વેપાર વાર્તા- કોપી કરતાં કપિઓની અપડેટ થયેલી ક્રિયેટિવિટી

Monkey-Business

Source: frank.itlab.us

જૂની (આઉટડેટેડ) કથા: વાંદરાઓ અને ટોપીવાળો….

ગામમાંથી ટોપી વેચી આવતા વડના ઝાડ નીચે થાક ખાવા આરામ માટે રોકાવું. વાંદરાઓનું ઝાડ પરથી આવી ને ટોપી લઇ જવું. ટોપીઓ યુક્તિથી પાછી મેળવવવા પોતાની ટોપી જમીન પર ફેંકવી. એ અભણ નટખટ વાનરોનું પણ ટોપી ફેકવું. ટોપીવાળાનું જલ્દીથી ટોપીઓ જમા કરી ત્યાંથી રવાના થવું. ખાધું પીધુને રાજ કીધું.

નવી (અપડેટેડ) કથા: ટોપીપહેરાવતા વાંદરાઓવાળો ટોપીવાળો….

હવે એ ટોપીવાળાનો છોકરો બાપનો ખાનદાની ધંધો સંભાળે છે. વર્ષો બાદ છોકરો પણ એજ ગામમાંથી ટોપી વેચવા જાય છે. હજુયે સાયકલ કે સ્કૂટર લીધું નથી…(એટલે જ કહેવાય છે કે…ટોપીઓપહેરાવવામાં કોઈને લાંબે ગાળે લાભ થયો છે?!!?). ઈમાનદાર અને ચતુર બાપની શિખામણ. “દિકરા! ત્યાંના વાંદરા બહુ હરામી છે. તું આરામ કરતો હોઈશ ત્યારે એ લોકો ટોપીઓ લઇ જશે. ટોપીઓ પાછી મેળવવા માટે તારે તારી ટોપી ફેકવાની …….તારી નકલ કરતા તેઓ પણ ટોપી ફેકી દેશે….તારે લઈને ચાલતા થવાનું. બસ આપણું કામ થતું રહેશે.

લ્યો હવે થયું પણ એવું જ. છોકરો આરામ કરતો હતો એ દરમિયાન વાંદરાઓ ટોપીઓ લઇ ને ઝાડ પર ચડી ગયા. દિકરાને બાપની સલાહ યાદ આવી. દિકરાએ પોતાની ટોપી જોરથી જમીન પર ફેકી……..પણ આ શું……….???

કોઈ પણ વાંદરો પોતાની ટોપી ફેકતો નથી. દિકરાએ વારંવાર ટોપી ફેંકી ને પુનરાવર્તન કયું પણ કોઈ પણ વાંદરા એ ટોપી ફેકી નહી. ટોપીઓ જમીન પર ફેંકવામાં દિકરાના હાથ ‘ભોંયમાં પડ્યા’. આ જોઈ ઝાડ પર બેઠેલો એક વાંદરો હાથમાં મોબાઈલ લઇ જોરથી અટ્ટહાસ્ય કરી હેઠો ઉતરી આવ્યો:

 હા..હા..હા..હા..હા..ઓયે! ચમન! અમને ખબર છે કે તારા બાપુ‘ એ તને શીખવાડી ને મોકલ્યો છે. તો શું અમારા બાપે આટલાં વર્ષો જખ મારી છે?- પણ અમને અમારા બાપુ  તોપાકી રીતે પડાવીલેવાની ટ્રેઇનિંગ આપી છે. જા! છાનોમાનો ચાલતી પકડ. આ ટોપીઓ હવે અમને તારા જેવા વા(નરો)ને જ પહેરાવવામાં કામ લાગશે.

વાનરભૂમિમાં મોબાઈલ પરMission Success- Fool ના ખુશ-ખબર એક સાથે બધાંને ફરી વળ્યા.

મોરલો : 

 • ભાઈ-બાપુની સલાહ એમના વેપારિક સમય અને સંજોગો મુજબ બરોબર હોઈ શકે….પણ અત્યારે બીજાનું પડાવી લેવાની વૃત્તિ કરતા પોતાને જે મેળવવાનું છે તે વિષે નવા અપડેટ્સ મેળવતા રહેવું પડે, નહીંતર જમીન પર પડ્યા રહેવું પડે છે.
 • બાપ દાદા જે શેઠીયા-શાહીથી ધંધો કરતા હતા તેના નિયમોમાં વહેલી તકે ‘મોડી‘ફિકેશન કરવું પડે છે.
 • હાલના સંજોગોમાં ફીટ બેસે તેવો હલ (સોલ્યુસન) મેળવવા કોઈની કોપી મારવાની જરુર નથી. હા! Creative થવું પડે.
 • એક ગામથી બીજા ગામે વેપાર કરવા માટે ‘ચાલ‘ બદલવી પડે છે. તમારું દિલ સાફ હોય છતાં વાનરવેડા કરતા અંતરાયોની ચાલનો સફાયો કરતા શીખતા રહેવુ પડે છે.
 • બાપની ગરમ ગાદી છોડીને અગ્રેસીવ માર્કેટિંગ માટે ગરમાગરમ કમર કસવી પડે છે.
 • કસ્ટમરને ૩૬૧ ડીગ્રીથી થોડો વધારે સમજતો રહેવો પડે છે.
 • સ્ટાફ પાસેથી સારુ કામ લેવા માટે શેઠ મટીને દોસ્ત બનવું પડે છે.

ઓહ્ફ! એ સિવાય ઘણું બધું ‘થોરામાં ઘન્નું’ હટકે વાંચી-સમજી જઈ એપ્લાય કરવું પડે છે.

‘કપિ’ વાર્તા માટે કોપી વગરની ક્રિયેટિવિટી માટે ‘વિનય’પૂર્વક કબૂલાત:

શરૂઆતમાં આ આખો લેખ લખવાની પ્રેરણા મને વર્ષો પછી મળી આવેલા મારા વ્હાલા દોસ્ત ભરત મોદીએ આપી. પણ લખ્યા પછી આ લિંક મળી આવી:

http://religion.divyabhaskar.co.in/article/kahta-change-your-thinking-over-time-1789961.html

(હાયલા! મને તો ખબર જ નઈ, બોલો!)…મને તો મારા બાપુજી એ આવું કાંઈ પણ શીખવાડ્યું નહીં…..ચાલો મોડે મોડે અપડેટ તો થયો!

સર‘પંચ’

શક્ય છે કે પિતા પરફેક્ટ ન હોઈ શકે….પણ એવું હોઈ શકે ને કે ક્યારેક પિતા ‘પરફેકટલી’ પ્રેમ કરી શકે…

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?

9 comments on “વેપાર વાર્તા- કોપી કરતાં કપિઓની અપડેટ થયેલી ક્રિયેટિવિટી

 1. મસ્ત કહે છે:

  બહુ જ ‘મસ્ત’ લખો છો મુર્તઝાભાઈ. હેટ્સ ઓફ તમારા વિચારો ને….

 2. pragnaju કહે છે:

  વાહ્
  આમતો તમારી વેપારની વાતો ઘણીવાર સમજાતી નથી.
  પણ તમારી શૈલી ગમે છે
  તમારી અપડૅટ કરવાની વાત અનુભવવાણી છે બધાએ સદા રાખવા જેવી

 3. rahulpanchal કહે છે:

  Great thought Murtuzabhai. I really love your creativity in your thoughts. Keep it up…

  How you can think?….I think Marketing and Business-mix is very well in your blood..

 4. Capt. Narendra કહે છે:

  વેપારમાં સ્ટ્રેટેજી અને ટૅક્ટીક્સમાં રહેલો ફેર સમજવો કેટલો જરૂરી છે તે આપની કપિ / અ-કપિની વાતે બતાવી આપ્યું. મજા આવી! આ જમાનામાં વાનર નરથી વધુ ચાલાક થઇ ગયા છે એ સિદ્ધ થઇ ગયું!

 5. Anila Patel. કહે છે:

  વાહ મુર્તઝાભાઇ, અમને તમારી વેપારી વાતોમાં બહુ સમજ ના પડે. અમે તો પટેલિયાઓ પૈસા વાપરનારા. તમે વાર્તાઓ 2080ની સદીની બનાવીને પણ કહેશોને તોયે અમે સાચી માનવાના. અને તમારા વ્યાપારને આગળ વધારવાના. તમારી મહેનત પણ અમારે તો લીલાલહેર અમે મોજ્શોખ ના કરીએ તો તમારા વ્યાપારનુ શુ થાય અમે એટલાતો ઉદાર છીએ હો. તમે ભલે વ્યાપારી રહ્યા પણ મને તો તમારી શૈલીમા એક સાહિત્યકારના જ દર્શન થાય છે.

 6. @મુસ્તફાભાઈ, @મુ. પ્રજ્ઞાજુબેન, @રાહુલ દોસ્ત, @કેપ્ટન, અનીલાબેન, @મુહંમદસાબ – 🙂

  લખતા તો લેખ લખાઈ જાય છે. પણ આપ જેવા રિડર્સ લોકોનો આભાર માનવા માટે ઘણી વાર શબ્દો ખૂટે છે….

  તોયે આદત મુજબ…અલ મિસ્રની ઝમીનથી અલ્ફ શુક્રિયા! આપ આવતા રહેશો આપણે આગળ વધતા રહીશું.

  @પિયુનીબેન, પહેલા તો તમે સાઈટ પર આવ્યા એ બદલ ‘વેલકમ’. બીજુ કે સ્ટિવન સાહેબની ‘ધાર તેજ’ કરવાની વાત….સાચે જ અસર’ધાર’ છે.

 7. Muhammedali Wafa કહે છે:

  કપિઓની બધીજ ટોપીઓ રામલીલા મેદાનમાં ‘મેં અન્ના(કપિ) હું ‘નામથી વેચાય ગઈ. કપિઓએ ભરે વેપલો કરી લીધો. લાગે છેકે એ લોકો પણ નેટ વેપારના અભ્યાસી છે.

 8. મુર્તઝાભાઈ ,ખુબ સરસ વાત કરી . Stephen Coveyની seven habits for successful people માં ની એક “sharpen your saw ” તેજ તમારી અપડૅટ કરવાની વાત છે બધાએ સદા રાખવા જેવી.

 9. […] વેપાર વાર્તા- કોપી કરતાં કપિઓની અપડેટ થયેલી ક્રિયેટિવિટી Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true};જૂની (આઉટડેટેડ) કથા: વાંદરાઓ અને ટોપીવાળો…. ગામમાંથી ટોપી વેચી આવતા વડના ઝાડ નીચે થાક ખાવા આરામ માટે રોકાવું. વાંદરાઓનું ઝાડ પરથી આવી ને ટોપી લઇ જવું. ટોપીઓ યુક્તિથી પાછી મેળવવવા પોતાની ટોપી જમીન પર ફેંકવી. એ અભણ નટખટ વાનરોનું પણ ટોપી ફેકવું. ટોપીવાળાનું જલ્દીથી ટોપીઓ જમા કરી ત્યાંથી રવાના થવું. ખાધું પીધુને રાજ કીધું. નવી (અપડેટેડ) […] ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.