વાત છે આજથી ૩૯ વર્ષ પહેલાંની. તા. ૧૭મી ઓગસ્ટ ૧૯૭૨ની એ સવારનો સમય. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા નાનકડાં પણ ઐતિહાસિક બાગની અંદર એ મકાનમાં એક સ્ત્રીને છેલ્લા મહિનાની પ્રસુતિની પીડા ઉપડી. સંયુક્ત કુટુંબ એટલે નસીબજોગે પીડાને જાણકાર, ઓળખનાર બીજા સગા-વ્હાલાંઓની હાજરી ત્યાં હતી. તનમનથી મજબૂત એવી એ સ્ત્રીને સમય અને સંજોગો ઓળખવામાં કોઈ વાર ન લાગી. સાસુની સલાહ અને દેરાણીની દોરવણીથી કલાકેકમાં તો સરસામાન તૈયાર કરી રિલીફ રોડ પર આવેલી જાણીતી મેટરનિટી હોસ્પિટલમાં એ સ્ત્રીએ લેડી-ડોક્ટર દેસાઈની દોસ્તી પાસે ‘સેફ’ ડિલીવરીથી દિકરાને જન્મ આપ્યો.
અલબત્ત દીકરો જન્મે ત્યારે આખા કુટુંબમાં ગોળ-ધાણીની સાથે હલવા ની લ્હાણી પણ ઉડે એ દેખીતું છે. જન્મતાની સાથે ખૂબ ઉંચા અવાજેથી રડીને આખી હોસ્પિટલ જગાવનાર એ ‘હટકે’ દીકરો થોડાં જ સમયમાં તેના સગાં-વ્હાલાઓની સાથે સાથે ત્યાંની દાયણો અને ડોક્ટર્સનો પણ વ્હાલો બની ગયો. એ દિવસે બનેલી આ નાનકડી ઘટનાનુ ૬ દિવસ પછીનું નામ એટલે એના માત-પિતા આમેનાબહેન-સીરાજભાઇ માટે ‘અલી ભાઈ’ અને તમારા સૌનો આ સ્વિટ-નેટ-દોસ્ત ‘મુર્તઝાઅલી પટેલ.’
ગુજરાતીમાં મા-બાપ માટે જેમ ‘વાલી’ શબ્દ વપરાય છે તેમ અરેબિકમાં ‘વાલેદેન’ કહેવાય છે. ફરક આમ જોવા જઈએ તો માત્ર ‘દેન’ (ઋણ) નો છે. એટલે આવી સમજણ મળ્યા પછી દર વર્ષે ૧૭મી ઓગસ્ટ મારા માટે પાછલાં વર્ષોના તેમની તરફના ઋણને યાદ કરી મનાવવાની હોય છે. આ પ્રક્રિયામાં દર વર્ષે સગાંઓ, દોસ્તો પણ ઉમેરાતા જાય છે. કેટલાંકની યાદ રહી જાય છે ને કેટલાંકની વહી જાય છે. ત્યારે મારા માટે એ ઘણું મહત્વનું બની જાય છે કે…જેમણે ગયે વર્ષ દરમિયાન કોઈકને કોઈ કારણે પોતાનો પ્રેમ, સાથ, હુંફ આપ્યા હોય તે બધાંને યાદ કરી ‘આભાર’ કહી ગાંઠને મજબૂત કરું અને વર્ષને મનાવું. હવે તમને લાગે (કે ન પણ લાગે તો નો પ્રોબ્લેમ!) કે કોઈક રીતે તમે મને મદદ કરી હોય, સાથ આપ્યો હોય, હુંફ આપી હોય તો…મારી તરફથી આ ‘ભાર’ લઇ જ લેજો.
બોસ! આપણી તો ‘એજ’ સાચી વર્ષગાંઠ છે.
એની વે!…કોઈક બીજા વિશે કે વસ્તુ માટે લખવુ ઘણું આસાન હોય છે. પણ જ્યારે પોતાના વિશે ‘સવિશેષ’ જણાવવાનું હોય તો માઈન્ડ સાથે મહામુકાબલા જેવુ લાગે છે. ‘ઇસ્પિતાલની ક્રેડલથી ઈજીપ્તના કેરો’ સુધીની મારી આ ઓગણચાલીસી સફર પર ચાલીસો બનાવી શકાય ખરો. ઉઘડેલી-દેખાયેલી-ઓળખાયેલી-સમજાયેલી-વપરાયેલી-રડાયેલી-હસાયેલી-મનાયેલી-જણાયેલી-ચલાયેલી-દોડાયેલી-પડાયેલી-ને ફરી પાછી ઉભી થયેલી એ આઆઆઆઆઆઆખી સફર ઉપર શું શું લખવું?… કેટલું લખવું?…કેવું લખવું?…મારા માટે બહુ મોટી (પણ મીઠ્ઠી) મૂંઝવણ છે. એ તો ‘નાઈલને કિનારે’ બેસીને જોઇશ કે આગળ આગળ શું જવાબ મળી આવે છે. પછી એ મુજબ લખવાની તમન્ના ખરી.
આમ તો હું ગમ ને મગમાં અને ખુશીઓને શીશામા નાખી લાઈફને ઘોળી ‘પી’ ચુકેલો એક ‘મજ્જેનો માનસ’ જરૂર છેંઉ. ધર્મના ટેગથી પાકો દાઉદી વ્હોરો. તોયે વર્ષોથી પારસીઓની વચ્ચે પણ રહેલો. એટલે લોહીમાં શ્વેત-રક્ત કણોની સાથેસાથે ઈન્ટરનેટ વેપારના ‘વેબકણો’ વહેતા રહે એમાં કોઈ મોટ્ટી વાત કહેવાય?. સાલું!…એટલે જ અહીં કેરોની લેબમાં સમયાંતરે મારા લોહીનો રિપોર્ટ પણ હંમેશાં ‘નિલ’ આવે છે…બોલો!
સાહેબો, દોસ્તો, વ્હાલાઓ!…………………..
હું કોઈ ફિલસૂફ નથી. પણ દિલ સાફ રાખી ‘પર્સનલાઇઝ્ડ પ્રોફેશનલ’ બનતો દિલસૂફ ખરો…
હું કોઈ સ્કોલર નથી. પણ કેમિસ્ટ્રીની મિસ્ટ્રી અને ગ્રાફિક્સ એન્ડ ડિઝાઈનના સમન્વય સાથે એકજ ભવમાં માર્કેટિંગ મેનેજમેન્ટનો ‘ભવન્સી’ થયલો ગ્રેજુએટ ખરો…
હું કોઈ દુશ્મન નથી. પણ દુશ્મન માનનારને દોસ્ત બનાવવાની ‘કેટલીક સિક્રેટ કળા’ જાણતો મિત્ર ખરો.
હું કોઈ ટુરીસ્ટ નથી. પણ ૩૦ વર્ષની અમદાવાદી ઝીંદગીથી બહાર આવી દસકામાં દેશદેશાવરની ‘બહાર’ માણી આવેલો મુસાફર ખરો…
હું કોઈ ‘ગાંધીવાદી’ સંત નથી. પણ અનંત રહેતી ઈચ્છાઓને ધીમે ધીમે પાર પાડવાની કોશિશમા ‘લગે રહેલો ‘અહમ‘દાવાદી પટેલ મુન્નો ખરો.’…
ઓહ!…..હવે ચાલીસીની આ એન્ટ્રી વખતે કોઈ મને ‘આજતક’ સુધીની આ લાઈફ માટે એક જ સવાલ કરે કે: “અબ આપકો કૈસા લગ રહા હૈ?” ત્યારે હોઠે અને હૈયે દબાયેલો રીયલ-ટાઈમ જવાબ આપી દઉં: “થોરામાં ઘન્નું જ સમજાઈ જ્હાય એવી ‘આહ ઝીંદગી!…વાહ! ઝીંદગી.’
એટલે હવે એમ લાગે છે કે…દોડવાની સ્પિડને સમજી ‘ચાલીસ’ તો ખરા! -_-_-_-_-
‘સ્વર’પંચ:
પાયસ રીલીજીયન અને પેશનેટ રોમાન્સનું તસતસતું રૂહાની અને સૂફી કોમ્બિનેશન એટલે (આવીને બસ ચાલી ગયેલી) ફિલ્મ ‘કુરબાન’નું અલી મૌલા…અલી મૌલા…ધૂન. સ્પિકરનું વોલ્યુમ લાઉડ અને મોબાઈલનું મ્યુટ કરી આંખ બંધ કરીને સાંભળશો તો દિલ અને દિમાગ ખુલી જાય એની ગેરેંટી…
heartily happy happy bday murtuzabhai @naughty forty 🙂
Thank You So Much JAYBHAI!…I am honored now!
Many Happy Returns, Bhai Jan. અમે બી તમારા પાડોશી – ભદ્દરના રે’વાસી. આસ્ટોડીયા, રાયખડ સાથે ખાસ સંબંધ. તેથી પ્યારભરી શુભેચ્છાઓ. પાડોશી ના હોત તો બી good wishes તો મોકલી જ હોત – અને મોકલી છે.
અરે કેપ્ટન!….એ બચપણ ઘણું સ્વિટ લાગે છે. આસ્ટોડિયાની બધી યાદો અકબંધ છે. આજે ય ત્યાં પહોંચું એટલે ધડાધડ આંખની સામે આઉટપૂટ દેખાઈ જાય એવી…હવે તો એક ભવનું અંતર દેખાય છે.
હું કોઈ લેખક તો નથી – હ્રદયને સ્પર્શી જાય તેવા લેખ વાંચુ ત્યારે પ્રતિભાવ આપ્યા વગર ન રહી શકુ તેવો પ્રતિભાવક તો ખરો.
જન્મદિવસના અભીનંદન 🙂
ક્રિયેટિવ જાનીભાઈ, હવે તો ધીમે ધીમે યકીન થાતું જાય છે કે…ચાલીસીમાં દોડવાની પણ મજા આવશે.
Many many happy returns of the day !! Murtuzabhai you are entering in 40s and as said REAL LIFE BEGINS AT 40.
મન્સૂરભાઈ આભાર. સાવ સાચી વાત. હજુ એમ જ લાગે છે કે…’રિયલ થિંગ’ હવે મળી રહી છે.
Wish you all the best. –Girish
Murtazabhai
Many Many Happy Returns of the Day….
HAPPY BIRTHDAY……
જુઝરભાઈ આભાર! તમને પણ જલ્દી મળવાની તમન્ના.
મુર્તઝાભાઈ,
જન્મદિન પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. સમગ્ર લેખની રજૂઆત … વાહ! કહેવું પડે. ને હજુ તો ઘણું ઘણું તમારા તરફથી બાકી છે. લખતા રહેજો… વાંચતા રહીશું.
ઠક્કરબાબા! આ લખાણ તો ‘ઈશ્કિયાં’ છે. આપ લોકોની મોહબ્બત વગર સફળ થાય?
મુર્તઝાભાઈ, જન્મદિન મુબારક. ‘નાઈલ ને કિનારેથી’ને પણ જન્મદિન શુભકામના. નાઈલે મહાન સંસ્કૃતિની જગત ભેટ આપી છે. આપણે સાથે મળીને બહુ લાડ લડાવશું તમારા આ બ્લોગને.
લગે રહો અલી ભાઈ…
હેપ્પી બર્થડે…
મુર્તઝાભાઇ સલામ,
ઇસ્પિતાલની ક્રેડલથી ઈજીપ્તના કેરો પહોચેલા “હ્ટકે” બેબી અને ‘અલીભાઈ’ થી “મુર્તઝાચાર્ય” સુધી ની “સફળ” “સફર” ને ૪૦ માં વર્ષ પ્રવેશ પર દિલ+દિમાગ થી “અભિનંદન” “શુભેચ્છાઓ”
“HAPPY BIRTHDAY”
Wonderful Wishes! Thank You Very Much Shakeelbhai.
MURTURZA BHAI HAPPY BIRTHDAY..
Heenaben…Thank You So Much for You Kind Wishes! Keep Growing Ahead…
Happy Birth Day Murtazabhai !
BhaiJaan, Janmdin Mubarak ho.
ખાલી ઠા’લા.. જન્મદિન મુબારક કે’વાની ઈચ્છા નથી.. પણ તમે કેરો અને અમે રાજકોટ.. ઠીક છે.. ભગવાન જયારે મિલન કરાવે ત્યારે.. એક સામટી બધી બધાઈ અને કેક સાથે ભેટ..
એ દિવસ જલ્દી જ આવશે… ઇન્શાલ્લાહ!………આભાર દિનુભાઈ તમારી મોહબ્બત માટે
Happy B’day Murtazabhai.
Many many happy returns of day.
લોહીમાં શ્વેત-રક્ત કણોની સાથેસાથે ઈન્ટરનેટ વેપારના ‘વેબકણો’ વહેતા રહે…………..કાયમ માટે એવી શુભેચ્છા….
Happy birthday & wish you many many happy returns of the day….
જન્મ દિવસની શુભકામનાઓ
ક્લીક નહીં કીયા તો “વીશ” એસેપ્ટ કૈસે કીયા????
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓમાં તમને ગોડ કંઇક ગ્રેટ ગીફ્ટ આપે એવું ઇચ્છું….
લતા
Happy Birthday
હેપ્પીવાલા બર્થ ડે, સર.
@’PREETI, @Pankajbhai, @Vimu, @Shabbirbhai, @Bhumikaben, @KM
Thank You very very Much for the Bottom of My Heart to ALL OF YOU. Truly Appreciated & Over Whelmed with you wishes.
Happy Birthday Murtazabhai…. 🙂
મજાની પોસ્ટ!
અને હા, બીલેટેડ હેપ્પી બર્થ ડે!
આભાર સાહેબ!…ગઈકાલે એક ઘડીએ હું વિચારતો’તો કે આ વિનુભાઈ….ગયા ક્યાં?
મુર્તુઝા ભાઈ , ૪૦ માં વર્ષના પ્રવેશ ને જન્મ દિવસ માટે ખુબ ખુબ અભિનંદન, આવવા વાળું નવું વર્ષ અપની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ ને અમારા જેવા વાચક મિત્રો માટે આપની પાસે થી અફલાતુન લેખો મળતા રહે તેવી પ્રભુ ને પ્રાર્થના !
આભાર…સૂર્યાભાઈ…આપ જેવા દોસ્તોની લાગણીઓ, બેસ્ટ વિશિઝ જ પ્રગતિકારક છે. ખુશ રહો…આબાદ રહો!
Happy Birthday Dear Brother….
Belated happy birthday
આભાર દીપકભાઈ…આપના વિશે વધારે જણાવશો?
ચોક્કસ મુર્તઝાભાઈ,
કાઠિયાવાડી છુ, અમદાવાદમાં રહું છું, સોફ્ટવેર ડેવલમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છું.
વધારે શુ જાણવા માંગો છો?
મુર્તઝાભાઈ
જન્મદિન મુબારક(મોડેથી)(Belated)!
ગુજરાતીમાં મા-બાપ માટે જેમ ‘વાલી’ શબ્દ વપરાય છે તેમ અરેબિકમાં ‘વાલેદેન’ કહેવાય છે. તો ઉર્દુમાં વાલીદ કે વાલેદસાબ પિતાજીને કહેવાય છે. આ બધા શબ્દો કદાચ ફારસીકે પર્શીઅનમાંથી ઉતરી આવ્યા હોય.
જન્મદિવસે માબાપ સાથે સગાંઓ, દોસ્તો, વ.ના દેન(કે ઋણન)ને યાદ કરી આભારની
લાગણી જાગવાની બહુ સુંદર વાત તમે કરી છે.
“દુનિયામા કઇંકનો તો કરજદાર છે મરીઝ,
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.”
શુભેચ્છા સહ…
દિનેશ પંડ્યા
ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ! આપની વાત બરોબર. એમાં થોડું વધુ ઉમેરી શકું. અરેબિકમાં….
‘વલદ’ એટલે દીકરો
‘બિન્ત’ એટલે દિકરી
‘ઉમ્મી એટલે ‘મા
‘અબી’ એટલે પિતા
પણ ‘વાલેદ’ અને વા’લેદા ફારસી શબ્દ છે એટલે બંનેનું કોમ્બીનેશન વાલેદૈન (સંખ્યા ‘ઇસ્નૈન’ એટલે ૨ (બે) માંથી) આવ્યું છે. પુરુષપ્રધાન સમાજમાં એટલે જ ‘વલદ’ સર્વોપરિ બને છે.
એક આડી વાત: અહિં ઈજીપ્તને પોતાની એક અલગ અરેબિક ભાષા છે જે ‘મિસરી’ કહેવાય છે. જેમાં શબ્દો અને બોલની લઢણમા ઘણો ફેર પડે છે. જે ફૂરસા (અસલ) અરેબિકથી ‘હટકે’ છે. જેની પણ એક મજ્જાની અદા છે.
મરીઝ સાહેબ માટે શું કહેવું? બસ એના શબ્દોમાં તો ‘દવા’ છે.
મુર્તઝાભાઈ લેટ લેટ વીસ યુ હેપીવાલા બર્થ ડે.
ચાર દી થી મારા વ્હાલીડા વલીદાની હારે બીઝી હતો, એટલે આજે નવરાશ મળી.
સો વરસનો થા અને આખી દુનિયા માથે કર!
દિલસૂફ … નવો શબ્દ ગમ્યો.
દિલ સાફ !
મુર્તઝા ભાઇ,
થોડી મોડેથી જન્મદિવસની શુભેચ્છાઓ 🙂
Happy birthday.. For a nice person like you, every day is a new day, means birthday. So i think i am not late.. 🙂 Utkantha
YES Utkantha…That’s the Most Effective and Wonderful Wishes You have Expressed to me. We all born Everyday!….Every Moment. Thank You so much. Bless You!
વાહ ભાઈ! મજા આવી ગઈ
અશ્વિનભાઈ, આપનું સ્વાગત!
Be lated Happy Birthday Bhai….Majanu lakhyu chhe.
GOD Bless you. 🙂