|:| વેપાર વિહાર- વિશ્રામ બાદ |:| વેપાર વિકસાવવા કેવી યાત્રા પસંદ કરશો?- ‘વ્યર્થ’યાત્રા કે ‘વર્થ’યાત્રા?

wheel_of_Money

ગઈકાલની શરુ થયેલી સફરમાં…મોસાળના જમણવારની ભીડમાંથી વેપારના બાકીના બે રથોને પણ હવે આગળ વધારીએ….

ગરથ-યાત્રા: ધન-દોલત, પૈસો, લક્ષ્મી, કાવડિયા, રોકડાં, રોકાણ, નાણું, ફિસ્કલ…જે નામ આપો તે.

આ શબ્દ વાંચતા જ તમને પેલી કહેવત ‘ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે’ યાદ આવીજ ગઈ છે એવુ મને પણ યાદ આવી ગયું.

વેપારમાં ગરથની ગરજ ડગલેને પગલે પડે એવું આપણા બાપ-દાદાઓને પણ શીખવાડવાની જરૂર પડી નથી. કેમ કે અલ્ટીમેટલી ‘વેપલો’ એ જ તો કહેવાય છે. પૈસાનું બખડજંતર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખરો વેપાર શક્ય કેટલો?

ધનના રથમાં આવેલા પ્રોડક્ટ ડેવેલોપમેંટ, કસ્ટમર-સર્વિસ(કે કષ્ટ-મરકટ સેવા?) ઇમ્પ્રુવમેન્ટ, સ્ટાફ-મેનેજમેન્ટ જેવા ચક્રોને ગતિમાન રાખવા માટે ગરથ સિવાય બીજું શું કામમાં આવે? મેગા-મની કમાવવા માટે મની-મેગ્નેટ બનવું પડે છે.

“જબ જરૂરી નહિ હોંગે પૈસે તો ગરથ કા રથ ચલેગા કૈસે?…”

Subhr Point: સુભદ્રાજીથી સિમ્બોલાઇઝ્ડ રથ એટલે આ ગરથ-રથ

ગ્રોથ-યાત્રા: કાર્ય, એક્ટ દ્વારા વિકાસ… ચાલો શરૂઆતથી જ કહી દઈએ કે..

Bold-Dev Point: બલરામજીનો આ રથ એટલે ગ્રોથ માટેનો, વિકાસ માટેનો રથ.

 “આપડી પાસે બજારનું નોલેજ તો બૌ છે. તમે કો’ને એવા સમાચાર આપડે રાખીએ છીએ બોલો..ને પૈશાતો ઓહો…બેંકમાં બે-પાંચ લાખતો આમેય પડી રે’વા દીધા છે.

…આપણે ગુજરાતીઓ દલ્લાભરું તો પહેલાથી જ છીએ. એટલે જ મુશ્કેલીઓ કોઈ પણ આવે છે ત્યારે પેલા ટીંબકટુ ઢીંગલાની જેમ મુક્કા ખાઈને પણ તુરંત પાછા ઉભા થઇ જઈએ છીએ. કરોડોના રોકાણ દ્વારા ગુજરાતની કરોડરજ્જુ કાંઈ એમને એમ તો વિકાસશીલ નથી જ બની ને?!

બલરામજીનું બ્રાન્ડિંગ ‘હળ’ દ્વારા હટકે થયું છે. આ Digger ની આજના નેટના જમાનામાં ઘણી ઘણી જરૂરીયાત છે. સાચી અને ઉપયોગી માહિતીનું Digging કરી જ્ઞાન મેળવવું, રોકડીયો પાક પેદા કરી પ્રોફિટ મેળવવું એજ તો સાચો ગ્રોથ છે….બોસ! બાકી ‘ખીચડી’ પકાવતા તો કોઈને પણ જલ્દી આવડી જાય…

હવે જો…વખતો વખત જ્ઞાન-ધનના વહેંચાણ અને વેચાણથી પ્રોફિટ ન કરવામાં આવે તો આપણી બા હોય, આપણા બાળકોની બા હોય કે એની બા બધાંય ચિડાઈ જવાના છે. એટલે વાંસા પર વાંસનો પ્રહાર આવ્યેજ સમજવાનું.

વેપારમાં સફર કરીએ કે ‘Suffer’ …એની સફળતા ત્યારે જ ગણાય છે જ્યારે બધાં રથો ‘નિજ’ સ્થાને પહોંચે છે. વેપારીક યાત્રાને વ્યર્થયાત્રા બનાવવી કે વર્થયાત્રા એ આપણાજ હાથમાં છે…

એટલે આ ‘ગ્રંથ અને ગરથના રથની પાછળ આ ગ્રોથ-રથ ચાલતો રહે છે.

સર‘પંચ’નું નવું સૂત્ર: અપના હાથ…લોગો કા સાથ..જગન્ન્નાથ.

Advertisements

6 comments on “|:| વેપાર વિહાર- વિશ્રામ બાદ |:| વેપાર વિકસાવવા કેવી યાત્રા પસંદ કરશો?- ‘વ્યર્થ’યાત્રા કે ‘વર્થ’યાત્રા?

 1. MechSoul કહે છે:

  Spacial Like for અપના હાથ…લોગો કા સાથ..જગન્ન્નાથ.
  and Sometimes I feel that
  “Hari tu gadu maru kya lai jaay kai na janu….”..

 2. સુરેશ કહે છે:

  અર્થનો અનર્થ ..
  ઓલાએ ઓલ્યાનું કરી નાંખ્યું

 3. Capt. Narendra કહે છે:

  ભાઇજાન, આપડી ગુજરાતની એક ફિલસૂફી એવી બી હતી કે પારકે પૈસે વેપાર કરવો. એક જમાનો હતો ત્યારે ઇ થાતું’તું પણ હવે બૅંક પાંહે જૈયે તો પે’લાં ‘બિઝનેસ પ્લાન’ માગે. ઇયે તે ‘મિશન સ્ટેટમેન્ટ’, કૅશ-ફ્લો પ્રોજેક્શનની સાથે. ને વળી આપડે પોતે ઇમાં કેટલા પૈંયા મેલવાના છંઇએ, ઇ હૌથી પેલાં પૂછે.

  આ બધું ધ્યાનમાં રાખી આપડે શું કરવું જોઇઁ? વળી માર્કેટીંગ સ્ટ્રૅટેજી કે એવું કંઇક ગતકડું પણ ઇ માળા માગતા હોય છે, ઇ ક્યાંથી કાઢવી? હવે ઘલડે-ઘડપણ વેપલો નથી કરવો, આપણને ડાયા ગલઢેલા હમજીને કોઇ પૂછે તો આપડી પાંહે જવાબ હોવો જોઇએ તેથી લગીર પૂછી લીધું! બાકી તમારી વાત્યું બૌ સારી લાગી.

  • કેપ્ટન…તમારી વાત્યું હાચી. પણ હવે વખત વખતના અલગ વાજાં વાગતા રે’ છે. કે સુપર ફાયર ઇસ્ટેટમેંટ માર્કેટમાં હાલ્યું આયુ છે. ‘રેડી, ફાયર….એઇમ!…

   જેને…કાંઈક કરવું છે ઈ માળા લોકો ‘લે બુધુ..કર સીધું’ મંત્ર લઇ આઇવા છે. જેની વાત જરા માંડીને કરવી છે. પણ કોઈક વારે..ત્યાં હુધી તમતમારે…ઘોડામાં જામેલી ધૂળને શાફ કરી લ્યો શાયેબ!…વખતે રહી ગયલા મિશન માટે ભડાકો કરવા હાટુ!…

 4. Chetan Patel કહે છે:

  મુર્તઝાભાઈ ,દરેક વખતની જેમ પોસ્ટ તો ગમી જ ,પણ આપણા અમદાવાદનો ઘરનો અવસર’રથયાત્રા’ તેની સાથે વણી લીધો તે તો કાબિલે દાદ છે.દાદુ.!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.