આપણે સૌએ કોઈકને કોઈક રીતે સેલ્ફ-અથવા બિઝનેસ ડેવેલોપમેંટને લગતા પ્રોગ્રામ કે સેમિનારમાં હાજરી આપી હશે, ખરુને? મન માટે મોટિવેશન અને પ્રોડકટીવીટી માટે પ્રેરણાત્મક બનતા આવા પ્રોગ્રામ્સ મગજના વિકાસમાં વેક્યૂમ-ક્લિનર જેવું કામ કરે છે. વખતોવખત નકારાત્મક પરિબળોની ધૂળ સાફ થતી રહે છે. વિચારો અપડેટ્સ થતાં રહે છે.
પણ સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ વાગે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું. બામ્બુનું
“મિત્રો, તમને ખબર છે?…વાંસને પકવતા પાંચ વર્ષ લાગે છે. બી વાવ્યા પછી પાંચ વર્ષ સુધી ધીરજ ધરી, શાંતિ રાખી વાંસને ઉગવા દેવામાં આવે ત્યારે વખત આવ્યે લાંબે ગાળે ઉંચે ઉગી આ પાક સુપર કમાણી કરાવી આપે છે. આપણા સ્વ-વિકાસનું કે વેપાર-વિકાસનું પણ કાંઇક એવુંજ છે. સમયને સમજી જરૂરી જગ્યાએ રોકાણ કરવામાં આવે ત્યારે મોટો લાભ થાય છે. માટે મનુષ્ય-માત્ર માટે જરૂરી છે કે ધીરજ ધરી સહનશીલતા રાખી રાહ જુએ. તેમાંજ તમારી કર્મશીલતા છે. ટૂંકમાં, ‘થોભો, સમજો, રાહ જુઓ અને આગળ વધો’ની નીતિ આપનાવી જીવનલક્ષી વિકાસ સાધવો જોઈએ. તમારા આત્માને પર પરમ-શાંતિનો અનુભવ કરાવવો હોય ત્યારે ધીરજ ધરી મનને, સમયને આધીન રહી કર્મ કરતા જઈ ફળ મેળવવું એ સુખી મનુષ્યનું સુંદર લક્ષણ છે ”
આઆઆઆઅહ્હ્!….ભક્ત વાંચકો! આટલું શુદ્ધ વાંચવાની પણ ધીરજ રાખી આપ બેશુદ્ધ ન થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર!
“સાવ બોર્ર્ર્રર્ર્રિંગ…ખોટી વાત…ખોટી સમજણ.”
ઓહઉફફફ!…ઝટકો લાગ્યોને?- આટલાં સેમિનારમાં શીખીને આવેલી આવી સરસ મજાની વાત વર્ષો પછી જ્યારે પાછી યાદ આવે ત્યારે તે વખતે શીખેલા જ્ઞાનની ભેંસ પાણીમાં બેસી ગયેલી દેખાય એ દેખીતું છે. પણ આ વાત આ બંદાની નથી. એટલેજ આટલું ખુલ્લું કહેવાની આ પાર્ટીએ હિંમત કરી છે. આ વિરોધી વાક્ય તો ઈન્ટરનેટના જમાનામાં ઉલટું સાબિત કરી વાંસની વાતને રીફ્રેશ કરનાર મારા બીજા એક લેખ-ગુરુ શ્રીમાન ‘નોહા સેન્ટ જોહન્સ’નું છે.
ઓફકોર્સ, મને આજે આ લેખ-ગુરુના પ્રબળ શુક્રની વાત નથી કરવી પણ તેના આ ‘ધીરજ’, ‘સબ્ર’ કે ‘સબર’ કે ‘સહનશીલતા’ની ચમકીલી વાત કરવી છે. ગામ આખું જ્યારે ‘પડ્યું પાનું નિભાવવાની’ એકજ વાત કરતુ હોય ત્યારે આ પડેલા ‘પાના’ને ખોલવાની હિંમત માટે આ સબરના સાબરને કેટલો કંટ્રોલમાં રાખવો ને કેટલો જોર કરી દોડાવવો એવી સમજણ આપી નોહા સેન્ટ જોહન્સે સાચે સાવ જ અલગ કામ કર્યું છે. એટલે જ મારા બ્લોગ માટે આવા સાવજની વાત કરવામાં મને પણ ઘણી ખુશી થાય છે.
તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)……
ત્યાં સુધી તમ તમારે આ સરપંચમાં ‘પતે કી બાત’ જોઈ જ લ્યો.
સરકાર્ડ‘પંચ’
ફેંકાફેંકી! એય પાછી ધંધામાં કાર્ડ ફેંકીને?!?!?!?!? દુનિયા આખી ” પૈસા ફેંક તમાશા દેખ” કહેતું હોય ત્યારે આ કોરિયન છોકરો ધમાલ કરીને બતાવી રહ્યો છે:
“કાર્ડ ફેંક ડાઇરેક્ટ, ….ઔર તમાશા દેખ ઇનડાઇરેક્ટ….સેમસંગ બ્રાન્ડકા!…….આને કહીશું કે “દિલફેંક કાર્ડ-ફેંકુ”
Amazing power of concentration and practice, required everywhere either in sports or business. Kudos !!!
Yes! You are right Mansoorbhai. It’s Must essential element for growth in real time. You will see its impact in tomorrows post. Stay Tuned!…Keep Reading and Get Growing!
વેપાર વાહન છે ચલાવનાર ઉસ્તાદ છે–કળા એ બન્નેના વસ્લમાં છે…
બાણાવળી અર્જુન! ફેંકમ બાજ !!
આ છોકરો કે નેટ વેપારી?!
જોક્સ એપાર્ટ – ધિરજ રાખવી કે ના રાખવી , એ જાણે તે સાચો અરજણિયો .
[…] હશે. કેમકે આજે તો ગઈકાલના લખાયેલા પેલા તાજા વાંસની વાર્તાના બીજા ભાગનો વારો હતો ને વચ્ચે આમ […]
[…] સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ મારે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું. બામ્બુનું… ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]
Really amazing stuff! Such precision, such accuracy and oceans of patience to achieve this looks out of this world. The bamboo analogy is apt for business.
Thank You Very Much Ya Captain!. I also appreciate your feed-forwards.