અંકલ ફેઝુની ગઈકાલની ‘ગુસ્સા’વાળી વાતને બેંકોક શહેરથી બ્લોગલેન્ડ પર લાવીએ…ને જાણી લઈએ એ પાંચ અક્ષરની વાત જે આપે છે નેટ માટે પંચજ્ઞાન.
એમનું પ્રોફેશનલ ‘લખ્ખણ’ આપણા પર્સનલ લખાણમાં!
G એટલે Get It! : “તને લાગે કે જે કામ કરવામાં તને દીવાનગી આવી જાય છે, ઊંઘ નથી આવતી, ભુખ ભૂલી જવાય છે, કાંઈક કરવાનો સંતોષ થાય છે, થોડા આગળ વધવાનો અનુભવ મળે છે…. ત્યારે એવી તકને શોધી, સમજી, પકડી કામમાં કન્વર્ટ કરવાની આદત એટલે…G.”
વાત પકડ….જો હું બેંકોક જોવા માટે તરસ્યો ના બન્યો હોત તો?…કેપ્ટનોની સાથે દોસ્તી કરી મારી ‘જાતને શિપિંગ’ કરી ન હોતે તો?…મારા ડ્રાઇવરી શોખને છોડી દીધો તો તો?…. તો આજ સુધી હોંગકોંગમાં જ હમાલી કરતો રહ્યો હોત….. હવે તું શું બની રહ્યો છે? ને વાર શેની જોઈ રહ્યો છે. જા પહોંચી જા તારા ‘બેંકોક’ના કાંઠે!…ઓ મોજી!”
U એટલે Use It! : “મારા ફરવાના શોખને, લોકોને સમજવાની તકને, ડ્રાઈવર બનવાના શોખને, કમાવવાની ઈચ્છાઓને પકડી લઇ પછી મનમાં ને મનમાંજ દબાવી રાખી હોત તો?- તો તેનો સહી ઉપયોગ થઇ શક્યો હોત?- બંદર પર મોટી મોટી ટ્રકને પણ આસાનીથી વાપરવાનું ઉન્નર મને નાનકડી બસ ચલાવવામાં પણ એટલું જ કામ લાગ્યું છે. એમાં ને એમાં દુનિયાની સુપર બ્રાન્ડેડ કારો પણ ચલાવવા નો મોકો મળી ચુક્યો છે. એટલે તને જેમાં મન લાગ્યું હોય તેને બધી રીતે વાપરવામાં પાછળ જોઇશ નહિ… ઓ તોફાની ટટ્ટુ!.”.
S એટલે Share it! : “તારી પાસે બે બાટ (બેંકોકમાં વપરાતું નાણું) છે?-…. તો કંજૂસ બનીને એક બચાવી લે. એટલા માટે કે કોઈકની સાથે શેર કરવામાં, કોઈકને આપવામાં, મદદ કરવામાં કામ લાગી જશે… પેલા ચીની-મીની બચ્ચાઓ માટે મારી ગાડીમાં ચોકલેટ્સ કે ચિપ્સના ડબ્બો હમેશાં ભરેલો રહેતો. એ તો ઠીક, ટીસ્યુ પેપર્સ, વોટર બોટલ્સનો ડીકીમાં ખડકલો રહેતો…મારા માટે નહિ…જે ગાડીમાં આવે એમને આવા મજાના વાઈરસ ફેલાવવા માટે…એટલે તારા ધંધામાં પણ શેર-શાયરીઓ-કવિતાઓ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જે જોગ-સંજોગે બીજાને કામ આવી શકે તેને ‘શેર’ કરજે….શું સમજ્યો ડબ્બુ?!”
S એટલે Sell it! : “આખો દિવસ…આખી ઝીંદગી બસ ‘આપ..આપ’માં થાપ ના ખાતો. મહેનતથી કમાવવાની વાતને ખીસામાં ભરાવી રાખજે. પેટ્રોલ માટે બાટ લેવામાં કાયમ તારા પપ્પા પર ભરોસો નઈ રાખવાનો.. મેં પણ ગાડી ચલાવતા ચલાવતા બીજા ડ્રાઈવર દોસ્તોને ‘ઘણી ઈમ્પોર્ટેડ આઇટમ્સ’ વેચી છે. એમાંથી તારી આંટીને બેન્કોકની ગલીઓ ફરાવી છે. કેટલાંક મા-બાપના એક બચ્ચાને લઈને બીજા બચ્ચા પર ડિસ્કાઉન્ટ આપી પછીથી આખી ફેમિલીના બાળ-બચ્ચાંનો ‘કોન્ટ્રાક્ટ’ લીધો છે. પછી એ જ ફેમીલીના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે…આખું બેંકોક ફરાવવામાં મારી શું કોઈની ભી બૈરી એ પણ મને રોક્યો નથી. આવા બોનસ લેવા માટે આજે તું એક્સ્ટ્રા પોઈન્ટ આપ મને…ભાઈ ચંપુ!”
O એટલે Outstanding it! : “આ તારું પેલું વારે ઘડીએ શબ્દ આવે છે ને…’હટકે’ આ એ જ. વાર-તહેવારે બદલાવ લઇ આવ. જે રીતે બચ્ચે લોગ માટે ટોયોટાની ફેક્ટરીમાં જઈને ખાસ એમની સહુલીયાતો ધ્યાનમાં રાખીને મીની-બસ બનાવી આવ્યો હતો. ત્યારે એમના પાપા-મામા તો ઠીક…સ્કૂલવાલા પણ આ તારા તપેલા અંકલનું ધ્યાન રાખતા. કેપ્ટનોની બીગ બેગ્સ હોય….પેલા માસુમોનું મીની-બોક્સ હોય…..કે ૮૦-૯૦ વર્ષના બુઝુર્ગોનો બિસ્તરો અને એમને માટે વીક-એન્ડમાં ફ્રિ સર્વિસ….બધું એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર ઉચકી લેવાની હટકે સર્વિસ શીખવા કોઈ કોલેજમાં નોહતો ગયો…આજે એમની દુવાઓ લાગી છે. ખુદાએ મારો બોજ સાવ હળવેથી ઉપાડી લીધો છે…કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચા વગર….એય ચંબુ!
“અંકલ ફેઝુ!…કુછ ‘બાટ’ ઐસી હોતી હૈ….જિસે શીખ કર ડ્રાઈવ કરની પડતી હૈ!- સહી બોલાના?
“એ પાછો આવી ગયો તારી એજ કવિતાઓ કરવાના અંદાઝમાં…જા હવે સીધો સીધો ને મારા માટે મસ્કા-બન અને માલપુવા લઇ આવ.”
હવે મારાથી અંકલ ફેઝુને એમ કેમ કહેવાય કે…આ મસ્કા-બન-માલપુવાની બાબતમાં હું અમદાવાદી કેટલો ‘લકી’ છું. કહીએ ને પાછા ધુંવાપુવા થઇ જાય…તો?…એટલે…ચુપ!
ચલો..ચાલો દોસ્તો, આપણે આવી જઈએ પાછા આપણા ‘મલક’માં! આપણને હજુ ઘણું કામ અચિવ કરવાનું બાકી છે.
સરફીરો‘પંચ’
નાચતા નાચતા નેતાગીરીનું લેસન?
૩ મીનીટની આ કલીપમાં શરૂઆત હસવા જેવી લાગે પણ પછી હસીને ન કાઢી નાખવા જેવી બને છે. કોમેન્ટ્રી કરનારના શબ્દોને સાંભળતા જઈ બનતી વાઈરલ અસર લીડરશીપનું એક અનોખું ઉદાહરણ આપી જાય છે.
સાઈટ લિંક: http://www.youtube.com/embed/fW8amMCVAJQ
દોસ્તો, તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?- ધ્યાન રહે કે…કોમેન્ટબોક્સમાં ન લખાઈ જાય. કેમકે તેમાં માત્ર તમારા દિલની-દિમાગની વાતો જ સ્વીકારવામાં આવે છે.
great GUSSO…….and PUNCH
બોસ.. આગળ વધવા માટે GUSSO કેટલો મહત્વનો છે તે આજે સમજાયું…
ખુબ શીખવા મળ્યું.
આભાર.
આભાર દોસ્ત! હવે યોગ્ય જગ્યા પર એનો ઉપયોગ હમણાંથીજ શરુ કરી દો..
મુર્તઝા ભાઈ , આપને મળેલો ‘ગુસ્સો’ અમારી સાથે share કરવા બદ્દલ આભાર.
પ્રથમ ભાગ વાંચતા તો એકદમ અચરજ પણ થયું કે ગુસ્સો કરતા તો ઘણાનાં ધંધા ચૌપટ થઇ ગયા છે તો આ વળી નવી નવાઈની વાત પટેલ ક્યાંથી લાવ્યા?.
પણ આ બીજો ભાગ તો ખુલજા સીમ સીમ જેવો, ALL CLEAR નાં CLINIC જેવો છે.
“ગુસ્સા” ને “જુસ્સા” માં બદલવાની અંકલ ફેઝુ ની ટ્રિક અને અને આપની લયબધ રજૂઆત “ઓ મોજી”,”શું સમજ્યો ડબ્બું?”,”ભાઈ ચંપૂ!”,”એય ચંબુ!” દ્વ્રારા વાત સરળ બની, હવે “વેપારમાં” “G.U.S.S.O.” કરવા ની મજા પડશે અને છેલ્લે “સરફીરો‘પંચ’” ની કમાલ “નાચતા નાચતા નેતાગીરીનું લેસન?” માણ્યું,
@શકીલભાઇ,
સલામ. આભાર કે આપે બરોબર રસપૂર્વક પોસ્ટ વાંચી. ઘણી વાર સામેની વ્યક્તિને આપણે પૂર્વગ્રહના કારણે સમજવા રેડી નથી થતા. પોતાના અલગ સ્વભાવને લીધે જોકે ફેમિલીમાં, સમાજમાં તેને આગળ પડતું સ્થાન મળતું નથી હોતું. પણ પોતાની બીજી (કહોને કે અંગત) ઝીન્દગીમાં આવી વ્યક્તિ નિજાનંદમાં મસ્ત રહે છે. ‘અંકલ ફેઝુ’ આવીજ એક વ્યક્તિ છે. જેને હું વર્ષોથી જોતો જાણતો આવ્યો છું. બસ બ્લોગ-કલમની મદદથી આજે તેમને ‘શેર’ કરવાનો મોકો મળ્યો.
There is always something deep inside the surface. Clever person always try hard to get the pearl out of deep sea, which common person miss to see or understand.