વેપાર-પર્વ: જાત અને જગતના જોડાણને બે (સુ)રક્ષા-બંધન થી જોડતી આઝાદીનું નામ એટલે…

Patriotic-SuRaksha-Bandhan_India

“આપણું દિલ જ્યારે એને ગમતું સંગીત શોધીને ગાવા લાગી જાય છે; ત્યારે તેનો જે અવાજ હોય છે તે જ વધારે મજબૂત અને સંગીન હોય છે.”- ભારતીય (મિસરી)ત મુર્તઝાચાર્ય.

આમ તો ૧૩મી ઓગસ્ટ અને ૧૫મી ઓગસ્ટ વચ્ચે માત્ર ૨ દિવસનું જ અંતર હોય છે. પણ આ સાલ આ બે તારીખો વચ્ચેના કનેક્શનને  ‘અંતર બંધ‘ કહેવા કરતા “આંતરિક બંધન” કહેવું મને વધારે મુનાસીબ લાગે છે. સિમ્પલી, એટલા માટે કે… આજે રક્ષાબંધન છે અને પરમદિવસે સ્વાતંત્ર્ય દિન. આમ જોવા જઈએ તો એકમાં ‘બંધન’ છે ને બીજામાં ‘આઝાદી’ છે. પણ જાત અને જગતને જોડી દિલોને એક કરતા આ બંને તહેવારોમાંથી જે મજબૂતી બહાર આવે છે તેના પર કોઈ પથ્થર, કરવત, હથોડો, મશીનગન કે તોપગોળો પણ અસર કરી શકતો નથી.

શું જરૂરી છે કે રક્ષાબંધન ભાઈ-બેન વચ્ચે જ શક્ય હોય?….નહિં રે…નારીઓ અને નરો! આ બંધન થકી આઝાદી મેળવવા માટે બે કે બે કરતા વધારે પરિ(બળેવ)ની જરૂર પડે છે. બસ! એ પછી બહેના હો યા ભૈયાં…સજન હો યા સૈયાં. રાજ્ય હો યા પ્રદેશ કે દેશ હો યા પરદેશ. કોઈ એવો ફેક્ટર જરૂરી છે જેનાથી બંનેનું જોડાણ થઇ શકે. દોરી-સાંકળ, ખીલી- સ્ક્રુ, ગાંઠ કે ગુંદર આ બધાં ફિઝીકલ ફેકટર્સ સાથે સાથે થોડાં વર્ષોથી એક બીજું પણ બળ બહાર ફેલાયેલુ છે જે સૌને ગમે છે.:૦~૦~૦~ ઈન્ટરનેટ પર ગીત-સંગીત.

યેસ! ગયા પોસ્ટમાં લખ્યું તેમ તેમાં શિલા જેવી ખડકીલી જવાની આવવાની સાથે આ ઈન્ટરનેટથી હવે આખુ વિશ્વ એક નાનકડું ખોખું બની રહ્યું છે. જેમાં પળવારમાં કોઈ પણ માહિતીઓ સાથે કે આપણી ગમતી વ્યક્તિ, વસ્તુ કે વ્યવહારની સાથે બંધાઈ શકીએ છે. તકોની ભરતીઓ, સંબંધોના ત્સુનામીઓ, આઈડિયાઝના મોજાંઓ ‘સર જી’ શકીએ છીએ.

ખેર, આ બધી વાતોને આજે કહેવા કરતા બતાવવી છે. એટલા માટે કે પાછલાં દિવસોમાં નેટ-સર્ફિંગ દરિમયાન એવી કેટલીક મસ્ત-મજાની વિડીયો-ક્લિપ્સ અચાનક સામે આવી ગઈ. અને જેમ પહેલા કીધું તેમ આ બે તહેવારો પણ યોગાનુયોગ નજીકમાં આવી ગયેલા દેખાયા. હવે આવું જ્યારે થાય ત્યારે દિમાગમાં અને કી-બોર્ડ પર શબ્દોની ધાણી ન ફૂટે તો શું સૂરસૂરિયું ફૂટે?

તો દોસ્તો, પોતાના કહેવાતા અલગ અલગ ‘રાજ્યગીતો’ જ્યારે એક થઇ ઈન્ટરનેટના માધ્યમમાં આ યુ-ટ્યુબ થકી આપણી સામે આવી જાય ત્યારે આ સ્વતંત્ર-બંધન ખરેખર એટલું અદભૂત લાગે છે કે આવા સંબંધિત ગીતોથી એક સૂરીલી ‘ગીતા’ સર્જાઈ જાય છે.

તો ભાઈઓ-બહેનો, સાજનો-સજનીઓ, વ્હાલાઓ-વહાલીઓ, શિક્ષકો-વાલીઓ, પ્યારાઓ-પ્યારીઓ, પતિઓ-પત્નિઓ, નાનાઓ-નાનીઓ, દાદાઓ-દાદીઓ આજે આ બે દિવસોને જોડી એવા કેટલાંક ‘સુરક્ષા-બંધન’ ની દેશદાઝ વાળા ચુનીંદા સરપંચી ગીતોથી આ બંને તહેવારોને એક સાથે ઉજવીએ!. મન તો થાય છે કે દરેક રાજ્યના ગીતો સમાવી લઉં પણ..હાય રે… ‘નેટ’વર્કિંગ તો મારું પણ હજુએ ચાલુ જ છે.

સરદાર અને પંચ નદીઓના પ્રદેશ એટલે ‘મેરા સોહણા પંજાબ!‘…

રાજસ્થાનનુંરોયલ’ સંગીત માણી લ્યો ‘પધારો મ્હારે દેસ’…

ગુજરાતનું ગ્રેટ સ્વર્ણિમ એટલે… ‘જય જય ગરવી ગુજરાત

 

આમચી માટી...આમચી માણુસનું રાષ્ટ્ર એટલે…’જય જય મહારાષ્ટ્ર માઝા‘….

જાત અને જગતના જોડાણને બે (સુ)રક્ષા-બંધન થી મળતી આઝાદીનું નામ એટલે… ‘ગીત માર્કેટિંગ’.

 બોલો હવે…ક્રિયેટિવિટી કોઈ રાજ્યની માલિકી ખરી?

Advertisements

4 comments on “વેપાર-પર્વ: જાત અને જગતના જોડાણને બે (સુ)રક્ષા-બંધન થી જોડતી આઝાદીનું નામ એટલે…

  1. Chetan Patel કહે છે:

    મુર્તઝાભાઈ, તમારામાં-મારામાં આ વિચાર(તમારી પોસ્ટનો કેન્દ્રીય અભિગમ) ભરેલો છે. ત્યાં સુધી આ ભારતને વાંધો નહિ આવે.

  2. Capt. Narendra કહે છે:

    ભાઇજાન, આજની પોસ્ટે તો મજા લાવી દીધી! ગીતોના એક એક શબ્દમાં જાદુ, પ્રાંતની માટીની ખુશ્બુ અને હવાની ઠંડી લહેરો તમે આ સાઇબર સ્પેસમાં પ્રસરાવી દીધી. આભાર, અને સ્વાતંત્રયદિનની શુભેચ્છાઓ સ્વીકારશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.