પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: Crush It! – તોડી દો ચશ્માં, ફોડી દો લેન્સ!…ખોલી દો આંખો ને જોડી દો સેન્સ!

Book_Review-Crush_It        જી હા બાબુ!…આ નેટની દુનિયા છે….ગાંડાઓની દુનિયા…. અહિંયા….

 • ૨૬ વર્ષ સુધી પણ હજુ મગજની બાબતે ‘મમી’નું ને દિલની બાબતે ‘ડેડ’નું કહ્યું માની ‘કેટલો સમજુ દીકરો’ બન્યા કરશો… તો?
 • ૭ વર્ષથી સવારમાં વહેલા ઉઠી, માથે બરેલીનું તેલ લગાવી,  ૭:૪૨ની લોકકલમાં લટક્યા રહી હમેશાં સીધી ચાલે….બસ ચાલ્યા જ કરશો… તો?
 • ૪.૫ વર્ષથી ‘ચાલુ’ રહેલી કહાની પર….. પેલીને કે પેલાને એજ ઇષ્ટાઈલમાં… હાઆઆય! અરે!….ઘસરપટ્ટી પર છપાયેલું ‘આઈ લવ યુ’ કહીને વાતને ગુંદરપટ્ટી લગાવી દેશો… તો?
 • ૫ વર્ષથી બનેલી પડોશણને જોઈને માત્ર દૂરથી પ્રેમ કરતા રહી કુંવારા મનુડાની માફક તમારું ઘર મનડામાં જ સજાવતા રહેશો…તો?
 • ૯ વર્ષથી ખેંચાઈ રહેલી જોબને ભલો બોજ સમજી બોસને ‘કેટલું ખરાબ લાગશે ને’ એવું પ્રમાણિકપણે માની લઇ ફાઈલ-ફોલ્ડર્સને ધક્કો માર્યા જ કરશો… તો?
 • ૩૦ વર્ષની ચોખ્ખીચટ વિન્ટેજ ફિયાટને-સ્કૂટરને “બ્રાન્ડ-ન્યુ ગાડી” કહી તેમાં કાયમી ધોરણે એકની એક બ્રેક’ માર્યા કરશો… તો?
 • ૩૫ વર્ષના મજબૂત ધંધામાં ભલે ૩૫૦૦ વાર ચીસો નીકળી હોય તોયે દુઃખને ખમી લઇ ‘કોઈની હારે ભાગીદારી તો નૈઇયજ કરવી’ વાળી કરી હશે…તો?
 • ૯૫ વર્ષની સુવર્ણકાળ થવા આવેલી મોટાબાપા-દાદાની દુકાનમાં હજુયે એકની એક ઘરેડના જ પતરાં ટીપ્યા કરશો… તો?
 • સેંકડો વર્ષો જૂની એક જ રેસિપી વાળી ચાહને ચા, કોફીને કાફી, રસને રશમાં ને ઢોકળાંને ઢોકલામાં જ ખપાવ્યા કરશો…. તો?

        તો?….તો?….તો?….તો?…   

બીજું શું થશે?…કાંઈ નહિ રે!…આ દુનિયામાં તો આવ્યા હશો તાજામાજાપણ ‘વાસી’ થઇ જશો.

પણ જો ઝીન્દગીમાં તમારું કોઈ એક પણ કામ અલગ અંદાઝમાં કે અલગ રીતે માર્કેટ થયું હશે તો વાત બહાર આવી ગઈ જ હશે…..નઝરો મળી હશે…..નઝારો મળ્યો હશે…ટીપ્સ મળી હશે, ધક્કો મળ્યો હશે, આડ ખુલી હશે, વાડ ખીલી હશે, જીવનનો અસલી વાદ-સંવાદ અને સ્વાદ મળ્યો હશે.

<હવે જરા જોરથી..મોટેથી બોલીને વાંચજો>: નેટ-દુનિયામાં જે વાનરવેડા કરે છે. તે હવે ખરેખર ‘નર’ છે. એ પછી તે નર હોય કે નારી….જે ધમ-પછાડા કરી જાણે છે એમની ધૂમ મચે છે…એમની વાતને ડાહી માની આગળ વધારવું આ ‘તો’ફાની દુનિયાનું કામ છે. </બસ હવે પાછા મનમાં વાંચવાનું શરુ કરજો>

આજે એવાજ એક વાનરવેડા કરીને ‘પુષ’કળ મહેનત કરી ‘તકમેળવી આગળ વધેલા ગોરીલા (આઈ મીન ઉંચે ચઢેલા ગેરીની) વાત કરવી છે. તમને થશે કે..પુસ્તક પ્રિસ્ક્રિપ્શનમાં પુસ્તકને બદલે લેખકની વાત??- બરોબર જ છે. કેમ કે ગેરી પોતેજ એક ડોલતું પુસ્તક છે.

ઈન્ટરનેટ પર સાવ યુનિક સ્ટાઈલમાં વાઈન (Wine)નું ટેસ્ટિંગ કરી સેલ્ફ બ્રાન્ડિંગ સાથે બિઝનેશ બ્રાન્ડિંગ કરી નામ એવા ગુણ ધરાવતા આ અમેરિકન-બોલિવિયનમેનનું નામ છે: ગેરી વેનરચૂક    

વાઈન?…….?!?!?!?!?! બો’ફાઈન!!!!

એ પન …આપરા ગુજરાટીમાં કેહ્સે?….એ જોજે એમાં તો મમ્મા બોલશે….પપ્પા ધોલશે –

(ખબર નહિ  આ કયો હુરટી લાલો બોલી ગ્યો?!?!)

યેસ! લાલા!…. પરમિટ લઇને કે લીધા વગર,ક્યાં ચાલે છે કોઈને પીધા વગર?

પણ ભાઈઓ, એક કામ કરીએ. વાઈનની વાતને રાખીએ અમેરિકામાં ને એમાં રહેલાં વેપારીક ‘સ્પિરીટ’ને ચાખીએ ગુજરાતમાં. એટલે ધંધાની વાતમાં નશો પણ આવે ને બેલેન્સ પણ જળવાય.

તો બસ…આ જ બ્લોગ-બારમાં આવતી કાલે પાછા મળીશું….તમારી ભૂખ મિટાવવા….એની બૂક “Crush it!” બતાવવા….

હવે  સરપંચ જોઈએ તે પહેલા…એક અરજ કરવી છે.

દોસ્તો, તમને એવું લાગે છે કે તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? જો આજે એવુ કોઈ સદ્કાર્ય કરવા માંગતા હોવ તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?- ધ્યાન રહે કે…કોમેન્ટબોક્સમાં ન લખાઈ જાય. કેમકે તેમાં માત્ર તમારા દિલની-દિમાગની વાતો જ સ્વીકારવામાં આવે છે.

ગેમનો સર‘પંચ’

હાલમાં દુનિયાની નંબર વન નશીલી ઓનલાઈન ગેમનું નામ છે. ‘Angry Bird’. જ્ઞાન તો જેને લેવું હશે તે લઇ લેશે પણ લોકો વચ્ચે ગમ્મત ખાતર પણ ઈજ્જત રાખવી હોય તો ‘એન્ગ્રી બર્ડ’ એકવાર રમવા જેવી ખરી હોં!.

પણ આ સુપર-ગેમને સાચુ સ્વરૂપ આપી ટી- મોબાઈલ કંપનીએ સુપર-બ્રાન્ડિંગ કર્યું છે. આજના સર‘પંચ’માં તેનો સાચે જ પંચ કરાતો નઝારો પણ જોઈ લેવા જેવો છે.  

સાઈટ: http://www.youtube.com/watch?v=jzIBZQkj6SY?

Advertisements

2 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: Crush It! – તોડી દો ચશ્માં, ફોડી દો લેન્સ!…ખોલી દો આંખો ને જોડી દો સેન્સ!

 1. sabalparanaresh કહે છે:

  મુરબ્બી શ્રી મુર્તઝાચાર્ય,

  આપની શબ્દો સાથે ના વા’નર’ વેડાં ખુબ જ ઉમદાં હોય છે…લાગે છે આ લેખકનો પરિચય આપના શબ્દો વડે વધારે ‘ગમ’ શે!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.