વેપાર વ્યક્તિત્વ: ઈન્ટરનેટ પર વેપારની અપાર સફળતાનું સુપર (સ)ફરજંદ એટલે…એપલ

Apple_Red

  • જે અક્ષરથી બાળપણમાં આપણે ભણતરની શરૂઆત કરીએ છે તે શબ્દાક્ષરને શું બોલાવશો?
  • જેની દરકે પ્રોડક્ટ ભલેને ચાઈનામાં બનતી હોય તોયે…એના જેવી જ અસલ સ્વાદવાળી ચાય કે કોફી ના બનાવી શકો તે લકી કંપનીને શું કહેશો?
  • જ્યાં દુનિયાના શ્રેષ્ઠ ભેજાગેપ કારીગરો રાત-દિવસ એક કરીને કરોડોનું કામ હાંસિલ કરતા હોય તે જગ્યાને શું કહેશો?
  • જે ધર્મ અને વિજ્ઞાનનો સાવ જ અનોખો સંબંધ રચી પોતાના દરેક મુકામને યાત્રાધામમાં ફેરવી નાખે એવા ગોડફાધરને શું કહી બોલાવશો?
  • જે ખુદની બનાવેલી ઘણી ઊંડી ખાઈમાં ગબડી પોતાના રચેલા ખૂબ ઉંચા આસમાનમાં ઉડી રહે તે (સ)ફળનું શું નામ આપશો?
  • જેને તમે ખૂબ…ખૂબ પ્રેમ કરીને ધિક્કારી શકો યા પછી ખૂબ ખૂબ ધિક્કારીને પણ પ્રેમ કરતા રહો એવા પ્રેમી/પ્રેમિકાને શું કહેશો?

બસ…બસ…બસ…એક જ જવાબ: એપલ

આ તો ભલુ થાજો કે ઉપરોક્ત મુદ્દા ૬ વાક્યોમાં સમાવી લીધા છે. બાકી આ કંપની માટે મહાકથા, સ્તોત્ર, શ્લોક, ચાલીસા, ચોપાઈ કે હાઈકુઓ રચાતાં રહે તો પણ ઓછું પડે તેવી આ એપલ કંપની વિષે ઘણું કહી શકાય…નાહી શકાય….બંધુ!

દોસ્તો, આટલું લખવા માટે કોઈ અતિશયોક્તિ વાપરી નથી. કેમકે આ કંપનીએ કામો જ એવા કર્યા છે કે ઈન્ટરનેટ પર આ સમૃદ્ધ શબ્દોને પછીથી પોતાની અસલ વેલ્યુ (મૂલ્ય) મળી આવી છે.

હજુયે કહેવા જેવું ખરું કે….જેમને (બીજાના મગજની ઉંઠાતરી કર્યા વગર) કાંઈક શીખવું છે…(કોઈને બનાવ્યા વગર) કાંઈક બનવું છે…તે લોકો માટે આ કંપની બેન્ચમાર્ક, આઇડીયલ આઈડિયા-રિસોર્સ બની શકે છે. પોસિબલ છે કે આ બંદાને આટલું લખવાની પ્રેરણા પણ એપલના લાંઆઆઆઆબાગાળાના અભ્યાસ બાદ મળી છે. જે માટે થોથાં લખી શકાય….આપણી ભાષામાં જ યારો!

“પણ વાંચવાનો ટાઈમ કોને છે?” એમ કહી રજાઈ ઓઢી સુવામાં આપણને વધારે આનંદ આવે છે. ત્યારે ગાગરમાં સાગર સમી વાતને ૩-૪ રાતો જાગી ખાંખાખોળા કર્યા બાદ…પાંચ સર’પંચિંગ’ પોઇન્ટ્સમાં સમાવવાની કોશિશ કરી છે. એટલે પેલા લખાયેલા લેખના ટાઈટલને આજે આલેખન માટે ફરીથી યાદ કરી લઈએ:

 જે તરસે છે તેને માટે સતત વરસે છે. કેટલું ભીંજાવું, કેટલું ખોબે લેવું અને કેટલું ટાંકામાં ભરવું તેનો આધાર તમારી લેણ-શક્તિ પર છે.

હવે જેમને આ પાંચ પોઇન્ટ્સ એપીટાઈઝર જેવા લાગે તો આવનાર પર્સનલ ટ્રેઇનિંગકેમ્પમાં તેના પર જમણવાર મળી શકે છે.

૧. એપલ દરેક બાબતે વાર્તા સર્જે છે.

૨. એપલ પોતાની દરેક વસ્તુ સાવ સિમ્પલ અને હટકે બનાવે છે.  

૩. એટલે જ તેની દરેક પ્રોડક્ટ/ સર્વિસનું ખૂબીપૂર્વક પ્રેઝેન્ટેશન આપી શકે છે.

૪. લોકોને શું, કેવું, કેટલું, ક્યારે, કેમ આપવું તે માટેનું વાતાવરણ જાતે જ નક્કી અને તૈયાર કરે છે.

૫. વખતે વસ્તુની ડિલીવરી આપે છે….જેટલું કહે છે તે કરતા ઘણું વધારે ડિલીવર કરે છે…કરતુ રહે છે.

સફર પંચ:

“An Apple a Day, Keeps a Doctor Away, But if a Doctor is Handsome…then keep Everything Away!”

 તો હવે જોઈએ પાંચ-પોઈન્ટની એક વાત આ લેટેસ્ટ વિડીયોક્લિપથી:

 ….થોડાં દિવસો પહેલાં પોતાના નવા લોંચ કરેલા આઇપેડ-૨ નું જાદુગરીકરણ દ્વારા ડેમો બતાવવો કાંઈ હાથનો ખેલ નથી…(કે પછી હાથીનો ખેલ કહી શકાય?!?!?!).

 

14 comments on “વેપાર વ્યક્તિત્વ: ઈન્ટરનેટ પર વેપારની અપાર સફળતાનું સુપર (સ)ફરજંદ એટલે…એપલ

  1. એપલની દરેક પ્રોડક્ટ નવા નવા Ideas થી ભરેલી અને Copy-Paste વિનાની છે.

  2. himanshupatel555 કહે છે:

    વિડિયો ક્લિપ એટલીજ ટ્રીક્સ અને ટેકનિકથી ભરપૂર હતી , ઉપર કહ્યું તેમ કોપી-પેસ્ટ વગરની હોય તો વર્ડપ્રેસવાળાઓએ ગુજુ બ્લોગરોમાં દાખલ કરવી જોઈએ તો દાખલો સમી જાય..હા હા હા…

  3. Heena Parekh કહે છે:

    “જે તરસે છે તેને માટે સતત વરસે છે. કેટલું ભીંજાવું, કેટલું ખોબે લેવું અને કેટલું ટાંકામાં ભરવું તેનો આધાર તમારી લેણ-શક્તિ પર છે.”

    ….આ વાક્ય બહુ ગમ્યું.

    આઈપેડ-૨નો ડેમો અદભુત છે. આવી સરસ માહિતી મૂકવા બદલ આભાર.

  4. MechSoul કહે છે:

    Jordar !
    SteevJobs nu PPT moklyu hatu te yaad aavi gayu.
    Apple na ek e ek idea jordar hoy chhe !

  5. HasanAli કહે છે:

    my first apple product is IPHONE. i impress from my iphone.

  6. સુરેશ જાની કહે છે:

    મસ્ત ડેમો. ફોટોશોપની કમાલ. કે.લાલ.ના જમાના ગયા.
    અથવા કે.લાલ જુનિયરે આ કળા વાપરવી જોઈએ!

  7. husainali vohra કહે છે:

    saras,mane maru presantation yaad aavi gayu…….innovation secrets of steve jobs .
    ane tena 7 principle ……….just like a “think different”.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.