બિઝનેસ બ્રાન્ડિંગ: બાબા રામદેવ ઇન્સ્ટન્ટ ‘ફિક્સ’

Branding_Babaચારેબાજુ જ્યારે બાબા..બાબા બ્રાન્ડની ધૂમ મચી છે. ત્યારે ‘યોગા’નુ’યોગ’…એક વર્ષ પહેલા દિવ્યભાસ્કરમાં (જરાયે ભૂલ વગર) શ્રી પ્રકાશભાઈ બિયાનીનો બાબા રામદેવજીના માર્કેટિંગ ફંડા પરનો આ લેખ ફરીથી બ્લોગાસને જમાવવા જેવો છે. જે બાબતો મને લખવી હતી તે બધું જ પ્રકાશબંધુજીએ સાનમાં શાનદાર સમજાવી દીધું છે.

લ્યો ત્યારે મારો નેક્સ્ટ બ્લોગ પોસ્ટ રેડી થઈને આવે ત્યાં સુધી બાબાના બિઝનેસ શિબિરમાં તમેય લાભ લઇ ‘યોગ્ય’ બાબતોને લઇ લેજો…

http://www.divyabhaskar.co.in/article/gret-marketear-baba-ramdev-963117.html

દોસ્તો, વાંચ્યા બાદ કાંઈક શીખ્યું હોય એમ લાગે તો એ ‘કાંઈક’ નું ‘શેર’આસન કોમેન્ટ કોર્નરમાં જઇ કરી આવશો તો માનસિક કસરતનો લાભ બધાંને મળશે.

Advertisements

10 comments on “બિઝનેસ બ્રાન્ડિંગ: બાબા રામદેવ ઇન્સ્ટન્ટ ‘ફિક્સ’

 1. બાબા કરતાં ગાંધીજી આચરણમાં ઘણાં વધારે દૃઢ અને પોતાના સિદ્ધાંતોમાં ક્યારેય બાંધ છોડ ન કરનારા હતા. ગાંધીજી અને બાબાની સરખામણી થઈ શકે તેમ નથી. અણ્ણાજી ગાંધીની વધારે નજીક લાગે છે.

 2. Shailesh says:

  ગાંધીજીએ પોતાના વિચારો વેચીને રોકડી નથી કરી. બાબાએ પોતાના વિચારો વેચી ને સંપતિ નો મોટો ઢગલો ભેગો કર્યો. અને આ ઢગલાને સાચવવા પાછો પોતાનો પ્રાઇવેટ ટાપુ ખરીદ્યો.

  • મને લાગે છે કે બાબા એ કે બાપુ કેટલું કમાયા એની ચર્ચામા ઊંડા ઉતારવા કરતા…આખા આર્ટિકલનો આ એક મોરલ મેસેજ સમજી લેવા જેવો છે.

   “મહાત્મા ગાંધી હોય કે બાબા રામદેવ, બંનેનો માર્કેટિંગ મંત્ર એક જ છે- વિચારને વેચો પણ તેના પહેલા તમે ખુદ તમારું લક્ષ્ય હોય એવા બનો કે દેખાવ.‘

   • મહાત્મા ગાંધી હોય કે બાબા રામદેવ, બંનેનો માર્કેટિંગ મંત્ર એક જ છે- વિચારને વેચો પણ તેના પહેલા તમે ખુદ તમારું લક્ષ્ય હોય એવા બનો કે દેખાવ.‘

    જો એવા બનવામાં આવે તો તે યથાર્થ આચરણ છે પણ જો માત્ર દેખાવ કરવામાં આવે તો તે દંભ છે. કહેવાનું તાત્પર્ય તે છે કે ગાંધીજી જેવા દેખાવા માંગતા હતા તેવા બનવા માટે પુરેપુરા સભાન પ્રયત્ન કરતાં હતા જ્યારે રામદેવજી દેખાવાની કોશીશ કરે છે પણ બન્યા નથી તેથી તેમનું વર્તન શંકાસ્પદ રહે છે.

    માર્કેટિંગમાં પ્રોડક્ટ દેખાડવામાં આવે તેવી ઘણીએ વાર હોતી નથી અને પરીણામે ખરીદ્યા પછી ગ્રાહકને છેતરાયાનો અસંતોષ થાય છે – અને તેથી જ માર્કેટીંગમાં પણ નૈતિકતા જરૂરી છે જો લાંબા ગાળાનો લાભ મેળવવો હોય તો.

 3. મહાત્મા ગાંધી હોય કે બાબા રામદેવ, બંનેનો માર્કેટિંગ મંત્ર એક જ છે- વિચારને વેચો પણ તેના પહેલા તમે ખુદ તમારું લક્ષ્ય હોય એવા બનો કે દેખાવ.‘

  ગમ્યું . બાબા રામદેવનો પરિચય પણ બહુ ગમ્યો. લકવા થયેલ માણસ આટલી જબરદસ્ત કસરત કરી શકે, અને કરાવી શકે… અદભૂત!

  એક બીજું અવલોકન …પ્રબળ સંકલ્પ .

  આપણે સૌ ટીકાકારો મટી સદ઼ગુણોના અમલીકરણ કરનારા થઈએ તો?

 4. Arvind Adalja says:

  બાબા રામદેવ કે અન્નાજીની ટેકટીકસ સાથે સહમત થઈએ કે ના થઈએ એક વાત ચોક્કસ છે કે આ બંનેના પ્રયત્ને આપણાં સર્વે સહિત આ નિંભર સરકારને હચમચાવી અને ભ્રષ્ટાચાર વિષે કંઈક વિચારવાની પહેલી વાર ફરજ પડી છે. આ આંદોલને છેક તળિયાના લોકોને સરકારી ભ્રષ્ટાચાર વિષે જાગૃત કર્યા છે તે આ આંદોલનનું વિધાયક પાસું છે અને તેને જ વધુમાં વધુ હાઈ લાઈટ કરવું જોઈએ. રખેને આપણે સરકારી અને અન્યોના પ્રચારમાં આવી ગાંધી-અન્ના અને બાબાની સરખામણી કરવામાં શક્તિ વેડફીએ ! લક્ષ્ય સિધ્ધ કરવા આવા આંદોલનને વૈચારિક અનુમોદન આપતાં થશું તો કંઈક વિધાયક પરિણામ મળવાની સંભાવના રહેશે !

 5. શ્રી. પ્રકાશ બિયાણીનો લેખ અહીં મૂકી માર્કેર્ટીંગ વિશે આપે કહેલી ઘણી વાતોનું મહત્વ સ્પષ્ટ થાય છે. ઘણા લોકોએ લેખનું હાર્દ સમજ્યા વગર ગાંધીજી અને બાબાની ઉદાહરણાત્મક સરખામણીના પોશાક પર ટિપ્પણીઓ કરી હોય તેવું લાગે છે.
  માર્કેટીંગની દૃષ્ટીએ ઘણી વાતો અહીં આપે છતી કરી છે:

  સૌ પ્રથમ તેમના વિચારનો USP- Unique Selling Point, જે કરોડો લોકોએ ઓળખ્યો, પસંદ કર્યો અને અપનાવ્યો.
  બીજી વાત આવે છે તેમના પ્રૉડક્ટના Packagingની: ગાંધીજીએ પહેલાં ગામડીયા કાઠિયાવાડીની પાઘડી વિ. અને તેમાં સતત બદલાવ કરી આખરે ચર્ચીલે તેમને નંગા ફકીર કહી પ્રસિદ્ધી આપી તે કાછોટા વાળૌ પોશાક, જે લોકોએ વધાવી લીધો અને બાબા રામદેવે તેનો ઉપયુોગ કર્યો.
  ત્રીજી વાત છે તેમના Productના Labelingની: ‘બાપુ’ તથા ‘બાબા’ના વિચાર તથા તેમના ઉત્પાદનનો catch word – જે બાબાએ ‘દિવ્ય’ શબ્દથી પ્રસરાવ્યો.

  આપના લેખમાં માર્કેર્ટીંગની ખુબીઓને જે રીતે આપે વર્ણવી છે, તેન મને ઘણી પ્રશંસનીય લાગી. બાકીની વ્યક્તિગત વાતો, તેમની મહાનતા વિ.ને અહીં મહત્વ નથી એવું મને લાગ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s