જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે તેને વાંકી કરવી પડે છે યા પ્રેક્ટિકલ બની ચમચો કે કડછો વાપરવો પડે છે. સોફ્ટવેરની દુનિયામાં આ વાંકી આંગળીઓ/ચમચાઓ/કડછાઓ એટલે એ બધી જ કંપનીઓ જેઓ પોતાની રીતે વિકસાવેલી ડીજીટલ સિસ્ટમથી આખી દુનિયાની આઇ.ટી.(Information Technology) માં પોતાની આવડતનાં જોરે ક્રિયેટીવ ઘી કાઢી રહ્યાં છે ને પોતાનો કક્કો, આલ્ફાબેટ્સ ખરો રાખી રહ્યાં છે. જે આપણી સામે મશહૂર છે (અને કેટલીક થઇ રહી છે) તેવી એપલ, ગૂગલ, ટ્વિટર, પેન્ડોરા, ફ્લિકર, માઈક્રોસોફ્ટ, યાહૂ, યુ-ટ્યુબ, વર્ડપ્રેસ, વગેરે, વગેરે.
જેઓ…
- ઈન્ટરનેટ પર પોતાનાજ સ્થાપિત કરેલાં નિયમો, પ્રોગ્રામ્સ કે પ્રોટોકોલ્સ દ્વારા ‘સુપર પ્રેસિડન્ટ’ બની રહ્યાં હોય..
- ઇનોવેટીવ ટેકનોલોજીને/પ્રોડક્ટ/સર્વિસની ઘર-ઘરમાં ગૂગલી નાખી મેગા-માર્કેટ મહારાજા બની રહ્યાં હોય..
- અખાતી દેશોમાં ‘બોલ્ડ’ અવાજ ઉઠાવી સત્તાની વિકેટ ખેરવી નાખતા રહ્યાં હોય..
- દેશોને મોટા મોટા દાન આપી કે લઇ ગુલામ/ભિખારી બનાવા કે બનવાની વૃતિમાં તર-બતર થઇ રહ્યાં હોય…
- સંબંધોનાં નેટ-સૂત્રો સર્જી સત્તાની સ્નેહનો ગુણાકાર અને દુશ્મનાવટનો ભાગાકાર કરી રહ્યાં હોય…
એવા એમની પાસે સર્વે દર્દોનું અકસીર ઓસડ છે.
માહિતી- The Power of Information.
જી હા! જેની પાસે જેટલું વધારે એટલો તેનો પાવર વધારે. એ પછી ઘરમાં રાજ કરવું હોય કે ઘરની બહાર દેશમાં કે દુનિયામાં. ત્યારે આ બધાંની વચ્ચે ફેસબૂક સાવ હટકે કેમ બની-ઠની…સજી-ધજી…ફરી-તરી બહાર આવી?- કારણ સાવ સહેલું છે. જેમ દુનિયામાં સારા કામો માટે કદર થાય છે તેમ ઈન્ટરનેટ પર ખરાબ કામો પણ વધારે થતાં રહે છે. પણ આ કામોને પણ ‘સહી ઇસ્તેમાલ’માં વટલાવી નાખી કદર કરવામાં કેટલાંક સુપર-ભેજાબાજો તેની તકો હમેશાં શોધતાં રહે છે. આ સુપર ભેજા-બાજો એટલે જે તે દેશનું ‘ઇન્ટેલીજન્સ બ્યુરો’. જેમની પાસે સત્તા-પત્તા-મત્તા-લત્તાની અતૃપ્ત ભૂખ છે.
એવાજ ‘યેકદમ હટેલાચ લડકા’ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગે પણ કેટલાંક ભારતીય ભારવાળા ભેજાઓની મદદથી પોતાની જ યુનિવર્સિટીના ડેટાબેઝ-સર્વરને હેક કરી જરૂરી એવી બધી માહિતીઓનો મસાલો ‘સોશિયલ નેટવર્કિંગ’ નામે બહાર ખેંચી લાવ્યો ત્યારે યુ.એસની ઇન્ટેલીજન્સ બ્યુરોને પછી સત્તાધીશોને આ ખરેખર વંઠેલ છોકરાના ભેજાનો ઉપયોગ કરવા મોકળું મેદાન મળી ગયું. સમજોને કે જોઈતું કેળું હાથમાં આવી પડ્યું જેવો ઘાટ મળ્યો. ગૂગલને પછડાટ, બિન-લાદેન મિશન, ઈરાન-અફઘાનિસ્તાન પર કબજો જેવાં મિશન પર થતાં અબજોનાં ખર્ચને નવો વળાંક આપવા માત્ર લાખોનાં ખર્ચે તેને પકડવાનું કરોડોનું દિમાગ મળી જતું હોય તો ‘ભલા વોહ ક્યોં ન લે?’
માહિતીઓની ચાવી તો મળી આવી. પણ તેને પોષવા, પામવા માટે શરુ થઇ એક આખી સોફિસ્ટિકેટેડ નાટ્યઘટના. અંદરકી બાતેં માત્ર ભારથી જોવા-જાણવા માટે તો ફિલ્મ જોઈ લેજો: The Social Network. માર્કની (ઓટો)બાયોગ્રાફી પરથી બનેલી આ ફિલ્મને એકેડેમી(ઓસ્કાર) એવોર્ડ કાંઈ એમ ને એમ મળી શકે ખરો?- યહ તો સબ ‘ઉપર’ વાલેકી દુનિયાસે ફેંકી હુઈ માયાજાલ હૈ!…ભાઆઆય!
તો હવે જાણવું એ જરૂરી છે કે આ જાળમાં એવું શું શું ભરાવવામાં આવે છે અને ભવિષ્યમાં ભેરવી દેવામાં આવનાર છે?- બોલો, કાલે એવા દાણાઓ લઈને પાછો મળું છું. તમે પણ મળશો ને?
બસ…કલ-તક કે લીયે થોડાં સા ઔર ઇન્તેઝાર. માહિતીઓની ખરી ઉતરતી વાતને માણવા આજના ભાગને પણ મજબૂર થઇ બે ભાગમાં મુકવો પડે એમ છે. ત્યાં સુધી ગઈકાલના આર્ટિકલમાં શરૂઆતની પેલી (ગંભીર) મજ્જાક વાળી વાતને આ ફન્ની ક્લિપમા જોઈ જાણી લઈએ.
સુંદર
માહિતીપૂર્ણ વીડિયો
હવે તો નાના છોકરાઓ એફબી એટલું બોલે
બેન, હવે તો થોડા સમયમાં ખાસ ડોકટરો ‘ફેસબુક રોગ’ના સ્પેશિયાલાઈઝ્ડ બની બહાર આવે તો નવાઈ નહિ.
[…] […]
[…] ગઈકાલની વાતને આગળ લાવી એ પહેલા ‘થોરામાં ઘન્નું કહી દેઈ’ એવા… […]
[…] ગઈકાલની વાતને આગળ લાવીએ તે પહેલા ‘થોરામાં ઘન્નું કહી દેઈ’ એવા… […]
[…] […]