા મુદ્દા માટે ધન્યવાદ
  મધર્સ ડેની સારામા સારી પોસ્ટ દ્વારા મધુરી વીડિયો માણી

 2. સુરેશ જાની કહે છે:

  કેટલામી વાર આ સએવાઈવલ જોવાની?! જુઓ આ મારું રીંછ –
  http://rutmandal.info/HobbyVishwa/2011/05/03/bear_origami/
  અને ઈ તો શહમૃગ પણ બની શકે છે-
  http://rutmandal.info/HobbyVishwa/2011/05/04/ostrich_origami/
  અને ખિસકોલી પણ…
  http://rutmandal.info/HobbyVishwa/2011/05/07/sqirrel_origami/

 3. ગુરુદેવ નમસ્તે,
  દરરોજ મધર્સ ડે સમજીને આઈ લવ યુ કહી શકાય, પણ ઉજવી ન શકાય હોં !!! (ભલે મધર્સ લોકોને જલ્સા પડી જાય પણ પપ્પાના ખીસ્સાનો પણ ખ્યાલ રાખવો પડે ને….) શું કહો છો ?

  સરસ અપડેટ્સ છે, મને વિચાર આવ્યો કે આ કારણો આપણા બ્લોગ જગતને પણ લાગુ પડે છે, ખરું કે નહી.
  હવે ચાઈ-પાણીનું કે તું રહેવું પડશે.

  ૧૦/૧૦ 😉

  • આભાર દોસ્ત!

   પણ આપણા માટે મધર્સ ડે નિમિત જ સ્પેશિઅલ ‘આઇ લવ યુ’ કહેવું અગત્યુંનું નથી કેમ કે મા ખુદ આપણા માટે સ્પેશિયલ જ હોય છે…એટલે કોઈ પણ ક્ષણ..મિનીટ કે દિવસ સ્પેશિયલ બની જાય છે ભાઈ…

   પપ્પાના ખીસાને મુકીએ બાજુ પર…ફાધર્સ ડે માટે! 😉

 4. Preeti કહે છે:

  મધર માટે તો એક મસમોટું સ્માઈલ જ કાફી છે. 🙂

 5. મધર્સ ડે નું બહાનું કદાચ હોય શકે? પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તો દરરોજ હોવો જોઈએ, જે હોય તે પરંતુ ખૂબજ સુંદર વિડીયો ક્લીપ માણી. આભાર !

  ધન્યવાદ !

 6. Lata Hirani કહે છે:

  અને મધર્સ ડે રોજ હોય જ છે.. એના માટે કોઇ બહાનાની જરૂર નહીં.. આ તો બધી પરદેશની પંચાતુ…પૈસા ખર્ચ્યા વગર પણ ઉજવી શકાય.

  • લતાદીદી તમે પરફેક્ટ જવાબ આપ્યો, “પરદેશની પંચાતુ”, આ તો શું ખાને વાલોં કો ખાને કા બહાના ચાહીયે એના જેવું છે.
   પરદેશ વાળા મધર્સ ડેના દિવસે એકવાર મધર્સ લોકોને ખુશ કરી દે એટલે આખું વર્ષ શાંતિ, પણ આપણી મધર્સ બધી હોશીયાર રહી, એટલે દરરોજ મસ્કા મારો ત્યારે મેળ પડે 🙂

   ગુરુદેવ માફી, મારા લીધે સરસ મજાના લેખનું મધર્સ ડે સેલીબ્રેશન થઈ ગયું.

 7. રૂપેન પટેલ કહે છે:

  મુર્તઝાભાઈ બીજા થોડાંક મળી આવેલ કારણો …………

 8. તમારી પ્રોડક્ટની બોસ તમે ખોટી મોનોપોલી બનાવી માર્કેટમાં શોર્ટેજ બનાવી રાખી માટે માર્કેટનો રાજા નારાજ થઇ બીજે વળી ગયો છે .
  તમારી પ્રોડક્ટ માટે ગ્રાહકોના પ્રતિભાવની કદર કરી નથી .
  તમારી પ્રોડક્ટમાં વર્ષો જૂની ટેકનોલોજી વાપરી ગ્રાહકનો સંતોષ મેળવવામાં નિષ્ફળ રહ્યા છો .
  તમારી પ્રોડક્ટ લઈને ગ્રાહકની વધુને વધુ નજીકના બજારમાં લઇ જવામાં નિષ્ફળ કે ઉદાસીન રહ્યા છો .
  તમારી પ્રોડક્ટ માટે બાપુ વર્ષોથી તમે પ્રીમિયમ કિમંત પડાવી છે તેનું નવી પેઢીના ગ્રાહકોને ખબર પડી ગઈ છે .
 9. મુર્તઝાભાઈ, આતો આપણે બધા વ્યવસાય માટે વાત કરી પણ હું એક જુના અને મોટા વ્યસાયની વાત કરું તેના ગ્રાહકો અને ઉત્પાદક ગાયબ થઇ ગયા છે. આ વ્યવસાય આપણા અમદાવાદનો કાપડ મિલ ઉદ્યોગ. આ કહેવાતા મિલ માલિક અને નગર શેઠિયાઓએ એકધાર્યું મિલમાં ધોતિયાનું ઉત્પાદન કર્યું અને નવા કાપડ કે ટેકનોલોજીનો વિચાર સુધા ના કર્યો અને છેવટે એ ધોતિયા પહેરનાર ગ્રાહક ગાયબ થયો અને નગર શેઠ માત્ર શેઠ બની રહ્યા . અરવિંદ જેવી મિલ માલિકે નવી ટેકનોલોજીનો વિચાર કરી રફ એન્ડ ટર્ફ જીન્સ બનાવી માર્કેટ લીડર બની રહી .

 • bazmewafa કહે છે:

  પીઝો ઠંડો આવ્યો હતો.ગ્રાહકે ગુસ્સે ડીલીવરી મેન ને કહ્યું: પીઝા ઠંડા હૈ! વાપસ લે જાઓ.ગરમ પીઝા લે કે આઓ.
  ડીલવી મેન પાછો પીઝા શોપ પર ગયો. પીઝા પર બે ત્રણ વાર ખૂબ ઠુંક્યો.પીઝો ઓવનમાં ગરમ કરી પાછો લાવ્યો.
  ઘરાકે 1ડૉલર ટીપ સારી સર્વીસ માટે વધુ આપી.

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.