પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨ :: Crush It! – તોડી દો ચશ્માં, ફોડી દો લેન્સ!…ખોલી દો આંખો ને જોડી દો સેન્સ!

Book_Review-Crush_It

નશીલી ચેતવણી: આ થોડો લાંઆઆબો બ્લોગ-લેખ હાથમાં વાઈનનો ડોઝ લીધા વગર અને બની શકે તો પ્રિન્ટ કાઢીને વાંચજો. વાંચ્યા પછી મગજ અને મન નાચવા મંડે તો દોષ મને દેજો. કેમ કે મને એવાં ફાઈન દોસ્તોની જરૂર છે….વાઈન દુષ્ટોની નહિં.

The Crush It! પુસ્તકનુ પ્રિસ્ક્રિપ્શનને લખવા માટે ખાસ્સો ૬ મહિનાનો સમય મેં એટલા માટે લીધો કે…૨૦૧૧ની શરૂઆતમાં જ આ બુકને બેસ્ટ બૂક ઓફ ધ યરનો એવોર્ડ મેં આપી દીધો હતો. ત્યારે આ સમજણને સાચી સાબિત કરવા માટે લાઈનમાં ઉભી રહેલી બીજી બુક્સને ન્યાય આપ્યો અને એમાં રહેલી અસરકારક ટીપ્સને સાચે જ એપ્લાય કર્યા. એ જોવા માટે કે The Crush it! ની તોલે કોઈ આવે છે. ને આખરે અર્ધ-વર્ષાંતે હું અને વાત બંને સાચા સાબિત થઇ ગયા. કેમ કે વાતને અને સોચને મજબૂતાઈ આપવા મેં પહેલા આખી બૂક વાંચી, પછી બે-ત્રણ વાર ઓડિયોબૂક દ્વારા સાંભળી. ને હજુયે સત્યના પ્રયોગો ચાલુ રહે તે માટે ચોથી વારે એક સાથે વાંચવા-સાંભળવાનો છું.

બોસ! ભારત કૃષિપ્રધાન દેશ છે. એની ના નહિ. પણ એમાં ફેલાયેલો ખુરશીપ્રધાન રોગ પોતાના અને આપણા સૌના ‘વિકાસ’ નામના પરિબળને મંતરી રહ્યો છે….યાર!. અબ કિતને કિતને ઉદાહરણ દિયે જાયે?- આપ હી સોચ લો. જેમને કાંઈક કરવું છે તેઓ વધુભાગે ભારતની બહાર છે ને જેઓ અંદર છે તેમને પેલાં બંદરની જેમ ‘વિકાસશીલ બનાવે એવું લટકતું કેળું’ બતાવાઈ રહ્યું છે.

આવા સમયમાં ‘માસ્તર ભણાવેય નહીં, મારે પણ નહિ ને સજા પણ ન કરે ત્યારે પોતાનામાં જ રહેલા ‘માસ્ટર’ને બ્લાસ્ટ કરવો જરૂરી જ જ જ છે. બુલંદ દરવાજે ચઢી આવી બૂમ પાડવી જરૂરી નથી. એ માટે અંદર રહેલા બુલંદ દિલ પર એક વાર ચઢી જવું જ પડશે…પછી જુઓ ‘ફતેહ’પુરસિક્રી સામે આવીને લઇ જશે…(સોરી! આને લટકતું કેળું ન સમજ્જો. પણ પાકા કેળાં જેવી સાચી વાત છે.)

The Crush It! માં ગેરી વેનરચૂક આ માસ્ટરી કેમ કેળવવી તેની વાત કરે છે. જેમાં બેલારુસ દેશના એક નાનકડા ગામમાંથી અમેરિકા આવેલા ગેરીના વાઈન વેપારથી ઈન્ટરનેટ પર માર્કેટિંગ વિનર બનવાની મસ્તીભરી વાત છે. તેના માટે ફેમીલી, પેશન, મહેનત જેવા ગુણો અસલી પૂંજી છે. અને તેના મતે ‘સતત સ્માર્ટ બ્રાન્ડિંગ’ અસલી કૂંચી છે. તેના વેપારમાં વાઈનની પસંદગી, શું કામ, શા માટે તેની ચર્ચા શરૂઆતમાં જ કરવામાં આવેલી છે. પણ એ તો એક આડવાત છે. ઉભી વાતે તે વાઈન હોય કે વડા, સીંગ હોય કે સોંગ. તમને જેમાં શોખ હોય તેને ‘જુના ચશ્માં તોડી, જુના લેન્સ ફોડી, નવી દ્રષ્ટિ કેળવી ઉજાગર કરવાની શીખ અપાયેલી છે.

વાઈનના ઓથા હેઠળ પોતાનું ‘સ્વ-ટેલેન્ટ જાગરણ’ બ્રાન્ડિંગ વિવિધ ઓનલાઈન હથિયારોની મદદ લઇ કેમ કરવું તે વિષે આ માર્કેટિંગ નશાખોરે ખુલ્લે આમ જાણકારી આપી દીધી છે. શબ્દોમાં કાચો ને બોલવામાં પાકો એવો તેનો પોતાનો જ મશહૂર મીની શો “વાઈન લાઈબ્રેરી’ દ્વારા વખતો વખત તેના વિષે ચટકે ભાષામાં જાણકારી આપતા આ ધમાલિયાને જોવો-સાંભળવો-વાંચવો એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે.

The Crush It! – આપણે કોણ મનુષ્યો છીએ?…આપણે શાં માટે પૃથ્વી પર અવતર્યા છે?…આપણું કાર્ય શું કરવાનું છે?…આપણે શું ધ્યેય રાખવાનો છે?…..સારા સામાજિક પ્રાણી બની માનવજાતના વિકાસમાં આપણે શું ફાળો આપવાનો છે? =||||= સોરી!… અને હાઆઆઆઆઆશ! એવી કોઈ પણ ‘કથા’ વાળી બૂક નથી.

એમાં તો છે…તમે જે પણ હોવ તે…મનીભ’ઈ કે રોંચુભ’ઈ, દામભ’ઈ કે જામભ’ઈ, સરલાબૂન કે બિરલાબૂન, ટાટાકાકા કે બાટામામા, નેશનલ મેઘાણી કંપની કે ઇન્ટરનેશનલ મેગા-અંબાણી કંપની – આપણે જે હોઇએ તે…જ્યાં હોઇએ ત્યાં…જેમ હોઇએ તેમ…આપણું પોતાનું બેશરમ માર્કેટિંગ સુસજ્જન બની કેમ કરતાં રહીએ? ક્યાંથી, કેવી રીતે કરશો? તે બતાવતો સ્માર્ટ દસ્તો છે. :: જાવ પકડી લો.

The Crush It! – બૂક નથી. ગાઈડ છે. પણ એવી નહિ કે જે વર્ષોથી આપણે સ્કૂલ કે કોલેજમાં વગર સમજણે ‘વાપરી’ નાખી છે. આ તો એવી છે કે જેના બતાવેલા સ્ટેપ્સ પર અમલ કરવામાં આવે તો અર્ધ-સત્રમાં દુશ્મન લાગતો પ્રિન્સીપાલ પણ સામે ચાલીને આખી સ્કૂલ/ કોલેજમાં પહેલો નંબર આપી દે…..એડવાન્સમાં. :: જાવ લઇ લો.

The Crush it – ચોપડી લખવામાં ગેરીએ કેટલીક વાર શબ્દોનો શુભ્ર-પ્રયોગ કર્યો નથી. જેની ચેતવણી શરૂઆતમાં જ ‘ચોપડી’ દેવામાં આવી છે. પણ એવુંએ નથી કે તેનું પ્રકાશન તદ્દન સુરતમાં જ થયું છે. એમાં તો ખરેખર તો મલ્ટીમીડિયા દ્વારા સૂરત બનાવી શબ્દોની-વિચારોની-ટેલેન્ટની- તાપી વહેવડાવવાની વાત સમજાવવામાં આવી છે. જાવ જોઈ લો.

The Crush it –  જો અબ તક હમારે દિલમે હૈ વોહ હમને નહિ કિયા ઉસે કૈસે કિયા જાયે?!? તેની સોર્સી જાણકારી આપે છે. જે રીતે ‘વેડનસ ડે’ ફિલ્મ ૭૫ વાર પણ જોઈ lહોય ને આપણને હજુયે કાંઈ ન થયું તો વાંક આપણામાં રહેલા મડીયલનો છે ફિલ્મનો નહિ. એજ રીતે આ બૂક પણ વાંચ્યા પછી કુછ કુછ ન હો તો ‘ગેરી ના વેરી’ બનવાને બદલે તમારા અંદર રહેલા ‘આઈડલ’ ને ‘આઇડીયલ’ બનાવી દેજો. કારણકે એમાં આ ઘડીમાં, અત્યારે, ઈન્ટરનેટ પર શું ‘હોટ’ છે? શું ‘કૂલ’ છે? તેનો ભરપૂર ઉપયોગ કરી તેમાંથી પૈસા મેળવવા માટે કયો રસ્તો અપનાવવો તેની કી-ટેકનિક્સ પણ આપી દેવાયેલી છે.

આખી બૂકનો અર્ક એક લાઈનમાં કહેવો હોય તો….

ઈન્ટરનેટ પર તમારું ‘સેલ્ફ બ્રાન્ડિંગ’ કે ‘બ્રાન્ડ પ્રોમોશન’ના પા પા પગલાં ભરી પર્સનલ અને પ્રોફેશનલ તોફાની મેચ્યોરિટી મેળવવા માટેનું વિશ્વાસપાત્ર મેદાન.

હવે પ્રિસ્ક્રીપ્શન વાંચ્યા પછી ‘ચૂ’ કે ‘ચા’ કર્યા વિના વેનરચૂકની આ બૂક ને વાંચવાનું ન ‘ચૂ’કતા. જાવ એટ લીસ્ટ ઉભા થઇ પૈસા ચૂકવી ખરીદી લો. આમેય આ જમાનો ‘વર્ડ ઓફ માઉસ’નો છે.

ત્યાં સુધીમાં મને હવે એક એવી ‘ઈ’બુકના પ્રિસ્ક્રિપ્શન વિષે તૈયારી કરવા જવું પડશે જેમાં સ્વર પણ છે ને સંવાદ પણ. જેમાં મબલખ લખાણ છે…ને પૈસાની ખાણ છે. – એ શું હોઈ શકે છે? કહી શકો બૂકનું નામ? – સાચું નામ બતાવનારને એ આખેઆખી બૂક કમ્પ્લીટ ફ્રિ..મફત આપી દઈશ અને એ પણ શિપિંગ ચાર્જ લીધા વગર.  

સરરરરરરરરર‘પંખ’

“પંછી બનુ ઉડકે ફીરું મસ્ત ગગનમેં,
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં”

 એવા ગીતડાં પ્રેમી-પંખીડાંઓ વર્ષોથી ગાતા જ રહ્યાં, તેમજ પેલાં બાલુડાંઓ વર્ષોથી પેલો ‘ધક્કા’છાપ નિબંધ “જો હું પંખી બનું તો” લખતાં જ રહ્યાં. ત્યારે એમની વાતને સાચે જ!… ખરેખર!…રિઅલી! સાબિત કરવા માટે ‘જેટમેન’ યેવેસ રોઝ્ઝી ‘ઉડનપંખ’ લઈને ક્યારનો આવીને બીજાને ઉડાવવા શરુ પણ થઇ ગયો છે.

આ બાપુ અમદાવાદથી આફ્રિકા ‘સફર’ કર્યા વગર આરામથી ઉડનછૂ થઈને ‘ચાયલા’ જાય છે ત્યારે આપણે તો હજુયે આવા ગીતો કે નિબંધોમાં જ…. ખેર, તમે પણ જોઈલો તાજેતરમાં રોઝ્ઝીની એકદમ ઇઝ્ઝી બની ગયેલી ઉડાન….ઊંડાણપૂર્વક!

   

સાઈટ: http://youtu.be/WgdIE2t8QkM

Advertisements

7 comments on “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨ :: Crush It! – તોડી દો ચશ્માં, ફોડી દો લેન્સ!…ખોલી દો આંખો ને જોડી દો સેન્સ!

 1. Chetan Patel કહે છે:

  e chalo crossword…

 2. SHAKIL MUNSHI કહે છે:

  મુર્તઝા”સર”,
  ‘વિકાસશીલ બનાવે એવું લટકતું [કાચુ] કેળું’, શોધવા અને પાકું કેળું Crush It! બતાવવા માટે આભાર
  “તોડી દો ચશ્માં, ફોડી દો લેન્સ!…ખોલી દો આંખો ને જોડી દો સેન્સ!” વાહ વાહ શું અંદાજ છે ! કાશ આપના ક્લાસ માં વાંચવાની સાથે સાથે ક્યારેક ક્યારેક આપને સાંભળવા નો પણ લાભ પણ અમને મળતો હોત ?

 3. સુરેશ કહે છે:

  Missed the punch!
  Come to me , if you want to know how to spend 30 minutes-ONLY FOR YOURSELF…

 4. સુરેશ કહે છે:

  કોમેન્ટ આપી પછી પંચ મળ્યો. એમ કેમ?

  મજા આવી ગઈ.
  ૨૫ વરસનો હતો , ત્યારે આ ઊડાણ કરવા જેટલાં ફદીયાં હોત તો?

  અમેરિકન એરલાઈનમાં કામ કરતા , એક જર્મન અમેરિકન મિત્રને આ પંચની લિન્ક મોકલાવું છું.

 5. mansoor n nathani કહે છે:

  It is really amazing to read your hilariously written article, which I think would definitely hit the bull’s eye, because readers have no patience and control over themselves to complete your article with great interest as soon as possible. Buck up Murtuzabhai and congrats !!!!!

 6. Pravinbhai કહે છે:

  Tamari vat Kai samajati nathi, Tarak maheta na undhachashma jevu tamara chashma lagechhe,
  Jaisadguru .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.