વેપાર વિસ્મય: ૬૦ સેકન્ડ્સમાં ઈન્ટરનેટની વેપારિક દુનિયામાં શું શું બને છે?

60_Seconds

પ્રોગ્રામિંગ-કોડિંગની ખૂબ ઝડપથી વિકસતી ટેકનોલોજી વડે બનતી ઘટનાઓનું એનાલિસીસ કરવું દિવસે દિવસે આસાન બનતું જાય છે. પહેલા વાર્ષિક…પછી માસિક…તે બાદ દૈનિક… ત્યાર પછી કલાકિક અને હવે રિયલ-ટાઈમ આંકડા મળે છે. આજે ઈન્ટરનેટ એવી સ્થિતિમાં છે કે…લેવાતા શ્વાસને પળવારમાં (સેકન્ડ્સમાં) નેટ પર વાઈરસની જેમ ફેલાવી શકાય છે. એનું સચોટ ઉદાહરણ એટલે ટ્વિટર-ફેસબુક અને ગૂગલ પ્લસની વોલ (ડીજીટલ દિવાલ). પણ આ સાથે સાથે બીજા કેટલાંક માધ્યમો વિકસીત થઇ રહ્યાં છે. જે નાનકડા ખૂણે કે મોટકડા મેદાને કોઈક રીતે અલગ અલગ સેવા કે વસ્તુને વિકસાવવામાં મદદરૂપ થાય તેવા છે.

દોસ્તો, આજે થોડી એવી માહિતીઓ શેર કરવી છે. જેમાં શબ્દોની પાછળ રહેલી સંખ્યાઓ કાંઈક એવા સિક્રેટ્સ કહી જાય છે. જેની મદદથી આપણને કોઈક એવા પ્રોજેક્ટ, વિચાર-આઈડિયાને વિકસાવવા મદદરૂપ થઇ શકે. જેમ કે…આ ૬૦ સેકન્ડ્સમાં….

  • ૧૬૮,૦૦૦૦,૦૦ જેટલાં ઈ-મેઈલ્સની આપ-લે થઇ જાય છે…એટલે ‘ઈ-મેઈલજોલ’ રાખવા માટે આ બાબત ઘણી કામની છે. (જોકે આમાં મેલ-ફિમેલની માહિતી પર વધારે અભ્યાસ ચાલુ છે.)
  • ગૂગલદાસના સર્ચએન્જીનમાં લગભગ..૬૯૪,૪૪૫ સમસ્યા-ક્વેરીઝ-સવાલો પૂછવામાં આવે છે…જેનો જવાબ મળે છે ત્યારે પહાડમાંથી સોય શોધી કાઢી હોય એમ લાગે છે. (એક નવા નવા પહોંચેલા પટેલ સાહેબે લખ્યું કે Free Food  Hotels in USA. ત્યારે પરિણામ મળ્યુ કે ‘ગુજરાતી છો?’)
  • વાઈકીપેડીયા (ઈન્ટરનેટ વિશ્વકોષ) પર એક નવો આર્ટિકલ સર્જાય જાય છે અને દોઢેક આર્ટિકલ્સ અપડેટ થઈ જાય છે. (તમારી પાસે કોઈક ખાસ માહિતી હોય તો મોકળું મેદાન આજે જ બનાવી લ્યો…)
  • ફેસબુક પર ૬૯૫,૦૦૦ જેટલાં તો સ્ટેટ્સ અપડેટ્સ થઈ જાય છે.. જેમાં ૭૯, ૩૬૪ જેટલી વોલ-પોસ્ટ્સ લખાઈ જાય છે…અને ૫૧૦,૦૪૦ જેટલી કોમેન્ટ્સ મારવામાં આવે છે….(આમાં ‘લે હું તો લખી લખીને આ નવરી પડી…એવો મેસેજ પણ લખવામાં આવે છે…)
  • ટ્વિટરસાહેબ ૩૨૦થી વધારે નવા એકાઉન્ટ્સ બનાવે છે ને તેના દ્વારા લગભગ ૧ લાખ જેટલાં ટ્વિટર સંદેશાઓ મોકલવામાં આવે છે….(આમાં ‘ઓહ! આ પાંચમી વાર ‘જવું પડ્યુ’ છે.’ એ પણ ગણી લેવાનું હોં!)
  • લિન્ક્ડઇન નામની સુપર કારકિર્દી-વેપાર વિકાસ માટેના પ્લેટફોર્મ પર ૧૦૦થી પણ વધું નવા લોકો પોતાની પ્રોફાઈલ નોધાવે છે. (ઓહો…ઓહો પ્રોફેશનલ તકોની ભરમાર છે એમાં ભગિની-બંધુઓ, તમે ત્યાં છો ને?)
  • ૫૦થી વધારે નવા પ્રશ્નો ‘યાહૂ આન્સર’ પર પૂછવામાં આવે છે. (“તમારો શું સવાલ છે?– આ પણ એક સવાલ છે…)
  • ફ્લિકર નામની ફોટોગ્રાફ્સ સંગ્રહ કરતી Cool સાઈટ પર ૬,૬૦૦ નવા નરમ-ગરમ ફોટોઝ ઉમેરવામાં આવે છે.
  • ગૂડ-લૂકિંગ ટમ્બલર’ પર ૨૦,૦૦૦થીયે વધું નવા બ્લોગાલ્બમ સર્જાય છે.
  • ૧૫૦૦થી પણ વધુ બ્લોગ-પોસ્ટ્સ પ્રકાશિત થાય છે. જેમાં ૬૨ જેટલાં નવા બ્લોગ્સનું સર્જન પણ આવી જાય છે…(કેટલાંક જબરદસ્ત માહિતીઓથી ને કેટલાંક જબરદસ્તીથી મારવામાં આવેલી માહિતીઓથી)
  • ૭૦થી વધુ ડોમેઈન નામ રજિસ્ટર્ડ થાય છે…(યાર..હવે તો દાળભાત.કોમ પણ રજીસ્ટર્ડ છે રે!)
  • યુટ્યુબ પર ૬૦૦થી વધારે નવા વિડીયો ઉમેરવામાં આવે છે….જે એવરેજ ૨૫ કલાક સુધી જોઈ શકાય. (હવે તમેજ કહો કે…આપણા એકલાની ફિલ્મ થોડી ઉતરતી હોય છે..આતો ગામ આખાની વાત થઇ!!)
  • આઈ-ફોનમાં ૧૩,૦૦૦થી વધુ એપ્સ’ ડાઉનલોડ થઇ જાય છે. જેમાં ‘ગેમ્સ’ સૌથી વધુ ભાગ ભજવે છે.
  • હાયલા…૩ લાખ સિતેર હજાર જેટલી મિનીટોની વાતચીત એકલા સ્કાય્પ પરથી થાય છે. (આમાં સ્ત્રીઓ કેટલી હશે એ વિશે વધારે રિસર્ચ ચાલુ છે)….

આ સિવાય બીજી ઘણી એવી અગણિત માહિતીઓનો ‘પહાડ’ આ ૬૦ સેકન્ડ્સમાં ભ‘રાઈ’ રહ્યો છે. જે વિશે થોડાં નવા અંદાઝમાં આવનારા પોસ્ટ્સ પર જાણવા મળવાનું છે.

હવે તમને આ બધાં રિસોર્સનો ઉપયોગ કરવાની જરાયે જરૂર નથી…આ તો એ લોકો માટે લખવામાં આવ્યું છે જેમને કાંઈક વેપાર કરવો છે…જેને પોતાની કારકિર્દી બનાવવી છે. ને જે લોકો ભારતની બહાર ‘કાંઈક’ હટકે કરવા નીકળ્યા છે….બાકી પાનનો ગલ્લો, ચાહની કીટલી, દિલ્હીનું ઈટાલી, રામલીલા મેદાન કે અકબર રોડ….ક્યાં દૂર છે?

પહેલા સરપાવ: લખાયેલી આ આખી દેશી પોસ્ટ્સનું અંગ્રેજીકરણ આ રહ્યું. ને હવે…

સર‘પંચ’

મહેનતનું મધ ખૂબ મીઠ્ઠુ તે આનું નામ….આફ્રિકાના જંગલમાં ૪૦ મીટર ઉંચા ‘ટેટે’ ઝાડ પરથી મધ પકડતો આદિવાસી. સાચે જ… ‘આમ’ માનવા જઈએ તો તેની મીઠાશ નો ‘કતરો’ પણ મળતો નથી. પણ ‘તેમ’ માણવા જઈએ તો ઉંચે ચઢ્યા પછીની મીઠાશનો ‘ઇસ્કોતરો’ મળી આવે છે. હવે કહો જોઈએ….લાઈફમાં બહુ ‘ટેટે’ કરવી સારી કે નહિ ?

મહેનત…મનોરથ…મધ…મદદ, મિઠાશની માહિતીઓ…આ મુર્તઝા પાસેથી…વખતો વખત મેળવવી હોય તો આજે જે આ બ્લોગ સબસ્ક્રાઈબ કરાવી લ્યો.

13 comments on “વેપાર વિસ્મય: ૬૦ સેકન્ડ્સમાં ઈન્ટરનેટની વેપારિક દુનિયામાં શું શું બને છે?

  1. jjkishorj કહે છે:

    મસ્ત, મજાની, મનભાવન એવી મબલક માહિતી ને મનોરંજન પણ મોકલતું માનવંતું ઈ–મેગેઝીન…મુર્તઝાજી !!

    ધન્યવાદ.

  2. himanshupatel555 કહે છે:

    ઇલેક્ટ્રોનિક રજકણ ખાસો વંટોળ સર્જે છે સંયુક્ત પણે,,અધધધ..લો હું તો લખી લખીને……

  3. himanshupatel555 કહે છે:

    ટેટે અદભૂતપણે મીઠો નીકળ્યો ડંખની વેદનામાંય…

  4. શ્રી મુર્તઝાભાઇ,

    સારી એવી માહિતિનું કલેકશન કર્યું છે…(અને સાથે સાથે સાઇડમાં લખેલી કોમેન્ટ્સ પણ ;))

  5. SHAKIL MUNSHI કહે છે:

    મુર્તઝાચાર્ય આપે “૬૦ સેકન્ડ્સ” માં ઘણીબધી નેટમાહિતી પીરસી દીધી અને આ પંચ તો જોરદાર લાગ્યો,
    – “આ તો એ લોકો માટે લખવામાં આવ્યું છે જેમને કાંઈક વેપાર કરવો છે…જેને પોતાની કારકિર્દી બનાવવી છે. ને જે લોકો ભારતની બહાર ‘કાંઈક’ હટકે કરવા નીકળ્યા છે….બાકી પાનનો ગલ્લો, ચાહની કીટલી, દિલ્હીનું ઇટાલી, રામલીલા મેદાન કે અકબર રોડ….ક્યાં દૂર છે?

  6. hirals કહે છે:

    Good statestics you have shared 🙂 Thanks 🙂

  7. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." કહે છે:

    અલાભઈ આ તો બધી ખબર પડી,
    તમે બતાયું એ પીચ્ચર પણ જોઈ લીધું…..

    આ બધું જોઈ એક વાત ખબર પડી ગઈ કે બધા એમ કે છે કે બૈરાં બીજાની (અહીં નણંદ-સાસુ એમ ખાસ વાંચવું) ખણખોદ કર્યા કરતાં હોય છે એ ખોટી વાત છે.

    પણ મુદ્દાની વાત…..

    પણ દાળભાત.કોમ??? હાચ્ચુ કઉ……

    પેલ્લી વખત હોભર્યુ….. અને પેલું…. ગુજરાતી ફુડ વાળું…. યાર… તમે આવું ના કરો….. ગુજરાતી સૌથી વધુ ખર્ચો ખાવા પાછળ કરે છે… માનવામાં ના આવે તો એક વાર “હુરત” જઈ આવો… 🙂

  8. @જે.કે.દાદા ‘મ’જજા આવી ગઈ…આભાર.

    @કૃતાર્થ દોસ્ત, @નટખટીયો સોહમ, @હી’મેન’શુભાઈ, @શકિલસાબ, @હિરલબુન, @હસનભાઈ, ખૂબ ખૂબ આભાર…

    @વ્હાલા વિમુડા- આ ‘હુરત’ જઈને આયો એની તો બધી સુરતી-માથાકૂટ છે. ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’ હજુયે યાદ છે હોં લ્યા!

  9. Hemang Patel કહે છે:

    સોલિડ બોસ…. જરાક જેટલી વાર માં આવડુ બધું !!!!! હું તો ચકરાવે ચડી ગ્યો ભાઇ…..

  10. Maulik કહે છે:

    એક જ ભારત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.