વેપાર (સુ)વાવડ:: ‘બોલ્ડ’ ડિલીવરી કરનારા ગૂગલના નવા આવી રહેલા બે ચક્કરવાતી ગૂગલી

ગૂગલી ૧. | તમારી ઈમેજ કેટલી?…ગૂગલે બતાવી હોય એટલી..

Google-Search-by-Image

ગૂગલમાં કોઈક ફોટો શોધવો હોય તો સમજ્યા કે સર્ચ-ઈમેજ વિભાગમાં જઈને શોધી શકાય. પણ હવે માની લ્યો કે…

 • તમે કોઈક એવો ફોટો જોયો છે…જે કોઈક વાર પહેલા પણ જોયો હતો પણ તે કોનો છે તે યાદ આવતો નથી…
 • તમારી પાસે કોઈક એવી જાણીતી જગ્યાનો ફોટો છે પણ તે ક્યાં આવી તેની તમને ખબર નથી..
 • તમારી પાસે કોઈક એવો ફોટો છે જે બીજા પાસે પણ હોઈ શકે એવું તમને જાણવું છે….યા પછી…
 • તમારી સાઈટ પરથી તમે તૈયાર કરલી ઈમેજ કોઈકે ચોરીને…કોપી-પેસ્ટી(સાઇડ) કરી પોતાના નામે કરી લીધી છે..

ત્યારે આવું થાય તો પછી શું કરવું…?!?!?!

જરાય રોવાનું તો નહિઈયચ. (આવી ઈમેજ લોકો જુવે તો કેટલું ખરાબ લાગે નહિ?) પણ વગર ટિકિટે હજુ ગઈ કાલે જ બહાર આવેલી એની ગાડીમાં સીધા http://images.google.com સાઈટ પર આવી જવાનું. ને સોપારી કે ખોખું આપ્યા વગર જે ફોટાનું સ્પાય કરાવવું છે તેને ઊંચકી સીધા સર્ચબારમાં નાખી દેવાનું. પછી જુવો ગૂગલ ભાયડાના ભડાકા…

સંતાઈને કહેવાયેલી વાત:આમાં હવે એ લોકો ટેન્શનમાં આવી જશે જેમણે વર્ષોથી એવા ફોટોગ્રાફ્સ પર રામનામ જપી પરાયા માલને પોતાનો કર્યો છે. મા કસમ!…ચુન ચુન કે પકડા જાયેંગે.

(જોજો પાછા ભૂલમાંથી તમારી પત્ની કે પતિનો ફોટો ક્યાંક..આડે હાથે)…જાઓ જાઓ…અજમાવો!

ગૂગલી ૨. | ગૂગલી ‘બોલી’ સર્ચ…

“અલ્યા ભાઈ પટેલ!….બહુ થયું રે..આ ગજેસંગકાકાને તારા સુપર-ફાસ્ત કીબોર્ડ પર તાઈપ કરતા કંટારો આવે છે, કાંઈક એવું સાધન લઇ આવને કે કોમ્યુંતર પર બહુ આંગરી નો કરવી પડે….આમેય આપડું આ ઘરમાં કોઈ સાંભળતું નં’ઈ ભ’ઈ!!!”

ઓહ! કાકા… હવે તમે બહુ બોલ બોલ કરો મા ને ધીરી કરો બાપુડિયા… તમારા હાથોને હેઠાં મુકો ને તમારી વ્હાલી ગૂગલ ને બોલીને હુકમ આલ્વાની તૈયારી શરુ કરો. તમે બોલશો ને ઈ શર્ચ કરીને હંધુયે કામ કરી આલશે. આઈ જાવ આંયા…

http://www.google.com/insidesearch/voicesearch.html

“લે આ તો હારું થયું!….કમસે કમ…આ તો આપડો હુકમ સાંભળશે.”

“પણ બાપુ! હમણાં તો આ ગૂગલડી પેલા અમેરિકાવાળાઓનાં જ હુકમો માનશે…પછી એની ગુલામી શીખીને થોડાં દિવસો પછી બધા માટે દુનિયાની ૨૭ ભાષાઓમાં પણ કામ કરશે…”

“લાગે છે તારી જમનાકાકીને આ ગૂગલીબાઈ હારે ટ્રેઈન કરાવ્વીજ પડશે.”

Advertisements

21 comments on “વેપાર (સુ)વાવડ:: ‘બોલ્ડ’ ડિલીવરી કરનારા ગૂગલના નવા આવી રહેલા બે ચક્કરવાતી ગૂગલી

 1. મુર્તુઝાભાઇ, ગુગલડી પાંહેથી એવું કામ નો કરાવી હકો, કે બાયડી આપણો હુકમ માનવા લાગી જાય? કોઇ નુસકો હોય તો બતાવો ને, આખી દુનિયાના મરદ તમને દુવા દેસે!

  • કેપ્ટન! શુઉઉઉઉઉઉઉઉ…કોઈને કહેતા નહિ..(પણ પ્રાપ્ત સુત્રો કે અનુસાર): આ તો ગૂગલના પેલાં બે ગલા ભાઈઓ પોતાની ગર્લ-ફ્રેન્ડ પર હુકુમનું પત્તું નાખી ન શક્યા એટલે આ રીતે ટેકનોલોજી વિકસાવી આડવેર લેવાનું નકી કર્યું હોય એમ લાગે છે.

   એવી ટેકનોલોજી માટે આપણને સ્ત્રી બની નવો જન્મ લેવો પરવડશે… 😉

   • Suresh Jani says:

    વાહ! અલ્લાનો બંદો ય નવો જનમ લેતો થઈ જશે !!

    ગૂગલ ભાયડા, ગૂગલી, ગૂગલ મહારાજ…ગૂગલનાં કેટકેટલાં રૂપ?….એ ફ્રુગલ નથી !!

   • દાદા, એ તો દરેક બાજુએથી સુર રેલાવતું બ્યુગલ છે. ને હજુ તો એના એવા બીજા કેટલાંક નવા સૂરો જોવા ને સાંભળવાના બાકી છે. વખતે તેના વિષે પણ ખબર પડતી રહેશે.

 2. Useful facility particularly image search.

  અરે વાહ હવે તો કોઈ ટપ ટપ આંસુ પાડતા હશે કે ચોધાર આંસુએ રડતાં હશે તેના ફોટા પણ ક્યાં ક્યાં છે તે મળી જશે 🙂 શરત માત્ર એટલી કે સર્ચ કરવા માટે આપણી પાસે મુળ ફોટો હોવો જોઈએ 😦

 3. મુર્તઝાભાઈ,

  ખૂબ સુંદર અને ઉપયોગી માહિતી પીરસવા બદલ ધન્યવાદ !

 4. himanshupatel555 says:

  આશા છે માહિતિનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાશે, આભાર.

 5. હવે મારે અને મારા જેવા બીજાઓએ પોસ્ટમાં ઈમેજનો સોર્સ લખવો નહીં પડે…. ફ્રોમ ગુગલ મહારાજ લખવાથી સોલ્યુશન…

  બાય ધ વે ઘણું જાણવા મળે છે દોસ્ત……

  એક નવી વાત જાણવાની ઈચ્છાઓ છે…. “ટાઈમ” મેનેજમેન્ટ કરવા છતાં ઓછો પડે છે…. એનો ઉપાય મળે તો કહેજો…..

  • દોસ્ત, તમને જાણવાનું મળે છે એ જાણીને મને ઘણી ખુશી થાય છે. ખૈર, ગૂગલ મહારાજ તો વખતો વખત એના મંત્રોચ્ચાર કરતા રહેશે. આપણે તો આપણો સંસાર માંડતા રહેવાનું છે. 😉

   એટલે ટાઈમને મેનેજ કરવાની વાત આવે છે, ત્યારે…તેને બદલે કામને જ બરોબર મેનેજ કરી દેવામાં આવે તો ટાઈમ એની મેળે જ મેનેજ અને એડજેસ્ટ થઇ જશે. …..છે ને થોડો હટકે જવાબ? હવે આ બાબતે પણ વખતે એક બ્લોગ-પોસ્ટ આવવાની જ છે. એટલે વખતે તને પણ જલ્દીથી એનો ઉપાય મળી જવાનો છે ભૈલા…ત્યાં સુધી થોરામાં ઘન્નું સમજી જાની ડીકરા!

 6. Paresh Jani says:

  મેં તમોને રૂબરૂમાં કહેલા વાક્યો સાચા પડતા જાય છે. ઘણીજ ઉપયોગી માહિતી. જ્ઞાનનો ખજાનો વહેંચતા રહો..દાદુ..વહેંચતા. અમો લેવા માટે તૈયાર છીએ.

  પરેશ જાની.

 7. Saras Murtazabhai !
  Google e +1 button launch karyu chhe .ekad post muko to gamse.

  triji googli mate

 8. Hari says:

  ઈએએએએ હાલો, મુર્તઝાભાઈનું નવું નઝરાણું ઝોવા હારું ઝટ હાલો :- એ સર્ગીભાઈ અને લેરીભાઈ ના ગુગલડિયા ની નવી ગુગલીયું , એય તે બે બે હો….

 9. Reader Friend says:

  મુર્તઝાભાઈ, ગંભીર વાતો હોય કે જ્ઞાન-વર્ધક વાતો…..કોઈને પણ હસતા હસાવતા રસાળ શૈલીમાં કહેવાની સ્કીલ આપની પાસેથી શીખવા જેવી છે.

 10. ગૂગલી ૧. તમારી ઈમેજ કેટલી?…ગૂગલે બતાવી હોય એટલી..
  ગૂગલી ૨. ગૂગલી ‘બોલી’ સર્ચ

 11. આ ગૂગલકાકા ના લાવે એટલું ઓછું છે.

 12. Di Shah says:

  wah ghana divas thi tamaro blog nahoto vanchyo aaje vanche ne refresh thayi gayi wah wah thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s