ગઈકાલની વાતને આગળ લાવીએ તે પહેલા ‘થોરામાં ઘન્નું કહી દેઈ’ એવા…
સરપંચ બાપુને વાગેલા ‘સર’ના પંચથી શરૂઆત કરીએ :
દેશ-દેશાવરની સફર કરી અરજણ બાપુ ગામમાં પાછા ફર્યા. મણીલાલ માસ્તરને સવાલોનો ભારો કાઢી ફાંકો મારતા પૂછ્યું:
“અલ્યા માસ્તર! તે મુંબાઈ જોયું?…લન્ડન જોયું?…પેરીશ જઇ આયો?….શિન્ગાપોર?….ચાપાન?….
“ચ્યોથી જોવું બાપા?- આપડી હારે તો શે’રે જવાના ય રોકડા નં’ઇ ?”- માસ્તરે ઘણાં વખતની દિલમાં દબાયેલી જૂની નોટ છૂટી કરી.
“તે હું એમ કવ છું કે…આ આખો દહાડો બધાને અંદર ભણ-ભણ કરાવે પછી કોઈક વાર બા’રે રહ્યા કર.” – બાપુએ રોકડું પરખાવ્યું.
“હોવે અરજણબાપા…વખતે આવે એય કરીશ. પણ…મને ઈમ કો’ કે તમે ઓલ્યા ‘બળદેવ બંડી’ને ઓળખો?….’કેશવ કાતર’ને જોણો?…કે પછી ઓલ્યા ‘ભોગી ભામટા’ને જોયો?”- માસ્તરે હવે પરચુરણ પણ છુટુ કર્યું.
“ઇ કોણ છે બધાં?..ગોમમાં કોઈ નવા રે’વા આયાં છ?”- બાપુના ભાવ ચઢ્યા.
“….એટલ જ કવ છું બાપુ કે હવે ઘરમાં ય ર’હયા કરો.” હવે માસ્તરે રોકડું પરખાવ્યું.
ચાલો, હવે મૂળ વાત પર આવી જઈએ ને એ જાણીએ કે ચહેરા પર નાખવામાં આવેલી ફેસબૂક જાળમા શું શું ભરાવવામાં આવે છે?
- ફેસબૂક-રજીસ્ટ્રેશન: જ્યારે ફેસબૂક પર શરૂઆત કરીએ ત્યારે આપણા કોમ્પ્યુટરની, એની સાથે સંકળાયેલા સોફ્ટવેર્સ-હાર્ડવેરની, તે વાપરવાની આપણી અસલી જગ્યાની, વિસ્તારની, વસ્તારની, આબોહવાની, આપણી જાતની, વિચારની, શોખની, ધિક્કારની, માહિતીઓની એક નવી નદી વહેવાની શરૂઆત થાય છે. જેનું પાણી આપણે મફતમાંવહેવડાવવાની શરુરાત કરીએ છીએ.
- ફેસબૂક-પ્રોફાઈલ:કાંઈ કહેવાની જરૂર ખરી કે…જેના થકી આપણી ‘પોતાની’ પર્સનલ બાબતો પર પોતું વાગવાની શરૂઆત થાય છે. આપણી ઓળખ, જન્મ-જયંતી, શોખ, ગમો-અણગમો, અભ્યાસ, કેરિયર વિકાસ…ઉફ્! યહ તુમ ક્યા બોલ રહે હો..આ બધું ખુલ્લુ થઇ જાય?
- ફેસબૂક-કોન્ટેક્ટ્સ (ફ્રેન્ડઝ): આપણા ઇ-મેઈલ એકાઉન્ટમાં રહેલાં દરેક લોકો સાથેનું ઇન્ફ્લુએન્સ (સથવારો), આપણા (ખોવાયેલા કે મળી આવેલા) સગા-વ્હાલાં, સખા-સખી સાથે રહેલો આપણો સંબંધ, જે ઘડીએ આપણે કોઈને કે પછી કોઈ આપણને ફ્રેન્ડશિપ માટે ઈન્વાઈટ કરે ત્યારે, જેના થકી આપણી પહોંચ કેટલી અને કેવી તેનો અંદાજ આ રીતે મેળવવામાં આવે છે.
- ફેસબૂક-ફોટોગેલેરી: આપણે ખરેખર ફોટો ક્યાં, કયા કેમેરાથી-લેન્સથી, કેટલાં મીટરથી પાડ્યો છે એ તો સામાન્ય છે, સાથે ક્યારે અને કેમ લાઈફ-સ્ટાઈલ ભોગવીએ છીએ તેની સર્વે માહિતીઓનો ઇન્ટરનલ-ડેટા (અંદરની બાબતો) નો એક્સ-રે ખુલો કરી દઈએ છીએ. તે પછી કોને ગળે પડીએ છીએ કે કોને ગળે લગાડીએ છીએ, કોને ટેગ આપી કે કોમેન્ટ આપી એવા ‘મજ્જાના’ લાગતાં કામોથી પેલા ઇન્ટેલીજન્સનું કામ વધારે આસાન કરીએ છીએ….કોને કેવા ચીતરીએ છીએ, વગેરે… વગેરે…ઉસમેં સબકુછ દિખ જાતા હૈ પ્યારેમોહન!
- ફેસબૂક-વિડીયો: આપણને શું જોવું, બતાવવું, ફીલ્માવવું ગમી જાય પછી આપણી જન્મકુંડલી તો શું મરણકુંડલી પણ આરામથી બનાવી શકાય. સમજોને કે આપણી ‘ફિલ્લમ’ આપણે જાતે જ ઉતારી નાખવાની.
- ફેસબૂક-વોલ: દેશીભાષામાં ઓટલા પરિષદ. આખા ગામની પંચાત આખી દુનિયાને સંભળાવવી કે પહોંચાડવી હોય.
- ફેસબૂક-ઇવેન્ટ:તુમ્હારા અગલા કદમ ક્યાં હોગા?..તમે ‘કબ, ક્યોં કહા’ પાર્ટી કે પ્રોગ્રામ શેને માટે આપવાના છો!?!?- ઉનકો સબ પતા હૈ મેરે ભાઈ!
- ફેસબૂક-ગેમ્સ (એપ્સ): બાળકોથી લઇ (વધુભાગે સ્ત્રીઓને ખાસ) પિતાઓને પણ પટાવી દે તેવું લટકતું કેળું. ગેમની ગાંઠ એટલી મજબૂત બંધાય છે કે ‘કિસીકોસબકુછ પતા ચલતા જી’ કે તમારી સામાજિક રમત પાછળની સાયકોલોજી શું છે?
- આ સિવાય, તેના ફેનપેજ, પ્રોડક્ટ પેજ, સવાલ-જવાબ, નોટ્સ, ગ્રુપ્સ, અને હવે આવી રહેલો ફેસબૂક-ફોન વગેરે વગેરે એવા ગૂલ(ફુલ) છે જેના દર્શન માત્રથી મેસ્મરાઈઝ થઇ આપણી આંતરિક સુગંધોને જાતે જ ફેલાવી દેવામાં મશ’ગૂલ’ થઇ જઈએ છીએ.
ટૂંકમાં, આપણે જે કાંઈ કરીએ છીએ તે નેટનાં આવાં અલગ-અલગ પાળિયાઓ પર કોતરાઈ જાય છે. આ રીતે તેમના દ્વારા ડિજીટલ બળાત્કાર થઇ આપણી પોતાની કે આપણા પોતાની માહિતીઓનું લોહી જેટલું ભેગું કરી શકાય તેટલું કરી માહિતીઓનાં સુપર મહારાજા બની દુનિયા તો ઠીક પણ વર્ચુઅલ બ્રહ્માંડ પર પણ રાજાશાહી ભોગવવાની કોશિશ થઇ રહી છે. જેની જેવી ભેંસ એવી એની લાઠી…
તો પછી તો આનો ઉપા‘યોગ’ શું?-
- ટેકનોલોજીથી ભાગી, શીખવાનુ બાજુ પર મૂકી માનસિક વિકાસ અટકાવી દેવો?
- સંબંધોથી સન્યાસ લઇ માળા જપવા (કે તેમાં લપાઈને) બેસી જવું?
- પ્રપોઝ કર્યા વગર વાંઢા-વચકા વાળી ઝીંદગી પસાર કરવી?
- બિઝનેશ કે કેરિયર વિકસાવવાનો વિચાર છોડી ઢસરડાં કરતા રહેવું?
ના… ના… ના…ઓ નર-નારીઓ!
મુશ્કેલીઓ તો …તમે હોવ રાધા અને દુનિયાને કહો અનુરાધા…તે પછી જ વધી જાય છે ઉપાધિઓ અને વાંધા!…
એટલે સો ‘વાટ’ લાગે એ પહેલા માનવા જેવી એક વાત: જસ્ટ બી ગૂડ એન્ડ ફ્રેન્ડલી. અમારા પેલા અલીદાદાના સુપર ક્વોટ મુજબ:
“આપણી દરેક બાબતને એટલું નાગું (એક્સપોઝ) ન કરી દઈએ કે કોઈને માંગુ નાખતા પણ શરમ આવે!! સ્પષ્ઠ ઓબ્જેક્ટીવ, જરૂરી જ્ઞાન ખુલ્લાં દિલે વહેંચવા અને વેચવાની ત્રેવડ, આવડત અને કુનેહ હોય તો…..બસ પછી ગૂગલી નાખો કે બિંગ પોકારો યા યાહૂ! કરી પડો…ફતેહ ફેસબૂકથી પણ થશે…………આગે!
બસ એટલો નિયમ ધ્યાન રાખવામાં આવે તો યમ પણ ઘર ભાળી જાય તો વાંધો નહિં આવે, પ્રભુ!.
“વર્ચ્યુઅલ દુનિયાના સૂપમાં મીઠું (નમક) એટલુંજ વાપરવું જેથી તેમાં એક્ચ્યુઅલ ‘સબરસ’ જળવાઈ રહે.”– મુર્તઝાચાર્ય
મુર્તઝાચાર્યજી,
૧. તો યમ પણ ઘર ભાળી જાય તો
૨. “વર્ચ્યુઅલ દુનિયાના સૂપમાં મીઠું (નમક) એટલુંજ વાપરવું જેથી તેમાં એક્ચ્યુઅલ ‘સબરસ’ જળવાઈ રહે.”
આ બન્ને બાબતો મને ઘણી શિખ આપી ગઇ છે.
મનસુખભાઈ, આપનો પણ ખૂબ આભાર.
“આપણી દરેક બાબતને એટલું નાગું (એક્સપોઝ) ન કરી દઈએ કે કોઈને માંગુ નાખતા પણ શરમ આવે!! ” સોલીડ છે બોસ, ફેસબૂક ની સાચી “કેસબૂક” બતાવી, ખૂબ જ સરસ/સરળ સમજ,
મુન્શીજી! યેહ હુઈ ના બાત…
“બહુજ સરસ છે!..મસ્ત હોં!” જેવી ફક્ત કહી દેવા જેવી વાત કહેવાને બદલે આ રીતે જેન્યુઈન સમજાઈ ગયેલી કોમેન્ટ-વાતમાં વધારે દમ હોય છે.
આપનો ઘણો આભાર.
આને સૂપમાં મીઠું કહો કે ભગવદગીતામા ચિંધેલો ‘વિવેક’ , એક જ છે ને !! અથવા ‘સમજણ’ !!!
તમે ભાષાથી એવું રમો છો જાણે બોલથી સચીન !!
લતા
સચ્ચી(ન) કહું તો તેની ‘રન’ માસ્ટરી સામે આને હું ‘પન’ માસ્ટરી કહું છું. 😉
સરસ!
મીઠુ વાપરતા આપણામા કેટલુ મીઠુ છે તે વિચારવુ અને સોડીયમવાળા મીઠાની વાત કરતા હોય તો ખાસ સાચવવું અહીંતો તે સપ્રમાણ ન હોય તો…મહાગડબડ!
“વર્ચ્યુઅલ દુનિયાના સૂપમાં મીઠું (નમક) એટલુંજ વાપરવું જેથી તેમાં એક્ચ્યુઅલ ‘સબરસ’ જળવાઈ રહે.”- મુર્તઝાચાર્ય
ગમી જ્યું …
ડોહા ચેલો ….
ખરેખર અદભૂત…! થોડા માં ઘણુ.
માર ગુર્જર બક.
મૂળ તાજા પટેલ.
આવી મૂળગામી માહિતી આપણી મજાની ગુજરાતીમા મૂકાય તો ઇંટર્નેટ પર નેક વેપાર શરુ થાય!!!!!!!
હહાહાહાહાહાહાહ…હેમન્તભાઈ, એવું પણ આવશે ક્યારેક. 🙂