મારા મગજની નસ તો ચાલો સમજ્યા કે ખેંચાઈ ગઈ…પણ સાથે સાથે મનની નસને તાણી લે એવા મસમોટા સમાચાર આવ્યા છે.
મોબાઈલમાં પિતામહ તરીકે ઓળખાતા ‘મોટોરોલા’ને ગૂગલબાબુએ ૧૨.૫ બિલિયન (‘બ’ બરોબરનો ‘બ’ જ લખ્યો છે.) ડોલર્સમાં ખરીદી લીધી છે. કોર્પોરેટ જગતમાં અત્યાર સુધીમાં સૌથી મહાકાય ખરીદી કરી ગૂગલે સ્માર્ટ-મોબાઈલ બજારમાં સુપરપાવર ગણાતા એપલ સાથે ખુબજ તંદુરસ્તી વાળી હરીફાઈનો આરંભ કરી દીધો છે.
હાલના ભાવ મુજબ 12.5 billion U.S. dollars = 563.748703 billion Indian rupees. (કોઈ કહી શકો કે આમાં ભારતનું દેવું કેટલું ચૂકવી શકાય?)……
મુકો પંચાત… ને તમતમારે આગળ જે જાણવાનું છે તે જાણી લો ને….
વાત કાંઈક એવી બની કે…હજુ ગયે અઠવાડિયે જ ગૂગલ ન્યુઝ પર સમાચાર આવ્યા: “એપલ કંપની ફોન માર્કેટમાં હવે એટલું કમાઈ ચૂક્યું છે કે તેની કમાણીનો આંક અમેરિકાની નેશનલ ટ્રેઝર કરતા પણ વધી ગયો છે.” બસ ગૂગલદાસને લાગી આવ્યું. ‘મેરી બિલ્લી…મેરે આગે…બહુત નાઈન્સાફી હૈ.’ ને ગઈકાલે ઠંડા કલેજે જાહેર કરી દીધું કે મોટોરોલા કંપની પર આજથી હવે અમારો ઈજારો છે.”
ચાલો થોડાંક જ પણ ખૂબ જ માર વાગે એવા આ સમાચારની ‘ખરાખરી’ શું અસર થઇ છે તે જાણીએ…આ સાથે G કંપની….
- મોબાઈલ દુનિયામાં તેનો માર્કેટ-શેર ૬૦% જેટલો વધી જવાની સંભાવના છે.
- મોટોરોલા કંપનીનો આશરે ૩૦% માર્કેટ ભાગ મેળવી રહી છે. (આ ભાગમ‘ભાગ’માં તેમને ઉડવાનો ટાઈમ મળશે કે નહિ?, સવાલ એ છે.)
- મોટોરોલાનો બીજો ૨૯% ભાગ જે Mobile Games માંથી આવે છે એ ‘હારી ગૂગલી’ જીતીને લઇ જઈ રહી છે..યાર!
- મોટોરોલાના આશરે ૨૦,૦૦૦ કર્મચારીઓ લઇ જઈ રહી છે.
- મોટોરોલાના ૨૪,૦૦૦ ટેકનોલોજીકલ પેટન્ટ્સ ખીસામાં મૂકી લઇ જઈ રહી છે. (હજુ થોડાં જ દિવસો પહેલાં ખરીદાયેલા IBM ના ૧૦૩૦ પેટન્ટ્સ તો પચ્યા નથી ને ત્યાં…આ બીજા ૨૪,૦૦૦ના કોળિયાનું શું થશે, ભૈશાબ?!?!)
- પોતાના ‘એન્ડ્રોઈડ’ મોબાઈલને હવે કોઈનીયે પરવા કર્યા વગર મોટોરોલાના દરેકે દરેક હેન્ડસેટમાં ‘ચુન ચુનકે’ ભરી દેશે.
- મોબાઈલ તો ચાલો સમજ્યા…પણ પેલું મોટોરોલાનું હનીકોમ્બ ઓપરેટિંગ સિસ્ટમ યુક્ત ઝૂમ-ટેબને હવે ‘ઝૂમ ઝૂમકે નચાવશે’. એટલે એના માટે તો બારેમાસ હવે આયા સાવન ‘ઝૂમ’ કે બની જવાનું છે.
દોસ્તો, આ સ્ટોપ-પ્રેસ લખવાની એટલા માટે જરૂર પડી કે…એક તરફ નવરા બેઠાં બેઠાં આપણે વગર કારણે અન્ના, મુન્ના, ઝીન્ના, ખન્નાની ફીકરોમાં જ રેઢાં પડી એમની ‘બોન પૈણાય’ રહ્યા છે. જ્યારે બીજે બાજુ એ કંપની-લોકો ‘મર્જર’ થકી પોતાના દેશને હજુ વધુ…વધારે ‘બોન્ડ’ બનાવી રહ્યા છે.
આવતી કાલે…. અન્ના તો અન્યે ચાલ્યા જશે પણ આ ‘મોબાઈલ ટેકનોલોજી’ તમારી પ્રગતિમાં સાથ આપશે. તમારી કેરિયર, વેપાર જે પણ વિકસાવવું હોય તો મો’ભાઈ’લનો હાથ હવે હમણાંથી જ પકડી લેવો પડશે. નહીંતર ભૈલા… જ્યારે નીચે પાણી પ્રવેશી જશે ત્યારે માથે હાથ મુકવાનો વખત ન આવે…
મોબાઈલના મહાકાય કુદકાની ભરપૂર ‘એપ્સ’ જાણકારીઓ તમને થોડાં સમયાંતરે આ બ્લોગ પર જાણવા મળવાની જ છે. તમને તરસ હોય તો હુંયે વરસવા તૈયાર છું.
નિર્ણય સમજદારીનો છે…ભવિષ્ય તમારા ખુદનું બનવાનું છે.
me: “માર્કેટિંગ ફંડા ના તમે “ગઢવી” છો…”
Murtaza: “હહાહાહાહાહાહાહાહા…..હજુ ગઢ ચઢવાનો બાકી છે પ્રભુ!…”
me: “નેટ-મોભી ને વંદન…”
Very precise, succinct and hard-hitting post. I hope the Indian businesses will wake up for once and move from ‘Khanna, Jinnah and Munna (bhai) and do something worth wihile!
Captain! Thanks for getting it.
You forgot that Apple-MS-RIM’s patentpool of Nortel which Google failed to get. Google had to get some new stuffs to defense against Patent attacks over Android recently (ie Oracle, MS and Apple trio)
Long live Android (It is Linux and OpenSource after all) 😉
યેસ કાર્તિકભાઈ! પહેલા તો તમે પોસ્ટ કાંચી એ બદલ આભાર.
તમારી વાતનો મુદ્દો છે. ગૂગલભાઈના પણ નિષ્ફળ પ્રયાસોનું લિસ્ટ નાનું નથી. પણ લોકોને ગુમાવેલું બતાવવા કરતા કેટલું મેળવાય છે એ બતાવવામાં કેવો રસ પડે ને!
interesting information…..
Why they ask 4 member’s name & password when pressing ‘like’ now ?
Lata
If You ‘Like’ It you have to be a part of ‘WordPress’ Blogger community.
My Opinion….We think it’s a bit awkward way. Otherwise any spammer can come and press without knowing and reading it. By this way we can get at least genuine ‘Like’.
Do you know only Gujarati or Gujarat ? How many times have you visited India ?
What you know about India ?
What is exectly development and progress ?
Have you ever experienced curruption ?
If not, then do you think, have you any right to comment on anti-curruption movement of India.
I am not anybody’s follower, but I am Indian and I am with Mr. Anna for his movement. Here in Gujarat, beggers are using mobile, why you worry ?
Bharat ni bahar rahi ne Bharat ni methi shu kam maro chho ? Amne amari rite jivava do.
Thanks
અરે અરે અરે જોશી સાહેબ…આટલો બધો ગુસ્સો, નફરત કોની લઈને આવ્યા છો?…..તમારા દરેક સવાલનો જવાબ આપી દઉં…પણ પહેલા તો એક કામ કરી લઉં કે એ ગુસ્સાને જરા મારી વ્હાલી સાબરમતીમાં ડાયવર્ટ કરી દઉં. બે કારણે…
૧. કેમ કે તમારી સાથે દોસ્તીની શરૂઆતમાં મને એ આડો ન ઉતરી જાય. ને રખેને તમારા જેવા (મારા કરતા થોડાં વધુ ઈન્ટેલીજન્ટ હોઈ શકે એવા) નવા દોસ્તને મેળવવામાં હું થાપ ન ખાઈ જાઉં) એ માટે.
૨. બીજું એ કે હું રહ્યો પાક્કો ‘અહમ’દાવાદી. જેનું પ્રમાણપત્ર તમને આ લેખમાંથી મળી જશે. https://netvepaar.wordpress.com/2011/08/17/while-i_am_being-40/
ચાલો…. હવે મૂળ મુદ્દાને પકડી લઈએ.
સાહેબ! હું વર્ષો સુધી અમદાવાદી બનીને જીવી આવતો રહ્યો છું. આ તો માત્ર એક દસકો જ કેરો (ઈજીપ્ત)માં વિત્યો છે. પણ માનો ને કે…શરીર લઈને આવ્યો છું. મન અને મા બંને અમદાવાદમાં જ રહે છે. મને તો ભાજપ કે કોંગ્રેસ કરતા ‘પ્રોગ્રેસમાં’ વધારે રસ રહ્યો છે. તોયે એવા પથને પાર કરતા કરતા વધુ ભાગના ભારતીયોની જેમ કરપ્શન, ડીસર્પશન, રિઝર્વેશન, પ્રિસ્ક્રિપ્શન જેવા કેટલાય ફેક્ટર્સને ‘માણી’ અને માની ચુકેલો નાનકડો નેટ-માર્કેટર (વેપારી) છું. …..એટલે શક્ય છે કે જેટલુંયે લખાતું હશે તેની અસર આ ‘અમદાવાદીપણા’ ને લીધે હોઈ શકે. ક્રિયેટિવ દિમાગ હોવા છતાં અન્ના, મુન્ના કે ખન્ના જેવા ઘણાં દોસ્તોને મુકીને આવ્યો છું. જેનો ગમ છે. પણ હુંયે શું કરું?!?!?….એમને એમની લાઈફ મુબારક..મને મારી. બરોબરને?
હવે બીજી વાત આપે ઉપર મુજબનો જે આર્ટિકલ વાંચ્યો…એ ખરેખર કોઈ રાજકીય બાબતને કે વ્યક્તિને અનુસરીને લખીજ નથી. આ તો ટેકનોલોજીકલ વિકાસને ઝડપી લેવાની એક ધક્કી (કે ધ કી) મોબાઈલના બેઝ પર આપી છે. કેમ કે…હવે એનો જ જમાનો છે. જ્યાં આર્થિક અને માનસિક બંને વિકાસની ભરપૂર તકો સમાયેલી છે. આપ ફરીથી એક વાર વાંચી શકશો?
…..મને લાગે છે કે આપને કદાચ ફરીથી મારા બ્લોગની સવિસ્તાર મુલાકાત લેવી પડશે. તમારું દિલ અને દિમાગ ફ્રેશ થઇ જાય એની પૂરી ગેરેંટી અત્યારથી ‘ફ્રિ’ માં આપી દઉં છું. પછી જુઓ તમે જ અમારા બીજા બ્લોગર્સ દોસ્તોની જેમ કહેશો કે….”એ હા હોં!….મુર્તઝાભાઈ, તમારા લખાણથી અમને ‘મેથી’ની કડવી અસર નહીં પણ મીઠાઈની ‘મીઠી’ અસર લાગે છે.”
સરપંચ (ખાસ તમારા માટે): જ્યારે લાઈફની ખૂબ ચેલેન્જિંગ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો ત્યારે શબ્દોના જોશી જેવા એક શાયર દોસ્તે કહ્યું હતું. ” તારી બારીએ કાગડો તો આવશે પણ કહી જશે કે ‘ભલા માણસ તારે ત્યાં આજે કોઈ આવવાનું નથી….જા જઈ આરામ કર!” –
લો હવે બોલો…મારી સાથે દોસ્તી કરશો?-….ફાયદા ઘણાં છે ઠાકુર! સોચ લો!
નેટ-ખટ દોસ્ત : મુર્તઝા પટેલ.
🙂 વાહ દોસ્ત, કોઇ દોસ્તી કરવાનું તો તમારી જોડેથી શીખે…
અમુકવાર મને થાય કે પોસ્ટ તો વાંચી હવે આટલી બધી કોમેન્ટ્સ કોણ વાંચે? જવા દો, છતાં વાંચી લેતો અને પણ હવે ઉપરની કોમેન્ટ વાંચીને થયું કે આ કદાચ આ પોસ્ટ ના વાંચી હોત તો ચાલત પણ આ કોમેન્ટનો જવાબ વાંચી સાહેબ માની ગયો તમને….
નટ-ખટ દોસ્તઃ સોહમ રાવલ 😉
શુક્રિયા દોસ્ત!….બસ સમજે તે ‘સમજુ’ કહેવાય.