વેપારમાં આપણી પ્રોડક્ટ કે સેવા સાથે બ્રાન્ડિંગ પણ એટલું જ જરૂરી છે. જેમ શરીરમાં પ્રાણ.
- ‘શ્રીવાસ્તવ’ નામે તો ‘બચ્ચે લોકો-બડે લોગ’ ઘણાં હોય છે પણ ‘બચ્ચન’ માત્ર એક….
- ‘ખાન’ તો હવે ડઝન થઇ ગયા છે..પણ ‘દિલીપકુમાર’ માત્ર એક…
- ‘લતા’ તો ચારે બાજુ ફેલાયેલી છે પણ..મંગેશકર…માત્ર એક…
- ‘મોહંમદ’ તો પહેલા નંબરે છે પણ…’રફી’ સાબ સાથે માત્ર એક…
- ‘શોર’ કરનારા ઘણાં છે…પણ કિશોરકુમાર ગાંગુલી….માત્ર એક…
પણ..પણ…ને બણ. ઈન્ટરનેટ પર વિડીયોના પ્લેટફોર્મના આગમન બાદ વેપારના દરેક પહેલુમાં ‘લાઈવ’લીનેસ અને ‘લવલી’નેસ આવી છે. થોડાં વર્ષો પહેલા સફળ થવામાં વર્ષો થતા. અને આજે…મિનીટ્સ!
દોસ્તો, આજે એવાજ કલાકારોની વાત કરવી છે. જેમાં એક ફેક્ટર બહુ (અ)સામાન્ય છે. આ લોકો પહેલા ‘કાંઈ’ ન હતા એટલે લોકો એમની પર હસતાં…. પણ પોતાનામાં રહેલી અને સંતાયેલી પ્રતિભાને જ્યારે આ યુ-ટ્યુબના માધ્યમ દ્વારા બહાર લાવ્યા ત્યારે….લાખો લાખો લોકોમાં તેમને એ હસતાં લોકોના હાથ ઘસતા કરી દીધાં.
પાછલી કેટલીક પોસ્ટ્સ ‘સર’પંચ વિનાની રહી…એટલે…આજે ત્રણ પંચ લઈને આવ્યો છું. જેમાં એક સૂરીલો છે ને ‘બે’સૂરીલા… કોને કેવો ગણવો એ બધું તમારા હાથમાં…
ચોઇ સુંગ-બોંગ (Chui Sung Bong): લોકોના હાથોનો માર ખાઈ ખાઈ…..કચરામાંથી સૂકા રોટલાં શોધીને ખાઈ ફૂટપાથ પર બાળપણ વિતાવીને પણ..પોતાના અવાજને બહાર લઇ આવે ત્યારે…કોરિયાના આ બચુડા સુંગના અવાજથી સૂગ ચડે?….અરે કાનને પુરો સાફ કરાવી આવવું પડે જો એમ થાય તો…
રેબેકા બ્લેક (Rebecca Black): સમજો કે એકદમ તાજું જન્મેલું સુપર-સફળ ઉદાહરણ છે. પોતાનું પ્રથમ ગીત વિવેચકોમાં ‘દુનિયાનુંનું સૌથી ભંગાર ગીત’ નો એવોર્ડ મેળવનાર. પણ પછી….બીજી સફેદ ધૂન લઇ આવી આ છોકરીએ કરોડો નેટી-ટીનેજર્સ ને ગાંડા કરી લાખો મોટેરાઓને ચકિત કરી દીધાં છે.
સુસાન બોયલ (Susan Boyle): લંડન પાસેના એક ગામની ૪૭ વર્ષની નવજુવાનને જોતાજ હસવું આવે પણ….તેણીએ અવાજના ટેલેન્ટ દ્વારા ૨-૩ મિનીટમાં આખું બ્રિટન હલાવી દીધું. શંકા, મજાકનો એક માત્ર લા-જવાબ એની પાસેથી શીખી જ લેવા જેવો છે. એય મફતમાં…
આ વિડીયો અહીં માત્ર લિંક દ્વારા મૂકી શકાયો છે. : : http://youtu.be/wnmbJzH93NU
‘સૂર’પંચ
એક સવાલ: “શું વેપાર જગત સાથે જ થઇ શકે?”
બે જવાબ: “ના. પોતાની જાત સાથે પણ થઇ શકે.”
અંદરનો સવાલ: “ઓહ એમ! તો પછી આપણે આપણી જાત માટે શું કામ વધારે બેજવાબદાર બની જઈએ છીએ?
બહારનો જવાબ: “સિમ્પલી,…આપણે એમ માનીએ છીએ કે આપણી જાતને કાંઈ આપવું પડતું નથી.”
દોસ્તો તમારા ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?
વાહ ભાઇ, મઝા આવી ગઇ! આ કોરીયન છોકરો ચોઇ તો પૅવારોટીને આંબી ગયો! શું તેના અવાજની range છે અને તેમાંથી ઉત્પન્ન થતા ધ્વનિતરંગ હૃદયની વીણાને ઝંકારી ગયા! આપે તેમને અહીં રજુ ન કર્યા હોત તો એક અદ્ભૂત કલાકારની કલાથી વંચિત રહી ગયા હોત! શુક્રિયા! બાકી સુઝન બૉયલને ઘણી વાર સાંભળી. એની વાત તો અૉર છે, પણ સ્ટ્રીટ અર્ચીન ચોઇ? વાહ.
વેપારની વાત કરીએ તો આપે ઘણો સરસ મુદ્દો ઉપાડ્યો છે. તે વિશે બાદમાં લખીશ.
કેપ્ટન!…હીરાની પરખ (ચમક) આ દુનિયામાં ઘણાં ઓછા લોકો જોઈ શકે છે. પણ જેટલાં જુએ છે એમની વિશ્વાસુ નજરથી પછી આખી દુનિયા એનો લાભ લે છે. આવા અનેકોનેક ઉદાહરણો છે.
આપની નજરને સલામ.
—————————————————————–
બહુ જ ગમ્યું. સાચું કહું? લોકો પોતાની જાત સાથે જીવતા જ નથી. માત્ર મહોરાં જ મહોરાં.
આર્ટ ઓફ લિવિંગ … આજની તાતી જરૂરિયાત. કશુંક મળશે ( આ નેટ વેપારીને કરોડ રૂપિયા કે ડોલર !) પછી કદી સુખી નહીં થાઓ.
પહેલાં સુખી થાઓ……અને પછી જે વેપલો કરવો હોય તે કરો. સૌથી પહેલો વેપલો …. જાત સાથે
જુલાઈને ભલે હજુ પૂરો થવામાં ચાર દિવસ બાકી હોય….દદ્દુ! તમારા આ જવાબને ‘કોમેન્ટ ઓફ ધ મન્થ’ આપી જ દઉં છું. જે વાત મારા દિલમાંથી નીકળી હતી તેને શબ્દો રૂપે રિબાઉન્ડ કરી તે બદલ…ઘણો આભાર.
બીજી વાત, આ લખ્યું એ વખતે પણ ‘હજુ સુખી છું’ એવો ભાવ લઈને જ લખાયું હતું. પણ આપણે સૌ પામર ઇન્સાન છે. આ સુખીપણાને ટકાવી રાખવા માટે પણ આખરે કાવડિયા જોઈશે જ જોઈશે ને…આ બધી એની ‘મહા’થાફૂટ છે.
Fine post chhe aapni..Murtaza..Janaab
એલા ભઇ, આમ ધડાધડ ફટકારાય નહીં, એય પાછું સાવ ખોટું..!! 47 વર્ષેની સ્ત્રીને ‘ડોસલી’ કહેશો તો કોઇ ધોકાવી નાખશે સમજ્યા !! હવે તો 60 વર્ષેય કોઇ ડોસો કે ડોસી નથી થાતું…
લતા
હાયલા…એમ તો કાંઈ થતું હશે બૂન!….સુસાન ને ખબર નથી પડવાની ને ખબર પડે તોય મેં એને ડોસલીની આગળ ‘નવજુવાન’ શબ્દ મુકીને ખુશ કરી દીધી છે બોલો…
હવે એય જો આવશે આમ ખુશ થાતી…એટલે આપણને ફિકર જરાય નથ….
આપણી જાત પ્રત્યે બે’જવાબદાર અને નકારાત્મક હોવાનું કારણ ક્યાંક ઑવરકોન્ફીડન્સ તો ક્યાંક ઈન્ફીરીયોરીટી કોમ્પ્લેક્સ, અને આ બંનેને પચાવીને જે આગળ વધવાનો પ્રયત્ન કરે તે કોરીયાના પેલા યુવાનની જેમ વર્ષો પછી પણ, અને ગમે તેવી તકલીફોમાંથી પસાર થઈને – ચમકી શકે. જરૂર છે સેલ્ફ કોન્ફીડન્સની અને પોતાનો માલ પહેલા જાતે ખરીદવાની…. આખી દુનિયાના નકારને રેબેકાની જેમ સકારાત્મક લેવાની.
જમાવટ કરી છે બાપુ…. જો કે પેલા ભાઈનું નામ Choi Sung Bong છે એમ ગૂગલ મહારાજ કહે છે…
It’s Call….Punch Point to the Dart…આભાર.
જીગુભાઈ, સાચેજ આ બાબત ઘણી જરૂરી છે. ‘મેચ્યોર્ડ’ બાળકો માટેની એક ફિલ્મ આવી હતી ‘પોલર એક્સપ્રેસ’ જેનું બેઝ વાક્ય હતું: ‘It doesn’t matter where they’re going. What matters is deciding to get on…”
[…] પાછલી કેટલીક પોસ્ટ્સ ‘સર’પંચ વિનાની રહી…એટલે…આજે ત્રણ પંચ લઈને આવ્યો છું. જેમાં એક સૂરીલો છે ને ‘બે’સૂરીલા… કોને કેવો ગણવો એ બધું તમારા હાથમાં… ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]