દોસ્તો! તમને સરપ્રાઈઝ લાગ્યું હશે. કેમકે આજે તો ગઈકાલના લખાયેલા પેલા તાજા વાંસની વાર્તાના બીજા ભાગનો વારો હતો ને વચ્ચે આમ અચાનક ફેસબૂક અને ગૂગલની વાત ક્યાંથી મંડાણી?!!?
પણ શું કરું? સમાચારની આ લહેર મસ્તીના મોજાંનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. એટલે હઇશો…હઇશો કરી ચળને શાંત કરવી પણ જરૂરી બની છે. વાંસના બીજા ભાગ માટે બેફીકર બની જજો. વિચારબીજ તો વવાઈ ગયા છે. કાલે એમાં વધારે પાણી ને પછી કાપણી કરી લઇશું.
આજે તો આવી જઈએ આજના જોરદાર, મજેદાર અને મોજદાર સમાચારોમાં…
દુનિયામાં વર્ચ્યુઅલી ત્રીજા નંબરનું રાષ્ટ્ર ગણાતા ફેસબૂક પર ગઈકાલે ગૂગલ મહારાજ દ્વારા ફ્લશ ફેરવવામાં આવ્યું. આમ જોવા જઈએ તો સમાચાર નાના છે. પણ એમાં રહેલી વાત બ્રહ્માંડી છે. પોતાની ‘ગૂગલ પ્લસ’ નામની એક નવીજ સોશિયલ મીડિયા સર્વિસને છડેચોક લઇ આવી તેણે ફેસબૂકના ગાલે સણસણતો તમાચો માર્યો છે. જેની ગૂંજ સેકંડ્સમાં સેંકડો, હજારો, લાખો લોકોને સંભળાવાઈ છે. સમજોને કે ગૂગલના મારા પેલા ફરફરતા આર્ટિકલમાં એક નવું સ્તોત્ર ઉમેરાયું છે.
“સમગ્ર વિશ્વને તારું પોતાનું ગણી ગમે ત્યાં તારા ઢોર-ઢાંખરને લીલું ઘાસ ચરાવતા પહેલા સો વાર વિચાર કરજે કે આ નેટ-પ્રોપર્ટીનો માલિક કોણ છે? – ચારેકોર લીલુડી ધરતી કરીને પણ ધીમે ધીમે બધાં પાકને પોતાના કબજામાં કરતો રહેતો હું ભડવીર જમીનદાર છું. હે ભટકતા ભરવાડ! હું ગૂગલ છું.”
હજુ થોડા દિવસો પહેલાં જ ફેસબૂકની ‘લાઈક’ બટનની સામે પોતાનો ‘+૧’ બટન દાખલ કરીને ગૂગલે સર્ચ-એન્જીન માટે નેટ-યુદ્ધનું રણશિંગુ તો ક્યારનુંયે ફૂંકી દીધું હતું. પણ એટલાથીયે ચેન ન પડતા હાથથી સીધા ફેસ ટુ ફેસ હૂમલો કરી ફેસબૂક સાથે રીતસરની ડીજીટલ દુશ્મનાવટ શરુ કરી દીધી છે.
- ફેસબૂક કરતા વધારે સોશિયલ-ફ્રેન્ડલી, વધુ યુઝર-ફ્રેન્ડલી ગણતી આ ‘પ્લસ’ સેવામાં ઘણાં નવા ફેસ-ફિચર્સ અને બ્યુટી-પોઈન્ટસ મુકવામાં આવ્યા છે.
- Circle, Hangout, Sparks, Huddle, Socialize જેવા મધમધતા શબ્દોનું અત્તર છાંટી પ્લસની આ દુનિયાને વધારે ખુશનૂમા બનાવવામાં આવી છે. એટલે તેમાં જે કાંઈ પણ છાનું છપનું કરવું હોય તે માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.
- જે ફેસબુકમાં સગવડો છે તે તો બધી ખરી પણ જે નથી તેવી સગવડો જેવી કે…રીયલ ટાઈમ વિડીયો ચેટિંગ, મીટીંગ-પોઈન્ટસ, ઇન્સ્ટન્ટ ફોટો અપલોડ વગેરે પર પણ સારો એવો હાથ અજમાવવામાં આવ્યો છે.
- હરતા-ફરતા (મોબાઈલ પરથી) પણ આંગળીને ટેરવે આખું નેટવર્ક ચલાવી શકો એવી રચના કરવામાં આવી છે.
ટૂંકમાં, સામાજિક ઓટલા પર ગરમાગરમ રોટલાં સાથે રસદાર ગોટલાની મિજબાની કરાવવામાં આવશે.
ગૂગલને પાછલે દરવાજે સવાલ પૂછવામાં આવે છે કે “ફેસબૂકની સામે આવું ઉભુ આડવેર શા માટે?”
ગૂગલી જવાબ: “કોઈ પણ કંપનીને રાષ્ટ્રનું બિરુદ આપવામાં આવેજ કેમ? એ પણ અમને પૂછ્યા વગર?….બહુત નાઇન્સાફી હૈ બચ્ચોં!”
પણ પ્રબુદ્ધજનો! હવે તમને ફેસબૂકથી ટ્રાન્સફર થઇ ‘ગૂગલ પ્લસ’ પર દોસ્તી કરવા માટે કે વેપાર કરવા માટે આવવું હોય તો થોડી રાહ જોવી પડશે કેમ કે આજે તો માત્ર આ માયામહેલની જાહેરાત જ કરવામાં આવી છે. તેના દરવાજા ખુલતા થોડો વખત લાગશે.
ત્યાં સુધી તેની માયાજાળ જોઈ લેશો તો પણ લેખે લાગશે. જવું ન જવું તમારા ‘ફેસ’ પર (આઈમીન પ્લસ) પર છે.
હવે તાજા વાંસની વાર્તાનો બીજો મજ્જેનો એપિસોડ…આવતી કાલે ચોક્કસ બસ….
સચોટ અને સમયસર.
ઓરકુટ > માય સ્પેસ > ફેસ બુક (કે Fuss-book) > અને હવે ગુગલ પ્લસ..
આભાર દોસ્ત!….આજે સવારથી આ સમાચારે દિમાગનો હલવો કરી રાખ્યો છે.
અબ દેખના યેહ હૈ કે ‘તેરા ક્યા હોગા ઓરકુટ!?!?!?!”
સામાજિક ઓટલા પર ગરમાગરમ રોટલાં સાથે રસદાર ગોટલાની મિજબાની કરાવવામાં આવશે.વાહ.. વાહ..
ઈન્તેજાર ગુગલમહારજા ના માયામહેલમાં ના ડોર ની બેલ બજાવવાનો ! હવે ઓરકુટ માં ફૂલ સ્પેસ માય સ્પેસ માં મોર સ્પેસ ફેક્બુક માં ફાફા બંધ ! કેમ કે આતો ગુગલ મહારાજા છે બધે ફ્લશ ફેરવી દેશે, બરાબર ને ?
આ માયામહેલ સમજી લ્યોને કે તમારે આંગણે બસ આવીજ ગયો…તમારી ‘શકીલી’ કાયાને તૈયાર રાખજો બસ…:-)
ગૂગલને પોતાના સર્ચ એન્જિનનો ફાયદો ઉમેરાશે એટલે છવાઈ જશે…!
વિનુભાઈ, એને તો આપણા મનમાં ઉતારવાની જ બસ વાર છે. ત્યાંય એ પોતાના સર્ચ એન્જીનનું પોતું ફેરવવા માટે આવી જશે….આ લાલો!
You are choosing extra ordinary gujarati words in your write up and the imagination of write up is also unbittable, keep it up
અનંતભાઈ, આપનો આભાર.
[…] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]
i would like to add this link = Google plus has an Indian face behind it
વિનુભાઈ, આ વિક્રમ ગન્ડોત્રાના દરેક ગૂગલી મુવમેન્ટને છેલ્લાં ૨-૩ વર્ષથી જોતો અને જાણતો આવ્યો છું….તેના પ્રેઝેન્ટેશન માટે બીજું બધુ બાજુ પર મૂકી દેવું પડે તેવું હોય છે. Full of Technicality Yet Very Digestible.
Google Video, Google Lively, Google Answers, Google Page Creator, Google Catalog, Google X, Google Hellow, Google Desk, Google Health, Google Zaiku, Google Wiki……
બીજાની સફળતાથી અંજાઈને એવા અનેક અંધાધુંધ સાહસો ગૂગલે કર્યા છે ને પછી લપડાકો પણ ખાધી છે. લાગે છે આ પણ એમાનું એક ગતકડું જ સાબિત થશે.
કાકાસાહેબ! આપની વાત સાચી હોઈ શકે. પણ પબ્લિક સપોર્ટ અને રિસ્પોન્સ પરથીજ તેની સફળતા અને નિષ્ફળતાનું સરવૈયું બહાર આવશે. જોઈએ…વખતે કેવા વાજા વાગે છે.
Thank Murtazabhai,
I have fumbled a lot and try to put ” +1 ” button on my blog but i failed .
has this service launched or not ?
Dear Jitesh, I am sure this will solve your problem: http://goo.gl/C3asy
All The Best!
મુર્તઝાભાઈ નવી ‘ગૂગલ પ્લસ’ આવવાથી ફેસબુકની મોનોપોલી ઓછી થઇ જશે અને નેટ યુઝર્સને અવનવું જાણવા મળશે .
————
ગુગલ ફ્રુગલ ઠીક છે ભાઈ, મને તો તારા જેવા ‘મમી’ના પાડોશી ભાઈબંધના આ અભિવ્યક્તિ અને કલ્પના ગમ્યાં.
“હમ બડે લોગકી ખુશામત નહીં કરતે. ઘરકી મુર્ગી હમારે લિયે …
રબડી હૈ!!! દાલ નહીં. ( લાલુપ્રસાદકી રબડી ભી નહીં!)”
આભાર દદ્દુ!…..પર અભિવ્યક્તિ કરનેમે મી અભી ભી એક વિકસિત વ્યક્તિ હી હું.
[…] પેલા પ્લસ મીડિયાની પલ્સ વધશે ને ઘટશે…એ એમનો વિષય છે. […]