સરભરા ‘પંચ’
કે’ દહાડાનું પૈણું પૈણું કરતો એ છોકરો ‘મેટ’ એની વ્હાલી ‘જીન્ની’ને પામવા સૌથી પહેલા તેના ભાવિ સસરા પાસે માંગણું નાખવા જાય છે. એને કન્વીન્સ કરી (સમજોને…બાટલીમાં ઉતારી નાખી)…ભેંટી, દોડતો, ભાગતો, કૂદતો, ગાડી ભગાવી..ઠેકડાં મારી, ખુશીઓના મોજાંઓ બની સિનેમા-ગૃહમાં પહોંચે છે. જ્યાં ભાઈની સાથે પહેલેથી ‘પિક્ચર’ જોવા આવેલી જીન્ની હજુ ફિલ્મ શરુ થયા પહેલા આવતાં ટ્રેઈલર્સ માણી રહી છે. ત્યાં જ અચાનક….સ્ક્રીન પર મેટે ઉતારેલી આ આખી ઘટના ટ્રેઇલર રૂપે દેખાય છે. જે પૂરું થતાની સાથે જ સાચેસાચ વીંટી લઈને જીન્ની પાસે પ્રપોઝ કરવા ઉભો થઇ જાય છે. ઓડીયન્સ પણ તાલીઓના તાલે ઝૂમી ઉઠે છે કેમ કે તે સૌ મેટના સગાં-વ્હાલાઓ છે.
યુ-ટ્યુબ પર હજુ ગઈ કાલે જ આવેલી સાત મીનીટની સરપ્રાઈઝ ‘લક‘ વાળી મેગા-સુપર-ડુપર અને ‘વાઈરલ’ બનેલી આ પ્રપોઝલક ક્લિપ બે વાર જોવા જેવી છે. પહેલી વાર ખાસ તો જીન્નીના ફેસ એક્સપ્રેશન અને બીજી વાર મેટિની શોમાં બનેલી મેટની મહેનત માટે.
બોલો….પ્રપોઝલની ક્રિયેટી’વીંટી‘ કોઈનાય પપ્પાની ખરી?…એ તો તમારી જ છે ને..તમારી પાસે જ છે. બસ શોધવાની કોશિશ કરવાની છે.
વ્હાલાંઓ અને વ્હાલીઓ, હવે…તમારી કોઈ ‘જીની’ કે ‘મિત’ માટે તમે શું કરી શકો છો? જીવનનો વેપારીક સોદો…શું ફકત બીજાની સાથે જ થઇ શકે? પોતાની સાથે… કેમ નહિ?
મૅરેજ પ્રપોઝલની વિડીયો બરાબર દેખા ઇ નહીં
કદાચ અમારા કોમપ્યુટરમા વાંધો હશે
જો બરોબર ન દેખાય તો વિડીયો સ્ક્રીનની નીચે Watch in YouTube’ ઓપ્શન પણ આપવામાં આવે છે. ત્યાં જઇને પણ જોઈ શકાય છે.
મેટભાઈને અભિનંદન કે જીન્ની જેવી સમજદાર છોકરી મળી,
નહીતર ક્રિયેટીવિટી પણ જે જગ્યાએ પાછળ પડે ને એ જગ્યા આ.
😉
ભાઈ,
કમસે કમ થોડાક દિ’ વેલ્લો આઈડીયા આપેલો હોતે ને તો મે બી આમ જ કાંઈક ટ્રાઈ કરતો કે ની બાબા. મારે બી એના બાને સગાઈ થઈ રેતી કે ની, મેં તો સગાઈ બી ની કરેલી ને સીધો જ માંડવે ચાઈલો ભાઈ….
ગમ્યું આ લગ્ન પ્રપોઝલ પણ મોડું થૈ ગયું છે……
સાહેબ,
તમારો બ્લોગ બહુ જ સરસ છે.
મેં નવો-સવો બ્લોગ લખવાનું શરુ કરી દીધું છે. અને હું ગુજરાતી માં બ્લોગ લખવાનું પહેલી વખત શરુ કર્યું છે.
એટલે તમારો અનુભવ મને કામ લાગશે.
http://addictiveteach.wordpress.com/
આભાર દોસ્ત!. કોઈ સવાલ હોય તો પૂછતાં પણ રહેજો.
તમે જે વાત કહેવા માંગતા હતા તે સારી રીતે કહી દીધી. મજાની રજૂઆત.
Sarbhara Punch ! Super LIKE Murtazabhai. 🙂
કે’ દહાડાનું પૈણું પૈણું કરતો એ છોકરો ‘મેટ’ એની વ્હાલી ‘જીન્ની’ને પામવા સૌથી પહેલા તેના ભાવિ સસરા પાસે માંગણું નાખવા જાય છે. એને કન્વીન્સ કરી (સમજોને…બાટલીમાં ઉતારી નાખી)…ભેંટી, દોડતો, ભાગતો, કૂદતો, ગાડી ભગાવી..ઠેકડાં મારી, ખુશીઓના મોજાંઓ બની સિનેમા-ગૃહમાં પહોંચે છે. જ્યાં ભાઈની સાથે પહેલેથી ‘પિક્ચર’ જોવા આવેલી જીન્ની હજુ ફિલ્મ શરુ થયા પહેલા આવતાં ટ્રેઈલર્સ માણી રહી છે. ત્યાં જ અચાનક….