ઇન્ટરનેટ આલમના તાજા-માજા સમાચારો…અપડેટ્સ !

Net_Updates-ઈન્ટરનેટ આલમના તાજા-માજા સમાચારો…અપડેટ્સતા. ૬ ઓગસ્ટ- ઈન્ટરનેટ તેની ૨૦ વર્ષની મદમસ્ત જવાનીમાં પ્રવેશી ગયું છે. અમેરિકાની DARPA સંસ્થાથી જન્મેલા આ ટેકનો-બાળકની સફરને ૩ વિકાસી ફેઝમાં મુકવામાં આવી છે. વેબ.૧.૦, વેબ ૨.૦ અને ૨૦૧૦થી વેબ ૩.૦ની ચક્ર-કથા જાણવા-માણવા જેવી છે. માત્ર માહિતીઓના દરિયાની મોજથી શરુ થયેલી આ સફરમાં પીન થી પ્લેનેટ સુધી ઓલમોસ્ટ બધી બાબતોના જ્ઞાનના મોજાં હવે પળેપળ ઉછળી રહ્યા છે.  કેમ ભીંજાવું, કેટલું ભીંજાવું તે આપના પગમાં છે. ગૂગલ આપણી પાસે છે. બોલો…ભોમિયા વિના જ ખેડવા નીકળવું છે?

HTML: ઈન્ટરનેટ  ૨૦ વર્ષની જવાની સાથે તેની કરોડરજ્જુ ગણાતી ભાષા HTML (Hyper Text Mark-up Language) પણ ૨૦ વર્ષની થઇ ચુકી. શરૂઆતમાં સીતા બનેલી આ ભાષાને ૧૯ વર્ષે ગીતાવતાર મળ્યો છે. એટલે કે તેની પાંચમી આવૃત્તિ HTML-5 બનીને આવી છે. નેટ-ખાટુંઓ (ટેકનોક્રેટ્સ), પ્રોગ્રામર્સના મતે આ અવતાર બધી ભાષાઓમાં સૌથી અસરકારક છે. મોબાઈલ હોય કે ડેસ્કટોપ કોમ્પ્યુટર…વેબ-જાળને હજુયે મજબૂત રીતે ગૂંથી લેવામાં HTML-5 આ વર્ષથી ‘બહુમાન’ મેળવે છે. દોસ્તો, તમને કે તમારા બાળકોને હજુયે ‘કોમ્પ્યુટર કરવું’ હોય તો બીજું બધું લેવાની આદતને બાજુ પર મુકીને આ ભાષા શીખી લેવાની મુર્તઝાચાર્ય ખાસ ભલામણ કરે છે.

તા. ૨૭મી જુલાઈ- જેનાથી આપણે કોમ્પ્યુટરની પા પા પગલી ભરવાનું શરુ કર્યું તે ઓપરેટીંગ સિસ્ટમ MS DOS ૩૦ વર્ષની થઇ ગઈ….કરોડો કોમ્પ્યુટર્સમાં ઘુસી લાંબો સમય રાજ કરતી માઈક્રોસોફ્ટની આ બબલીએ વિન્ડોઝ-૭ ના જમાનામાં પણ પોતાની ઠુંચૂક-ઠુંચૂક ચાલ બરકરાર રાખી છે. પોસિબલ છે કે વિન્ડોઝ-૮માં તેને રીટાયર્ડ કરી દેવામાં આવનાર છે. કેટલાંક ટેકનિકલ એક્સપર્ટના મતે અને માટે આ સિસ્ટમ હજુયે વ્હાલી છે.

પેટન્ટની ટંટાબાજી: “ઓ દાદાજી! આજથી હું તમારો દાદા છું!… ચાલો હવેથી મને પગે લાગજો.” –

આ હટકે વાક્ય સાચું ઠેરવાયુ છે. તારીખ અને વારની તો ખબર નથી પણ હમણાં જ જુલાઈના છેલ્લાં દિવસોમાં બંધ બારણે બની ગયેલી આ ઘટનામાં આવું વાક્ય બોલનાર છે: Google દીકરો અને સાંભળી લેનાર છે: IBM દાદા. વર્ષો જૂની પડી રહેલી IBM કંપનીની મહામૂલી ૧૦૩૦ ટેકનો-પેટન્ટ્સને ગૂગલે કરોડોમાં ખરીદી લીધી છે. (યાર! આ લોકો પાસે આટલાં ડોલરિયા આવે છે ક્યાંથી). જેમાં કોમ્પ્યુટરને લગતી બાબતો સાથે સાથે દિલ અને દિમાગને પકડી લે તેવી મોબાઈલી ખોજનો પણ સમાવેશ થયો છે. આપણે ધંધામાં દાદા બનીએ, માહિતીઓમાં મામા બનીએ કે કેરિયરમાં કાકા….પણ ગૂગલ-બાબાને નમવું પડશે….પાપાજી!

ઈ-ભૂખ: લોકોની વાંચન ભૂખને સંતોષવા ગયા સાલથી એમેઝોન.કોમે પ્રિન્ટેડ બૂક કરતા ઈ-બૂકનું ઉત્પાદન બમણું અને વેચાણ ચાર ગણું કરી લીધું છે. આંગળીને ટેરવે સેકન્ડ્સમાં કોઈક નોવેલ-ગાથા કે નવલકથા મેળવવી હોય….બાથરૂમમાં સ્નાન કરતી વખતે ઝબકારા મારતો આઈડિયા પકડી લેવો હોય યા વેપારી સંમેલનમાં સાવ નવું જ ક્વોટ સંભળાવવા માટે ત્વરિત ઈ-માહિતી મેળવવી હોય તો તેની ઈ-બૂક રીડર ‘કિન્ડલ’ હાથવગી બની રહી છે.

અબ કિસ મુહ સે બતાઉં?: ક્રિયેટિવ માહિતીઓના ટ્રેન્ડી રિપોર્ટની સામે એક બ્રિટીશ કંપનીએ આ ઇન્ડિયન મુર્તઝાને ઈજીપ્તમાં પેલી અમેરિકન એમઝોન કિન્ડલ ‘ફ્રી’ (મફત) મોકલવાનો પોઈન્ટ મુક્યો છે. પણ હાય રે કમબખ્તી…કેરોમાં એ મફત કિન્ડલને લાવતા ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડે એવી વાત થઇ રહી છે………….ગ્લોબલી ફ્યુઝનની બાબતે કન્ફ્યુઝન તે આનું નામ!

ફ્રીકીંગ સમાચાર: ગુજરાતી બ્લોગ જગતમાં એક મીની-ત્સુનામી આવી રહ્યું છે. આથી જાહેર ગુજ-જનતાને જણાવવામાં આવે છે કે એની અસરથી નીડર બની એનો સામનો કરવા દિલ-દિમાગ કસી તૈયાર થઇ જાય. ડરવાની નહિં પણ ધરવાની આ વાત વિષે બસ થોડાં જ સમયમાં વધુ વિગતો આ જ બ્લોગ પર..   તો આપના દોસ્તો, પરિચિતોને તેનો લાભ આપવાનું ન ભૂલતા બંધુઓ! આ નીચેના ટચુકડા ફોર્મમાં તેમનું નામ અને ઈ-મેઈલ પણ મોકલાવશો તો પૂણ્ય થઇ જશે. સમાચાર સમાપ્ત થયા.

સર‘પંચ’

iPod New Magic in HQ-

9 comments on “ઇન્ટરનેટ આલમના તાજા-માજા સમાચારો…અપડેટ્સ !

  1. himanshupatel555 કહે છે:

    ઐતિહાસિક માહિતિ બદલ ખૂબ આભાર.

  2. Capt. Narendra કહે છે:

    ઘણા દિવસે આપનો બ્લૉગ જોઇ ખુશી થઇ. આજના બ્લૉગમાં આપેલી માહિતી રસપ્રદ લાગી. Window 8 પછી કઇ OS આવશે?

  3. Ripalkumar Shah કહે છે:

    Murtazabhai,
    Try aramex shop and ship services.
    Its key features are:
    1. One time payment.
    2. You get an address in UK and USA.
    3. The company will deliver it aramex.
    4. You can get it delivered to low / nil tax countries in GCC if you have friends living there and your friend may deliver it to you in Egypt to save import duty in Egypt.
    5. All you pay is courier charges.
    Enjoy.

  4. rajniagravat કહે છે:

    મુર્તઝા મહોદય,
    સૌ પ્રથમ તો એમઝોન કિન્ડલ ‘ફ્રી’ (મફત) મોકલવાનો પોઈન્ટ મુક્યો છે. એ માટે કંઇક ને કંઇક વ્યવસ્થા થઈ જાય એવી શુભેચ્છા સાથે એક નાનકડી યાદ કે એ થઈ જાય એટલે “કેન્ડલ-ડીનર”ની પણ વ્યવસ્થા કરજો બાપુ!

    લગે હાથ મારી પણ વાત કરૂં તો કહેવાય છે ને કે માત્ર અક્ષર ઓળખતા હોય એમને ભણેલા/સાક્ષર ન કહેવાય.. એવી જ રીતે હવે એમ કહેવાય કે માત્ર નેટ પર આંટાફેરા કરતા હોય કે જેવા તેવા બ્લોગડા લખતા હોય એને “નેટ યુગ પુરુષ” ન કહેવાય…. આવી જ કંઇક મારી પરિસ્થિતિ છે, મારાથી બહું ઓછા બ્લોગ પર નજર નાંખી અને રાખી શકાય છે એનું કારણ હું બહું વ્યસ્ત છું એના કરતા અસ્તવ્યસ્ત છું એવું કહી શકાય.

    તમારા બ્લોગના નામથી પરિચિત હતો પણ જય વસાવડાએ એમની કૉલમમાં ઉલ્લ્કેખ કર્યો ત્યારથી તો લગભગ છટપટાહટ કંઇ શકાય એવું હતું એ આજે મેળ પડયો , અને આ કદાચ પહેલી પોસ્ટ વાંચી છે, આના પહેલા વાંચી હોય તો અત્યારે યાદ નથી પણ હવે તો અનાયાસે નિયમિત વળગણ થઈ જ જશે એવો તમારા બ્લોગનો કરિશ્મા છે.

    ફરી એકવાર કિન્ડલ માટે અભિનંદન અને અમારા જેવાને અવનવી માહિતી બદલ આભાર.

    • બ્રેવો! રજનીભાઈ…! પહેલા તો ઊંડી આશા કરું કે આ ‘નેટ-ખટ’ પુરુષ મુર્તઝાનું કેન્ડલ-ડીનર આપના અને આપના જેવા ચાહકો સાથે ખુબ જલ્દી થાય. શબ્દ-ગુરુ જયભાઈએ તો એવો મુકામ બનાવ્યો છે કે એમના ‘ટચ’થી બાબત પણ ‘ટોચ’ પર પહોંચી જાય છે. ખેર, એ માટે શુક્રિયા. પાછલાં પોસ્ટ્સ આપ જેવા ચાહકોની રાહ જુવે છે. જાવ જાવ મળી આવો સાહેબ!

      હવે મને થાય છે કે ભારત હવે જલ્દી આવવું પડશે.!…..

  5. vijay કહે છે:

    hi,murtaza,I been going through your blog( infrequently).I was sooo very happy to see a very good humor ,a very fresh way of writing.please keep it up.vijay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.