પુસ્તક પ્રિસ્ક્રિપ્શન |‘FREE’- ‘મફત’: સરવાળે સસ્તું લાગતું (ને પછી મોંઘુ પડતું) પ્રલોભન

Free-book-Review

 • આજે જ ટ્વિન્સ-બંગલો બૂક કરો અને મેળવો ૩૬”નો પ્લાઝામા ટી.વી…..તદ્દન મફત!
 • ફક્ત પચ્ચીસ હજારની (ચીસ નીકળી જાય એવી) વીંટી સાથે એક સોનાનો સિક્કો….સાવ જ મફત!
 • સોનીના મેગા-LCD સાથે પ્લેસ્ટેશન ગેમબોક્સ (મેળવો)મફત!
 • બે સાડી સાથે બે પેન્ટ-પીસ…(પહેરાવી દયો)…મફત!
 • બે પેન્ટ-પીસ સાથે બે ચડ્ડી…(ચઢાવી જ લો)…મફત!
 • બે ચડ્ડી સાથે ચાર મીટર નાડું…(બંધાવી દો જલ્દી)મફત!
 • એક બ્લેઝર-કોટ સાથે એક રેડીમેડ શર્ટ…(વટ મારો)…મફત!
 • બે રેડીમેડ શર્ટ સાથે એક ટાઈ…(ગળે લગાવો)… મફત!
 • એક કિલો ચાહ સાથે ચકચકતા સ્ટીલનો વાડકો...(પકડી લ્યો)…મફત!
 • એક જમ્બો ડોલ સાથે એક કિલો વોશિંગ પાવડર...(ધોઈ નાખો)…મફત!
 • બે કિલો વોશિંગ પાવડર સાથે ત્રણ સાબુ…(નાહી નાખો)…મફત!
 • ત્રણ સાબુ સાથે એક ધોકો…(ખાઈ લો)મફત!
 • અને…એક ધોકા સાથે (ધોખેબાજ?!) કપડાં ધોનારી… મફત!….

ઓફ્ફ…સોરી! જોકે એવું તો કદાચ નથી થયું… પણ એય થઇ શકે. અને મને તો હવે એવુ પણ લાગી રહ્યું છે કે…સ્ત્રીઓની વધતી જતી વસ્તી અને એમની ખરીદીના શોખ સાથે ભાવિ સસરાજી પણ આપશે….”મોટી દીકરી સાથે નાની દીકરી…તદ્દન મફત!…(જાઓ મારી બેટીઓ પેલાને નવડાવી નાખો!)”

એટલી હદે આ ‘મફત’લાલ આપણી ઝીંદગીમાં, દિમાગમાં અને લોહીમાં ઘુસી ગયા છે. એટલેજ આ ‘મફત’ માટે તમે, હું કે આપણે સૌ શૂન્યવત્ બની ભાગીએ છીએ. ન્યૂઝપેપરમાંથી પેલી હજારો…લાખો કાપલીઓ કાંઈ દરરોજ એમને એમ થોડી ફાડવામાં આવતી હશે? તો દોસ્તો, આ શૂન્યની રમત પર હાલ પુરતી ચોકડી મારીએ અને ઈન્ટરનેટ પર વેપારના સંદર્ભમાં ક્યારેય ન કહેવાયેલી અને હવે વાઈરસની જેમ ફેલાઈ ચૂકેલી ‘મફત’ની અસલી રમત જાણીએ.

કોઈ પણ મફત વસ્તુ માટે કોઈ માર્કેટ રિસર્ચ કરવાની જરૂર નથી. કેમ કે એમ કરવા જતા મફતમાં સમય વેડફાઈ જવાની સંભાવના છે. એ તૂત કોણે શરુ કર્યું?… ક્યાંથી શરુ થયું?…ક્યારે..શાં માટે?…એવા સબૂત પકડવા મફતમાં મગજની મેથી મારવા જેવું કામ છે. તેને બદલે આપણે પેલી બૂકને જ પકડીએ જેને માટે આ પ્રિસ્ક્રીપશન મુકવુ પડ્યું છે.

૨૦૦૮માં અનોખા (એટલે સુપ્રસિદ્ધ પણ હોય જ એવા) અંગ્રેજી માસિક મેગેઝિન WIRED (વાયર્ડ)ના તંત્રી ક્રિસ એન્ડર્સને પોતાના બહુ ચર્ચિત અને કિંમતી પુસ્તક ‘લોંગ ટેઈલ’ (જેની વાત બીજી કોઈક વાર)ની સુપર-સફળતા બાદ થોડાં જ સમય પછી ૨૦૦૯માં બીજું એક પુસ્તકને FREE નામ આપી વેચાણ માટે જ માર્કેટમાં મૂકી હોબાળો મચાવ્યો. એ જ પુસ્તક આપણો આજનો વિષય છે.:

FREE- The Future of a Radical Price

પ્રિસ્ક્રીપ્શનની શરૂઆત કરું….તે પહેલા માર્કેટિંગના મારા માહયલા શિષ્યગુરૂ મુર્તઝાચાર્યની જ ભાષામાં…:

એક સનાતન સત્ય: “પહેલા શ્વાસથી શરુ થઇ છેલ્લા શ્વાસ સુધી વચ્ચે મળેલી ઝીંદગીનો મફત લાગતો સમયગાળો પણ મફત નથી મળ્યો. કોઈક ને કોઈ રીતે આપણે મૂલ્ય આપ્યું જ છે યા પછી કોઈ ને કોઈ રીતે ચૂકવવું જ પડતુ હોય છે. એટલે કાંઈ પણ…મ ફ ત ન થી. આ સલાહ પણ નહિ. કેમ?….તમે એને વાંચવા માટે આટલો સમય પણ આપો છો ને?!?) વિચારી જોજો… વીરો અને વીરાંગનાઓ!

આ પુસ્તક બસ ફક્ત જાણવા માટે જરાય નથી. પણ જરા કરતાં થોડું વધારે માણવા અને સમજવા જેવું છે. મફતિયાપણાનો કીડો એક વાર આપણાં મનમાંથી બહાર નીકળી જશે ત્યારે દરેક મફત વસ્તુઓની કિંમત સમજાઈ જવી, મેળવવી, છોડવી ઘણી આસાન લાગશે એની પૂરેપૂરી ગેરેંટી છે….શેઠ!.

પુસ્તકની ખરી પુસ્તક્ત્રી (જેમ ગંગાનું મૂળ ગંગોત્રી તેમ પુસ્તકનું મૂળ પુસ્તક્ત્રી હોઈ શકે ને?) ક્યાં છે? વિષયના મૂળમાં શું છે?….તેમાંથી તે છોડ અને વૃક્ષ બની કેવી રીતે વિકસયુ છે….અને પછી તેના પાંદડાંઓ પર ફ્રી(FREE) છાપની લીલાશ કેટલો સમય સુધી ખરી ઉતરે છે ને કેટલાં સમય બાદ ખરી પડે છે. એ બધી જ ક્રિસભાઈની વાતો બીજા ભાગમાં ક્રિશ (આઈ મીન કરીશ.).

બસ જલ્દી થોડાં કલાકો બાદ…Till Then Feel FREE to Ask me. What’s your FREE Question Today?

સર‘પંચ’:

ગયા એપિસોડમાં હેમ્બર્ગના વિમાન દ્વારા નાનકડા એરપોર્ટની સફરે જઇ આવ્યાં બાદ..આજે ફરીથી ત્યાંજ એની બાજુમાં આવેલી મોટી દુનિયાની નાની સફર પર જઈએ..ટ્રેઈન દ્વારા…ચાલો એ પણ સાવ મફત!

10 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન |‘FREE’- ‘મફત’: સરવાળે સસ્તું લાગતું (ને પછી મોંઘુ પડતું) પ્રલોભન

 1. pragnaju કહે છે:

  ‘કાંઈ પણ…મ ફ ત ન થી.’

  આતો અવાર નવાર ચર્ચાતો વિષય.છતા સેલમા જવાની,ખરીદવાની વાત તો કાંઇ ઔર છે તમારા લેખ પ્રમાણે લૂંટાવવાની!
  સેલ શોપિંગ( અમારા કાકા કહેતા કે આ સેલ-સેલના બૉર્ડ કેમ ટાંગ્યા છે?) ને તમારા આવા લેખોની કાંઇ અસર નથી થવાની.

  સૌથી વધુ મઝા આવી દુનિયાની નાની સફર પર જઈએ..ટ્રેઈન દ્વારા…ચાલો એ પણ સાવ મફત! અરે કેટલા બધાને કરાવશું! ચાલો પ્રતિભાવ આપ્યો સાવ મ ફ ત!

 2. himanshupatel555 કહે છે:

  Free mini tour-it is great,loved it thank you.

 3. Anand Tanna કહે છે:

  ભાઈ મફતમાં તો ફક્ત એકજ વસ્તુ મળે છે અને તે છે વણમાગી સલાહ.

 4. Chetan Patel કહે છે:

  એક વાર્તા હતી ..એક રાજાએ તેના પંડિતોને ભેગા કર્યાં.મારી પ્રજા આ મોટા-મોટા ધર્મગ્રંથો વાંચતી નથી,તો તેને ટૂંકા કરી લાવો.પંડિતોએ સારરૂપે નાની પુસ્તિકા બનાવી…રાજાને સંતોષ ના થયો ..હજી ટૂંકું કરો ..પંડિતો એ મેહનત કરી એક પાનું કર્યું…રાજાને મજા ના આવી..અંતે પંડિતોએ એક વાક્ય તૈયાર કર્યું.– કશુંજ,ક્યારેય,મફત મળતું નથી.

 5. […] ગઇ કાલની પોસ્ટથી એટ-‘લિસ્ટ’ એટલું જાણ્યું કે મફતની વાઈરલ અસર મકાનથી શરુ થઇ માલીકથી થઇ મજૂર સુધી બધાને થતી રહે છે. તો આજે થોડાં આગળ આવી ક્રિસભાઈની FREE Book ની અંડર જઈ દિમાગ પર થોડી પીચ પાડીએ. […]

 6. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." કહે છે:

  કશું જ મફત નથી…

  એક દમ સાચું….. છેલ્લે કાંઈ નહીં તો સમય તો આપવો જ પડે છે દોસ્ત…

  મફતમાં એક વિનંતી મારા વિશે અથવા મારો પરિચય લખશો.

 7. MechSoul કહે છે:

  You are right but I have many time observed that FREE concept is successfully works in selling Mostly stuffs concerns to women.
  And one Quote of Oscar Wild
  ” Many people knows prise of everything but value of nothing. ”
  _____________________________________________
  Started that book “Unleasing IdeaVirus ”
  Seth Godin rocks ” “Idea” is going to become the currency of the future world . “.
  Jitesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.