વેપાર વાર્તા-વિચાર ભાગ-૨: (વધારે પડતી) ધીરજના ફળ ખાટ્ટા?

ગૂગલના પેલા પ્લસ મીડિયાની પલ્સ વધશે ને ઘટશે…એ એમનો વિષય છે. ચાલો…ચાલો..આપણે પાછા આપણા મૂળ વિષય પર આવી જઈએ.   

Networked_Rope

જો રતનભાઈએ બંગાળથી મળેલો નન્નો મનમાં દબાવી વધુ પડતી ધીરજ રાખી તાતાની નેનો બહાર ન કાઢી હોત તો?
          તો દુનિયાની સૌથી સસ્તી કારનું બ્રાન્ડિંગ તાતાને નામે ૨ વર્ષમાં ન થયું હોત….

જો અઝિમભાઈ પ્રેમજીએ વનસ્પતિ ઘી/તેલના ડબ્બામાં જ પુરાઈ ઝિંદગી પસાર કરી હોત તો?
          તો વિપ્રો સોફ્ટવેર માર્કેટમાં ૩ વર્ષમાં સિરમોર બન્યું ન હોત…

જો ધીરુભાઈ એ પણ ધીરજ ધરી દરરોજ કાપડના તાકાઓ જ વેચી ઘરે ગાદલું ઓઢી સુઈ ગયા હોત તો?
          તો ત્યારે ૩ મહિનામાં જ જામનગર ખાતે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી’ નામની જામગરી ચંપાઈ ન હોત…

અરે બોસ! ધીરુભ’ઈના જ શેરદિલ ‘બચ્ચા લોગોએ’ ‘તેલ અને તેલની ધાર’ જોઈ સપ્લાયર્સ કંપનીના રિપોર્ટને આધીન રહી રાહ જોઈ હોત તો?
          તો મોબાઈલ-ફોનથી લઇ મેગા-મીડિયા માર્કેટનું ‘બાપકા ‘બીગ’ સપના’ ૩ વર્ષમાં સ્થપાયું ન હોત?…શું કહેવું છે હવે?

પેલી બાજુ સ્ટીવ જોબ્સ (એપલ) હોય, બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટ) હોય, કે એરિક સ્મિદ્થ (ગૂગલ) હોય એ સૌએ માત્ર એક જ પ્રોડક્ટ કે સર્વિસ માર્કેટમાં લાવી પાંચ વર્ષ મર્કટની જેમ સુઈ રહ્યા હોત તો…
          તો આઈ:(ફોન-પોડ-પેડ)ની આંખો ખુલતા યા પછી આખેઆખું ઈન્ટરનેટ ખોળામાં સમાતા હજુ કેટલાં વર્ષો રાહ જોવી પડત?

ઓહ પ્યારે! હવે તો આખીને આખી એન્ટરટેઈન-સ્પોર્ટસ-ફોરેક્સ ઇન્ડસ્ટ્રી આજની કે અત્યારની સફળતાનો જલસો મનાવે છે. પાંચ સાઆઆઆલ?…….કિસને દેખા હૈ મેરી જાન!

આજે મોબાઈલીયા યુગમાં આપણે સૌ હજારો-લાખો ડીજીટલ-નેટવર્કના તંતુઓથી જોડાયેલા છે ત્યારે….

  • આ નેટવર્કમાં રહેલી ગાંઠો(તકો)ને સમજવાનું જરૂરી થઇ પડે છે.
  • આ ગાંઠોને સમજવા તેનું કનેક્શન જોવું પડે છે.
  • આ કનેક્શન સમજવા કોન્સન્ટ્રેશન (ધ્યાન-ફોકસ) જરૂરી થઇ પડે છે.
  • ફોકસ (દેશીમાં ત્રાટક, બરોબરને?) એજ તો આપણું અળગાપણુ….સ્પેશિયલાઇઝેશન.

હાઆઆશ્શ !….ચાલો….પ્રમેય સાબિત થઇ ગયો. વાર્તા સમાપ્ત થઇ ગઈ. બરોબર?

ના…ના..નો. નો…નોહાભાઈ જોહન્સનો અસલી સવાલ તો હવે શરુ થાય છે.

વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?

 તો હવે તેના જવાબ માટે (જો કોઈ યાત્રા ના કરવી પડે તો જ) કાલ સુધી ફરી પાછી રાહ જોવી પડે એમ છે. કેમ કે રોકડીયો પાક પણ કાંઈ કલાકોમાં થોડી મળે છે?

આ તો આજના બટુક જેવા સરપંચકાકા એમના સમય મુજબ હાજર છે. એટલે એમને ‘રોકડું’ પરખાવવું મુનાસીબ માન્યું છે. લ્યો ત્યારે તમેય મળી લો એમને..

સર‘પંચ’:

મને કોમેન્ટ્સના રીપ્લાય આપવું ઘણું ગમે છે કે….એટલેજ મારા હાથોની આંગળીઓ એકદમ નાની થઇ ગઈ છે.

એક બટકુ બ્રિટીશ કોમેડિયન પોતાની હાસ્યવૃત્તિથી કઈ રીતે પોતાની અપંગતાને હાસ્યની પંગતમાં બેસાડીને લોકોની સાથે ખુશીઓ વહેંચી શકે છે….જાણવું છે?…. તો જોઈ લો આખેઆખા અડધા લીટલ રીચીને…જ્યાં મસ્તી ભરેલાં ઘણાં તોફાની વિડિયોઝ જોવા મળી શકે છે. જો જો પાછા આખો દિવસ એમાં ને એમાંજ ગાળતા…

http://www.youtube.com/user/richw4

13 comments on “વેપાર વાર્તા-વિચાર ભાગ-૨: (વધારે પડતી) ધીરજના ફળ ખાટ્ટા?

  1. […] તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)…… […]

  2. Dear Murtuzabhai,

    It is really great pleasure to having you on our own privilege language site and above all it’s about business oriented and motivation booster. I admire your service to esteemed ‘Gujarati’ people who any where in the world always ‘vepari’ first.

    • Dear Mansoorbhai,

      Thank You very much once again. It’s Your Greatness that you always appreciate for that. Otherwise, I am still 1 upon among all those more intellectual people around.

      I wish you will share more and more this kind of ‘Goodness’ among your influencing people (in Your Contact List). You may never know you will also become part of improving other people’s life by this way. Will You Do that..Saaheb?

      To (Y)our Success…

  3. હટકે છે !

  4. Chetan Patel says:

    બિલકુલ સાચી વાત .વધારે એનાલીસીસ કરીએ તો પેરાલીસીસ થઇ જાય.કાળી ભેશ લીલું ઘાસ ખાઈને સફેદ દૂધ કેમ આપે છે,તે વિચારતા રહીએ તો દૂધ ખાટું થઇ જાય.

  5. મારું કામ સર્જન છે વેચવાનું નથી છતાં વાંચવાનું ગમે છે તમારા જેવા વેપારીઓને…
    http://himanshupatel555.wordpress.com

  6. chandravadan says:

    Nice !
    Enjoyed !
    Inviting you to Chandrapukar !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on my Blog !

  7. MechSoul says:

    ધીરજ ના ફળ મીઠ્ઠા ની ફિલસૂફી માં ઇન્ડિયા પાછળ રહી ગયું છે..

    માત્ર તમારા બ્લોગ પર જ ” મૃગજળ ” , ” શૂન્યતા ” , અને ” પ્રિયતમા ” થી વિશેષ કૈક કામ લાગે ઈવું વાચવા મળે છે..બાકી મુ. ગુણવંતભાઈ ની language માં કહું તો
    ” આજના યુવાનો ને થોરિય ના ઠુઠા જેવા સૂક્કા તત્વજ્ઞાન માં રસ નથી “.

    પોસ્ટ ખુબ ગમી..
    જીતેશ

  8. […] ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર…. […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s